Amidst the whirlwinds of doubt - 13 in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 13

Featured Books
Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 13

સોનાલી બહુ વધારે ઊંડી ઊતરવા માંગતી નહોતી, કેમ કોઈ ને ના ગમ્યું, કેમ બધાના ચહેરા પડી ગયેલા હતા, દરેક ને અંદર થી ખુશ રહેવું એ પોતાની જવાબદારી છે, એ લોકો ના રહી શકે એ એમનો પ્રોબ્લેમ છે, એ કઈ સોનાલી નો નહોતો, ઘરે આવ્યા એટલે થોડી મિનીટ પછી મેઘલ ના મમ્મી એ કીધું કે જ્વેલર્સ ને ત્યાં પણ જઈ આવીએ, પછી બીજા બધા જાણી જોઈને એવું પસંદ કરે તો દુઃખ થાય એના કરતાં તમે તમારી જાતે જ ડિઝાઇન પસંદ કરી લો, સોનાલી ને શું જવાબ આપવો એ કઈ સમજ ન પડી કેમ કે જ્વેલર્સ ની વાત જ નહોતી થઈ, આ લોકો તો ફૂલ મેરેજ ની તૈયારી કરતા હોય એવું લાગ્યું , હજુ તો તારીખ પણ નહોતી જોવડાવી, હજુ સગાઈ પણ રહે છે કે કેમ એ પ્રશ્ન હતો, સોનાલી એ વિચારી ને શાંતિ થી જવાબ આપ્યો કે અત્યારે સાંજ થઈ ગઈ છે અને પોતાને પણ પાછું જવાનું છે, સ્કૂલ માં રજા 1 દિવસ ની મૂકી છે એટલે સાંજે નીકળવું પડશે અને ઉતાવળ માં મઝા નહીં આવે, સોનાલી એ સ્માર્ટલી ના પાડી દીધી જ્વેલરી પસંદ કરવાની, સોનાલી ની વાત પણ સાચી હતી એટલે કોઈ કઈ બોલ્યું પણ નહીં, એજ દિવસે સાંજે સોનાલી વડોદરા જવા માટે નીકળી ગઈ, મેઘલ બસ સ્ટેન્ડ મૂકી ગયો હતો અને સોનાલી બસ માં બેઠી ત્યાં સુધી રહ્યો હતો, સોનાલી એ બરોડા પહોંચી મેઘલ ના ઘરે પહોંચી ગયા ના ફોન કરી દીધો હતો, ઘરે આવ્યા પછી રાત્રે ઘર માં સોનાલી એ બધી જ વાત કરી, સોનાલી નું મન હજુ પણ માનતું નહોતું, ભલે મેઘલ ના મમ્મી કે પપ્પા કશું જ ના બોલે પણ એ પણ સત્ય હતું કે મેઘલ ના ઘર નું તેના કુટુંબ ના સારું નહોતા ઇચ્છતા, ખાસ કરી ને સોનાલી માટે એણે બધા ના ચહેરા અને હાવભાવ એ શો રૂમ માં જોયા હતા, સોનાલી ની હજુ પણ ના જ હતી કે તેણે આ ઇર્ષા ભર્યા વાતાવરણ માં જવું નહોતું, બહુ સ્પષ્ટ હતું કે જો બધા ભેગા થઈને મેઘલ ના મમ્મી –પપ્પા પર એક જાત નું ભૂતકાળ ને યાદ રાખી ને દબાણ લાવતા હોય તો ચોક્કસ મેઘલ ના મમ્મી – પપ્પા એ તેમને જ્યારે ભેગા રહેતા હોય ત્યારે માનસિક ત્રાસ આપ્યો જ હોય, તો જ આવું બની શકે, પોતે આવા ઇર્ષા વાળા વાતાવરણ માં નથી જ જવું, સોનાલી ના મમ્મી –પપ્પા સોનાલી ની વાત સાથે સહમત હતા, 2 દિવસ પછી જ્યારે મેઘલ ના ફોન આવ્યો ત્યારે સોનાલી એ ખુલી ને વાત કરી ને ના પાડી કે પોતે આવા ઈર્ષા ભર્યા વાતાવરણ માં એના કુટુંબ માં સુખી નહીં જ થાય, એને સગાઇ રાખવી જ નથી, હવે મેઘલ એ બોલવાનું ચાલુ કર્યું, લગભગ 1 કલાક સુધી ચાલેલા ફોન માં મેઘલ જેટલું જાણતો હતો એ બધું જ સોનાલી ને કીધું, છેલ્લે મેઘલે એવો પણ ધડાકો કર્યો કે તેની પહેલી સગાઈ થઈ હતી એ છોકરી ફર્સ્ટ ટાઈમ અમારા ઘરે આવી પછી બધા કાકા ના ઘરે બેસવા લઈ ગયા હતા ત્યાં સૌથી નાના કાકા હિરેન કાકા ના ઘરે ગીતા કાકી એ એ છોકરીની ખૂબ ઉડાવી હતી એ લગભગ રડવા જેવી થઈ ગઈ હતી અને બીજા દિવસે એના ઘરે જઈને એ છોકરી એ એના પપ્પા ને કહી સગાઈ તોડી નાખી હતી, સોનાલી એ પૂછ્યું કે એ કેમ એમ કરે ? જવાબ માં મેઘલે કીધું કે હિરેન કાકા ની વર્ષો પહેલા સગાઈ કોઈ ગામ માં કરી હતી પણ મેઘલ ના મમ્મી –પપ્પા એ તેમની સગાઈ તોડાવી નાખી હતી, જો કે હિરેન કાકા ને ખૂબ જ ગમતું પણ મોટાભાઈ ભાભી પાસે કશું ચાલ્યું નહીં, બસ હવે એ લોકો પણ સામે અત્યારે જાણી જોઈને એવું જ કરે છે , કે સગાઈ તૂટી જાય, તારા માં કપડા સસ્તા સિલેક્ટ કર્યા જેથી તું ના પાડે, તારા દેખતા મોઢા ચડાવે જેથી તું મને રિજેક્ટ કરે, મારા કાકીઓ ખતરનાક ઈર્ષાળુ છે, મેઘલ બોલ્યે જતો અને સોનાલી શાંતિ થી સાંભળતી રહેતી, મેઘલ ફૉન માં પ્રોમિસ આપતો હતો કે તે જોબ બીજી કોઈ સિટી માં ટ્રાન્સફર કરી દેશે, અથવા જો અમદાવાદ માં જ રહેવાનું થશે તો પણ તે ક્યારેય સોનાલી ને જબરદસ્તી નહીં કરે એના કાકીઓ સાથે બોલવા ચાલવાની મેઘલ પોતે જ નેગેટિવિટી થી ત્રાસી ગયો હતો, મેઘલ ના અવાજ માં દર્દ સાથે સચ્ચાઈ પણ સોનાલી ને અનુભવાતી, સોનાલી એ બહુ રકઝક ન કરી બીજી નોર્મલ વાત કરી ને સોનાલી અને મેઘલ એ ફોન કટ કર્યો , સોનાલી પથારી માં પડી પડી વિચારી રહી કે શું કરવું કેવી રીતે જવાબ આપું ? એને કઈ સમજ ન પડી એ બધું ઈશ્વર પર છોડી સૂઈ ગઈ. બીજા દિવસે મેઘલ ના ફોન આવ્યો ત્યારે પણ વાત પર થી સોનાલી ને લાગ્યું કે મેઘલ સોનાલી ને લઈ ને ગંભીર છે, તેનો કોઈ પણ વાંક ન હોવા છતાં બીજા ની ઈર્ષા નો ભોગ એ બની રહ્યો છે, મેઘલ એક પ્રોમિસ વારંવાર કરતો કે તે ક્યારેય સોનાલી ને સહન નહીં કરવા દે, તે સોનાલી ને દરેક સંજોગો માં દિલ થી સાથ નિભાવશે, સોનાલી ને તે દરેક વખતે કહેતો કે તું મારી પ્રથમ નજર નો પ્યાર છે, હું વખત આવ્યે શહેર બદલી નાખીશ પણ આ લોકો ની ઈર્ષા નો ભોગ તને નહીં બનવા દઉં, હું તને ખૂબ ખુશ રાખીશ તને બધી જ ખુશીઓ આપું એવો ઉત્તમ પ્રયાસ કરીશ. બીજા દિવસે સોનાલી એ મેઘલ એ કરેલી વાત ઘર માં કરી, સોનાલી ના પપ્પા એ કીધું કે તું મેઘલ પર ટ્રસ્ટ કરી લે, પણ ભાઈ અને મમ્મી નું 50 ટકા હતું, તેઓ નું કહેવું હતું કે સગાઈ ના જ રખાય, જો મેઘલ માં પાણી હોય તો એના મમ્મી તો શું કુટુંબ માં પણ કોઈ કંઈ કરવાની હિંમત ન કરે બધા તારી સાથે પોઝીટીવ જ રહે, મેઘલ માં એ વાત ન હોય તો જ બધા ધોઈ પીવે, અને જો એટલું બધું પાણી હોય અને આટલું ખરાબ કુટુંબ નું વાતાવરણ હોય તો કોઈપણ સગાઈ કરતા પહેલા જ સેટિંગ કરી દે કે કોને કેવી રીતે ક્યાં અને કેટલા ગણવા, મેઘલ ની વાતો માં કોઈ દમ બે માંથી એકેય ને લાગતો નહોતો જો કે સોનાલી પણ આવું જ વિચારતી હતી. સોનાલી ના મન માં આ વાત તો હતી જ કે મેઘલ ની ખાલી સર્વિસ જ સારી હતી, પ્રભાવ તો નહોતો જ, સોનાલી, એની મમ્મી અને ભાઈ નો મત એક જ હતો કે આવી વાતો માં આવી ને જીંદગી ખરાબ ન જ કરાય, એના કરતાં લગ્ન કર્યા વગર રહેવું સારું. મેઘલ એ આટલી બધી વાત કરી, પ્રોમિસ કર્યા પણ સોનાલી નું મન હજુ પણ હા પાડતું નહોતું, એને મેઘલ ની પર્સનાલિટી ડાઉન જ લાગતી, અને એટલે જ એની લાઈફ માં બધા નેગેટિવ રીતે દખલગીરી કરતા હશે.મેઘલ એ એની સગાઈ તૂટવા ની વાત કરી એ ઉપર થી જ સોનાલી ને લાગતું હતું કે એ છોકરી એકલી તો ગઈ જ નહીં હોય એના કાકી ના ઘરે બેસવા માટે કોઈ તો સાથે હશે જ ક્યાં તો મેઘલ ની મમ્મી અથવા મેઘલ તો એમની સામે એ છોકરી ને રડવા જેવી કરી નાખે એ પણ ફર્સ્ટ ટાઇમ માં તો મેઘલ અને એની મમ્મી શું કરતા હશે ? અને સગાઈ તૂટી ગયા પછી સોનાલી સાથે થઈ તો પણ પાછી એ વ્યક્તિ ને ગણતા શું કામ હશે? આમાં તો મેઘલ નો જ પાવર ના કહેવાય. બીજા 2 દિવસ પછી મેઘલ નો ફોન આવ્યો સોનાલી એ સ્પષ્ટ ના તો ન પાડી વળી પાછી " ના " સહન ન થાય તો બીજું ગતકડું કરે, સોનાલી એ સ્ટુડન્ટ્સ ના લીધેલા ટેસ્ટ તપાસવા ના બાકી છે એમ કહી 2 મિનિટ વાત કરી ફોન કટ કરી દીધો, સોનાલી ને આજે આવી રીતે વાત કરવી સલામત લાગી. સોનાલી મોટેભાગે હવે આવું કરવા લાગી ફોન રીસીવ કરતી પણ વાત કરતી નહીં, અંતે છ –સાત વાર આવું કર્યા પછી મેઘલે સામે થી જ અકળાઈ ને પૂછ્યું કે હવે શું છે ? સોનાલી એ શાંતિ થી કીધું કે તમે કહો છો એ પ્રમાણે મેં દિલ થી ટ્રાય કર્યો પણ મારું મન હજુ પણ તમારી સાથે આગળ વધવા રેડી નથી, મારે ખરેખર સંબંધ નથી રાખવો, મને માફ કરો હું નહીં કરી શકું, સોનાલી એ મેઘલ ને યાદ કરાવ્યું કે તેઓ બીજી વાર ફોર્સ નહીં કરે સોનાલી એ ના પાડી, સામે મેઘલે પણ ઓકે કહી ને ફોન મૂકી દીધો.