સવારે વહેલા ઊઠીને બંને નિત્યક્રમથી પરવારીને વિશાળ અને આધુનિક બાથરૂમ માં નાહી- ધોઈને ફ્રેશ થઈને તેમને ગમતાં રંગબેરંગી વસ્ત્રો પહેરીને તૈયાર થઈ ગયાં .કારણકે આજે અડધાથી વધુ દિવસ સુધી તેમને પેરિસ માં ઘૂમવાનું હતું .અને સાંજે તેમના 'પરોમેનસ' ખાતેના આશ્રમે જવાનું હતું. અને ત્યાંથી મોડી રાત્રે પરત આવી રાત્રે આ જ સયૂટ માં નાઈટ રોકાવાનું હતું.
બાપુ અને કલાવતી, સુંદર રંગીન વસ્ત્રો પહેરીને વહેલાં - વહેલાં પ્રખ્યાત 'એફિલ ટાવર' પહોંચી ગયાં . અહીં ટોચ સુધી જવાની એક જણની ટિકિટ ની એન્ટ્રી ફી 25 યુરો છે બંને ટિકિટ લઈને લિફ્ટ માં બેસીને સડસડાટ ટાવર ના ટોચ ના મજલે પહોંચી ગયાં .ઠંડી હવા લહેરાઈ રહી હતી. વાતાવરણ ખુશનુમાં હતું. અહીંથી લગભગ આખું પેરિસ શહેર સ્પષ્ટ દેખાતું હતું .અહીં થીજ પેરિસની સાચી વિશા ળતાનો ખ્યાલ આવતો હતો. શહેરમાં સમયાંતરે મોટી - મોટી નહેરો પસાર થતી હતી. અને તેમાં મોટી લાંબી ક્રુઝો મુસાફરો ભરીને તેજ ગતિએ દોડતી હતી. તો એ નહેરો ઉપર બાંધેલા વિશાળ કલાત્મક પૂલો ઉપર પણ અસંખ્ય વાહનો અવરજવર કરી રહ્યાં હતાં .દૂર -દૂર બે -ત્રણ મોટી ઝીલ પણ દેખાતી હતી. અને આ નહેરુ નું પાણી જાણે કે અરસ- પરસ તે ઝીલો માં મળી જતું હતું. નીચે ચારે બાજુ જાણે કે કોઈ એ જુદા- જુદા કલરની ડિઝાઇન ચિતરી હોય તેમ, એક જ આકાર નાં લાઈનસર બાંધેલાં રંગ-બેરંગી મકાનો નજરે પડતાં હતો . બધા જ રસ્તાઓ અમુક અંતરે, એકબીજા ને કાટખૂણે મળતા હતા.રસ્તાઓ સ્વચ્છ અને પહોળા હતા. ફૂલો અને હરિયાળી થી લચેલા અસંખ્ય ગાર્ડન, અહીં થી અદભુત ચિત્ર ખડું કરતા હતા .
'એફિલ ટાવર' ને આમ તો પ્રેમનું પ્રતીક મારવામાં આવે છે. અને તેથી જ તો 'પ્રેમ' નો એકરાર કરવાનું દુનિયા માં બેસ્ટ સ્થળ પણ માનવામાં આવે છે. એફિલ ટાવરની ટોચ ઉપરથી નીચેનું અદભુત દ્રશ્ય જોઈ રહેલા બાપુ એ હળવે ક રહીને તેમના ખિસ્સામાંથી એક 'નાનું પેકેટ' બહાર કાઢ્યું . ને તે ખોલીને તેમાંથી 'શુદ્ધ સોનાની 'પાતળી રિગ (વીંટી) બહાર કાઢી. તેના ઉપર નાનો પરંતુ કિંમતી ગુલાબી રંગનો હીરો જડેલો હતો.. કારણ કે બાપુને ખબર હતી કે કલાવતી ને ગુલાબી રંગ બહુ જ પ્રિય છે .
બાપુએ પ્રેમથી કલાવતી નો જમણો હાથ ,પોતાના હાથમાં લીધો .ને સોનાની રીંગ કલાવતી ના જમણા હાથની ટચલી આંગળી પાસેની 'અનામિકા' આંગળીમાં પહેરાવી દીધી. કલાવતી ને તેમણે પોતાના તરફ ખેંચી તેના હોઠો ઉપર એક દીર્ઘ ચુંબન ચોડ્યું .અને ધીમેથી પ્રેમથી બોલ્યા ' આઈ લવ યુ કલા !'
કલાવતી હાથ છોડાવી ને બાપુની છાતીમાં સમાઈ જવા માગતી હોય તેમ, બાપુ ને વિંટળાઈ ગઈ. અને પછી મોં ઊંચું કરીને બાપુની આંખોમાં આંખો પરોવીને બોલી.'આઇ લવ યુ ટુ બાપુ !' આમ પ્રેમના પ્રતિક એફિલ ટાવરની ટોચ ઉપર 61 વર્ષના આશારામ બાપુ અને 21 વર્ષની કલાવતી એ પુરા હોશ-હવાસ માં, તંદુરસ્ત તન, અને તંદુરસ્ત 'મન' સાથે તેમના પ્રેમનો એકરાર કર્યો .
લગભગ અડધો કલાકથી વધુ સમય તેમણે ત્યાં વિતાવ્યો ને પછી બંને ટાવર નીચે આવ્યાં . ટાવર થી થોડે દૂર ઊભાં રહીને તેમણે ટાવરની ઊંચાઈ તેની વિશાળતા અને ટાવરની કલાત્મકતા ને મન ભરીને માણી . ને ત્યાંથી ટેક્સી કરીને 'ફ્રેન્ચ રિવેરા ' જવા રવાના થયાં .
' ફ્રેન્ચ રીવેરા' ફ્રાંસ નું અતિ રમણીય સ્થળ છે. અહીં વિશાળ પ્લે ગ્રાઉન્ડ છે. અને વિશ્વના 'ફિલ્મ ફેસ્ટિવલ પણ અહીં જ યોજવામાં આવે છે. અહીંના જેવા વિશાળ અને ભવ્ય રિસોર્ટ વિશ્વમાં ક્યાંય નથી . આ બધાનો નજારો માણતાં- માણતાં બંને બીચ ઉપર આવ્યાં .બીચ ના કિનારે ચારે બાજુ મોટી -પાકી સડક હતી. તેમાં કેટલાંક સહેલાણી ઓ સ્કેટિંગ ની મજા માણી રહ્યાં હતાં .'બીચ ના કિનારે જ તેમણે એક ખુલ્લા રેસ્ટોરન્ટમાં બેસીને લંચ લીધું. અને ફરી પાછાં ત્યાંથી પરત બીચ ઉપર આવી ગયાં .
'બીચ' ઉપર હજારો યુવક અને યુવતીઓ અર્ધનગ્ન કહી શકાય તેવાં ટૂંકા વસ્ત્રો પહેરીને આરામથી ટહેલતાં હતાં. કોઈ યુવતીઓ એ 'બીકની' પહેરી ને તેના પાર્ટનર સાથે સ્નાન નો આનંદ માણી રહી હતી. તો કોઈ યુવક- યુવતી રેતીના વિશાળ પટ્ટ માં બેસીને 'સૂર્ય સ્નાન' નો આનંદ માણી રહ્યાં હતાં.આ બીચ ઉપર કલાવતીએ પણ' બીકની પહેરીને , જ્યારે બાપુ એ ટૂંકી ચડ્ડી પહેરી ને અડધો એક કલાક સ્નાનનો આનંદ માણ્યો. ને જુદી- જુદી સ્ટાઇલ માં ફોટોગ્રાફ ના કેટલાક 'પોઝ' પણ લીધા. 'બીકની' માં પાણી નીતળતી હાલતમાં 'કલાવત'ખરેખર અત્યારે 'સ્વર્ગસુંદરી' જેવી લાગતી હતી. ત્યાં બે કલાક જેટલો સમય રોકાઈને, ખૂબ જ મજા - મસ્તી કરી ને બંને તેમની હોટલે આવવા રવાના થયાં .
પેરિસમાં તેમની હોટલે પહોંચીને બંને એ ઝડપથી વસ્ત્રો બદલી લીધાં . કારણ કે તેમને હવે બાપુ ના પ્રોમેનસ ખાતે ના આશ્રમે જવાનું હતું. બાપુએ તેમનું સફેદ આડુ ધોતિયું, ઉપર લાંબો સફેદ ઝભ્ભો ,અને ખંભે લાંબો લાલ- કિનારી વાળો સફેદ ખેસ ધારણ કરી લીધો. અને બાપુ 'સંત આશા રામ બાપુ' વાળા કાયમી ઓરીજનલ પહેરવેશ માં આવી ગયા. જ્યારે કલાવતી એ પણ સફેદ ચણીયો,ઉપર સફેદ બ્લાઉઝ અને ઉપર સફેદ સાડી પહેરી લીધી. અને તેણી પણ 'સાધ્વી આશાદેવી'ના રૂપમાં આવી ગઈ.
ભારત ની જેમ ફ્રાંસમાં પણ દરેક ધર્મ ને ખૂબ જ માન સન્માન આપવામાં આવે છે. અને તેથી જ તો કેશારામ બાપુ એ ફૂલો ની નગરી પ્રોમિસમાં પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો . ટેક્સી કરીને તેઓ પ્રોમેનસ પહોંચ્યાં . પ્રોમેનસ ની સરહદ માં પ્રવેશતાં જ જાણે કે' બધી જ હવા બદલાઈ ગઈ હતી. ઠંડી- ઠંડી ખુશ્બુદાર હવા લહેરાઈ રહી હતી. બંને બાજુ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી, મશરૂમ રંગ નાં ફૂલોથી લચ-પચ ખેતરો લહેરાઈ રહ્યાં હતાં. તેમણે ઘણા બધા ગાર્ડન જોયા હતા. પરંતુ આમાં ફૂલોથી લચી લા, આટલાં વિશાળ ખેતરો તેમણે ક્યાંય જોયાં ન હતાં .
અહીંનું સૌંદર્ય કંઈક ઓર જ હતું. અને મશરૂમ કલરનાં ફૂલો ની સાથે મહેંદી કલરનાં ફૂલો નું મિશ્રણ કંઈક ઓર વાતાવરણ ઊભું કરતું હતું .કોઈ બીમાર માણસ પણ જો પ્રોમેનસ આવે, તો માત્ર હવા લઈને જ તે સાજો થઈ જાય તેવી શુદ્ધ હવા અંહીં હતી. ને તેથી જ તો અહીંની 'હવા' ને વિશ્વની સૌથી શુદ્ધ હવા ગણવામાં આવે છે .
કેશારામ બાપુ અને આશા દેવી આશ્રમે પહોંચ્યાં.પરવેશ દ્વાર પાસે જ ભારતીય પરંપરા પ્રમાણે તેમના સ્વાગત માટે આશ્રમમાં રહેતા સેવકો દ્વારા રંગબેરંગી ભવ્ય 'રંગોળી' બનાવવામાં આવી હતી. ટેક્સીમાં થીં ઉતરતાં જ સેવકો દ્વારા, પ્રથમ તેમને તિલક કરી ફૂલહાર પહેરાવી, ને પછી બંને ની આરતી ઉતારીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. અને તેમને આદરપૂર્વક આશ્રમમાં લઈ જવામાં આવ્યાં .
'બાપુ' અને આશા દેવી આશ્રમની મુલાકાતે પધારવાના છે. તેવા પાંચ દિવસ પહેલાંથી જ આશ્રમ વાસીઓ ને સમાચાર મળ્યા હતા. ત્યારથી જ બધાં સેવકો ઉત્સાહિત થઈ ગયાં હતાં .અને તેમના સ્વાગત અને સરભરા માટે તૈયારી માં લાગી ગયાં હતાં. આશ્રમના 'અતિથી ભવન'માં તેમને ઉતારો આપવામાં આવ્યો . યુરોપ પ્રવાસમાં આવ્યા બાદ, પાંચ દિવસ પછી અહીં પ્રથમવાર તેમને પોતિકાપણા નો અનુભવ થયો.
ચા -પાણી અને નાસ્તો કરીને ફ્રેશ થઈ રહ્યા બાદ, બાપુ અને આશા દેવી વિશાળ સત્સંગ હોલમાં આવ્યાં . અહીં સ્ટેજ ઉપર બે આધુનિક શોભા ગોઠવી બાપુ અને આશા દેવી ને તે ઉપર બેસવા માટે બેઠક બનાવવામાં આવી હતી. બેઠકની સામે નીચે નેટ બીછાવેલી હતી .અને તે ઉપર ગાદ લાં પાથરેલા હતાં .તેના ઉપર આશ્રમનાં બધાં જ સેવક - સેવિકાઓ હારબદ્ધ - શિસ્તબદ્ધ બેઠાં હતાં .
બાપુ અને આશા દેવી એ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું . તે પછી નીચે બેઠેલાં દરેક જણ એક -પછી એક, સેવકો એ લાઇનસર આવી ને બાપુ ના ચરણ સ્પર્શ કરી ને, બે હાથ જોડીને પ્રણામ કર્યા. જ્યારે 'આશા દેવી'ને બે હાથ જોડી ને પ્રણામ કરી ને તેમના પણ આશીર્વાદ લીધા. બાપુ એ સૌને સ્મિત વેરી , પોતાનો જમણો હાથ ઊંચો કરી ને આશીર્વાદ આપ્યા .
'સત્સંગ'ની શરૂઆત પ્રાર્થનાથી થઈ . 'અસત્યો... માંહી ..થી...! પરમ.. સત્યે.. તું લઈ જા..! એ પ્રાર્થના ગાવા માં આવી. ત્યારબાદ એક ધૂન બોલાવવામાં આવી. અને ત્યારબાદ બાપુએ પોતાનું સત્સંગ પ્રવચન ચાલુ કર્યું.
સત્સંગ પ્રવચન કરતા બાપુના ચહેરા ઉપર જાણે કે અજ બ પ્રકારનું તેજ પ્રકાશી રહ્યું હતું. તેમની વાણીમાં 'અજબ પ્રકારનું ખેંચાણ, મીઠાશ, અને આંખો માંથી નર્યો પ્રેમ છલ કતો હતો. બાપુ તેમને લગભગ એક કલાક સુધી ભક્તિ વિશે, ધર્મ વિશે, કર્મ વિશે, અને સમર્પણ વિશે અને મોક્ષ વિશે પ્રભાવશાળી અવાજમાં પ્રવચન આપતા રહ્યા.
આમ તો આ સેવકો ટી.વી. ઉપર કે ઓડિયો દ્વારા બાપુનું પ્રવચન દરરોજ નિયમિત સાંભળતા હતા. પરંતુ બાપુ ના મુખેથી 'રૂબરૂ' સત્સંગ સાંભળવો તે જિંદગીનો એક લ્હાવો હતો .
પ્રવચન પૂરું થયા પછી બંને ના જમવાનો કાર્યક્રમ પણ અહીં આશ્રમમાં જ હતો. પૂરા પાંચ દિવસ પછી શુદ્ધ ગુજરાતી ભોજન બંને પ્રથમવાર જમ્યા હતાં .આમ પૂરા પાંચ કલાક જેટલો સમય તેવો આશ્રમમાં ગાળી ને રાત્રે મોડે થી આવ્યા હતાં એ જ ટેક્સીમાં બેસીને પેરિસ જવા રવાના થયાં . અને રાત્રે 11 વાગે તેઓ તેમની હોટલે પહોંચ્યાં .વસ્ત્રો બદલીને નાઈટ ડ્રેસ પહેરીને આખા દિવસ ની દોડ- ધામ થી થાક્યાં- પાક્યા હોવાથી એક જ 'બેડ' ઉપર બંને સૂઈ ગયાં .
સવારે નાહી- ધોઈને વસ્ત્રો બદલીને બંને તૈયાર થઈ ગયાં. પે'લો બાપુ નો સફેદ ધોતી, અને ઝભ્ભા વાળો પહેરવેશ અને કલાવતી નો સફેદ સાડી વાળો આશાદેવી ની ઓળખ વાળો ડ્રેસ, બંને ડ્રેસ ને બેગોમાં સૌથી નીચે ગોઠવી દીધા. કારણ કે તેની જરૂરિયાત હવે તેઓ ભારતમાં આગમન કરે ત્યારે જ પડવાની હતી. તેથી બંને મનગમતાં વસ્ત્રો પહેરી હોટલની બહાર આવ્યાં .અને ત્યાંથી ટેક્સી કરીને પેરિસના એરપોર્ટ ઉપર આવ્યાં .અહીંથી તેમને જર્મની ના 'બર્લિન' ની ફ્લાઈટ પકડવાની હતી .
જર્મનીનું ક્ષેત્રફળ 3,50,000 ચોરસ કિલો મિટર છે. ને તેની કુલ વસ્તી 8 કરોડ છે. જર્મનીનો એક તૃતીયાંશ ભાગ લીલાંછમ જંગલોમાંથી છવાયેલો છે દુનિયાની સૌથી મોંઘી કાર ઓડી, મર્સિડીઝ, અને બી. એમ. ડબલ્યુ. નું ઉત્પાદન અહીં જર્મની માં જ થાય છે. આ દેશમાં 400 પ્રાણીસંગ્ર હાલયો છે. જે દુનિયામાં સૌથી વધુ છે .
જર્મની ની વાત આવે એટલે આપણને સૌથી પહેલા બે વાત યાદ આવે : એક, 'હિટલર' . બે,' બર્લિન ની દિવાલ' પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે 'અહીંના લોકોને આ બંનેના નામથી સખત નફરત છે. કારણકે સરમુખત્યાર હીટલર ના લીધે વિશ્વ યુદ્ધમાં દુનિયાના બે કરોડ લોકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. જ્યારે બર્લિન ની દિવાલ' ના લીધે એક જ પરિવારના લાખો લોકો રાતો-રાત એકબીજા થી વિખૂટા પડી ગયા હતા .
બર્લિન એરપોર્ટ ઉપર ઉતરીને બાપુ અને કલાવતી ટેક્સી કરીને હોટલ ' ધી રીટઝ કાઉન્ટન બર્લિન ' પહોંચ્યાં .અહી એમના માટે પહેલેથી જ 11 માં માળે ડીલક્ષ રૂમનું બુકિંગ કરાવેલ હતું. બાપુને હંમેશા ડબલ કરતાં સિંગલ આંક વધુ પસંદ હતો. તેથી જ તો તેઓ તેમના રૂમ કે સયૂટ નું બુકિંગ 7 - 9 - 11 જેવા એકી સંખ્યાના હંમેશા ઊંચાઈ ઉપરના માળે જ કરાવતા હતા જેથી નીચેનો નજારો બરાબર જોઈ શકાય. રૂમમાં સામાન મૂકીને ફ્રેશ થઈને બંને રૂપની બહાર આવ્યાં .આમ તો જર્મનીમાં અસંખ્ય, ખુબસુરત જોવા લાયક સ્થળો છે. પરંતુ તેમની પાસે એક જ દિવસ નો સમય હોવાથી 'બર્લિન 'શહેરમાં આવેલા અગત્યનાં સ્થળો ને જોવાનું તેમણે નક્કી કર્યું .
બર્લિન એ વિસ્તારની દ્રષ્ટિએ પેરિસ થી આઠ ગણું મોટું શહેર છે. તેની વસ્તી ૫૩ લાખ ની છે. બંને સૌપ્રથમ ટેક્ષી કરીને બર્લિન ની સૌથી ઊંચી ઇમારત 'ટેલિવિઝન ટાવર' જોવા ગયાં. તેની ઊંચાઈ 368 મીટર છે. ને તેની 'ટોચ' સુધી જવાની ટિકિટના દર એક વ્યક્તિના એસી યુરો છે .
ટિકિટ લઈને બંને ઓટોમેટીક લિફટમાં દાખલ થયાં . ને થોડી જ મિનિટો માં લીફ્ટે તેમને ટોચે પહોંચાડી દીધાં.ટોચ ઉપરથી આખું બર્લિન શહેર વિશાળ અને સુંદર લાગતું હતું શહેર ના વચ્ચેથી વહેતી વિશાળ 'સ્પ્રે નદી ' આ છેડા થી સામા છેડા સુધી શહેરના જાણે કે બે ભાગ પાડતી હતી. અને તેમાં ઝડપથી વિહાર કરતી મોટી 'ક્રુઝ' અહીંથી નાની - નાની લાગતી હતી. બીજી બાજુ અહીંથી બર્લિન ની એ પ્રખ્યાત દિવાલ પણ નજરે પડતી હતી. ને તે ઉપર નું ચિત્ર કામ પણ નજરે પડતું હતું . ખરેખર નીચેનું દ્રશ્ય સુંદર અને અતિ ભવ્ય હતું .લગભગ અડધો કલાક થી વધુ સમય ટાવર ઉપર પસાર કરી અને બંને નીચે આવ્યાં .
ત્યાંથી ઉતરીને બંને લાંબી 'ક્રુઝ' માં બેસી ને સ્પ્રે નદીની લાંબી સફરે ઉપડી ગયાં . નદી ની એક સાઇડ માં કેટલીયે લાંબી- લાંબી 'ક્રુઝ' મુસાફરો થી ખેંચો ભરાઈને, તેજ ગતિ એ જતી હતી. તો નદીમાં બીજી સાઈડે સામેથી કેટલીય ક્રૂઝ આવતી હતી. કેટલાક લોકો નદીના બંને કિનારે બાંધે લી સડકો ઉપર સાયકલ લઈને જતા -આવતા હતા. તો કેટલાક લોકો ચાલતા જતા- આવતા હતા .
'સ્પ્રે 'નદી શહેરના એક છેડા થી બીજા છેડા સુધી શહેર ની વચ્ચેથી જ પસાર થાય છે. તેથી 'ક્રુઝ ' ની આ મુસાફરી માં લગભગ આખું 'બર્લિન સિટી' આવી જાય છે ક્રૂઝ માં બેઠેલો ગાઇડ તેમને જર્મનીનો, અને બર્લિન સિટી નો ઇતિહાસ. આજુ-બાજુમાં પસાર થતાં સ્થળો વિશે ની માહિતી, તે સ્થળો નો ઇતિહાસ, વગેરે સડસડાટ બોલ્યે જતો હતો. લગભગ 90 મિનિટ ની સફર કરીને બાપુ અને કલાવતી શહેરના એક છેડાથી બીજા છેડે આવી ગયાં .આ સફર દરમિયાન તેમણે લગભગ અડધું બર્લિન શહેર જોઈ લીધું હતું .
તેમાં થી ઉતરીને તેઓ 'બુલેટ ટ્રેન'ના પ્લેટફોર્મ ઉપર ગયાં અને ટિકિટ લઈને ટ્રેનમાં બેઠાં .બુલેટ ટ્રેનના બધા જ નિયમો અને અંદરની સગવડ પ્લેન જેવી જ હતી. થોડી જ વાર માં ટ્રેન ઉપડી. તેમને કોચ માં બેઠાં- બેઠાં ખ્યાલ નહો તો આવતો. પરંતુ તે ટ્રેન કલાકના 500 કિલોમીટરની ઝડપે દોડતી હતી. 'બુલેટ ટ્રેન'ની અવિસ્મરણીય મુસાફરી કરી ને બાપુ અને કલાવતી તેમાંથી ઉતરીને ટેક્સી કરીને ' યુરોપા પાર્ક 'જોવા ગયાં .
આ પાર્ક એ જર્મની નો સૌથી મોટો વોટર-પાર્ક છે. અહીં ભવ્યતાવિભવ્ય મોટા- મોટા રિસોર્ટ છે. જુદા- જુદા પ્રકાર ના ચકડોળ, અને કલ્પના ન કરી હોય તેવા મનોરંજન નાં સાધનો છે. કલાવતી અને બાપુએ અહીં વોટરપાર્ક ની મજા માણી. સ્વિમિંગ પૂલની પણ મજા માણી. ચકડોળમાં પણ ઘૂમ્યા . ને ખુબ મોજ- મસ્તી કરીને તેમની હોટલે આવવા રવાના થયાં . હોટલના ડાઇનિંગ હોલમાં ડીનર લઈને બંને તેમના રૂમમાં આવ્યાં . અહીં 11 મા માળીથી નીચે આખું ' બર્લિન સીટી' દેખાતું હતું. બારી સામે જ ટેલિવિઝન ટાવર ચોખ્ખો દેખાતો હતો. જે લાઇટોના પ્રકાશથી ઝળહળી રહ્યો હતો. દિવસ કરતા રાત્રીના પ્રકાશમાં ઝળાંહળાં કરતું 'બર્લિંન શહેર' કંઈક અલગ જ દેખાતું હતું. આખો દિવસ ખુબ રઝળપાટ કર્યો હોવાથી, વસ્ત્રો બદલી ને નાઈટ ડ્રેસ પહેરી ને રૂમ વચ્ચે સજાવેલા વિશાળ 'બેડ ' ઉપર બંને સૂઈ ગયાં .
સવારે વહેલાં ઊઠીને, દૈનિક ક્રિયા પતાવીને, નાહી- ધોઈને ફ્રેશ થઈ ને, વસ્ત્રો બદલી લીધાં .સામાન પેક કરીને તેમણે રૂમ ચેક- આઉટ કર્યો. ને ટેક્સી કરીને એરપોર્ટ પર પહોંચ્યાં અંહીં થી તેઓ ફ્લાઈટમાં બેસીને, દોઢ કલાકમાં તો નેધર લેન્ડ ના 'એડમસ્ટન' શહેર પહોંચી ગયાં .
' એડમસ્ટન 'એ નેધરલેન્ડ ની રાજધાની છે. નેધરલેન્ડ ને દુનિયાના સૌથી સુખી દેશો માંનો એક મારવામાં આવે છે આ દેશની વસ્તી બે કરોડ છે. અહીં કોઈ બેકાર નથી. દરેક ને પૂરતો રોજગાર મળી રહે છે. અને તેથી જ અહીં ક્રાઈમ રેટ બિલકુલ નથી. તેના પ્રતાપે કેદી ઓના અભાવે અહીં આઠ જેટલી 'સેન્ટ્રલ જેલો' બંધ કરવી પડી છે. વિશ્વ વિ ખ્યાત philips કંપની પણ નેધરલેન્ડની છે. નેધરલેન્ડમાં 50 ટુંકા લોકો નાસ્તિક છે. જે કોઈ પણ ધર્મને માનતા નથી
નેધરલેન્ડમાં બે કરોડની વસ્તી કરતાં પણ વધુ સંખ્યામાં સાયકલો છે . અને અહીંના 60% લોકો મુસાફરી માટે સાયકલો નો જ ઉપયોગ કરે છે. અને કદાચ તેના લીધે જ આહીના લોકો દુનિયામાં સૌથી ઊંચા, ફિટનેસ વાળા, અને તંદુરસ્ત છે. અહીં વેશ્યાવૃતિને કાયદેસર માન્યતા મળેલી છે. તેથી કેટલીયે રૂપાળી, ઊંચી, ગોરી, છોકરીઓ તે ધંધા માં પણ સંકળાયેલી છે . દુનિયામાં બીયરની નિકાસ માં નેધરલેન્ડ બીજા નંબરે છે. અને તેથી જ તો અહીંના લોકો બીયર ખૂબ પીવે છે. દુનિયામાં સૌથી વધુ ફૂટબોલના મેદાન નેધરલેન્ડમાં છે. અહીં સખત પવન ફૂંકાય છે. તેથી મોટા પ્રમાણમાં પવનચક્કીઓ ઊભી કરી, તેમાં થી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે .
દુનિયામાં નેધરલેન્ડ જ એક માત્ર એવો દેશ છે. કે' જેના કેટલાક ભાગની જમીન ની સપાટી દરિયાની સપાટી કરતાં પણ નીચી છે. ને દરિયાનું પાણી જમીનમાં ન ઘૂસી જાય એટલા માટે કિનારે ૧૪૦૦ કિલોમીટર લાંબી ઉંચી 'દિવાલ' બનાવેલ છે. જો આ દિવાલ તોડી પાડવામાં આવે તો દેશ ની 50 ટકા જમીન પાણીમાં ડૂબી જાય તેમ છે.
' એડમસ્ટન 'પહોંચીને બાપુ અને કલાવતી અગાઉ થી ઓનલાઇન બુક કરાવેલી હોટલ ' વલડોરક એસ્ટોરિયા' પહોંચ્યાં .ત્યાં પોતાના રૂમમાં સામાન મૂકી ને, ચા -પાણી પતાવી ને થોડાં ફ્રેશ થઈને એડમસ્ટન જોવા નીકળી પડ્યાં.
એડમસ્ટન શહેરમાં 165 નહેરો છે. અને તેને 'નહેરો' ના શહેર તરીકે ઓળખવામાં આવે છે. ને આ નહેરો ઉપર કુલ -1281 પૂલ બાંધેલા છે .શહેર માં મુસાફરી કરતાં તેમણે જોયું હતું કે અહીં મોટાભાગનાં લોકો નહેરો માં મોટી ક્રૂઝો માં બેસીને મુસાફરી કરતાં હતાં .અથવા તો સડકો ઉપર સાયકલ ઉપર મુસાફરી કરતાં નજરે પડતાં હતાં .
એનો અર્થ એ નથી કે આ લોકો પાસે નાણાં નો અભાવ છે અહીંનો દરેક જણ બી.એમ. ડબલ્યુ .કે ઓડી જેવી મોંઘી કાર ખરીદી શકે એટલો સમૃદ્ધ છે. પરંતુ સાયકલનો ઉપયો ગ કરવા પાછળ તેમની ઉચ્ચ રાષ્ટ્ર ભાવના જોડાયેલી છે. પ્રથમ તો સાયકલ ચલાવવાથી પેટ્રોલનો બચાવ થાય છે. તેથી કરોડો રૂપિયા નું હૂંડિયામણ દેશ બહાર જતું બચે છે. બીજું એ કે સાયકલ ચલાવવાથી પ્રદુષણ નથી થતું .અને તેમને શુદ્ધ હવા મળી રહે છે . અને ત્રીજું કે સાયકલ ચલા વવાથી કસરત થાય છે. અને તેથી તેમની તંદુરસ્તી યાને કી 'ફિટનેસ' જળવાઈ રહે છે. આ ત્રણ કારણ'થી આ લોકો સાયકલનો ઉપયોગ વધુ કરે છે .
કલાવતી અને બાપુ એ 'ક્રુઝ' માં બેસી ને નહેરોમાં મુસા ફરી કરીને અડધું એડમસ્ટન શહેર જોઈ લીધું. ત્યારબાદ બંને 'ગાર્ડન ઓફ યુરોપ' જોવા ગયાં .ગાર્ડન ઓફ યુરોપ દુનિયાનો સૌથી ખૂબસૂરત બગીચો છે. અહીં નાનાં જૂઈ નાં ફૂલ થી લઈને, બે -બે ફૂટ જેવડાં મોટાં રંગબેરંગી ફૂલો પણ તેમણે જોયાં ...! દુનિયા નું કોઈ ફૂલ એવું નહીં હોય કે જે આ ગાર્ડનમાં ન હોય...! અને તેથી જ તો એડમસ્ટન ને, નહેરોના શહેર સાથે ફૂલોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે . ગાર્ડનમાં ઘણો સમય ફરીને બંને એ તેનું સૌંદર્ય જોવાની મજા માણી. હજુ તો તેમને અહીં ની ફૂલો ની નગરી ' ટુ ઈ ટીઓલ ''જોવાની ઘણી ઈચ્છા હતી. પરંતુ સાંજ ઢળી ગઈ હોવાથી બંને તેમની હોટલ આવવા રવાના થયાં .
નાઈટ હોટલ માં રોકાઈને બીજા દિવસે સવારે બંને 'એડ મસ્ટન'થી ફ્લાઇટમાં બેસીને 'કોપન હેગન' આવ્યાં.'કોપન હેઞન' એ અને ડેનમાર્ક ની રાજધાની છે .એરપોર્ટથી તેઓ ટેક્સી કરીને હોટલ ' એસી હોટલ મટૂની બેલા સ્કાય કોપન હેગન ' પહોંચ્યાં .જે શહેરની એક થી પાંચ નંબર પૈકી માં આવે છે. આખી હોટલ કાચ થી મઢેલી ભવ્ય અને અદ્ભુ ત હતી. અહીં તેમણે ઓનલાઇન બુકિંગ દ્વારા અગાઉથી જ સાતમા માળે ' લક્ઝરી સયુટ ' બુક કરાવેલો હતો. સામાન સયૂટ માં મૂકી.અડધો એક કલાક તેમાં આરામ કરી ને , બંને 'કોપન હેગન 'જોવા નીકળી પડ્યાં .
'ડેનમાર્ક' નાનો પરંતુ બહુ સમૃદ્ધ દેશ છે. અહીંના દરેક લોકોને તરતાં આવડે છે. અહીં શિક્ષણ અને આરોગ્ય સેવા બિલકુલ ફ્રી છે. તેથી લોકો ચિંતા મુક્ત હોઈ અહીંના લોકો દુનિયામાં સૌથી ખુશહાલ સ્વભાવના છે. અહીં ના લોકોને 'શિસ્ત પાલન'માં દુનિયા માં નંબર એક માનવામાં આવે છે. રસ્તા ઉપર સામે કોઈ વાહનની અવરજવર ન હોય, અને રસ્તો સાવ ખાલી હોય, તો પણ લીલી લાઈટનું સિગ્નલ ચાલુ ન થાય ત્યાં સુધી તેવો રસ્તો ક્રોસ કરતા નથી. અંહીં ની સડકો અને જાહેર સ્થળો બિલકુલ ચોખ્ખાં છે. કચરાનું તમને ક્યાંય નામો- નિશાન જોવા ન મળે. દુનિયામાં નેધરલેન્ડ બાદ બીજા નંબરે ડેન્માર્ક નાં લોકો સૌથી વધુ સાયકલ નો ઉપયોગ કરે છે .
' યૂરોપ ' પ્રવાસમાં બાપુ અને કલાવતી એ બધા જ દેશો માં એક વાત જોઈ હતી કે' આંહીં બધી જગ્યાએ ખૂબ જ 'સ્વચ્છતા ' છે. ક્યાંય પણ ગંદગી નથી. ગંદકી નથી એટલે 'માખી'ઓ પણ નથી. અને 'માખી'ઓ નથી એટલે માંદગી પણ નથી. બધા જ લોકો તંદુરસ્ત છે .
કોપનહેગન માં બાપુ અને કલાવતી સૌ પ્રથમ સમુદ્ર ના કિનારે આવેલી એક ધાતુની મૂર્તિ જોવા ગયાં . સમુદ્ર ની અંદર કિનારા પાસે એક વિશાળ પથ્થરની 'શીલા' ઉપર કાળી ધાતુમાંથી બનાવી હોય તેવી 'નગનાવસ્થા'માં બેઠેલી હોય તેવી એક સ્ત્રીની મૂર્તિ છે. જે શીલા ઉપર ધૂટણભેર બેઠેલી છે. તેણીએ પોતાનો જમણો હાથ 'શીલા' ઉપર ટેકવ્યો છે. ને તે મૂર્તિ જાણે કે સમુદ્રમાં કંઈક દૂર- દૂર જોતી હોય તેમ જમણી બાજુ જોઈને બેઠી છે. અહીંના લોકો તેને 'જળદેવી'ના નામે ઓળખે છે. ને આવનાર સમુદ્ર નાં તોફાનો થી આ 'જળદેવી' લોકોનું રક્ષણ કરે છે તેવી અહીંના લોકોની માન્યતા છે .
તે જોઈ ને બંને અંહિનો પ્રખ્યાત રાજમહેલ જોવા ગયાં રાજમહેલ ખરેખર વિશાળ અને ભવ્ય છે . અહીં ગાઈડ સતત તેમને રાજમહેલ વિશે, રાજ કુટુંબ વિશે, માહિતી સંભળાવે જતો હતો. તે કહેતો હતો કે અહીંનું રાજ કુટુંબ ગરમીની ઋતુમાં પહાડીઓ ઉપર બનાવેલા બીજા સુંદર રાજમહેલમાં રહે છે. જ્યારે ઠંડીની ઋતુમાં અહીં આવીને રહે છે. રાજમહેલમાં અનેક વિભાગો હતા. અને અસંખ્ય ખંડ હતા. 'રાજા કક્ષ'.' રાણી કક્ષ'.' દિવાન કક્ષ'.' દર બારીકક્ષ'. વગેરે. રાજમહેલ જોઈને બંને શહેરથી- 25 કિલોમીટર દૂર આવેલું ફાર્મ હાઉસ જોવા ગયાં .
ફાર્મ હાઉસ જોઈને કલાવતી અને બાપુને આશ્ચર્ય થયું. અહીં ભર ઉનાળામાં પણ ઘઉંનાં વિશાળ ખેતરો લહેરાઈ રહ્યાં હતાં .ને દરેક ખેતર- 50 -100 કે 200 વીઘા જેટલાં મોટાં હતાં . અને જમીન એકદમ ફળદ્રુપ અને સપાટ હતી. ને પાક ની વાવણી થી લઈને ઘઉં કાઢવા સુધી નું અને બોરી ઓમાં પેક કરવા સુધીનું બધું જ કામ ઓટોમેટિક મશીનથી થતું હતું. તે જોઈ ને તેઓ નજીક આવેલું ગાયોનું એક' ડેરી ફાર્મ ' જોવા ગયાં .
આવડો નાનો દેશ' ડેન્માર્ક ' દૂધ ઉત્પાદનમાં દુનિયા માં સારી એવી નામના ધરાવે છે. કારણ કે અહીંના પશુ નું દૂધ ઉત્પાદન સરેરાશ ૩૯ લિટર આસપાસ છે. તેમણે જોયું તો અહીં વિશાળ ફાર્મ હાઉસ વચ્ચે, એક તબેલો બનાવેલ હતો. તેમાં 200 જર્સી ગાયો હતી. ને તેમની સાર- સંભાળ માટે ફક્ત ત્રણ જ માણસો હતા. ગાયો ને ચારો નીરવો, ધાસ નિરવું ,પાણી પાવું, ગાયોને નવરાવી, છાણનો નિકાલ કરવો, દૂધ દોહવુ, દૂધ ડેરી સુધી પહોંચાડવું. આ બધું જ કામ મશીનો દ્વારા ઓટોમેટિક થાય, તેવી સિસ્ટેમેટિક ગોઠ વણ કરેલી હતી. પે'લા ત્રણ જણ તો તે સિસ્ટમ માથે માત્ર મોનેટરીગ નું જ કામ કરતા હતા.
ફાર્મ હાઉસ અને તબેલો જોઈ બંને પાછાં કોપનહેગન આવી ગયાં .અહીં તેમને એક શુદ્ધ શાકાહારી હોટલ મળી ગઈ. બંને ગુજરાતી ખાણું ઘણા દિવસ પછી ભરપેટ જમ્યાં. હજુ તો તેમની પાસે ઘણો સમય હતો . થોડીવાર ત્યાં બેસીને પછી કોપનહેગન માં જ એક- બે સ્થળો એ જવાનું તેમણે નક્કી કર્યું.
ત્યાંથી બંને કોપનહેગન ની મધ્યમાં આવેલા આવેલા 'ટીપોલ ગાર્ડન 'પહોંચી ગયાં .ગાર્ડન ખૂબ જ વિશાળ હતો અને તેમાં દુનિયાનાં દરેક ફૂલ નજરે પડતાં હતાં . પરંતુ અહીંની ખરી મજા તો અહીંના અદભુત ચકડોળમાં ઘૂમવું તે હતી. અહીંયાં જુદા -જુદા પ્રકારના કેટલાય ઊંચા અને પહોળા ચકડોળ, તે જ ગતિએ ઘૂમી રહ્યા હતા .અને તેમાં ઘૂમતાં લોકો કિકિયારીઓ પાડીને આનંદ માણી રહ્યાં હતાં આ બંને એ જોર થી ઘુમતા ઊંચા ચકડોળમાં ઘુમવાની તો હિંમત ન કરી. પરંતુ છત્રીની જેમ ગોળ- ગોળ ઘુમતા એક મોટા ચકડોળ માં બંને બેઠાં .
પરંતુ આ ચકડોળે પણ ધીમે - ધીમે એટલી ઝડપી ગતિ પકડી કે' હમણાં જ ક્યાંક હવામાં ફંગોળાઈ જશું એવી બંને ને બીક લાગી . તેથી એકબીજાને બંને વળગી પડ્યાં ચકડોળ ઉભો રહ્યો ત્યારે જ બંને એ હાશકારો અનુભવ્યો અહીં ' ટીપોલી ગાર્ડન'માં ખૂબ જ મજા કરીને બંને તેમની હોટલે આવ્યાં .
યુરોપ પ્રવાસની તેમની આ છેલ્લી રાત હતી. આવતીકાલે તેમને ભારત જવા નીકળી જવાનું હતું. તેથી આ રાત ને યાદગાર બનાવવાનું બંને એ નક્કી કર્યું. બંને 'ડિનર ટેબલ' ઉપર આવ્યાં . કલાવતીએ પોતાની મનગમતી ઊંચી કિસ્મ ની બિયર ની બોટલ મંગાવીને ધીમે- ધીમે પીધી. બાપુ એ પણ દૂધમાં મિલાવીને જડી-બુટ્ટીઓ સેવન કર્યું. મન-ગમતું ભોજન કરીને બંને તેમના સયૂટ માં આવ્યાં. વસ્ત્રો બદલીને કલાવતીએ 'ઉત્તેજક' નાઈટ ડ્રેસ પહેરી લીધો. અને યુરોપ પ્રવાસની આ છેલ્લી 'રાત'ને બંને એ રંગીન બનાવી દીધી .
સવારે બંને મોડાં જાગ્યાં . કારણ કે મોડી રાત સુધી જા ગરણ કર્યું હતું. આજે તેમને ક્યાંય બહાર ફરવા જવાનો પ્રોગ્રામ ન હતો. દિવસના 12:00 વાગે તેમની ' કોપનહે ગન ' થી 'દોહા' ની ફ્લાઈટ હતી. તેથી તેના એક કલાક પહેલાં તેમને એરપોર્ટ પહોંચવાનું હતું. નાઈ - ધોઈને ફ્રેશ થઈને બંને એ તેમનો કેશારામ બાપુએ સફેદ ધોતી, ઝભ્ભો અને 'સાધ્વી આશાદેવી' એ સફેદ સાડી વાળા ઓરિજન લ ડ્રેસ પહેરી લીધો .અડધો એક કલાક હોટલમાં રોકાઈને બંને રાઈટ ટાઈમે એરપોર્ટ પહોંચી ગયાં .' કતાર એરવેઝ 'ના પ્લેન માં 'બિઝનેસ ક્લા