Chandrvanshi - 6 in Gujarati Mythological Stories by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 6

Featured Books
Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 6

ચંદ્રમંદિરનું રહસ્ય

ઘણાં સમય પહેલા સુર્યવંશી રાજાઓ અહીં રાજ કરતા હતાં. તે સમયે બંગાળ અડધું દરિયામાં હતું. પાંડુઆ સુર્યવંશીઓની રાજધાની હતી. તે સમયે તે દરિયાથી ત્રણેક કિલોમીટર દૂર હતી. જેથી દરિયા નજીકનો વિસ્તાર રેતાળ હતો અને તે બિન ઉપજાઉ પણ હતો. તે સમયે સુર્યવંશી રાજાઓના સુબેદારો તરીકે ચંદ્રવંશી રાજાઓ હતા. જેથી યુદ્ધમાં અને રાજ્ય વિસ્તારમાં ચંદ્રવંશી રાજાઓ મોટા પ્રમાણે મૃત્યુ પામતા અને રાજ્ય વિસ્તારમાંથી મળેલા સોના ઝવેરાત બધાજ સુર્યવંશી રાજાને સોંપવા પડતાં. જો રાજા ખુશ થાય તો જ તેનો થોડો હિસ્સો મળતો. તેમ છતાં ચંદ્રવંશી સુબાઓએ તેમની રાજ્ય વિસ્તારની નીતિ ચાલુ રાખી. સમય જતાં સુર્યવંશીઓના રાજ્યનો વિસ્તાર થયો. સુબાએ જીતેલા નવા રાજ્યો ખુબજ ધનિક હતા અને તેથી ચંદ્રવંશી સુબાઓના જુલમથી બચવા તેઓ સોનાનો ઢગલો કરી આપતા. જેની જાણ સુર્યવંશી રાજાઓને પણ ન થતી.

હવે, ચંદ્રવંશીઓ પાસે ધન વધતા તેઓ સ્વતંત્ર બનવા જઈ રહ્યાં છે તેવી કાન ભંભેરણા મંત્રીઓએ રાજાને કરી. જેથી રાજાએ ચંદ્રવંશીઓને પોતાની પાસે હોય તેટલું ધન રાજ્યને સોંપી દેવા આદેશ આપતો દૂત મોકલ્યો. ચંદ્રવંશીઓ જાણી ગયા હતા કે, જો અત્યારે આ ધન સોંપી દેશું તો પ્રજાનું ધન મંત્રીઓ પચાવી પાડશે અને સમય જતાં તેઓ જ રાજ્ય પોતાનાં હાથમાં લઈ લેશે. 
તેમની પાસે બે રસ્તા હતા, એક પ્રજાના ભાગમાં આવતું ધન તેમને સોંપી દે અથવા તેમના ભવિષ્ય માટે તે ધનનો સંગ્રહ કરીને સમય આવ્યે તેમની પેઢીને પરત સોંપે. જોકે, હવે રાજાએ આદેશ આપ્યો હોવાથી ધન પ્રજાને તો સોંપી શકાય નહિ.

રાજ્ય વિસ્તાર કરતા-કરતાં સામંત રાઉભાન રાજ્ય સંકટ સમયે ધનની કેટલી જરૂર પડે છે એ જાણી ગયો હતો. જેથી તેને ચંદ્રવંશીઓના ગુરુને આ વિશે વાત કરી. એટલે તેમને પ્રત્યુત્તર આપતાં કહ્યું પાંડુઆના જંગલોમાં ભવ્ય ચંદ્રમંદિરની સ્થાપના કરો અને ત્યાંથી સો ગજ દૂર નવી મળી આવેલી દ્યુત ખાડીમાં બધું જ સોનું દાટી દો. 

રાઉભાને કુલગુરુને પૂછ્યું, “ગુરુજી પાંડુઆમાં દાટવાથી તો રાજાને જાણ થઇ જશે?”
“મંદિરના બહાને દરિયાઈ માર્ગેથી બધું જ સોનું પહોંચી જશે અને બધાની નજર જંગલમાં આવેલા એ મંદિર સુધી જ રહેશે.”

“પરંતુ ગુરુજી જંગલમાં રસ્તો થશે તો લોકો જાણી જશે.”
“એક કામ કર મંદિરમાં હવન કુંડની જગ્યા બનાવ અને તે હવન કુંડની એકદમ નીચેજ તે ખાડી સુધી જવાનો રસ્તો બનાવો.”
રાઉભાન સમજી ગયો. તેને બે હાથ જોડી ગુરુના આશીર્વાદ લીધાં.

પાંડુઆથી આવેલા રાજદૂતને રાઉભાને કહેવડાવ્યું, “અમારી પાસે જેટલું પણ ધન છે, તેનું અમે મંદિર બનાવવા ઈચ્છીએ છીએ અને સંપૂર્ણ પાંડુઆ રાજ્યને ભોજન આપવા માંગીએ છીએ.”

દૂત રાજા પાસે ગયો અને તેણે ચંદ્રવંશી સુબાઓનો સંદેશ રાજા સુધી પહોંચાડ્યો. આ સમયે પાંડુઆમાં સભા બોલાવામાં આવી અને મંત્રીઓની રાય લેવામાં આવી. સભામાં ચંદ્રવંશી સૂબાઓ પણ હતા, જેથી ધનના લોભી મંત્રીઓને ધનથી વધુ મૃત્યુંનો ભય લાગી રહ્યો હતો. એટલે બધાં મંત્રીઓને તે વિચાર ઉચીત લાગ્યો. પરંતુ એક કાણો મંત્રી ઉભો થઇને બોલ્યો," મહારાજ તમે આ ચંદ્રવંશીઓની ચાલ નથી સમજી રહ્યાં. તેમની પાસે અધળક ધન છે. માત્ર મંદિર બનાવવાથી તેમનું ધન સમાપ્ત નહીં થાય.." એ સમયે મંત્રીની વાત કાપતાં રાઉભાન બોલ્યો, “અમે માત્ર મંદિર જ નહીં પરંતુ સમગ્ર પ્રજાને મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા નિમિતે ભોજન પણ આપીશું અને યુદ્ધ દરમિયાન ઉડેલા લોહીના છાંટામાં અનેક માસૂમ સિપાહીઓ પણ મૃત્યુ પામ્યાં છે. તેઓના સંતાનની એક દિવસની ભૂખ સંતોષી શકીશું તો જ અમે પાપમાંથી મુક્તિ પામીશું.”

કાણો હવે નીચે બેસી ગયો પણ તેને મળેલી ગુપ્ત માહિતીથી તે એટલું તો જાણતો હતો કે, ચંદ્રવંશીઓ પાસે એટલું ધન છે કે તેઓ તેના થોડા અંશના ખર્ચાથી જ એક નવું રાજ્ય ઊભું કરી દે.

મંદિર યોજના પ્રમાણે બની ગયું. મંદિરમાં પાયાની સાથે ભોંયરું પણ ગળાઇ રહ્યું હતું. તેઓએ તે ભોંયરાને ગુફામાં પરિવર્તિત કરાવ્યું જેમાં થોડાંક અંશે સોનાની ખાણમાં પોહચેલ અજાણ્યા માણસો તેને ન છીનવી શકે તે માટે મોતનો ખેલ પણ બનાવ્યો હતો. તેનો અંત દ્યુત ખાડી હતો. પરંતુ તે સોનું મેળવવા માટે તો મંદિરમાં થઈને જ થઈ શકે તેમ હતો. મંદિર ફરતે મોટી દિવાલ પહેલા જ ચણાવી લીધી હતી. જેથી, બહારથી નજર રાખવાવાળા અંદર ઝાંખી ન શકે. તેજ દીવાર મહદ્ અંશે આ ગુફાનું દ્વાર હતું.

હવે, મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો સમય નજીક આવી ગયો હતો. તેથી રાઉભાને સોનાની રક્ષા માટે અદ્ભુત વ્યૂહ રચના ગંધારશૈલીના કારીગરો પાસે કરાવી. ભોંયરામાં પેહલા તો એ જ પ્રવેશ કરી શકે જેની પાસે અર્ધચંદ્રાકાર ચાંદીના ચંદ્રનું અડધું તાવીજ જ મોટી ચાવી હતી. જ્યારે મંદિરના ગર્ભગૃહની બહાર રહેલા યજ્ઞકુંડને બે દિવસ યજ્ઞ કર્યાં બાદ તે હવનકુંડ એની જગ્યાએથી ખસીને બીજો દ્વાર ખોલે. તે દ્વારમાં તાવીજ મૂકીને ચંદ્રવંશીનું લોહી રેડતા
તે તાવીજ તેની ચાવી બનીને તેને ત્યાંથી ખસેડીને ત્રીજા દ્વાર એટલે કે જે મંદિરની દિવાલમાં રહેલા પથ્થરને ખસેડીને ખુલવા લાગે. ત્યારબાદ તે મોતની ગુફાનો રસ્તો ખુલ્લી જાય અને જો કોઈ તેને તોડવાનો પ્રયત્ન કરીને સોનું મેળવવા જાય. તો ગુફામાં રહેલું સોનું ખુબજ નીચે રહેલા લાવામાં વિલીન થઈ જશે.
(આ રહસ્ય ચંદ્રતાલા મંદિરના ગર્ભગૃહની ટોચ પર આવેલી રોશની નામક જાળીમાં રાઉભાને તેનાં વંશજો માટે મંદિરની પ્રાણપ્રતિષ્ઠાબાદ કંડોરાવ્યું છે.)
 
***