A Journey of Memories - Ranjan Kumar Desai - (20) in Gujarati Biography by Ramesh Desai books and stories PDF | યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (20)

Featured Books
Categories
Share

યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (20)

   

                       પ્રકરણ -20

       સુહાની શિક્ષિત હતી, પણ તે કંઈ વિચારતી કે સમજતી નહોતી. એ વાતનું મને દુઃખ થતું હતું.

       અનિશે તેને ગર્ભવતી બનાવી દીધી હતી. તેની પાસે કોઈ દરજ્જો કે કામ નહોતું. છતાં, તે અનિશને છોડવા તૈયાર નહોતી.

      તે તેની સાથે ભાગી જવા પણ તૈયાર થઈ ગઈ હતી.

       પરંતુ તેઓ પકડાઈ ગયા હતા.

       તે સમયે, પુષ્પા બહેને મને ફોન કરીને ઘરે બોલાવ્યો  હતો.

       અને  કહ્યું હતું.

       "સુહાનીને થોડા દિવસો માટે તમારા ઘરે લઈ જાવ "

       અને હું તેને મારે ઘરે લઈ આવ્યો હતો. 

       તેઓ ભાગી જવાના હતા. હસમુખે આ માહિતી. મારા સાસરે લીક કરી હતી.

       સુહાની મારા ઘરે આવી હતી. 

       અને બીજા દિવસે હસમુખે ફોન કરી તેને તેના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું.મારા માટે તે આ વિકટ  પરિસ્થિતિ ઊભી થઈ હતી. હા કહું તો હાથ કપાય અને ના કહું તો નાક કપાય. લલિતા પવારે મને કડક શબ્દો માં સૂચના આપી હતી.

       "સુહાનીને હસમુખના ઘરે ના મોકલશો"

       મને પણ હસમુખ ગમતો નહોતો.

       હું ના પાડું તો દોષ નો ટોપલો મારા માથે આવી શકે તેમ હતો.

       આ પરિસ્થિતિમાં, મેં એક વિકલ્પ વિચાર્યો. મેં સુહાની, આરતી અને બાળકોને બપોરે તેના ઘરે મોકલી દીધા. અને સાંજે, હું તેને તેની ઓફિસમાંથી પિક અપ કરી તેના ઘરે પહોંચી ગયો હતો.

       જ્યારે અમે ઘરે પહોંચ્યા, ત્યારે રસોડાનો દરવાજો બંધ હતો. હસમુખના મગજ માં શું સૂઝયું તેણે દરવાજા ને ધક્કો મારી ખોલી નાખ્યો  અંદર ઘૂસી ગયો હતો.

       સુહાની અને તેની પત્ની અંદર કપડાં બદલી રહ્યા હતા. સુહાની તેના ઘરે આવવાની હતી. આ વિચારે તે ગાંડો ઘેલો બની હવામાં ઉડી રહ્યો હતો

       તેને લાગ્યું હતું કે સુહાની અંદર છુપાઈને ના આવ્યા નું નાટક કરી રહી છે, ડોળ કરી રહી છે. મેં આવી રીતે  વિચાર કર્યો હતો. પણ અન્ય તેનો શું મતલબ કરી શકે તે હું  જાણતો હતો. અહીં મારા બોલવાનો કાંઈ બોલવાનો મતલબ નહોતો કારણ કે સુહાની ને હસમુખ માં આંધળો વિશ્વાસ હતો.

        મને સમજાયું નહોતું પણ હસમુખ એ દિવસે  વિચિત્ર વર્તન કરી રહ્યો હતો.

        સુહાનીએ મને પહેલા પાણી આપ્યું એ વાતથી પણ તેને તકલીફ થઈ હતી. તેણે તરત જ સુહાની ને ટોણો માર્યો હતો.

         "તમે બંને એક થઈ ગયા !"

         વાત અહીં અટકી નહોતી.તેણે સુહાનીને દરેક વાતમાં ટોણા મારવાનું ચાલું રાખ્યું હતું.

        તેના મકાનની પાછળ એક ખુલ્લી જગ્યા હતી, જેનો તેની આસપાસના લોકો  શૌચાલય તરીકે ઉપયોગ કરતા હતા. અને હસમુખ સુહાનીને તે દૃશ્ય જોવા માટે ઉશ્કેરતો હતો.

         આનાથી તેની અંદર છુપાયેલી ગંદકી બહાર આવી હતી.

         મેં સુહાનીને એકલી મોકલી નહોતી. તેને એ વાતનો ગુસ્સો હતો. મેં તેને અહેસાસ કરાવ્યો હતો કે મને તેના પર વિશ્વાસ નહોતો.

        બપોરના ભોજન પછી, હું અને સુહાની એક જ ઓશીકા પર માથું રાખીને  પગ વિરુદ્ધ દિશામાં રાખીને સૂતા હતા.

        તે જ ક્ષણે, કાચબાની માફક ઘસડાઈ ણે અમારી વચ્ચે ઘૂસી ગયો હતો. આમ કરીને, તેણે બધી હદ વટાવી દીધી હતી.

        પરિસ્થિતિ મારા કાબુની બહાર જઈ રહી હતી અને હું મારો ગુસ્સો રોકી શક્યો નહોતો. અને અમારી વચ્ચે જીભાજોડી થઈ ગઈ હતી. મેં સુહાનીને સૂચિત કરી હતી. 

       " ચાલ હું તને ઘરે મૂકી આપી. તારી માં ની સૂચના ને  અવગણીને મેં બહું મોટી ભૂલ કરી છે. "

         હું આરતી અને બાળકોને છોડીને સુહાની સાથે ઘરની બહાર નીકળ્યો હતો અને પગપાળા સ્ટેશન પહોંચી ગયા હતા.

        તે મહિલાઓના ડબ્બામાં મુસાફરી કરવા માંગતી હતી. પરંતુ મારા આગ્રહથી, તે પુરુષોના ડબ્બામાં આવવા સંમત થઈ હતી

        તે એક કલાક થઈ વધુ સમય મારી સાથે રહી હતી. અમારી વચ્ચે ઘણી બધી વાતચીત થઈ હતી. બધી ગેરસમજ દૂર થઈ ગઈ હતી. 

       મેં તેને નિખાલસ પણે સવાલ કર્યો હતો :

       " શું આજે મારી કોઈ ભૂલ હતી?

       "બિલકુલ નહીં!"

        અમે ઘરે પહોંચી ગયા હતા. અમને જોઈને, લલિતા પવાર ને આશ્ચર્ય થયું નહોતું. તેણીએ ફક્ત એક સીધો પ્રશ્ન પૂછ્યો હતો.

        "મેં તમને કહ્યું હતું કે ના પાડી હતી છતાં  તમે સુહાનીને તેના ઘરે કેમ લઈ ગયા?"

       "જીજુનો વાંક નથી. હું હસમુખ વિશે સત્ય જાણવા માટે હું મારી મરજી થી તેના ઘરે ગઈ હતી."

       "અને તે દિવસ જેવી પરિસ્થિતિ હસમુખે જાતે જ ઊભી કરી હતી. 

      "આ વખતે પણ જે કંઈ થયું તેમાં જીજુનો કોઈ વાંક નથી. તેની સચ્ચાઈ મારી આંખો સામે આવી હતી તેથી જ તેણે નકારાત્મક વાતાવરણ બનાવીને જીજુને ઉશ્કેરવાની સાજિસ રચી હતી.

     "મને પણ તેના વિશે ખબર પડી. તેણે જ તારી ગર્ભાવસ્થાના સમાચાર આપ્યા હતા. તેણે જ તારા ભાગી જવાની વાત બધાને જણાવીને પોતાની મહાનતા દેખાડવાનો  પ્રયાસ કર્યો હતો."

      ત્યારબાદ, હસમુખે મળવાનું બંધ કરી દીધું હતું.

      સુહાનીએ પણ ઘણા રહસ્યો ખોલ્યા હતા. તેણે વારંવાર તેની સાથે શારીરિક સંબંધોની માંગણી કરી હતી. બદલામાં, તેણે સુહાનીને દરેક બાબતમાં ટેકો આપવાનું વચન આપ્યું હતું. અને તેણીએ શરણાગતિ સ્વીકારી હતી.

        તેણે તેણીને બ્લેકમેલ કરવાની ધમકી આપી હતી. તેનો વિડીયો વાયરલ કરવાની પણ વાત કરી હતી. તેથી જ તે કંઈ કરી શકતી ન હતી. તેની પત્ની વાંઝણી હતી. અને સુહાનીએ તેને એક બાળકી ભેટમાં આપી હતી.

          આ રીતે, તેણે તેની માતાને પણ પાછળ છોડી દીધી હતી.

          બધા તેના વિશે જાણતા હતા. તે તેના પાડોશીની ઉપજ હતી. ભલે કોઈને ખબર ન હોય, તેમના ચહેરા આ વાત ની ચાડી ખાતા હતા. 

          એ ઇતિહાસનું પુનરાવર્તન થતું હોવાનો કિસ્સો હતો.

          માતાએ જે કર્યું હતું, તે દીકરીએ પણ કર્યું હતું. પરંતુ તેને કોઈ અફસોસ કે પસ્તાવો નહોતો.

          આ બધા પછી, સાસુએ તેની પુત્રીના લગ્ન એક સારા પરિવારમાં કરાવવાનો નિર્ણય લીધો હતો.

         એક વાર અખબારમાં એક જાહેરાત પ્રકાશિત થઈ હતી.

        એક છોકરો લગ્ન માટે અમેરિકા થી ભારત આવ્યો હતો.

         મારી સાસુના આગ્રહથી, મારી પુષ્પા બહેને છોકરાને મળવા તેની વિગત જાણવા માટે મને મોકલ્યો હતો. હું પણ ઇચ્છતી હતો કે સુહાનીના લગ્ન સારા પરિવારમાં થાય.

         હું તૈયાર થઈને છોકરાના ઘરે પહોંચ્યો હતો. ત્યારે અન્ય  બે-ત્રણ છોકરી ના માતા-પિતા પહેલાથી જ ત્યાં હતા. આ સ્થિતિમાં, મારે રાહ જોવી પડી હતી

          લગભગ એક કલાક રાહ જોયા પછી મારો અંદર આવ્યો હતો. મેં છોકરાના પરિવાર સાથે વાત કરી હતી. સુહાનીના બાયોડેટા, ફોટા અને જન્મ નામની નકલ પણ તેમની સામે રજૂ કરી હતી.

        તેઓએ કહ્યું હતું કે તેઓ પછીથી  અમારો સંપર્ક કરશે.

        છોકરાને જોઈને, મને લાગ્યું નહોતું તે સુહાનીને વિશે વિચાર કરશે.

        તેઓએ ફોન કર્યો ન હતો.

         છતાં મેં તેના વિશે કલ્પના ના ઘોડા દોડાવવા માંડ્યા હતા. સુહાની ના તે છોકરા સાથે લગ્ન થાય છે અને તે અમેરિકા ચાલી જાય છે.

        તે વખતે મારા દિલ માં કેવી લાગણી વહી રહી હતી. તેનો ચિતાર વાર્તા દ્વારા ' સર્ટિફિકેટ ' માં અક્ષરસ રજૂ કર્યો હતો, જેને વાંચી ને સુહાની ની આંખો પણ ભીની થઈ આવી હતી. 

        મારી કલ્પના એ મને આ વાર્તા લખવાની પ્રેરણા આપી હતી. આ મારે માટે એક મહતમ વાત હતી. 

             000000000000     (ચાલુ)