સોનાલી એક અઠવાડિયું નારાજ રહી હતી ઘર માં, પણ તે તે તેના પિતાથી વધુ નારાજ ના રહી શકી, ધીમે ધીમે તેણે મન ને સમજાવી દીધું કે તે પોતે ભણેલી છે, પગભર છે, તેને ચિંતા કરવાની જરૂર નથી, અને પોતાના
માં –બાપ અને પરિવાર નો પણ સાથ રહેશે જ. એકાદ મહિના પછી લગ્ન ની શોપિંગ ચાલુ કરી, સોનાલી એ બધું જ મન મૂકી ને ખરીધ્યું હતું, તે જોબ કરતી હતી એના પૈસા ક્યારેય તેના માં – બાપ લેતા નહોતા, સોનાલી એ ટ્યુશન અને સ્કૂલ નો પગાર બધું જ પોતાની લગ્ન ની ખરીદી માં મન મૂકી ને ખર્ચી નાખ્યું હતું, કોઈ એવી વસ્તુ ન હતી કે સોનાલી ને ગમતી હોય અને લીધી ન હોય, એક એક થી ચડિયાતી વસ્તુ સોનાલીએ લીધી હતી, લગ્ન ના દાગીના માં પણ જરાય કચાશ રાખી ન હતી, સોનાલી હજુ પણ જ્યારે મેઘલ ના ફોન આવે ત્યારે બહુ કઈ ખાસ લાંબી લચક વાત કરતી ન હતી, એને અંદર થી જ મન નહોતું થતું, સોનાલી વિચારતી કે આ મેઘલ કેવા સ્વભાવ નો છે એને બહુ વિચિત્ર લાગતું, મેઘલ ને લાગતું કે મેરેજ પછી બધું ઓકે થઈ જશે પણ સોનાલી એવી નહોતી, સોનાલી ને હંમેશા લાગતું કે જો તે મેઘલ ની જગ્યા એ હોય અને કોઈ તેને આવું કરે તો ક્યારનું બાય બાય કરી દીધું હોય, સ્વમાન ના ભોગે કોઈ પણ સંબંધ બંધાય જ નહીં, આ સોનાલી ની સમજ હતી, પણ અહીં તો સામે પક્ષે સ્વમાન જેવું કશું હોય એવું લાગતું જ નહોતું, સોનાલી ને હવે એ દિશા માં બહુ વિચારવું નહોતું, એટલે એણે કામ પર ફોકસ કરવા માંડ્યું, લગ્ન ની ખરીદી, લિસ્ટ અને તૈયારી માં દિવસો ક્યાં જતા રહેતા એની ખબર પડતી નહોતી, દિવાળી આવી એટલે મેઘલ ના મમ્મી એ સોનાલી ની મમ્મી ને ફોન કર્યો હતો કે સોનાલી ને 2 –3 દિવસ દિવાળી કરવા અમદાવાદ મોકલે, સોનાલી ની મમ્મી એ હા પાડી, બીજા રવિવારે સોનાલી ને મેઘલ દિવાળી કરવા અમદાવાદ લઈ ગયો, સોનાલી એ જોયું તો દિવાળી જેવું કઈ ખાસ લાગ્યું નહોતું, સોનાલી એ નોટિસ કર્યું કે સવાર થી તે મેઘલ ની મમ્મી ની સાથે જ ઊઠી ગઈ હતી, પણ ધન તેરસ ની પૂજા મેઘલ ના મમ્મી એ સવાર થી રાત સુધી આખા દિવસ દરમ્યાન કરી જ નહોતી, બીજા દિવસે કાળીચૌદશ ની પૂજા પણ નહોતી થઈ, દિવાળી ની પૂજા પણ નહોતી કરી, ફક્ત બેસતા વર્ષે તેઓ તૈયાર થઈને સોનાલી અને મેઘલ ને આશ્રમ રોડ પર આવેલી હવેલી માં દર્શન કરવા લઈ ગયા હતા, અને પછી ઘરે આવી ને સોનાલી ને મેઘલ ને કહ્યું હતું કે તેઓ ત્રણેય કાકાઓ ના ઘરે જઈને પગે લાગી આવે, એટલે મેઘલ સોનાલી ને લઈ ને તેના ત્રણેય કાકા ને ઘરે લઈ ગયો, સૌથી પહેલા મેઘલ શ્યામ વાડી માં રહેતા એના કાકાઓ જે ઉપર નીચે એક જ ઘર માં તેમના ફેમિલી સાથે જુદા રહેતા હતા તેમને ત્યાં લઈ ગઈ ગયો, સોનાલી એ તેના બન્ને કાકા અને કાકી ને પગે લાગી આશીર્વાદ લીધા, થોડીવાર બેઠા પછી મેઘલ એ રજા લીધી, ત્યાંથી તેઓ તેના નાના કાકા ના ઘરે મેઘલ ના ઘર ની પાસે આવેલી નૃભંગ સોસાયટી માં ગયા, ત્યાં પણ સોનાલી એ મેઘલના કાકા અને કાકી ના પગે લાગી આશીર્વાદ લીધા, થોડીવાર ત્યાં બેઠા પછી મેઘલ એ વિદાય લીધી અને સોનાલી ને લઈને ઘરે આવ્યા, સોનાલી એ ઘરે આવી ને જોયું તો મેઘલ ના મમ્મી એ દાળ –ભાત થવા ગેસ પર મૂકી દીધા હતા અને તેઓ રાહ જોઈને બેઠા હતા કે હમણાં બધા એમને પગે લાગવા આવશે, સોનાલી એ જોયું કે ધીમે –ધીમે એક પછી એક મેઘલ ના ત્રણેય કાકી થોડા થોડા ટાઇમે આવી ને મેઘલ ની મમ્મી ને મળી ને જતા રહ્યા, એક પણ કાકા કે એમના છોકરા –છોકરીઓ મેઘલ ના મમ્મી –પપ્પા ને મળવા આવ્યા નહોતા, સોનાલી ને લાગ્યું કે અહીંયા આવો જ વ્યવહાર ચાલતો હશે,
11 :30 થતા જ મેઘલ ના મમ્મીએ રસોડા માં જઈને રસોઈ બનાવવાની શરૂ કરી, સોનાલી એમને રસોડા માં મદદ કરાવવા ગઈ, રસોઈ બની ગયા પછી બધા એ જમી લીધું અને સાંજે મેઘલ સોનાલી ને લઈને બહાર ફરવા લઈ ગયો, બીજા દિવસે ભાઈ–બીજ પર ઘર માં ભાઈ –બીજ જેવું લાગતું નહોતું, મેઘલ ની મમ્મી ની વાતો પર થી સોનાલી ને જાણવા મળ્યું કે તેમના બંને ભાઈ ગુજરી ગયા હતા, તે સૌથી નાના હતા, અને તેમના ભાણિયાઓ તેમના કરતા 1 –2 વર્ષ મોટા હતા, તેઓ બધા ભાઈ –બહેન માં સૌથી નાની ઉંમર ના હતા. સોનાલી ભાઈ –બીજ નો દિવસ મેઘલ ના પરિવાર સાથે મનાવી ને બપોરે 3:00 વાગે જ પોતાની બહેન ના ઘરે જવા નીકળી ગઈ હતી, કેમ કે તેમને પણ તેમના ભાઈ સાથે તહેવાર કરવો હતો, સોનાલી ની મોટી બહેન કે જેના લગ્ન અમદાવાદ માં થયા હતા, તેણે ભાઈ ને અને સોનાલીને પોતાના ઘરે ભાઈ –બીજ પર બોલાવ્યા હતા, સોનાલી ને મેઘલ એમના ઘરે ગયા, મેઘલ ત્યાં થોડું બેઠા પછી ઘરે જવા લાગ્યા પણ બધા એ આગ્રહ કરી ને જવા દીધા ન હતા, બધાએ સાથે મળી ને ભાઈ–બીજ નો તહેવાર સોનાલી ની મોટી બેન ના ઘરે સેલિબ્રેટ કર્યો. રાત્રે મેઘલ તેના ઘરે ગયો અને સોનાલી તેની બેન ના ઘરે જ રોકાઈ ગઈ હતી, બીજા દિવસે સોનાલી અને તેનો ભાઈ સવારે બ્રેકફાસ્ટ કરી ને વડોદરા જવા માટે નીકળી ગયા, પાંચમ ના દિવસે સોનાલી ના ટ્યુશન શરૂ થવાના હતા, અને એક –બે દિવસ સોનાલી ને શાંતિ થી પોતાની જાત સાથે પસાર કરવા હતા એટલે ઘણો બધો આગ્રહ હોવા છતાં સોનાલી તેના ભાઈ સાથે બરોડા આવી ગઈ, દિવાળી પછી તરત બીજા જ મહિને ડિસેમ્બર માં સોનાલી ના લગ્ન હતા, સોનાલી ને બધો જ કોર્સ સ્કૂલ માં પૂરો કરવાનું પ્રેશર તેમ જ ટ્યુશન માં પણ બધો કોર્સ પૂરો કરવાનો હતો, સાથે સાથે લગ્ન ની તૈયારી પણ કરવાની હતી, દિવસો ફટાફટ ક્યાં જતા એની સોનાલી ને ખબર પણ નહોતી પડતી, સોનાલી ના લગ્ન ની કંકોતરી સિલેક્ટ થઈ, લગ્ન લખવાની તારીખ નક્કી થઈ, સોનાલી ની સગાઈ ની ચૂંદડી ઓઢાડવાની બાકી હતી, ફક્ત સગાઈ માં રૂપિયો નારિયેળ આપીને સગાઈ નક્કી કરી હતી, સોનાલી ના મમ્મી –પપ્પા એ ખૂબ જ આગ્રહ કર્યો હતો કે લગ્ન લખવાના દિવસે જ તમે સગાઈ ની ચૂંદડી ઓઢાડી દો, પછી લગ્ન લખવાની વિધિ કરીશું, જેથી લગ્ન ના દિવસે ઉતાવળ ના થાય, પણ સામે પક્ષે મેઘલ ની મમ્મી ની જીદ એક જ રહી કે લગ્ન ના દિવસે જ અમે જાન લઈને થોડા વહેલા આવશું, પહેલા ચૂંદડી ઓઢાડશું અને પછી સોનાલી બ્યૂટી પાર્લર માં ભલે તૈયાર થવા જાય, સોનાલી ના મમ્મી –પપ્પા વારંવાર કહેતા કે બહુજ ઉતાવળ થશે, આવું આયોજન ના કરાય, સામે મેઘલ ના મમ્મી ની એક જ જીદ કે તેના પિયરીયા ની હાજરી લગ્ન ના દિવસે હોય અને અત્યારે એ લોકો ને કહીશું તો પણ તેઓ નહીં આવે, એટલે લગ્ન ના દિવસે બધું ભેગુ, સોનાલી ની મમ્મી ને જરાય ના ગમ્યું એને વારંવાર એવો જ વિચાર આવતો કે મેઘલ ના મોસાળીયા કેવા હશે? કે આમંત્રણ આપવા છતાં અત્યારે નહીં આવે એવું મેઘલ ના મમ્મી કહે છે તો એમના સંબંધ પિયર માં કેવા હશે ? લગ્ન લખવાના દિવસે મેઘલ ના માત્ર 2 કાકા ઓ બરોડા સોનાલી ના ઘરે લગ્ન લેવા આવ્યા હતા, લગ્ન લખવાની બધી જ તૈયારી થઈ ગઈ હતી, બાજઠ, લાલ પેન, કંકોત્રી , કાગળ, શુકન ની બધી જ વસ્તુઓ મુકાઈ ગઈ, બસ બ્રાહ્મણ આવવાની વાર હતી, બ્રાહ્મણ આવ્યા પછી શુભ મુહૂર્ત માં લગ્ન લખાયા, પણ આ શું ???? લગ્ન લખાયા પછી જોયું તો મહારાજે લગ્ન કાળી પેન થી લખી નાખ્યા હતા, ઉતાવળ માં બ્રાહ્મણ પોતાના ખિસ્સા માંથી પેન કાઢીને કાળી પેન વાપરી નાખી હતી, લાલ પેન બાજોઠ પર એમ જ પડી રહી, બ્રાહ્મણ ને પણ લખતા વખતે વિચાર એક સેકન્ડ માટે પણ ના આવ્યો કે લગ્ન કાળી પેન થી લખાઈ રહ્યા છે,પછી બ્રાહ્મણે પોતાની ભૂલ સુધારી, બ્લેક ઉપર લાલ કલર ઘૂંટી ને કાળી સહી ન દેખાય એમ ફરી થી કાળા અક્ષરો પર લાલ પેન ઘૂંટી, સોનાલી ને નીચે ખબર પડી એને કોઈ જ આશ્ચર્ય થયું નહોતું, પહેલે થી જ એનું મન ના પાડતું હતું, કુદરત ને પણ મંજૂર નહોતું, પણ મેઘલ અને એના પપ્પા ની ખોટી અને જુઠ્ઠી જીદ નડવા ની છે, આ કુદરત નો સંકેત હતો, હજુ પણ માની જાય તો કઈ વાંધો નહોતો, સોનાલી મનોમન વિચારી રહી, પણ માને એ બીજા, સોનાલી ના ઘરેથી લગ્ન લઈ ને મેઘલના બંને કાકાએ વિદાય લીધી, બધા ગયા પછી ફ્રી થઈ ને સાંજે સોનાલી એ મેઘલ ના ઘરે થી આવેલી મેઘલ ના પક્ષ ની કંકોત્રી ખોલી અને વાંચી , લગ્ન ના આગલા દિવસ ના ફંકશન લગભગ સરખા જ હતા બધું બરાબર હતું, પણ લગ્ન ના દિવસે જ સાંજે 7 :00 વાગ્યે રિસેપ્શન ના ટાઈમ અને એડ્રેસ જોઈ ને સોનાલી લગભગ રડવા જેવી થઈ ગઈ, મેઘલે કે એના ઘર ના એ રિસેપ્શન વિશે કશી જ વાત સોનાલી ને કે એના મમ્મી – પપ્પા કોઈ ને કરી નહોતી, અને એક જ દિવસે લગ્ન ના જ દિવસે સાંજ નો ટાઈમ વાંચી સોનાલી લગભગ રડવા જેવી થઈ ગઈ, કેવી રીતે શક્ય જ છે? અમદાવાદ થી બરોડા નો રસ્તો જ બે કલાક નો છે અને એમાં મેઘલ નું ઘર તો અખબારનગર પાસે આવેલું હતું, અમદાવાદ પહોંચ્યા પછી પણ મેઘલ ના ઘરે જવા માટે ટ્રાફિક માં પહોચતા જ લગભગ 45 મિનિટ ઓછા માં ઓછી થતી હતી, રાત્રે મેઘલ નો ફોન આવ્યો એટલે સોનાલી એ મેઘલ ને વાત કરી કે તેઓના લગ્ન કાળી પેન થી લખાઈ ગયા છે, ભલે ભૂલ માં લખાયા હોય પણ આ કુદરતી સંકેત ને ઇગ્નોર ના જ કરવો જોઈએ, એટલે સામે મેઘલે કીધું કે તેના કાકા ઓ એ વાત કરી ત્યાં જે થયું તે, પણ અમે બધા પોઝીટીવ છીએ, સારું થયું કે કાળી પેન થી લગ્ન લખાયા , આપણા લગ્ન ને કોઈ ની નજર નહીં લાગે, સોનાલી ને મેઘલ ની આટલી પોઝિટિવિટી ગમી, એટલે સોનાલી એ પણ આવું પોઝીટીવ માઇન્ડ કરી રાખ્યું કે બહુ જ સારું થયું કે કાળી પેન ભૂલ થી વપરાઈ ગઈ, કોઈ ની નજર તેમના લગ્ન ને નહીં લાગે, આવું તો લાખો માં એક ને જ થાય, પછી સોનાલી એ રિસેપ્શન નો ટાઈમ કંકોત્રી માં વાંચ્યો એની વાત કરી, એટલે મેઘલે વચ્ચે વાત કાપી ને પોતાની વાત કરી કે તે નોકરી કરે છે ત્યાં બધા પોતાના લગ્ન નું રિસેપ્શન રાખતા જ હોય છે, તે પોતે ઘણા બધા ના રિસેપ્શન માં ગયો હતો, અને એને પોતાને પણ ઈચ્છા હતી કે તે પોતાના લગ્ન માં રિસેપ્શન રાખશે એટલે મેઘલે ઘર માં વાત કરી હતી, ઘર માં બધા ખુશ જ હતા, પણ તેની મમ્મી એ રાજકોટ માં રહેતા તેના માસીઓને અને ભત્રીજાઓ ને ફોન કરી ને કહ્યું હતું કે લગ્ન ના બીજા દિવસે રિસેપ્શન રાખવાનું છે, અને બધા એ એક જ વાત રાખી હતી તેઓ કોઈ પણ બીજા દિવસ ના રિસેપ્શન માટે રોકાશે નહીં લગ્ન ના દિવસે જ રાત્રે રાજકોટ પાછા જતા રહેશે, મેઘલ ની મમ્મી ઘર માં રડવા લાગી હતી કે રિસેપ્શન માં મારા કોઈ પિયરીયા નહીં રહે અને મારું કુટુંબ માં અને સગા –સંબંધી માં ખરાબ દેખાશે, એટલે પછી છેલ્લે ના છૂટકે લગ્ન ના દિવસે જ રાખવું પડ્યું કે તેઓ બધા ભલે લગ્ન ના દિવસે જ પાછા રાજકોટ જતા રહે, સોનાલી એ સામે તર્ક કર્યો કે એ તો એમનો વ્યવહાર, એ જેવું આપણે ત્યાં કરે એવું આપણે એમના પ્રસંગે કરી લઈએ, પણ એ 5 –10 સગા માટે થઈ ને આખો પ્રસંગ થોડો બગાડાય? એ સગા સાથે "જેવા સાથે તેવા" રહેવાય, અને પ્રસંગ માં મેઘલ ની મમ્મી નું થોડું ખરાબ લાગે? એમણે તો આમંત્રણ આપ્યું જ હોય, એ તો જે જતા રહે એમનું ખરાબ દેખાય, પણ સોનાલી ના તર્ક નું કોઈ જ મહત્વ નહોતું, કેમ કે કંકોત્રી માં ટાઈમ, તારીખ અને એડ્રેસ લખાઈ ચૂક્યું હતું, હવે ગણતરીના દિવસો માં બદલવું સંભવ પણ નહોતું, વધારે વાત ને લાંબી કર્યા વગર સોનાલી ફોન પર ટૂંક માં જ વાત પૂરી કરી સૂઈ ગઈ.