A Journey of Memories - Ranjan Kumar Desai - (21) in Gujarati Biography by Ramesh Desai books and stories PDF | યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (21)

Featured Books
  • अंधविश्वास

    यहाँ मैं आपके लिए एक मौलिक, विस्तृत और साहित्यिक शैली में लि...

  • जीवन की पहचान : रीमा

    रीमारीमा… फैशन की दुनिया में यह नाम किसी परिचय का मोहताज नही...

  • पहली नज़र का इश्क - 11

    स्कूल का माहौल आज कुछ अलग था। हर बच्चे के चेहरे पर उत्साह और...

  • यशस्विनी - 38

    दूषित मन की ग्लानिजब स्वामी मुक्तानंद स्वयं ध्यान में डूबे र...

  • अदृश्य पीया - 8

    (सुबह की धूप कमरे में आ रही है।)(कौशिक आईने के सामने खड़ा है...

Categories
Share

યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (21)

                          પ્રકરણ - 22    

      સુહાની માટે લગ્ન કરવાનું મુશ્કેલ બની રહ્યું હતું.

      છતાં, ભગવાને તેને અનિકેતથી આશીર્વાદ આપ્યા હતા. તે ગરીબ હતો. તે સુહાનીને ખૂબ પ્રેમ કરતો હતો.

      જ્યારે તે ગર્ભવતી થઈ, ત્યારે તે કંપનીના કામ માટે જર્મનીમાં હતો. સુહાની પાસે ફક્ત એક જ આશરો હતો. લલિતા પવાર પણ તેને સાસુ તેને ગુમાવવા માંગતા નહોતા..

        સુહાનીની સ્થિતિ જાણીને, કોઈ તેની સાથે લગ્ન કરવા સંમત નહીં થાય. આથી તેઓ અંધારામાં રાખી ને દીકરી ના લગ્ન કરાવવા ઉપર તળે થઈ રહ્યાં હતા. આ વાત મંજુર નહોતી. સચ્ચાઈ ની જાણ થતાં મોટી મુસીબત ઊભી થાય તેમ હતી.

        કોઈએ અનિકેતની માતાને સુહાનીની ગર્ભાવસ્થા વિશે કહ્યું હતું. અને આ દરવાજો માનો બંધ થઈ ગયો હતો. પણ અનિકેત આ સંજોગોમાં પણ સુહાનીને સ્વીકારવા તૈયાર હતો.

        ખુદ સુહાની એ સામે થી અનિકેત ને સચ્ચાઈ જણાવી દીધી હતી.  

        અનિકેતે પોતાની ઉદારતા દર્શાવી હતી. સુહાની ને બીજું બાળક થવાનું નહોતું.બાળકો થવાનું નસીબ નહોતું. છતાં તેણે સુહાની ને અપનાવી લીધી હતી હતી. સુહાની એ પોતાની આબરૂ અકબંધ રાખવા માટે ગર્ભ પડાવી નાખ્યો હતો.

       તેની માતા વારસદારની ઇચ્છા રાખતી હતી.

       લોકો પણ વારસ માટે અનિકેત ને ફરી પરણાવવા પાછળ પડી ગયા હતા.. પરંતુ અનિકેત તેના માટે તૈયાર નહોતો. આ પરિસ્થિતિમાં, તેની માતાએ સુહાનીને હેરાન કરવામાં કોઈ કસર છોડી ન હતી. અને સુહાનીનો દુ:ખદ અંત આવ્યો હતો.

       સુહાની એ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ સ્થિતિ માં અનિકેત ભટકી ગયો હતો..તે ફરી થી દારૂ ના રવાડે ચઢી ગયો હતો..તેણે કામ કરવાનું પણ બંધ કરી દીધુ હતું..

       મારી બીજી સાળી, નમિતા, તેને પસંદ કરી ગઈ હતી. જ્યારે તે સુહાનીને જોવા  આવ્યો હતો, ત્યારે તેને તે ગમી ગઈ હતી. પરંતુ તે નાની હતી, અને તેની બે બહેનો અપરિણીત હતી. આ પરિસ્થિતિમાં, તે પોતાની પસંદગી જાહેર કરી શક્યો નહોતો. હતો અને તેણે સુહાનીને પસંદ કરી હતી.

       નમિતા તેની મોટી બહેન, સુહાની કરતાં બે ડગલાં આગળ હતી. તેની સગાઈ પણ થઈ ગઈ હતી. તેના સાસરિયાઓએ અમને તેમના ઘરે પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું. અનિકેત અને સુહાની પણ અમારી સાથે હતા.

         સુહાની અને નમિતા બંનેએ લગ્ન પહેલાં તેમના મંગેતર સાથે સૂવાની વાત કરી હતી, અને નમિતાની સગાઈ તૂટી ગઈ હતી.

          તેના બે છોકરાઓ સાથે ચક્કર ચાલુ હતા.. 

          બાબુ અને સંજય.

          સંજય સાચો છોકરો હતો. મેં તેની ભલામણ લલિતા પવાર ને  કરી હતી. પરંતુ તેણીએ તેના પર ધ્યાન આપવાનું જરૂરી સમજ્યું નહોતું.

          અને તે બાબુ સાથે ભાગી ગઈ હતી.

           તેણે તેના ઘરેણાં અને પૈસા લઈને નમિતાને વેશ્યાલયમાં વેચી દીઘી હતી..

           ઘણા સમય પછી,  તે ચર્ની રોડ સ્ટેશન પર ઓવરહેડ બ્રિજ પર અચાનક મળી ગઈ હતી . તે સીડી પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે મને કોઈનો જાણીતો અવાજ કાને અથડાયો હતો.

          મેં ફરી ને પાછળ નજર કરી હતી અને તેના દિદાર નિહાળી આશ્ચર્ય થયું હતું.

          નમિતા પસાર થતા લોકોને પૂછી રહી હતી,

           " મેરે સાથ ચલના હૈ ? "

            તેના aa પ્રશ્ને મને આખી વાત સમજાવી દીધી હતી. 

           તે દેહનો વેપાર કરતી હતી.

          એક જ સમયે બે છોકરાઓ સાથે તેના ચક્કર ચાલુ હતા.

         તે એક વાર મારા ઘરે આવી હતી. અને બિન્દાસ્ત મારી બાજુમાં સૂઈ ગઈ હતી.

        હું આ ભૂલી શકતો નહોતો.

       આ બધા લક્ષણોથી સ્પષ્ટ થયું કે તે વેશ્યાની બહેનનું રૂપ ધારણ કરી બેઠી હતી.

      આખરે એ જ અંજામ આવ્યો અને નમિતા કામાટી પુરાની રોનક બની ગઈ હતી.

      તેના લગ્ન વલસાડના એક શ્રીમંત પરિવારમાં થયા હતા. તેઓએ કોઈ દહેજની માંગણી કરી ન હતી. બાબુ છોકરાને ઓળખતો હતો. તેઓ એક જ શાળામાં ભણતા હતા. તે તેનો આખો ઇતિહાસ જાણતો હતો. તે શારીરિક આનંદ આપી શક્યો ન હતો. આમ છતાં, તેણે વ્યક્તિગત લાભ માટે સંબંધ સ્વીકાર્યો હતો.

      તે ગે હતો. તેના સાળા સાથે શારીરિક સંબંધ ધરાવતો હતો. જેને કારણે બહેનના દાંમ્પત્ય જીવનમાં મુસીબત ઊભી થઈ હતી.તે શારીરિક સુખથી વંચિતથઈ ગઈ હતી. આ સ્થિતિ માં  તેણે આત્મહત્યા કરી હતી. ત્યારે જ તેના માતાપિતાને સત્યની જાણ થઈ હતી.  તેઓએ તેમના દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.

        બાબુ નિયમિતપણે નમિતા ને મળવા જતો હતો. સાસુ સસરા ને નમિતા વિશે જાણ હતી. પણ પોતાના વારસ માટે બાબુ જેવા સાપને ઉછેરી ને ઘરમાં સંઘર્યો હતો. તેમની વચ્ચે કોઈ ગેરકાયદેસર સંબંધ હતો. આ વાત નમિતાના સાસરિયાઓ આ જાણતા હતા. પણ વારસ ની લાય  આંખ આડા કાન કરી ને બેઠા હતા. નમિતા એ પુત્રને જન્મ આપ્યો હતો, જેને તેમણે પોતાના વારસદાર તરીકે સ્વીકાર્યો હતો

         તેઓએ તેમની બધી મિલકત નમિતાને ટ્રાન્સફર કરી દીધી હતી.

         અને તેઓ બંને બાળકને છોડીને ભાગી ગયા હતા..

        બાબુને ફક્ત નમિતાના શરીરમાં અને તેની મિલ્કત માં જ રસ હતો. તેને નમિતા માં કોઈ દિલચસ્પી નહોતી.. તે દરરોજ એક નવી સ્ત્રીનો સંગાથ ગોતતો હતો. 

       તેણે ખુલ્લેઆમ જાહેર કર્યું હતું:

        "હું જ્યારે ઇચ્છું ત્યારે નમિતાને ગર્ભવતી બનાવી શકું છું."

        અને તેણે તે સાબિત કરી દીધું હતું.

       તેણે નમિતાના બધા પૈસા પોતાના નામે ટ્રાન્સફર કરી દીધા હતા નમિતાને વેશ્યા દલાલ ના હાથો માં વેચી દીધી હતી.

       નમિતા ને રહી રહી ને બાબુ ની રખાત બની ને જીવન વ્યતીત કરવાનો અફસોસ થતો હતો. તે કાંઈ જ કરી શકે તેમ નહોતી કારણ પાણી ખૂબ જ વહી ગયું હતું. 

       તેણીને રહી રહી ને હૃદયમાં પસ્તાવો થતો હતો. જો તેણીએ સંજય સાથે લગ્ન કર્યા હોત, તો તેણીને આવા દિવસો ન જોવા પડ્યા હોત. તેનો પરિવાર કુલીન અને શ્રીમંત હતો. તેના ત્રણ ભાઈઓએ બિલ્ડિંગ માં રહેતી ત્રણ અલગ છોકરી ઓ સાથે લગ્ન કર્યા હતા.

       સંજય રસોડાની બાલ્કની સુધી પહોંચવા માટે ગટરના પાઇપ પર ચઢી ગયો હતો. તેણે નમિતાને પ્રેમ પત્ર પણ આપ્યો હતો. પરંતુ તેનાથી તેણીનો વિચાર બદલાયો ન હતો, અને તેણીની વિચારસરણી તેને નરકમાં ખેંચી ગઈ હતી.

       00000000000000 (ચાલુ)