Between in the doubtful waves - 2 in Gujarati Fiction Stories by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 2

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 2

(2)
આખી રાત આમ - તેમ પડખા ફેરવી ને અડધી સુતી અને અડધી જાગતી સોનાલી અચાનક જાગી ગઈ, એણે ઘડિયાળ માં જોયું તો સવાર ના સાડા- પાંચ થયા હતા, એ ઊઠી ને સીધી દરવાજો ખોલી રૂમ ની બહાર અગાસી માં ગઈ. શાંતિ થી ખુરશી માં બેઠી, પાછી ઊભી થઈ, થોડા આંટા માર્યા , અગાસી ની પાળી એ હાથ ટેકવી ને ઉભી રહેતી, પાછી ખુરશી માં બેસી ને સવાર નું આહ્લાદક વાતાવરણ, સૂર્યોદય પહેલાં ની આછા લાલ અને કેસરી રંગ ની આકાશ માં છવાયેલી લાલિમા, વાદળો ની વચ્ચે ઝાંખો થતો ચંદ્રમાં, પક્ષીઓ નો કલરવ, અગાસી ના કૂંડા માં વાવેલ બારમાસી ના છોડ ની ડાળખીઓ ધીમે - ધીમે પવન સાથે લહેરાતી જાણે સંગીત અને નૃત્ય નો તાલબદ્ધ સંવાદ, એકદમ શાંત અને નીરવ વાતાવરણ વચ્ચે કુદરત ના અવાજ ને પોતાના માં ભરી લેવાની ઉત્સુક્તા, અને આનંદ સાથે આંખો બંધ કરી ઊંડા શ્વાસ લેતી વખતે પોતાના નાક પાસે ઠંડી - ઠંડી હવાના સ્પર્શ ને અનુભવતી સોનાલી પ્રભુ પરમાત્મા ને થેંક યુ કહેતી, એને આવું આહ્લાદક વાતાવરણ અનુભવવું ખૂબ જ ગમતું, એનાં માટે એ રોજ સવારે વહેલી ઉઠતી, થોડો ટાઈમ આમ જ પસાર કર્યા પછી, પાછી ઉભી થઇ ને અગાસી માં થોડા આંટા મારતી, ઉભી રહેતી બધી જ દિશા નું કુદરતી વાતાવરણ અનુભવતી ધ્યાનમગ્ન સોનાલીનુ બાજુ ના ઘર માંથી ભજન નો અવાજ આવતા ધ્યાનભંગ થયું, એણે ઘડિયાળ માં જોયું તો સવા છ થઈ ગયા હતા, હમણાં જ ટયુશન ના વિદ્યાર્થીઓ આવી જશે, એ વિચારતી જલ્દી થી નીચે ગઈ, ફટાફટ નાહી - ધોઈ તૈયાર થઈ ને ભગવાન ને દીવો કરતી હતી ત્યાંજ પાછળ બાથરૂમ ના દરવાજા નો અવાજ આવ્યો, એણે જોયું તો મમ્મી ઊઠી ગયા હતા, સોનાલી એ કિચન માં જઈ એના અને મમ્મી માટે ચા બનાવી, અને પાણીની મોટર ની સ્વિચ ઓન કરી, પાછી કિચન માં ગઈ આજે બહુ જ મોડું થઈ ગયું હતું એવું સોનાલી ને લાગતું , હજુ તો સવાર નો ચા- નાસ્તો કરવા બેઠી, ત્યાં જ ડોરબેલ સંભળાયો, સોનાલી એ ઘડિયાળ માં જોયું તો સાત વાગવા માં દસ મિનિટ ની જ વાર હતી, બારમા ધોરણ ની પહેલી બેચ ના વિધાર્થી ઓ આવવાના શરૂ થઈ ગયા, એણે ફટાફટ ઘરના દરવાજા ખોલી નાખ્યાં, જોયું તો હંમેશા ની જેમ બધા થી પહેલા આવતી તિથીકા જ હતી, સોનાલી એ એને ઉપર રૂમ માં જવાનું કહી, પોતે કિચન માં જઈ ફટાફટ ચા - નાસ્તો પતાવી ને એ પણ ઉપર પોતાના રૂમ માં ગઈ.
નવ માંથી સાત વિદ્યાર્થીઓ આવી ચૂક્યા હતા, બીજા બે વિદ્યાર્થીઓ આવવાના બાકી હતા , સોનાલી પાંચ મિનિટ રાહ જોઇ ને ભણાવવાનું સ્ટાર્ટ કરશે એમ કહી ને એ સામે ચેર પર બેઠી, રોજ સ્ટુડન્ટ્સ સાથે હસી - મજાક કરતી તો ક્યારેક નવા વિષય પર ચર્ચા કરતી અને એકાદ જોક્સ કે શોર્ટ સ્ટોરી કહેતી સોનાલી આજે એકદમ ચૂપ થઈ ગઈ, એ બહુ બોલતી જ નહોતી, એના મન માં એક જ વિચાર ચાલતો, ક્યારે બપોર થાય અને લંચ- બ્રેક માં એ મેઘલ ને ફોન કરે. બધાની વાતો શાંતિ થી સાંભળતી સોનાલી એ બધા સ્ટુડન્ટ્સ આવી ગયા એટલે ભણાવવાનું સ્ટાર્ટ કરી દીધું. વારંવાર ઘડિયાળ જોતી સોનાલી માટે આજે સમય બહુ જ ધીમી ગતિ એ ચાલતો લાગતો, આઠ વાગ્યા એટલે સોનાલી એ સ્ટુડન્ટ્સ ને છોડી મૂક્યા અને નીચે બેઠેલા અગિયારમા ધોરણની બેચના સ્ટુડન્ટ્સ ને ઉપર રૂમ માં બોલાવી દીધા, આજે બહુ નહિ બોલતી સોનાલી ને સ્ટુડન્ટ્સ વારંવાર પુછતા રહેતા કે મેમ તમારી તબિયત તો સારી છે ને ? સોનાલી ટુંક માં હા કહી ને ભણાવવા લાગી જતી. રોજ સ્ટુડન્ટ્સ સાથે કંઇક નવી ચર્ચા કરતી સોનાલી નો અને સ્ટુડન્ટ્સ નો આજ નો દિવસ બહું જ બોરિંગ રહ્યો. સોનાલી એ સવા નવ થયા એટલે બાકી નું આવતી કાલે પૂરું કરીશું એમ કહી ને સ્ટુડન્ટ્સ ને છોડી મૂક્યા, પોતે નીચે આવી, ફ્રેશ થઈ , કબાટ માંથી સાડી કાઢી ને ઉપર પોતાના રૂમ માં ગઈ, તૈયાર થઈ ને નીચે આવી, મમ્મીએ તૈયાર કરેલી રસોઈ માંથી પોતાનો લંચ - બોકસ તૈયાર કરી ને એણે બેગમાં મૂક્યો મમ્મી ને જય શ્રી ક્રિષ્ના કહી સોનાલી સ્કૂલ જવા માટે નીકળી ગઈ, એણે ઘડિયાળ માં જોયું તો પોણા - દસ થઈ ચૂક્યા હતા. આજે સવાર થી જ જેટલું જલ્દી સોનાલી કરતી એટલું જ મોડું થઈ જતું, આજે એક્સ્ટ્રા ક્લાસ માં પહેલી વાર મોડું થયું હતું, સોનાલી સ્કૂલ માં આજુ - બાજુ ના ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા અને ટ્યુશન માં ના જતા હોય એવા બારમા ધોરણ ના બધા સ્ટુડન્ટ્સ માટે એક્સ્ટ્રા ક્લાસ પોતાની સ્વેચ્છા એ લેતી, સોનાલી ને આવા નિઃસ્વાર્થભાવે કામ કરવા ગમતા, એ આનંદ અનુભવતી. બધા સ્ટુડન્ટ્સ આવી ને રાહ જોતા હશે, આવા વિચારો કરતી સોનાલી જલ્દી થી સ્કૂલ માં પહોંચી, સ્કૂલ ના મેઈનગેટ થી ગ્રાઉન્ડ માંથી પસાર થતી સોનાલી એ ક્લાસ બાજુ જોયું તો બધા સ્ટુડન્ટ્સ ક્લાસ બહાર પોતાની રાહ જોતા ઊભા હતા, સોનાલી ઉતાવળા પગલે ચાલતી ઓફિસ માં ગઈ, બુક માં ટાઇમ લખી સાઈન કરી, સ્ટાફ રૂમ માં પોતાનું પર્સ, અને બેગ ટેબલ પર રાખી, પોતાના કબાટ માંથી એકાઉન્ટ ની બુક અને ચોક હાથ માં લઇ ક્લાસ તરફ ગઈ , ક્લાસ રૂમ પાસે પહોંચવા આવી ત્યાં તો બધા બહાર ઉભેલા સ્ટુડન્ટ્સ મોટે થી આવો આવો ની બૂમો પાડવા લાગ્યા. રોજ 10 :00 વાગે ક્લાસ શરૂ કરી દેતી સોનાલી આજે પહેલીવાર 10 મિનીટ લેઇટ હતી. સોનાલી સ્માઇલ કરતી ક્લાસરૂમ માં ગઈ અને સ્ટુડન્ટ્સ ને અંદર ક્લાસ માં બેસવા કહ્યું, બધા સ્ટુડન્ટ્સ એક અચરજ ભરી આંખે સ્ટેજ પર ઊભેલી સોનાલી ને જોતા -જોતા પોતાની જગ્યા પર બેસતા હતા, સોનાલી એ આ નોટીસ કર્યું ,સામાન્ય રીતે બધા સ્ટુડન્ટ્સ સાથે મિત્રતાભર્યું વર્તન રાખતી સોનાલી સ્ટુડન્ટ્સ ની અશિસ્તતા કદી ચલાવતી નહિ, સોનાલી આ બેલેન્સ હંમેશા રાખતી, આજે સોનાલી ની સ્માઈલ થી બધા સ્ટુડન્ટ્સ ને નવાઇ લાગતી, વિદ્યાર્થીઓ કંઈ બોલે કે પૂછે એ પહેલાં જ સોનાલી એ પોતાની બુક ઓપન કરી ભણાવવાનું સ્ટાર્ટ કરી દીધું , પણ આજે સોનાલી નું મન તો બપોર ના લંચ -બ્રેક માં જ હતું , સોનાલી એ 11 વાગતા જ પોતાના એક્સ્ટ્રા ક્લાસ માંથી સ્ટાફ રૂમ માં આવી ને બેઠી, હવે રેગ્યુલર સ્કૂલ ટાઇમ ચાલુ થયો હતો, અને સોનાલી એ ટાઈમ - ટેબલ જોયું તો એના આજે ના સળંગ 3 પીરીયડ ફ્રી હતા.
સોનાલી ને આજે ન્યૂઝ પેપર કે સ્કૂલ માં આવતા મેગેઝિન વાંચવા માં કોઈ જ રસ નહોતો , એણે આમ - તેમ પાના ઉથલાવી જોયા, પણ કંઈ મઝા આવી નહિ, એટલે સામે ચેક કરવાની થોડી બાકી રહી ગયેલી નોટબુક્સ ચેક કરતી, વારંવાર ઘડિયાળ માં સમય જોતી રહેતી, સામે બેઠેલા જ્યોતિબેને પૂછ્યું પણ ખરું કે આજે તમે અડધી રજા લીધી છે ? સોનાલી એ ટૂંક માં જ ના કહી દીધી, સોનાલી ના જીવન માં પહેલીવાર આવો અનુભવ થતો હતો એ મનોમન અકળાઈ ઉઠતી, આજે એને પોતાનું જ મન વધારે પડતું સંવેદનશીલ લાગ્યું, આજે એણે પહેલીવાર અનુભવ્યું કે પોતે આટલી લાગણીશીલ સ્વભાવ ની છે, મનોમન એ પોતાના પર ગુસ્સો પણ કરતી, અને વિચારતી કે પ્રેક્ટિકલ મગજ ના રહેવું કેટલું સારું હોય, એટલા માં પહેલો પીરીયડ પૂરો થયો એનો બેલ સંભળાયો, સોનાલી ને લાગ્યું કે ટાઈમ ટેબલ માં પીરીયડ કેટલા લાંબા સમય ના છે, આમાં સ્ટુડન્ટ્સ કંટાળી જાય એમાં એમનો કોઈ જ વાંક નહોતો, સોનાલી ને નોટબુક્સ ચેક કરતા - કરતા પહેલી વાર સ્ટુડન્ટ્સ પર દયા આવી ગઈ.
બપોર ના 1:15 થઈ એટલે રીસેસ પડી, મેઘલનો પણ લંચ -બ્રેક થયો હશે, એવું વિચારતી સોનાલી એ સ્ટાફ રૂમ માંથી બહાર આવી ને મેઘલ ને પોતાના મોબાઈલ માંથી કોલ કર્યો , મેઘલ નો અને સોનાલી નો લંચ -બ્રેક ટાઈમ સરખો જ રહેતો, 2 મિસ કોલ કર્યા પછી મેઘલ નો મેસેજ આવ્યો, એ પ્રોજેક્ટ વર્ક માં રોકાયેલ છે, ફ્રી થઈ ને કોલ કરશે, આવો મેસેજ વાંચીને સોનાલી એ સામે રિપ્લાય આપી દિધો કે રાત્રે જ વાત થશે, કેમ કે હવે સોનાલી નો એક પણ પીરીયડ ફ્રી નહોતો. સોનાલી સ્ટાફ રૂમ માં આવી, રિસેસ પૂરી થતાં એ બુક લઈને ક્લાસરૂમ માં ગઈ.
સાંજે પાંચ વાગ્યે સ્કૂલ નો સમય પૂરો થયો, ઘરે જતી વખતે સોનાલી ને લાગતું કે આજનો દિવસ એના અને સ્ટુડન્ટ્સ બંને માટે બહુ જ બોરિંગ રહ્યો હતો, વિચારો માં ઘર ક્યારે આવી ગયું એની સોનાલી ને ખબર જ ન રહી, સોનાલી ઘરે આવી ફ્રેશ થઈ, રોજ ની જેમ જ મમ્મી એ ચા બનાવી ને સોનાલી ને આપી , સોનાલી ચા પીને પોતાના રૂમ માં થોડો આરામ કરી ને પાછી કિચન માં આવી ગઈ, આજે એ સમોસા બનાવવાની હતી, સમોસા બનાવતી વખતે એને મેઘલ યાદ આવ્યાં, એ જ્યારે એના સાસરે ગઈ હતી, ત્યારે સોનાલી એ બનાવેલા સમોસા મેઘલ ને ખૂબ જ ભાવ્યા હતા, મેઘલ ને સોનાલી ની નોર્મલ રસોઈ નો ટેસ્ટ પણ ખૂબ જ પસંદ હતો, સોનાલી ને એ વાત ની ખુશી હતી, સમોસા તૈયાર થઈ ગયા, એટલે સોનાલી એ પહેલાં જ પોતાના ભાઈ અનિકેત ને બૂમ પાડી જમવા બોલાવી દીધો, સોનાલીની એના ભાઈ અનિકેત સાથે ખૂબ જ જામતી, એનો ભાઈ જમવા માં ખૂબ જ શોખીન હતો, અને જમ્યા પછી એ યુનિક કૉમેન્ટ્સ સોનાલી ને આપતો રહેતો, અને બીજી નવી વાનગી માટે ઉત્સાહિત કરતો, અને ક્યારેક અનુભવી અદા થી ટિપ્સ પણ આપતો સોનાલી પણ સામે ફિલ્મી અદા થી શુક્રિયા શુક્રિયા કરતી. બંને ભાઈ - બહેન ની પરફેક્ટ જોડી, આજે સમોસા ખાઈ ને અનિકેતે જોરદાર કૉમેન્ટ્સ આપી પણ સોનાલી એ સ્માઈલ આપી થેંક યુ કહી દીધું, અનિકેત ને આ જવાબ ના ગમ્યો એટલે એણે સોનાલી સાથે તને તાવ આવે છે ?? ચલ તને ડોક્ટર પાસે લઈ જાઉં એવી મજાક કરવાનું શરૂ કરી દીધું. પણ સોનાલી કંઈ બોલ્યા વગર સ્માઈલ કરતી ઉપર બેઠક રૂમ માં જઈ ટી.વી.ઓન કરી "સાથ નિભાના સાથિયા "સીરિયલ જોવા બેસી ગઈ. સીરિયલ પૂરી થઈ એટલે સોનાલી ઉપર પોતાના રૂમ માં ગઈ, નવ વાગવામાં થોડી વાર હતી, મેઘલ હજુ ચાલવા નહિ નીકળ્યા હોય એમ વિચારી સોનાલી આજે સ્કૂલ ની લાઇબ્રેરી માંથી લાવેલ "તો-તો ચાન" બુક કાઢી અને વાંચવા લાગી, પણ એના વિચારો તો મેઘલ માં જ હતા, ક્યારે મેઘલ નો ફોન આવે અને વાત સ્પષ્ટ થાય........
(ક્રમશઃ)