Maru ghar, mari niyati chhe - 6 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | મારુ ઘર, મારી નિયતિ છે - 6

The Author
Featured Books
Categories
Share

મારુ ઘર, મારી નિયતિ છે - 6

મારું ઘર, મારી નીયતી  આગળ આપણે પાંચમાં ભાગમાં જોઈ ગયા મીરા ના લગ્નનો પ્રસ્તાવ પ્રમીલાબેન શારદાબેન સામે મુકે છે

અને મીરાના મા-બાપને લગતી શરતો પણ તેમને

જણાવે છે.

શારદાબેનને મીરા નો ફોટો ગમી જાય છે. ઉપરથી તે ભણેલી-ગણેલી અને મોટા ઘરમાં ઉછરેલી છોકરી હોય છે.

શારદાબેન મીરા અને માનવને એકબીજાને જાણવા માટે એક મિટિંગ રાખવાનું કહે છે પ્રેમીલાબેન ઘરમાં વધારે સભ્યો હોવાથી તે બાર મીટીંગ ગોઠવવાનું સુજાવ શારદા બેન ને આપે છે .

શારદાબેન પ્રેમીલાબેન ને કહે જ્યારે હું તમને ફોન કરું ત્યારે તમે તેની મિટિંગ ગોઠવી દેજો. પ્રેમીલાબેન હા પાડી અને જતા રહે છે આ બાજુ માનવ પોતાના ઘરે જાય છે શારદાબેન પથ્થરીમાં સુતા હોય છે.

માનવ તેમની પથારી પાસે જઈ અને બેસે છે મમ્મી હવે તમને કેવું લાગે છે .શારદાબેન જવાબ આપે છે હવે મારી તબિયત સારી છે પણ હું કેટલા દિવસ જીવીશ એનું કંઈ નક્કી નથી.

એકવાર તારુ ઘર વસતા જોઈ લો પછી મને કોઈ ચિંતા નથી. માનવ બેટા તુ  મારી એક ઇચ્છા પૂરી ન કરી શકે ?

માનવ કહે છે મમ્મી તમે એમન બોલો તમને કંઈ નહીં થાય તમે જેની સાથે કેસો તેની સાથે હું લગ્ન કરવા તૈયાર છું.

શારદાબેન ખુશ થઇ જાય છે .

શારદાબેન માનવ ને કહે છે મેં તારા માટે એક 

છોકરી જોઈ રાખી છે તારે એને મળી અને કહેવાનું છે

તે તને ગમે છે કે નહીં . તે છોકરી મને ખૂબ પસંદ છે.

માનવ શારદાબેન ની સામે જોઈ અને હા પાડે છે.

પછી માનવ બહાર જતો રહે છે આ બાજુ 

પ્રમીલાબેન કેસી ના ઘરે જાય  છે.

મીરા કોલેજ જતી હોય છે તે પ્રમીલાબેન ને જોઈ અને કહે છે .કેમ છે માસી.

નીતા ક્યાં છે ? મારે તેને મળવું હતુ  .

પ્રેમીલાબેન કહે છે તે મારી( દુકાને) સોપ પર હશે.

મીરા નીતા ને મળવા તેની (દુકાને)સોપ પર જાય છે.

મીરા ના જતા જ પ્રમીલાબેન કેસી ને બધી વાત કરે છે અને મીટીંગ ફિક્સ કરવાનું કહે છે કેસી પ્રમીલા બેન 

ને કહે છે  હું મીરા સાથે વાત કરીશ . 

કેસી પ્રમીલાબેન ને  બેસવાનું કહે છે અને  તેના માટે 

ચા બનાવે છે .

મીરા નીતા ને મળવા જાય છે.

નીતા મીરા ની સાથે આકાશ વિશે વાત કરે છે .

નીતા મીરા ને કહે છે તુ આકાશ સાથે કેમ વાત કરતી નથી. કેમ તેના ફોન એવોઇડ કરે છે.

આકાશે કેટલી વાર ફોન કરી અને તારા વિશે પૂછ્યું છે. 

તું એકવાર આકાશને મળી અને બધી વાત કર એ તને જરૂર આ બધી મુશ્કેલીઓમાંથી બહાર કાઢશે.

મીરા નીતા ને કહે છે.

ભલે હુ આકાશ સાથે વાત કરીશ મને લેટ થાય છે હું કોલેજે  જોઉં છું.

એમ કહી મીરા કોલેજે જાય છે મીરા કોલેજ પહોંચે છે ત્યાં આકાશ મીરા ની વાટ જોતો કોલેજે ઉભો હોય છે.

મીરા આકાશને જોય છે.

આકાશે મીરા ને જોતા પૂછ્યું તું ક્યાં હતી?

ક્યાં ગુમ થઈ ગઈ હતી?

કેમ મારા ફોન કોલ્સ ને આન્સર નથી કરતી?

આ બધું શું ચાલી રહ્યું છે ?

મીરા તું મને જણાવીશ પ્લીઝ.

મીરા કહે છે અત્યારે અહીં કોલેજમાં નહીં.

આકાશ આપણે બહાર મળી અને પછી  શાંતિથી વાત કરશુ. હું તને  કોલેજ પછી કોફી સોપ માં મળીશ.

પછી આકાશ જતો રહે છે મીરા કોલેજ પછી પ્રોફેસર સાથે સ્કોલરશીપની વાત કરી અને તેની મમ્મીને મળવા જાય છે.

મેરા વિજયા મોમ ને મને મળે છે.

મેં તમને કેટલા મેસેજ કર્યા તમે એક પણ મેસેજના 

આન્સર નથી કર્યો એટલે હું તમને આજે મળવા આવી તમારી તબિયત તો સારી છે ને ?

વિજયાબેન વિચારે છે કે મીરાનો તો એક પણ મેસેજ મેં ફોનમાં નથી જોયો.

વિજયાબેન કહે છે મને મજા નથી એટલે મેં ફોનમાં મેસેજ જોયા નથી મીરા તું પાછી ઘરે ક્યારે આવીશ બેટા ?

તે તારા મમ્મી સાથે વાત કરી એને મનાવ્યા ?

મીરા વિજયા મોમ ને કહે છે તે આકાશને પસંદ કરતા નથી.

વિજયાબેન મીરા ને કહે છે  મીરા તું કેસી ને સમજાવાની કોશિશ કરવાનું બંધ કરી દે તે નહીં સમજે.

તું ઘરે પાછી આવતી રહે મીરા.

મીરા કહે છે હું હવે  પાછી કોઈ દિવસ નહિ આવું મોમ મારી પણ મારા માતા પિતા પ્રત્યે ની ફરજ છે તે હૂ પૂરી કરીશ.

હવે હું તેમને આરામ આપવા માંગું છું હું તેમના માટે કંઈક કરવા માંગુ છું.

ત્યાં ધનરાજ બહારથી આવે છે અને મીરા જોઈ છે ને કહે છે હવે પાછી શું કામ આવી છે.

રહેવું તુ ને ત્યાં ગરીબ વસ્તીમાં.

મીરા ઊભી થઈ જાય છે અને એની મોમ ને ગળે લગાડી અને કહે છે મોમ હું જાવ છું.

તમે તમારી મેડિસિન રેગ્યુલર લેજો હું તમને ફોન કરતી રહીશ બાય મોમ એમ કહી મેરા ઘરની બહાર નીકળી

જાય છે .

મીરાના બહાર નીકળતા સામે આકાશ ઉભો હોય છે.

આકાશ પૂછે છે મીરા ને તું મને કેમ મળવા આવી  નહી કોફી શોપે મે કેટલી વાર તારી વાટ જોઈ.

આતો મને તમારા ઘરના સર્વન્ટે ફોન કર્યો કે તુ

અહીં છે.

મીરા આકાશ ની સામે જોઈ છે અને વિચારે છે કે મારે આકાશને અંધારામા ન રાખવો જોઈએ .

મીરા આકાશને સમજાવતા કહે છે

જો આકાશ મારી વાત ધ્યાનથી સાંભળ

અમે વર્ષોથી તારાથી અને તારા પેરેન્ટ્સ થી એક વાત છુપાવી છે.

હું વિજયા મોમની સગી દીકરી નથી . પણ તેમના ઘરે વર્ષો પહેલા કામ કરતા સર્વન્ટ કેસી બહેન ની દીકરી છું અને મારા માતા-પિતા જૂની વસ્તીમાં રહે છે અને હવે હું પણ ત્યાં રહું છું .

જો આકાશ તારું એક હાઇ સોસાયટી મા સ્ટેટસ છે.

મારા માતા-પિતા ગરીબ છે.

તું એમને એક્સેપ્ટ નથી કરી શકે કે તારા માતા-પિતા પણ  એમને  એક્સેપ્ટ નહીં કરી શકે.

તું મને ભૂલી જા આકાશ

આકાશ કહે છે પણ મીરા હું તને પ્રેમ કરું છું .

હું તારા વગર કેમ રહીશ?

મીરા કહે છે આકાશ તું મને પ્રેમ નથી કરતો  .

મારી પણ તારા પ્રત્યે એવી કોઈ ફીલિંગ નથી હું આશા કરું છું કે તને કોઈ પ્રેમ કરનાર  મળી જશે જેને તું પણ પ્રેમ કરીશ આકાશ દુઃખી થાય છે અને રોવા લાગે છે મીરા આકાશ ના ખભે હાથ રાખી અને કહે છે જો આકશ આપણે નાનપણથી ફ્રેન્ડ છીએ અને હું તને ઓળખું છું

ત્યાં સુધી મને ખાતરી છે કે તું મને ભૂલી જઈસ 

મને માફ કરી દે આકાશ.

આકાશ મીરા થી નારાજ થઈને જતો રહે છે.

મીરા  વસ્તીમાં પાછી જાય છે.

આ બાજુ વિજયાબેન ઘરના સર્વન્ટ ને બોલાવે છે વિજયાબેન પૂછે છે મારો મોબાઇલ ક્યાં છે

સર્વન્ટ કહે છે સાહેબ એ મોબાઇલ આપવાની તમને ના પાડી છે. વિજયાબેન સર્વન્ટ ને ધમકાવે છે.

સર્વન્ટ ફોન હાથમાં આપીને જતો રહે છે.

વિજય બેન ફોન ચેક કરે છે એમાં એક પણ મેસેજ હોતા નથી .

વિજયાબેન ઓફિસે મેનેજરને ફોન કરે છે હમણાં ઓફિસે આવું છું બધું રેડી રાખજો એમ કહીએ  ફોન કાપી અને વિજયા બેન તૈયાર થવા ચાલ્યા જાય છે 

આ બાજુ ધનરાજ ને ખબર પડે છે વિજયા ઓફિસે જઈ રહી છે. ધનરાજ સેક્રેટરી ને ફોન કરે છે. મેડમ આવી રહ્યા છે.

આ બાજુ માનવ ગેરેજમાં કામ કરતો હોય છે મીરા ગેરેજ પાસેથી નીકળે છે અને એક ગાડી સાઇટ માંથી નીકળે છે અને મીરા ને ગારો ઉડાડતી ચાલી જાય છે ગેરેજમાં કામ કરતી છોકરી (મયુરી) ની નજર મીરા પર જાય  છે. મયુરી હસે છે અને  કહે છે અહીં ગેરેજમાં પાણી છે તમે આવી અને તમારુ મોઢુ સાફ કરી લો .

મીરા ગેરેજમાં જાય છે ત્યાં માનવ ગાડી રિપેર કરતો હોય છે મીરા નળનાં પાણી માં પોતાનું મોઢું સાફ કરી લે છે છતાંય વાળમાં અને મોઢા પર ક્યાંક રહી જાય  છે.

માનવ મીરા ને જોઈ ને તેની પાસે જાય છે અને તેને જોતા હોય છે બરાબર સાફ નથી થયું આલ્યો ટિશ્યૂ જરાક વાળમાં અને મોઢા પર રહી ગયું છે .

તમે ગેરેજમાં એક કાચ પણ નથી રાખ્યો મારું મોઢું હું કેમ સાફ કરુ.

આકાશ એક ટીશ્યુ પેપર લઈ અને મીરા ના ગાલ પાસેથી  ગારો હોય છે તે સાફ કરી દે છે.

મીરાં થેંક્યુ કહ્યું અને પોતાની રીતે મોઢુ સાફ કરવા લાગે છે. અને બોલે છે આ ગારા માં રોજ કોઈને કોઈ પડે છે આ માટી કેમ ન ખાવી નથી દેતા

આ બધું ઉભી ઉભી નાની છોકરી( મયુરી) જોતી હોય છે અને મનોમન હસતી હોય છે મીરા ની નજર મયુરી  ઉપર જાય છે.

માનવ પાછો જઈ અને ગાડી રિપેર કરવા લાગે છે.

મયુરી આવી અને કહે છે અમે ગાળો એટલા માટે રાખ્યો છે  કે એક બ્યુટીને  રાજકુમાર ગારો સાફ કરી દે છે .

મીરા હસે છે . અને માનવ ને પૂછે છે આ લીટલ

પ્રિન્સેસ સ્કુલે ભણવા નથી જતી?

માનવ તે સાંભળે છે અને કહે છે કે ના તે તેના મા-બાપ નથી  તે નાનપણથી જ અહીં મારી પાસે રહે છે અને મને કામમાં મદદ કરે છે.

નાનકડી મયુરી માનવને કહે છે બાબા હું મેડમ માટે ચા લઇ આવું.

મીરા ના પાડે છે ના હું જરા ઉતાવળમાં છું મને મોડું થાય છે બીજીવાર ક્યારેય.

એમ કહી મેરા ઘર તરફ જતી રહે છે મયુરી કહે છે માસ્ટર આ બ્યુટી નું  બ્રોચ પાછુ અહીં રહી ગયું.

મને તો એમ લાગે છે  આ બ્રોચ ને તમારાથી દૂર જ નથી થાવું એમ કહી અને મયુરી હસવા લાગે છે.

માનવ હસે છે અને કહે છે ચલો કામે લાગો.

આ બાજુ મીરા ઘરે પહોંચે છે અને મીરાની માં કેસી મીરા ની વાટ જોતી હોય છે રાતના જમવા ટાઇમે કેસી મીરા ને વાત કરે છે. અમે તારા માટે એક છોકરો જોયો છે જે અમારી જવાબદારી પણ લેવા તૈયાર છે અને તને 

આગળ વકીલાત પણ કરવા દેસે તે આપણી બધી જવાબદારી ઉપાડવા તૈયાર છે છોકરો પણ બહુ સારો અને સમજદાર છે તેણે અમારી ઘણી વાર મુશ્કેલીમાં મદદ કરી છે.

મીરા કેસી ને કહે છે મમ્મી શું ઉતાવળ  છે આ મારુ 

લાસ્ટ યર છે મારી એક એક્ઝામ અપાય પછી હું લોયર થઈ જઈશ એટલે 

પછી હું નોકરી સાથે ઇન્ટનશીપ કરીશ હું તમારી જવાબદારી ઉપાડીશ તમે બિલકુલ ચિંતા કરતા નહીં હમણાં મારે પરણવું નથી.

કેસી મીરા  થી નારાજ થઈ જાય છે.

મને ખબર છે તારે પહેલા આકાસ સાથે પરણવું છે

મીરા કહે છે એવું કંઈ નથી મમ્મી

કેસી માનતી નથી અને રીસાય અને રસોડામાં વાસણ ઘસવા જતી રહે છે.

નીતા મીરા ને ફોન કરે છે અને પોતાના ઘરે બોલાવે છે.

મીરા કેસી ને કહે છે હું નીતાના ઘરે જાવ છુ.

તમારે કંઈ કામ હોય તો નીતાના ઘરે ફોન કરજો.

એમ કહી મીરા ઘર ની બહાર નીકળી જાય છે.

અને મનમાં ને મનમાં વિચારે છે મમ્મીનું મારે શું કરવું સમજતી જ નથી. હું તેમને કેમ સમજાવું.

એમ વિચારતી તે આગળ ચાલી જાય છે સામેથી માનવ મીરા ને આવતા જોય અને મીરા ને હલો કહે છે.

મીરા માનવને કેમ છો કહે છે.

માનવ કહે હું તમારા વિશે જ વિચારતો હતો.

મીરા માનવ ની સામે જુએ છે.

માનવ કહે તમે ખોટું ન સમજતા તમારી એક વસ્તુ મારી પાસે રહી ગઈ છે તે તમને પાછી દેવા માટે હું વિચારતો હતો.

મીરા કહે છે શું આ જોક હતો ?

માનવ હસે છે અને પોતાના ખિસ્સામાં હાથ નાખી

અને મીરા નું બ્રોચ મીરાના હાથમાં આપે છે.

મીરા માનવને થેન્ક્યુ કહે છે .

અને કહે છે કે આ મારા મોમે આપેલી નાનપણ ની 

ગિફ્ટ છે જે હુ કાયમ મારી સાથે રાખું છું.

માનવ કહે છે સારી વાત છે ચાલો પછી પાછા મળશે

એમ કહી બંને છૂટા પડી જાય છે.

મીરા નીતાના ઘરે જાય છે.

આગળ સાતમા ભાગમાં

આપણે જોશું કે માનવ મીરાં ને મળશે

શુ બંને લગ્ન કરશે?

...........................................................................