Between in the doubtful waves - 1 in Gujarati Fiction Stories by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 1

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 1

(૧)
આજે ઘરે આવતા ની સાથે જ સોનાલી એના જ રૂમ માં જઈ પોતાના પાઠ્ય - પુસ્તકો ઢગલો કરી ને બેઠી હતી, એને ક્યાંય ચેન પડતું નહોતું, સામે પડેલી પાણી ની બોટલ માંથી પાણી પીતી જાય અને એકાઉન્ટ ની બુક ના પેજ ફેરવતી જાય , બીજા દિવસે સ્કૂલ માં પણ જવાનું હતું. વ્યવસાયે શિક્ષિકા ની નોકરી કરતી હતી, પાછા ટ્યુશન અને એક્સ્ટ્રા કોચિંગ ક્લાસ આ બધા ની આગલા દિવસે જ તૈયારી કરી નાખતી સોનાલી આજે બહુ જ અપસેટ હતી.
આમ તો એની સગાઈ એની મરજી મુજબ જ પોતાની જ જ્ઞાતિ ના મેઘલ સાથે થઈ હતી, થોડો ભીનેવાન, શાંત સ્વભાવ નો મેઘલ નોકરી કરતો હતો, બંને ના ફેમિલી ને એમની જોડી જોઈને એવું જ લાગતું જાણે અસ્સલ રાધા - ક્રિષ્ના.
મેઘલ નું ઘર એકદમ મધ્યમ વર્ગ નું હતું. પણ સોનાલી ના વિચારો સ્પષ્ટ હતા, મેઘલ સાથે હળી- મળી ને ઘર - પરિવાર સંભાળશે.બધું પરફેક્ટ રીતે ગોઠવાઈ ગયું, સગાઈ થઈ, કંકુ પગલાં પણ થઈ ગયા હતા. સોનાલી ને તો જાણે પગ ધરતી પર નહોતા રહેતા, સ્વર્ગ નું સુખ મળ્યું હોય એટલી ખુશી, એટલો આનંદ, કે ના પૂછો વાત.
પણ આજ ની વાત જુદી જ હતી, સોનાલી જ્યાર થી પોતાના સાસરે અમદાવાદ થી બરોડા પોતાના ઘરે આવી એનું મન ક્યાંય લાગતું જ નહોતું, પુસ્તકો ના પાનાં ફેરવતી સોનાલી, પેન હાથ માં રમાડતી તો ક્યારેક પોતાના બેડ પર સુઈ ને ઉપર ફરતા પંખા ને જોતી રહેતી, અને ખૂબ જ ઊંડું વિચારતી, પાછી ઊભી થઈ ને પાણી ની બોટલ માંથી પાણી પીતી, અને પુસ્તકો માં નજર ફેરવ્યા કરતી, પણ મન ક્યાંય લાગતું જ નહિ. વાત જ એવી હતી, વિચારતી મમ્મી - પપ્પા ને કહું કે નહિ ?? એટલા માં મમ્મી એ ડીનર માટે બૂમ પાડી, પણ સોનાલી એ કામ પતાવી ને આવું છું એવો જવાબ આપી દીધો હતો.
બહુ જ ઊંડા વિચારો કરી ને એણે નિર્ણય લીધો, પ્રથમ એણે મેઘલ ના વિચારો જાણવા માટે એને ફોન કર્યો, પણ આ શું ?? લગભગ અડધો કલાક ચાલેલા એ ફોન માં મેઘલ ના વિચારો સ્પષ્ટ હતા જ નહિ, ફોન મૂકી ને સોનાલી એ શાંત ચિત્તે વિચાર કર્યો, અને સોનાલી એ એના માં - બાપ ને વાત કરવાનો નિર્ણય લીધો.
રૂમ માંથી નીચે ડ્રોઈંગ રૂમ માં ગઈ, સોનાલી એ બહુ જ શાંતિ થી એની મમ્મી ને વાત કરી, એ જ્યારે કંકુ પગલાં પછી બીજી વાર ઉત્તરાયણ કરવા એના સાસરે લઈ ગયા હતા ત્યારે કેવી રીતે બપોર ના સમય માં એના સાસુ અને સસરા સોનાલી ને તૈયાર કરી ને રિક્ષા માં અમદાવાદ માં જ ઠક્કર નગર નામના એક વિસ્તાર માં એક દાદીમા પાસે લઈ ગયા હતા, અને ત્યાં જઈને એણે જોયું તો એક નાના રૂમ માં માતાજી નું મંદિર જેવું હતું ત્યાં બધા પગે લાગ્યા એટલે સોનાલી પણ લાગી, પછી અંદર ઘર જેવું હતું ત્યાં બીજા રૂમ માં એના સાસુ - સસરા એને લઈ ગયા હતા, ત્યાં રૂમ માં પ્રવેશતાની સાથે જ સામે એક પલંગ માં સફેદ કપડાં માં એક દાદી બેઠા હતા. સોનાલી ના સાસુ એ એને પગે લાગવાનું કીધું એટલે સોનાલી પગે લાગી. થોડી વાર થઈ એટલે એના સાસુ - સસરા એ દાદી ને કહ્યું હતું કે આ મેઘલ ની સાથે સગાઈ કરી એ છોકરી છે, આ અમને સુખી કરશે કે નહિ ? આ છોકરી કેવી છે એ અમને કહો, એ પછી સોનાલી ના સાસુ - સસરા એ દાદી સાથે કરેલી બધી જ વાતો, સોનાલી એ એના માં - બાપ ને કહી. સોનાલી અને એના સાસુ - સસરા ઘરે જવા બહાર નીકળ્યા તો રિક્ષા માં જ સોનાલી એ પૂછ્યું હતું, એ જગ્યા અને દાદી વિશે, સોનાલી ના સાસુ એ એને બધું કીધું કેવી રીતે એમના કૂખે બે - ત્રણ બાળકો જન્મી ને મૃત્યુ પામ્યા હતા જન્મી ને તરત જ. દાદી માં ભૂવા હતા એટલે એમણે બાધા આપી હતી અને પછી મેઘલ નો જન્મ થયો હતો. સોનાલી એ એની સાસુની આંખોમાં અને વાતોમા એ દાદી માટે પરમ શ્રધ્ધા જોઇ હતી, એ કશું બોલી નહોતી, એને સામાન્ય જ માન્યું, અને મનોમન દાદી નો આભાર પણ માન્યો કે એમની બાધા થી સોનાલી ને મેઘલ મળ્યા હતા. સોનાલી એ એના માં -બાપ ને બધી જ વાત કરી, એની સમસ્યા પણ રજૂ કરી સોનાલી ને દાદી માટે ની શ્રઘ્ધા સામે કોઈ જ વાંધો નહોતો, પણ એના સાસુ- સસરા એ એના માટે પૂછેલા સવાલ સોનાલી નું મન સ્વીકાર નહોતું કરતું. સોનાલી માટે આ ખરેખર આઘાતજનક પરિસ્થિતિ હતી.
સોનાલી ને લાગતું કે એના સાસુ- સસરા ને પોતાની વહુ ની પસંદગી માં એમના વિશ્વાસ ની કમી અને શંકા વધારે લાગી હતી કે આ વહુ કેવી છે ?? એ પૂછવા દાદી પાસે લઈ ગયા, ખાલી આશીર્વાદ લેવા લઈ ગયા હોત તો કોઈ પ્રશ્ન જ નહોતો. જો આવો શંકાશીલ સ્વભાવ હોય તો એક વાર લગ્ન કરતાં પહેલાં વિચારવું જોઈએ, એવી સોનાલી ની તીવ્ર ઈચ્છા હતી. અત્યારે મમ્મી - પપ્પાને બધું કહી દીધા પછી એ એક હળવાશ અનુભવી રહી હતી. મમ્મી - પપ્પાએ શાંતિ થી વાત સાંભળી ને સોનાલી ને એવું જ કહ્યું હતું કે તારું મન હોય એમ જ કરીશું. સોનાલી જાણે હળવીફૂલ થઈ ગઈ હતી, એ આ બાબત માં ચલાવી લે તેમ હતી જ નહિ.
જ્યાં આત્મવિશ્વાસ ના હોય એવી જિંદગી જીવવામાં માનતી જ નહોતી. આત્મવિશ્વાસ થી છલોછલ સોનાલી ના વિચારો સ્પષ્ટ હતા. એ આવતીકાલે મેઘલ સાથે ફોન માં વાત કરી ને નિર્ણય કરી લેશે, એવું વિચારતી - વિચારતી નીચે કિચનમાં જમી ને પાછી પોતાના રૂમ માં સુવા માટે જતી રહી. આખા દિવસ ના થાક પછી પણ આજે એને ઊંઘ આવતી જ નહોતી, સોનાલી રૂમ ની બહાર ની અગાસી માં આંટા મારતી, થોડી વાર અગાસી ની પાળી એ પોતાના હાથ ટેકવી ને એમ જ ઊભી રહેતી, ઉપર તારા ઓ થી ભરેલું આકાશ જોતી, અને પાછી અગાસી માં આંટા મારતી પોતાના જીવન વિશે વિચારતી રહી, આવું એણે ક્યારેય વિચાર્યું પણ નહોતું, એને રહી રહી ને એક જ વિચાર આવતો કે પોતે કોઈ વસ્તુ તો નહોતી જ કે એને બીજા પાસે ઊભી રાખી ને પૂછે, અને એ પણ સગાઈ થઈ ગયા પછી. ! વાત જો શ્રધ્ધા ની હોય તો સગાઈ કરતા પહેલા પૂછે, પહેલા જ સલાહ લે , સોનાલી ના આંતરમન માં સગાઈ અને કંકુ પગલાં થઈ ગયા પછી પૂછવામાં થોડા શંકાશીલ સ્વભાવ ના સાસુ - સસરા લાગતા હતા, અગાસી માં આમ - તેમ થોડા આંટા માર્યા પછી સોનાલી એ એના કબાટ માંથી પ્રિયકાન્ત પરીખ ની અડધી વાંચેલી બુક કાઢી ને વાંચવા લાગી. બીજા દિવસ ની સવાર ની રાહ માં.
(ક્રમશઃ)