ભાગ 1 : ખામોશીની ચોટ
રાત બહુ શાંત હતી…
પણ એ શાંતિમાં પણ આરવના દિલનો અવાજ ખૂબ ઊંચો હતો.
ખિડકી પાસે બેસી, હાથમાં જૂની ડાયરી, આંખોમાં અડધું અંધારું અને અડધું દુઃખ.
ચહેરા પર એક સ્મિત હતું — પણ એ સ્મિતમાં ખુશી નહોતી, બસ એક આદત હતી.
લોકો એને કહેતા,
“આરવ બહુ strong છે… ક્યારેય તૂટતો નથી.”
પણ કોઈએ ક્યારેય પૂછ્યું નહોતું
કે જે માણસ ક્યારેય રડે નહીં,
એ ખરેખર ઘાયલ કેમ હોય છે?
એના ખભા પર એક જૂની ચોટ હતી.
ડોક્ટરે કહ્યું હતું — “આ ઈજા હવે ભરાઈ ગઈ છે.”
પણ આરવ જાણતો હતો…
કેટલીક ચોટો ચામડી પર નથી હોતી,
એ તો યાદોમાં રહેતી હોય છે.
ડાયરીના પહેલા પાનાં પર લખેલું હતું:
“હું ઘાયલ છું…
કારણ કે મેં વિશ્વાસ કર્યો.”
એ દિવસે શું થયું હતું?
એ કેમ ઘાયલ થયો?
શું એ માત્ર પ્રેમમાં હાર્યો હતો,
કે કંઈક વધુ ભયંકર થયું હતું?
ડાયરીનું બીજું પાનું ખોલવા જતો હતો,
એટલામાં ફોન vibrate થયો.
સ્ક્રીન પર એક નામ ઝળહળ્યું…
“તારા”
આરવના હાથ થોડીક ક્ષણ માટે ધ્રુજી ગયા.
એ નામ આજે પણ એટલું જ દુખાવતું હતું
જેટલું એ દિવસે…
એ કોલ ઉઠાવ્યો નહીં.
ફોન શાંત થયો,
પણ દિલમાં તોફાન ફરી શરૂ થઈ ગયું.
અને એ જ ક્ષણે,
વાંચનારને સમજાયું —
આ ઘાવ એક દિવસનો નથી…
આ એક કિસ્સો છે,
જે હવે ધીમે ધીમે ખુલાસો કરશે
ભાગ 2 : વિશ્વાસની શરૂઆત
આરવ ક્યારેય પ્રેમમાં પડવાનો માણસ નહોતો.
એ માનતો હતો કે
“લોકો આવે છે, જાય છે…
પણ દિલ બચાવી રાખવું જોઈએ.”
પણ તારા એ નિયમ તોડી નાખ્યો.
એને પહેલીવાર જોયી હતી
લાઇબ્રેરીમાં.
તારા પુસ્તકો વાંચતી નહોતી,
એ તો પુસ્તકોમાં ખોવાઈ જતી હતી.
આરવને એ ગમ્યું.
ધીમે ધીમે વાતો શરૂ થઈ.
સાદી વાતો —
પસંદીદા કવિતા,
ચા કે કોફી,
અને ક્યારેક… જીવન વિશે.
તારા સાંભળતી હતી.
સાચે સાંભળતી.
આરવને એ જ વાતે આદત પડી ગઈ.
કોઈ એની ખામોશી પણ સમજે —
એ પ્રથમ વખત લાગ્યું.
એક દિવસ તારાએ કહ્યું હતું:
“આરવ,
તુ બહુ ઓછું બોલે છે…
પણ જ્યારે બોલે છે,
ત્યારે દિલથી બોલે છે.”
એ દિવસ પછી
આરવએ દિલથી બોલવાનું શરૂ કર્યું.
એણે પોતાના ડર,
પોતાની કમજોરી,
અને ભૂતકાળની ખાલી જગ્યા
બધી તારાને કહી દીધી.
અને તારા એ બધું
હાથમાં લઈ કહ્યું હતું:
“હું છું ને…”
એ ત્રણ શબ્દો
આરવ માટે આખી દુનિયા હતા.
પણ આરવને ખબર નહોતી…
કે દરેક “હું છું”
હંમેશા રહેવા માટે નથી હોતું.
એક સાંજે,
તારા થોડી બદલાયેલી લાગી.
વાતો ટૂંકી,
હાસ્ય ખૂટેલું,
અને આંખોમાં કંઈક છુપાયેલું.
આરવએ પૂછ્યું:
“બધું ઠીક છે ને?”
તારાએ જવાબ આપ્યો:
“હા… બસ થોડી થાકી છું.”
પણ આરવને અંદરથી લાગ્યું —
આ થાક નથી…
આ તો શરૂઆત છે.
કિસની શરૂઆત?
એ આરવને એ સમયે ખબર નહોતી.
પણ વાંચનાર હવે સમજવા લાગ્યો હતો…
ઘાયલ થવાની શરૂઆત
હંમેશા તૂટવાથી નથી,
ક્યારેક બદલાવથી થાય છે.
ભાગ 3 : પહેલી ચોટ
બદલાવ ક્યારેય અવાજ કરીને આવતો નથી.
એ તો ધીમે ધીમે,
મેસેજના જવાબમાં લાગતી મોડાશથી શરૂ થાય છે.
આરવ એ ધ્યાન આપ્યું.
પહેલા જ્યાં તારા
“હમણાં ફોન કરું?” લખતી,
હવે ત્યાં
“પછી વાત કરીએ” આવતું.
આરવએ પોતાને સમજાવ્યું—
“બધા વ્યસ્ત હોય છે.”
પણ દિલને ખબર હતી…
આ વ્યસ્તતા નથી,
આ અંતર છે.
એક દિવસ આરવ એ તારાને surprise આપવા વિચાર્યું.
એ એની ઓફિસ પાસે ગયો.
દૂરથી જ એને તારાને જોયી.
હસતી…
પણ એ હાસ્ય આરવ માટે નહોતું.
તારા સામે એક બીજો માણસ ઊભો હતો.
એ બહુ નજીક નહોતા,
પણ બહુ દૂર પણ નહોતા.
એ દ્રશ્યમાં કંઈ ખોટું નહોતું.
પણ આરવના દિલે પહેલી વાર
એક અજાણી ચોટ અનુભવી.
એ પાછો ફર્યો.
તારાને કંઈ પૂછ્યું નહીં.
રાતે તારાનો મેસેજ આવ્યો:
“આજે બહુ થાક લાગી છે,
કાલે વાત કરીએ?”
આરવએ reply લખ્યો…
પછી delete કર્યો…
પછી ફરી લખ્યો…
અને અંતે બસ એટલું જ મોકલ્યું:
“ઠીક છે.”
પણ “ઠીક છે” પાછળ
કંઈ ઠીક નહોતું.
આરવ એ રાતે ડાયરી ખોલી.
“શાયદ હું વધારે વિચારી રહ્યો છું.
પણ જો હું ખોટો ન હોઉં તો?”
એ પહેલી વાર હતો
જ્યારે આરવએ
પોતાના વિશ્વાસ પર શંકા કરી.
અને એ જ ક્ષણે
પ્રેમે પહેલી વાર
એને ઘાયલ કર્યો.
બહાર વરસાદ પડી રહ્યો હતો.
દરેક ટીપું જાણે પૂછતું હતું—
“હજી પણ વિશ્વાસ રાખશે?”
ભાગ 4 : ચૂપ્પીની લડાઈ
કેટલાક સવાલ એવા હોય છે
જે પૂછીએ તો જવાબ મળી જાય,
પણ જો જવાબ સાચો ન હોય
તો દિલ તૂટી જાય —
એ ડરે માણસ ચૂપ રહી જાય છે.
આરવ પણ એ જ કરતો રહ્યો.
એણે તારાને સીધું પૂછ્યું નહીં.
કારણ કે જો તારા “ના” કહે,
તો એ “ના” માનવાની તાકાત
એ દિવસે આરવમાં નહોતી.
તારા સાથે મળ્યા ત્યારે
બધું સામાન્ય દેખાતું.
એ હસતી, વાત કરતી,
પણ એની આંખોમાં
એ પહેલો સ્નેહ નહોતો.
આરવને લાગ્યું
કે એ હવે સાંભળતી નથી,
માત્ર જવાબ આપી રહી છે.
એક સાંજે
આરવએ હિંમત કરી.
એણે કહ્યું:
“તારા,
તુ બદલાઈ ગઈ છે…
મારે જાણવું છે, કેમ?”
તારા થોડું અટકી.
થોડી ક્ષણ ચૂપ રહી.
પછી કહ્યું—
“આરવ,
ક્યારેક આપણે બધું
એક જ રીતે રાખી શકતા નથી.”
એ જવાબ અધૂરો હતો.
પણ એ અધૂરાપણું
આરવને પૂરતું દુખ આપવા માટે
કાફી હતું.
આરવએ ફરી પૂછ્યું નહીં.
એણે સમજ્યું —
સાચી વાત
એ સમયે નહીં મળે.
રાત્રે એ ફરી ડાયરીમાં લખે છે:
“હું લડી રહ્યો છું…
તારાથી નહીં,
મારી ચૂપ્પીથી.”
એ દિવસે
આરવને સમજાયું—
પ્રેમમાં સૌથી મુશ્કેલ વસ્તુ
છોડવું નથી,
પણ રાહ જોવી છે
જ્યારે સામેનો માણસ
ધીમે ધીમે દૂર જતો હોય.
અને એ રાહ
દરેક દિવસે
એક નવી ચોટ આપતી હતી.
ભાગ 5 : સચ્ચાઈનો પડછાયો
ક્યારેક સચ્ચાઈ
સીધી સામે આવીને નથી ઉભી રહેતી,
એ તો કોઈ ત્રીજા માણસની વાતમાં
અચાનક ટકરાઈ જાય છે.
આરવ સાથે પણ એવું જ થયું.
એક બપોરે
એ તેના મિત્ર નીરવ સાથે બેઠો હતો.
વાતો આમ જ ચાલી રહી હતી
એટલામાં નીરવે કહ્યું—
“અરે,
તારા ને ઓળખે છે ને?
એ હવે નવા પ્રોજેક્ટમાં
રોહન સાથે કામ કરે છે.”
આરવનું ધ્યાન અટકી ગયું.
“રોહન?”
એ નામ પહેલેથી ઓળખીતું લાગતું હતું.
“હા,” નીરવે આગળ કહ્યું,
“બંને ઘણીવાર સાથે જ દેખાય છે.
લોકો તો… વાતો પણ કરે છે.”
નીરવને ખબર નહોતી
કે એ શબ્દો
કેટલો ઊંડો ઘાવ આપી રહ્યા છે.
આરવ એ બહારથી શાંત રહ્યો,
પણ અંદરથી
કંઈક તૂટી ગયું.
એ સાંજે
આરવ એ તારાને ફોન કર્યો.
ઘણી રિંગ પછી
તારાએ ઉઠાવ્યો.
“હા આરવ?”
એ અવાજમાં હવે ઉત્સાહ નહોતો,
ફક્ત ફરજ હતી.
આરવએ સીધું પૂછ્યું:
“તારા,
રોહન કોણ છે?”
થોડી ક્ષણ ચૂપ્પી.
એ ચૂપ્પી જ
જવાબ બની ગઈ.
પછી તારાએ ધીમે કહ્યું:
“એ… મારી જિંદગીનો ભાગ બની રહ્યો છે.”
આરવ એ કંઈ કહ્યું નહીં.
એ પૂછ્યું પણ નહીં — “કેમ?”
કારણ કે
કેમનું જવાબ
એ હવે સાંભળવા માંગતો નહોતો.
ફોન કપાઈ ગયો.
પણ એ ક્ષણે
આરવ આખો તૂટી ગયો.
એ રાતે
ડાયરીમાં છેલ્લી લાઇન લખી:
“હું ઘાયલ છું
કારણ કે મેં પૂછ્યું…
અને જવાબ મળી ગયો.”
આ ઘાવ હવે માત્ર શંકાનો નહોતો.
એ સચ્ચાઈનો હતો.
ભાગ 6 : ઘાયલ આશિક
સચ્ચાઈ મળ્યા પછી
દુખ તરત નથી આવતું.
પહેલા તો એક અજીબ શાંતિ આવે છે—
જાણે દિલ થાકી ગયું હોય.
આરવ સાથે પણ એવું જ થયું.
એ રાત્રે એ રડ્યો નહીં.
ન ગુસ્સો કર્યો.
ન કોઈને ફોન કર્યો.
એ બસ લાંબો સમય
છત તરફ જોઈને પડ્યો રહ્યો.
સવાર થઈ.
આરવ ઊઠ્યો,
આઇનામાં પોતાને જોયો.
ચહેરો એ જ હતો,
પણ આંખોમાં હવે કંઈક બદલાઈ ગયું હતું.
એણે તારાને મેસેજ કર્યો:
“હું તને રોકીશ નહીં.
પ્રેમ એટલે કબજા નહીં.
જો તું ખુશ છે,
તો હું દૂર રહી જઈશ.”
કોઈ જવાબ આવ્યો નહીં.
અને આરવને એ જવાબ
સમજી ગયો.
એ દિવસે
આરવ એ ડાયરી બંધ કરી દીધી.
છેલ્લું પાનું લખીને—
“હું તૂટ્યો નથી…
હું શીખ્યો છું.
હવે હું ઘાયલ આશિક નથી,
હું પોતાને ઓળખતો માણસ છું.”
સમય પસાર થયો.
ઘાવ ધીમે ધીમે
દેખાવમાં ભરાઈ ગયો.
પણ અંદર એક નિશાની રહી ગઈ—
જે આરવને યાદ અપાવતી હતી
કે એ દિલથી પ્રેમ કરતો હતો,
અને એ ખોટું નહોતું.
ખોટું હતું તો
જે માણસ એને સમજી ન શક્યો.