સોનાલી ને હવે સાચી હળવાશ લાગતી, એને આનંદ હતો કે હવે ફરી થી કોઈ જ દબાણ નહીં થાય, હવે મેઘલ એ સ્વીકારી લીધું છે, ઘર માં બધા સામાન્ય રૂટીન માં દિવસ પસાર કરતા, કોઈ કઈ આ વિશે ચર્ચા કરતા નહીં, દસ દિવસ પછી મેઘલ ના પપ્પા તેમની સાથે એક બ્રાહ્મણ ને લઈ ને પાછા વડોદરા સોનાલી ના પપ્પા ને ત્યાં આવ્યા, આ વખતે કોઈ મન આપી ને બોલાવવા ના મૂડ માં નહોતું, સોનાલી ના પપ્પા એકલાજ એમની સાથે બેઠા, ઘર માં કોઈ એ બોલાવ્યા નહીં, મેઘલ ના પપ્પા સોનાલી ના પપ્પા સામે રડવા લાગ્યા, મેઘલ ને તાવ છે અને એની તબિયત બહુ ખરાબ છે, તાવ ઉતરતો નથી, મારો દીકરો સાવ નખાઈ ગયો છે, મારા લગ્ન ને 12 વર્ષ પછી માતાજી એ આપેલો છે, એને કઈ થઈ જશે તો તમે દીકરી ને સમજાવો, હું પ્રોમિસ કરું છું એને કોઈ હેરાનગતિ નહીં થાય, વચ્ચે વચ્ચે આવું બધું જ બોલતા જાય અને રડતા જાય, નીચે સોનાલી અને એની મમ્મી મેઘલ ના પપ્પા નું રડવાનું અને બોલવાનો અવાજ સાંભળી આઘાત અનુભવી રહ્યાં, આતે કઈ માણસ છે ? કેટલી જબરદસ્તી લગ્ન કરાવવા માટે કરી રહ્યા હતા, સોનાલી ના પપ્પા એ એમને બહુ શાંતિ થી કહ્યું કે તમે ધીરજ રાખો, તમે આવું કરો તો છોકરાઓ જીદ કરે જ, મારી દીકરી ના પાડે એટલે મારે વિચારવું જ પડે, બે હાથ જોડી ને સોનાલી ના પપ્પા એ ન પાડતા કહ્યું કે મારી પાસે મહેરબાની કરી ને આશા ના રાખશો, દશેક મિનિટ રૂમ માં કોઈ કંઈ બોલ્યું નહીં, પછી મેઘલ ના પપ્પા એ બોલવાનું ચાલુ કર્યું, કે આ સાથે આવેલા ભાઈ બ્રાહ્મણ છે, હું લગ્ન ની તારીખ નક્કી કરવાજ આવ્યો છું, અને એમ નેમ પાછો જવાનો નથી, તમે કહેતા હું અહીંયા ઝેર ખાઈ લઉ પણ પાછો નહીં જાઉં, તમે એકવાર વિશ્ર્વાસ રાખો તમારી દીકરી ને હું તમારાથી સવાઈ રાખીશ, અને જો ના ફાવે તો લગ્ન પછી છુટું ક્યાં નથી થતું તમે એકવાર દિલ થી ચાન્સ આપો, ઘણી બધી ઉગ્ર ચર્ચા અને બોલાચાલી જેવું રૂમ માં વાતાવરણ થઈ ગયું, મેઘલ ના પપ્પા ટસ ના મસ નહોતા થતા, પરિસ્થિતિ વધારે ગંભીર સોનાલી ના પપ્પા ને લાગી, એટલે એમણે સમજાવ્યા કે તમે પાછા ઘરે જાઓ, હું મારી રીતે ઘર માં વાત કરી ને મુહૂર્ત કઢાવી ને તમને કહીશ, પણ મેઘલ ના પપ્પા સાથે બ્રાહ્મણ લઈ ને આવેલ એમની પાસે અત્યારેજ મુહૂર્ત કઢાવી લો તો શું વાંધો છે ? એક ની એક જ વાત, એક જ જીદ, સોનાલી ના પપ્પા એ અંતે મુહુર્ત જોવડાવ્યું, ત્યાર બાદ જ મેઘલ ના પપ્પા એ વિદાય લીધી, મેઘલ ના પપ્પા ના ગયા પછી ઘર માં બધા સોનાલી ના પપ્પા પર ખૂબ જ ગુસ્સે થયા, સોનાલી ના પપ્પા એ કહ્યું કે હું ના પાડું, અને એ ખૂબ જ રડતા હતા,એના દીકરા ની હેલ્થ ને લઈ ને, અને મારું માનતા પણ નહોતા, વારંવાર સોનાલી ને ખુશ રાખવાનું અને દીકરી ની જેમ રાખવાનું વચન આપતા હતા, એટલે વિચાર્યું કે મુહૂર્ત કઢાવી દઈએ, લગ્ન પછી સીધા ન રહે તો સોનાલી ને નહીં મોકલીએ, સોનાલી ગુસ્સા થી એના પપ્પા સામે જોતી જોતી રડવા લાગી, અને કહેવા લાગી હું એ ઘર માં નહીં રહી શકું, મેઘલ ના મમ્મી તેને બરાબર નથી લાગતા, એમની સાથે મારે મારી લાઇફ નથી જીવવી, સોનાલી ના પપ્પા એ ગુસ્સા થી સોનાલી ને કહ્યું કે હવે તે ફોન કરી ને ના નહીં પાડે જે થાય તે, લગ્ન પછી જોયું જશે, એ તને દુઃખી નહીં કરે, અને કરશે તો અમે તને ત્યાં રહેવા નહીં દઇએ, તું એટલો વિશ્વાસ મારા પર રાખ, સોનાલી ની બિલકુલ ઈચ્છા નહોતી, પણ પપ્પા પાસે તેનું ના ચાલ્યું, એ પોતાના રૂમ માં ગઈ, ખૂબ રડી, રાત્રે એની મમ્મી જમવા માટે બોલાવવા આવ્યા પણ સોનાલી નીચે ના ગઈ,એને ટ્યુશન ના સ્ટુડન્ટ્સ ને બીજા દિવસ ની રજા ની જાણ કરી દીધી, સોનાલી એ પહેલીવાર પોતાના ટ્યુશન માં આવી રીતે રજા આપી હતી, એ જમ્યા વગર એમ જ રડતી રડતી સૂઈ ગઈ, સવારે ઉઠી ને ફ્રેશ થઈ ને સોનાલીએ ચા પીધી, પણ એના આંખ માંથી સતત આંસુ વહી રહ્યા હતા, એને એના માં –બાપ પર પૂરો ભરોસો હતો, કે તેઓ તેના માટે યોગ્ય પાત્ર શોધશે, સોનાલી ને આજે એ બધી છોકરી ઓ સારી લાગતી હતી કે જે લવ મેરેજ કરી ને પોતાના માં – બાપ નું વિચાર્યા વગર ઘર છોડી ને નીકળી જતી હોય, સોનાલી ને આજે એ બધી છોકરીઓ હીરો જેવી લાગતી, એ ખૂબ રડતી કે એના પપ્પા એ બીજા કોઈ નું વિચાર્યું , પણ પોતાની દીકરી ની ઈચ્છા ને મહત્વ નહોતું આપ્યું, એમણે મેઘલ સાથે લગ્ન કરવાની ફરજ પાડી હતી, સોનાલી વિચારી ને જ બહુ રડતી, આજે એણે સ્કૂલ માં પણ ફોન કરી ને કીધું હતું કે પોતે આજે સ્કૂલ માં નહીં આવી શકે, સોનાલી એ પહેલીવાર સ્કૂલ માં આવી રીતે અચાનક રજા લીધી હતી, સોનાલી એના રૂમ માં બસ રડતી જ રહી, બપોર નું જમવાનું લઈ ને એની મમ્મી તેની પાસે આવ્યા, થોડું પરાણે જમાડી, સોનાલી ને શાંત કરી તેઓ નીચે ગયા, આજે આખો દિવસ સોનાલી ખૂબ રડી, એના આંસુ ની પોતાના પિતા પર કોઈ જ અસર ન થઇ, રડી રડી ને સોનાલી ની આંખો સુજી ગઈ, એણે બીજા દિવસે પણ ટ્યુશન અને સ્કૂલ માં રજા રાખી હતી, સોનાલી ના લગ્ન ની તારીખ 5 મી ડિસેમ્બર નક્કી થઈ હતી.