પ્રકરણ:28
રુદ્રાએ ડોકટર અને રુદ્રા બન્ને સામે વારાફરતી જોયું.તે બન્નેના ચહેરા પર ચિંતા હતી,તે રુદ્રા જોઈ શકતો હતો.તેને થોડીવાર બન્નેના હાવભાવ નોટિસ કર્યા.ડોકટર શર્મા અત્યારે રુદ્રા સાથે કઈ રીતે વાતની શરૂઆત કરવી તેની અસમંજસમાં હતા.તેમને મહેશભાઈ સામે જોયું.તેમની આખોમાં નમી હતી.રુદ્રા કળી શકતો હતો કે કંઈક ખોટું છે.તેને સમજાતું હતું કે બન્ને કઈક કહેવા માંગે છે પણ કહી શકતા નથી.મહેશભાઈએ ડોકટરના ખભા પર હાથ મૂકીને વાત કરવા કહ્યું.
ડોક્ટરે રુદ્રા સામે રિપોર્ટ ધર્યો.રુદ્રાએ તે લીધો.ડોક્ટરે ઈશારામાં જ તેને વાંચવા માટે કહ્યું. રુદ્રાએ તે ફાયલ ખોલી. પેલો રિપોર્ટ જનરલ સી.બી.સીનો હતો. રુદ્રાએ તે રિપોર્ટ જોયો તેમાં તેને કશું ખાસ લાગ્યું નહિ.ત્યારબાદ તેમાં એમ.આર.આઈ,સી.ટી તથા સિંગલ પ્રોટોન એમિશનના રિપોર્ટ હતા.તે જેમ જેમ એ રિપોર્ટ વાંચતો ગયો.તેમ તેના ચહેરાના ભાવો કઈક એ હદે બદલાયા કે તેમાં તેને કોઈ ભૂત જોઈ લીધું હોય.તે એ બધા રિપોર્ટ શાંતિથી વાંચ્યા બાદ થોડીવાર ડોકટર અને થોડીવાર તેના પપ્પા સામે જોયું.તેના પપ્પાના આંખમાં આંસુ હતા.
"તો મારી પાસે હવે વધારે દિવસો નથી એમ ને?"
"હા એવું જ કંઈક. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. તું નાનો હતો ત્યારે તારો ઈલાજ મેં જ કર્યો હતો. જ્યારે તારી છેલ્લી શોક ટ્રીટમેન્ટ પતી ત્યાર બાદના રિપોર્ટ પરથી જ મને જાણ થઈ ગઇ હતી કે આ પર્શિયલ મેમરી ડેમજ ડિસઓર્ડર તારામાં ઘર કરી ગયો છે. એને હવે પુરી રીતે રિમુવ કરવો શક્ય નથી. તે ફક્ત થોડા સમય માટે સબસાઈડ થયો છે. તારી ઉંમર વધતા તે ફરી વધશે.તારું બ્રેઇન ધીમે ધીમે ડેડ થઈ જશે.એ વાત મેં તારા પપ્પાને પણ કહી હતી"
"પપ્પા તમે મને એ કહ્યું નહીં" રુદ્રાએ મહેશભાઈ સામે જોતા કહ્યું
"બેટા,હું નહોતો ઇચ્છતો કે તું કોઈ સ્ટ્રેસમાં જીવે આથી મેં તને કોઈ પણ વાત નહોતી કહી."
"તો અત્યારે કેમ કહી?"
"તું એક ડોકટર છું અને હવે છુપાવી છુપાવીને કેટલા દિવસ છુપાવી શકેત. આઈ એમ સોરી બેટા મને એટલો અફસોસ છે કે હું આમાં કશું કરી શકું એમ નથી."
"હા હવે રુદ્રા તારી પાસે લગભગ એક વર્ષનો જ સમય વધ્યો છે.ત્યાર બાદ તુ..."
"મરી જઈશ એમ જ ને" રુદ્રાએ હસતા હસતા કહ્યું.
"તું હસી રહ્યો છું? તને જરા પણ બીક નથી"
"સાચું કહું તો ના,જરા પણ નહીં.મેં ફક્ત ત્રણ ઉપનિષદ વાંચ્યા છે.તેમ છતાં હું જન્મમરણ અને કર્મને સમજ્યો છું.મરવું તો એક દિવસ છે જ.તો હું કેટલો નસીબદાર છું કે મને પહેલેથી ખબર છે કે મારી પાસે આટલો સમય વધ્યો છે નહિ પપ્પા" રુદ્રાએ કહ્યું.
મહેશભાઈ થોડીવાર તેને જોઈ રહ્યા અને પછી ગળે લગાવી રડવા લાગ્યા."
કદાચ રુદ્રાની ફિલોસૂફી ઘણી અલગ હતી.તે મોતથી પણ નહોતો ડરી રહ્યો.તેને હવે આ વધેલું એક વર્ષ ખુલીને જીવવાનું નક્કી કર્યું હતું.
********
દવાથી હવે રુદ્રાને માથામાં દુખવાનું બંધ થયું હતું. તે જાણતો હતો કે દિવસે દિવસે વધારે બીમાર થઇ રહ્યો છે તેમ છતાં તે હવે વધેલું એક વર્ષ બરબાત કરવા નહોતો માંગતો. તેને એક ક્રમ બનાવ્યો હતો.તે એક વાર શ્રી તૈતરીય ઉપનિષદ જે તેને અધુરો મુક્યો હતો.તે પૂરો કરવા માંગતો હતો. તે પંચમહાલ ગયો હતો અને ત્યારબાદ લગભગ દોઢ મહિનામાં તેને આખો ઉપનિષદ વાંચ્યો હતો.
ત્યારબાદ રુદ્રાનું એક સપનું હતું કે તે પોતે આખી દુનિયા ફરવા માંગે છે.તે તેના મમ્મી પપ્પા સાથે ત્યારબાદ વર્લ્ડટૂર પર નીકળ્યા હતા. તેઓએ થોડા દેશોને બાદ કરતાં લગભગ તમામ દેશોને લગભગ આઠ મહિના જેટલા ટુકા ગળામાં જોયા હતા.
તેને આ દમીયાન એશિયાના લગભગ તમામ દેશ તેમને ફર્યા હતા.જેમ કે ભારત તેઓ આખું ફર્યા હતાં ત્યારબાદ ચીન,રશિયા, વિયેતનામ, સાઉથ કોરિયા, માલદ્વિસ , મલેશિયા, ઓમાન, શ્રી લંકા, કેમ્બોડિયા, જાપન, ચાઇના, કઝાગીસતાન, સિંગાપોર, ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ એ સિવાય યુરોપમાં ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, જર્મની, સ્પેન વગેરે વગેરે એ સિવાય ઓસ્ટ્રેલિયા, આફ્રિકામાં નાયઝેરીયા, ઇનજીપ્ત, મોરોકો, કેન્યા, સુદાન, તાનઝાનીયા, અલઝેરીયા વગેરે થતા લગભગ આખું સાઉથ અને નોર્થ અમેરિકા અને એન્ટાર્કટિકા સુધી ફર્યા હતા.
તેઓએ છેલ્લે જાપાન દેશ ફર્યા હતા. લગભગ આઠ મહિના બાદ તેઓ ઇન્ડિયા પાછા ફરી રહ્યા હતા. રુદ્રા બારીની બહાર જોઈ રહ્યો હતો.તે બહારના વાદળોને જોઈ રહ્યા હતો.તે દુઃખી ન હતો. તે કઈક અલગ જ સ્થિતિમાં હતો. તેના મનમાં ફક્ત એક જ ખુશી હતી એ હતી કે તેના લગભગ આજે બધા જ સપના પુરા થયા હતા અને તે ફાયનલી ઇન્ડિયા પાછો ફરી રહ્યો હતો.
તેને જીવન વિશે વિચાર આવી રહ્યા હતા. આજે સાચા અર્થમાં તેના માટે પૈસા કરતા સમય વધારે કિંમતી થયો હતો. તેને ઘણા કામ કરવાના યાદ આવી રહ્યા હતા પણ સમય ખૂબ ઓછો હતો. તે હજી સમાજ માટે કશુંક કરવા માંગતો હતો. તેનુ એક વધારે સપનું પૂરું થયું હતું. તે દિયાને યુ.કેમાં મળી શક્યો હતો. તેને દિયાને નહોતું જણાવ્યું કે તે બસ હવે થોડા સમયનો જ મહેમાન છે. તેને તે જરૂરી લાગ્યું નહોતું. તે હવે વધેલો સમય મમ્મી પપ્પા સાથે જ વિતાવવા માંગતો હતો. તેનો ક્યાંય જવાનો કોઈ પ્લાન નહોતો. તે ઉપરાંત તે હવે તેની રોજની ડાયટ તોડી તેને મજા આવે તેમ જીવવા માંગતો હતો. સાચે જ જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે કોઈ પણ વસ્તુ તમારા માટે મહત્વની નથી રહેતી. તે પછી તમારા પૈસા હોય કે ઈજ્જત.
તે કોઈ મધદરિયાના મુસાફરની જેમ જિંદગી જીવી રહ્યો હતો. બસ એક આશા સાથે કે કિનારો હવે નજદીક છે. તે ઘણું કરવા માંગતો હતો. તે તેની જૂની સ્કૂલોએ જવા માંગતો હતો. તે બધા જુના મિત્રો ન કહી શકાય એવો મિત્રોને મળવા માંગતો હતો. તે એટલુ કોઈ ઈમ્પોર્ટન્ટ ન હતું તેમ છતાં તેને એવી અગમ્ય ઈચ્છા થઈ રહી હતી. તેને થોડીવાર પહેલા થયેલી સુરક્ષાને લગતી જાહેરાત યાદ આવી. તેને હવે તેનાથી કોઈ મતલબ ન હતો. તેને હવે કોઈનાથી કોઈ મતલબ ન હતો.
તે ઘરે પહોંચીને એક વસ્તુ ઇચ્છતો હતો કે તેનો બધો કારોબાર તેના પપ્પાને સમજાવવો. તે કામ અઘરું હતું તેમ છતાં તે નામૂકીન ન હતું. તેના માટે તે જરૂરી હતું.તે જાણતો હતો કે તેની પાસે જે પૈસા છે તેનાથી તેના પરિવારને કોઈ પણ વસ્તુની તફલીક આવવાની ન હતી તેમ છતાં તે થોડિક બેઝિક વસ્તુ શીખવાડવા માંગતો હતો. મહેશભાઈ પણ તે ખુશી ખુશી શીખ્યા હતા. લગભગ એક મહિનામાં તે ઘણું શીખ્યા હતા. રુદ્રા જેટલું ઇચ્છતો હતો તે તેને કરી નાખ્યું હતું. તેની પાસે હવે ફક્ત એક મહિનો બચ્યો હતો,અને કોઈ ખાસ કામ તેની પાસે બચ્યું નહોતું.તે ફકત આ દિવસોમાં દિલખોલીને જીવી રહ્યો હતો.
રુદ્રાનું દિવસનું રૂટિન બદલાયું હતું.તે હવે સવારે દસ વાગ્યા પહેલા ઉઠતો ન હતો. ઉઠીને બધાની સાથે જ નાસ્તો કરતો. તે ઉપરાંત લગભગ જમવાના સમય સુધી બધા વાતો કરતાં. ત્યારબાદ જમીને રુદ્રા મોબાઈલમાં થોડીવાર કશુંક જોઈને સુઈ જતો.ત્યારબાદ તે આંખ ખુલે ત્યારે જાગતો. ત્યારબાદ તે કોઈ મુવી જોતો અથવા ગેમ્સ રમતો અને રાત્રી ભોજન બાદ બધા ફરીથી વાતોએ વળગતા. તે અગિયાર બાર વાગ્યા સુધી ચાલતી. ત્યારબાદ રુદ્રા ફરીથી મોબાઈલે વળગતો. તેનો સુવાનો સમય હવે રાત્રીના બે ત્રણ વાગ્યાની થયો હતો. તેના નિયમમાં એક ક્રમ બીજો પણ હતો તે હતો રોજ સવારે તે મંદિર અવશ્ય જતો.
ક્રમશ: