ફિલ્મ માટે એક લેખકની
વેદના
ના
આજીજી
ના
'ફક્તને ફક્ત હ્રદય પૂર્વકની વિનંતી"
એક લેખક માટે આમ જોવા જઈએ તો ચોક્કસ પણે એવું કહી શકાય કે,
"લખવું એટલે વાવવું"
પછી......
એ ક્યારે ઊગે, કેવું ઊગે અને કેટલું ઉગે ?
એનો અગાઉથી મર્યાદિત જથ્થો, કે ઉપજ કે પછી કોઈ જવાબ,
કોઈ પણ વ્યક્તિ ક્યારેય ન આપી શકે.
આની પાછળ પણ અસંખ્ય કારણો કામ કરતા હોય છે, એ પણ આપણે સૌ સારામાં સારી રીતે જાણીએ જ છીએ.
એમાં પણ અલગ અલગ લેખકની લખવાની શૈલી, અને પાછું એમના લખાણમાં પણ અનેક પ્રકારની, અલગ અલગ વિષયોની વિવિધતા જોવા મળતી હોય છે, જેમકે
કોઈ લેખક ન્યૂઝ પેપરમાં સાપ્તાહિક માટે ટૂંકી, કે લાંબી વાર્તા કે પછી નવલકથા અથવા તો કવિતા જેવું કંઈકને કંઈક લખતાં હોય, તો વળી અમુક લેખક કોઈ વિષય પર લખી એને પુસ્તક સ્વરૂપે બહાર પાડવા માંગતાં હોય, તો કોઈ લેખક સ્કૂલ, કોલેજ કે ઑડિટોરિયમ કે પછી કોઈ જાહેર સ્થળ કે મંચ પર ભજવાતા નાટક માટે લખતા હોય, તો કોઈ લેખક પોતાના લખાણને ટીવી, મોબાઈલ, લેપટોપના સ્ક્રિન પર એડવટાઈઝ, શોર્ટ ફિલ્મ, સીરિયલ કે પછી વેબસિરિઝ માટે લખતા હોય, ને કોઈ કોઈ લેખક સિનેમાના રૂપેરી પડદે પ્રસ્તુત થતી અલગ અલગ વિષયોની,
અલગ અલગ ભાષાઓની ફિલ્મો માટે કોઈ સારી વાર્તાઓ તૈયાર કરતા હોય છે.
મારે અહીં જે ખાસ કહેવું છે, એ છે ફિલ્મ સ્ટોરી ( કથા ) વિશે.
અને એ...મારી દ્રષ્ટિએ....ઉપરોક્ત બધી બાબતોમાં સૌથી મોખરે આવે એવી બાબત છે, કેમકે એમાં એકવાર ફિલ્મ તૈયાર થઈ ગયા પછી કોઈપણ જાતનો કોઈ સુધારો વધારો નથી થઈ શકતો.
અને એમાંય જો કોઈ ફિલ્મ નિષ્ફળ જાય
તો જે તે ફિલ્મ સાથે સંકળાયેલા નાના મોટા બધાજ લોકોની મહેનત, પ્રોડ્યુસરની મૂડી અને તમામે તમામ લોકોની આશાઓ પર પાણી ફરી જતું હોય છે, તેમજ પૂરા પ્રોજેક્ટમાં આપેલો સમય બધું જ એળે જતું હોય છે.
અને આમ થવાનું કારણ કે પછી એનો ઉકેલ આ એકજ વાતમાં છુપાયો છે કે,
"એક સારી વાર્તા, એ ફિલ્મનો પાયો છે"
આ વાત ફિલ્મના પ્રોડ્યુસરથી લઈને ફિલ્મના કલાકારો, અને બાકીની બધી જ ટીમો કે જે આ ફિલ્મના નિર્માણ પાછળ રોકાયેલી છે, એ તમામે તમામ લોકો એ અગાઉથી સારામાં સારી રીતે સમજી બધી રીતે વિચારીને, વાર્તા સારી લાગે પછી જ એમાં જોડાઈ ને આગળ વધવું જોઈએ,
નહીં તો કલાકારો ગમે તેટલા પરફેક્ટ હશે, મ્યુઝિક ગમે તેટલું પાવર ફૂલ હશે, બાકી બધીજ ટીમોનું કામકાજ પણ જબરદસ્ત હશે, તો પણ
"ધાર્યા, કે સારાં પરિણામથી દૂર જ રહેવાશે"
કેમકે એક સારી વાર્તા એ ફિલ્મનો પ્રાણ હોય છે,
વાર્તા મજબૂત હશે, તો પછી બીજી કોઈપણ બાબતમાં નાની મોટી કચાશ રહી ગઈ હશે, તો દર્શકો એને નજર અંદાજ કરીને પણ જે તે ફિલ્મને વધાવી લેશે.
અને આજકાલ તો ફિલ્મ નિષ્ફળ જાય ત્યારે, કે પછી ફિલ્મ નિષ્ફળ ગયા પછી ???
આપણે ઘણા બધા લોકો કે જે લોકો એ નિષ્ફળ ગયેલ ફિલ્મ સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા હોય એમના મોઢે, કોઈ ઇન્ટરવ્યૂમાં, કે પછી આજકાલ તો Podcast માં
( આજકાલ તો સોશિયલ મિડિયામાં આનો રાફળો ફાટયો છે 🤔 )
પણ સાંભળીએ છીએ કે ફિલ્મ માટે સારી વાર્તા, સારી સ્ટોરી લખી શકે એવા લેખકોની કમી છે, કે પછી એવા લેખકો જ નથી, મિત્રો આ સાંભળીને એક લેખક તરીકે ખૂબજ દુ:ખ થાય છે.
ભાગ અગિયારમાં આપણે આના કારણો વિશે ખુબજ ઊંડાણ પૂર્વક, અને વિગતવાર સાચી હકીકત શું છે, ખરી તકલીફ ક્યાં છે ? એના વિશે વાત કરીશું કે,
"ફિલ્મ બનાવનારને સારા લેખકો નથી મળતા, કે પછી સારા લેખકોને ફિલ્મ બનાવનાર નથી મળતા ?"
આના તમામ વ્યાજબી કારણો, અને એના ઉપાય વિશે આપણે જાણીશું ભાગ 11 માં.
વિશેષમાં મારે એ કહેવું છે કે,
વાચક મિત્રો તમને આગળના 9 ભાગ કેવા લાગ્યા એ મને comment મા જણાવશો Please, અને
આ ભાગ 10 વિશે તમારું શું મંતવ્ય છે ? એ પણ જરૂરથી જણાવશો.
આભાર 🙏