Suryastma Suryoday - 11 in Gujarati Motivational Stories by ︎︎αʍί.. books and stories PDF | સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 11

Featured Books
Categories
Share

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 11

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે આરાધન અને પ્રિતેશની સગાઈ થઈ ગઈ છે તેમ જ આરાધના અને તેના પરિવારે પોલીસ કમ્પ્લેન કરીને પ્રતાપને પોલીસના હવાલે કર્યો હતો. હવે જોઈએ આગળ.. }           પ્રતાપના થોડા દિવસની જેલની સજા ભોગવ્યા બાદ જ્યારે તે જેલમાંથી છૂટ્યો તેનું બસ એક જ લક્ષ્ય હતું કે પોતાના અપમાનનો બદલો આરાધના સાથે કેવી રીતે લેવો.            આમને આમ ઘણો સમય વીતી ગયો. અને આરાધના તેમજ તેના પરિવારને થયું કે હવે પ્રતાપથી પીછો છૂટી ગયો છે. આગળ દિવાળી આવતી હતી અને દિવાળી બાદ તુરંત આરાધના અને પ્રિતેશના લગ્ન થવાના હતા.. તેથી તે લોકો લગ્નની તૈયારીઓમાં લાગી ગયા હતા અને પ્રતાપને ભૂલી ગયા હતા..             આ તરફ પ્રતાપ આરાધનાની પલ પલની ખબર રાખતો હતો. તેથી તેને જાણ થઈ ગઈ હતી કે આરાધના અને પ્રિતેશના લગ્ન દિવાળી પછી જ છે. તેથી તેણે નક્કી કરી લીધું હતું. કે ભલે ગમે તે કરવું પડે ગમે તે થાય હું આરાધનાના લગ્ન પ્રિતેશ સાથે નહીં જ થવા દઉં અને હું મારા આપમાનનો બદલો લઈને જ રહીશ.              અને આ બાબત માટે તેને મોકો દિવાળીના દિવસે મળી ગયો.. દિવાળીના દિવસે સતિષભાઈ અને આરાધના બંને બજારમાં શોપિંગ કરવા નીકળ્યા હતા. અને તે ઘરે જતા હતા. તે વખતે રસ્તામાં લાભ જોઈને પ્રતાપે આરાધનાનું અપહરણ કરી લીધું.              આરાધના પોતાના પિતાની એવી હાલત જોઈ તેમ જ પોતાનું અપહરણ થઈ ચૂક્યું છે તે બાબતના આઘાતમાં ગાડીમાં જ બેભાન થઈ જાય છે. જ્યારે તેને ભાન આવે છે. ત્યારે તે એક રૂમમાં પુરાયેલી હોય છે. તેને બિલકુલ અંદાજો હોતો નથી કે તે ક્યાં છે. અને પોતાના ઘર પરિવારથી કેટલી દૂર છે..              આ તરફ પ્રતાપ આરાધનાને રોજ ટોર્ચર કરતો હતો. તેને બાંધીને રાખતો અને રોજ તેને માર મારીને તેને ઈજા પહોંચાડતો. અને કહેતો તે મારી વાત પહેલા જ માની લીધી હોત તો આજે મારે તારું આમ અપહરણ ન કરવું પડતું.. અને મારું અપમાન કર્યું તે એ તારી સૌથી મોટી ભૂલ હતી હવે જો તારું શું થાય છે..              એક દિવસ અમુક કલાકો થઈ જવા છતાં પણ પ્રતાપ ત્યાં આવ્યો ન હતો. તો આરાધના હિંમત કરીને ઊભી થઈ.. પણ ભૂખ્યા તરસ્યા તેના શરીરમાં બિલકુલ તાકાત ન હતી. છતાં લથડતા પડતા પણ ઊભી થઈને હિંમત કરી ત્યાંથી નાસી છૂટવાની કોશિશ કરતા દરવાજો ખોલવા જાય છે. ત્યાં જ પ્રતાપ અચાનક આવી જાય છે.આરાધના નાસવાની કોશિશ કરી હોય છે. તે બાબતથી અકળાયેલો પ્રતાપ તેની પર ગુસ્સામાં વરસી પડે છે..             પ્રતાપ આરાધનાને બે થપ્પડ મારીને જમીન પર પટકી દે છે. અશક્ત આરાધનાને જમીન પર પડતાની સાથે જ ચક્કર આવવા લાગે છે. પણ તેવી હાલતમાં જોઈ રહી હોય છે કે પ્રતાપ તેના કપડા ઉતારી રહ્યો હોય છે..ત્યારબાદ તે પોતાના પણ કપડા પણ ઉતારી રહ્યો હોય છે.. તે રડતા રડતા બોલવાની કોશિશ કરી રહી હોય છે કે મને જવા દે પ્લીઝ મારી સાથે આમ ના કર. પણ પ્રતાપ તેની એક પણ વાત માનવાનો ન હતો. ત્યારબાદ આરાધનના બંને હાથ જકડીને પકડીને તેને જાનવરની જેમ ચૂમી રહ્યો હોય છે. તેમ જ બટકા પણ ભરી રહ્યો હોય છે.. અને થોડીવારમાં પોતાની હવસની ભૂખ સંતોષ્યા બાદ તેને સમજમાં આવે છે. કે ઘાયલ તેમજ અશક્ત આરાધના ભાનમાં નથી. તેથી તેને તે જગ્યાથી થોડી દૂર એક જંગલ જેવા સુમશાન રસ્તામાં છોડી આવે છે.. અને ત્યાર પછી પોલીસે તેને કેવી રીતે શોધી તેમજ તેની સાથે શું થયું તે બધા જાણે જ છે..           આ બધું સાંભળીને પ્રભા પોતાની જાતને રોકી શકતી નથી. અને પ્રતાપની ઉપર થપ્પડોનો વરસાદ કરી મૂકે છે. અને કહે છે " મારી દીકરીએ તારું શું બગાડ્યું હતું કે એની જિંદગી બરબાદ કરી અને તેને મારી નાખી..? " પ્રતાપ : ( ખૂબ નફ્ટાઈ પૂર્વક જવાબ આપે છે કે ) એણે મારું અપમાન કર્યું. અને બીજી બાબત કે તે મારી ન થાય તો તેને કોઈની ન થવા દીધી. અને મને આ બાબત માટે કોઈ અફસોસ નથી..             અને પછી પોલીસ પ્રતાપને લઈ જઈને જેલના હવાલે કરી દે છે..              આ તરફ પ્રિતેશના મોબાઇલ પર હોસ્પિટલમાંથી ફોન આવે છે અને તુરંત જ પ્રભા અને પ્રિતેશ જલ્દીથી હોસ્પિટલ પહોંચી જાય છે..            હોસ્પિટલમાં ગયા પછી જાણવા મળે છે કે સતિષભાઈની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. જ્યારે પ્રભા સતિષભાઈ પાસે પહોંચી તો સતિષભાઈએ તુરંત પ્રભાનો હાથ પકડતા કહ્યું કે " મને માફ કરી દેજે હું આપણી આરાધનાની રક્ષા ના કરી શક્યો.. "પ્રભા : રડતા રડતા કહેવા લાગી તમે ચિંતા ના કરશો સતિષ બધું ઠીક... ( તેમ બોલી રહી હોય છે ત્યાં જ અચાનક સતિષભાઈએ દેહ મૂકી દીધો. અને પ્રભા પર જાણે મોટો વજ્ર ગાત પડ્યો હોય ...  આરાધના ચીસો પાડી પાડીને રડવા લાગી કે " મારુ જીવન ખાલી થઈ ગયું. મારો છેલ્લો સાથ પણ છૂટી ગયો. "અને આજનો દિવસ..પ્રભા : અને તે દિવસથી મારા જીવનમાં હંમેશના માટે સૂર્યાસ્ત થઈ ગયો.. સાગર : ખૂબ ખોટું થયું તમારી સાથે.. બે મિનિટના મૌન પછી સાગર.. તો આ સુચિત્રા ?પ્રભા : સુચિત્ર મારા પાડોશમાં ભાડાના મકાનમાં રહેતી હતી. તેને જોઈ તો મને તેના હાવ ભાવ ચાલ ચલન બધું જ આરાધના જેવું લાગતું હતું. તેનામાં મને મારી દીકરી દેખાતી હતી. રોજ હળતા મળતા એક સારી એવી ઓળખાણ થઈ ગઈ તો જાણે થયું કે મને મારી દીકરી પાછી મળી ગઈ.. ત્યારબાદ મેં તેને ભાડા ભરીને મકાનમાં રહેવાની ના કહી. અને મારા ઘરમાં જ તેને શિફ્ટ કરાવી દીધી. અમે ખૂબ મજામાંસ્તી કરતા. એક મા દીકરીની જેમ જ પ્રેમથી રહેતા. મારા માટે તો તે મારી આરાધના જ હતી. તેથી તેનું ખાવા પીવાનું દરેક બાબતનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. અને તે પણ મારું ખૂબ ધ્યાન રાખતી હતી. તેની સાથે રહેતા રહેતા જાણે તેમ લાગતું હતું કે મારા જીવનમાં ફરીથી સૂર્યોદય થયો હોય.. સાગર : oh great તો પછી એવું શું બન્યું કે તમે બંને અલગ થઈ ગયા. અને એમ કહો તેણે તમારી પીઠ પાછળ ઘા કર્યો.. પ્રભા : મને તેના પર ખૂબ જ ભરોસો હતો. તેથી હું મારા દરેક બાબતની જાણકારી તેને આપતી હતી. મારી પાસે શું છે શું નહીં. મારી પ્રોપર્ટી વગેરે દરેક બાબતની જાણકારી તેને હતી. ( સાગરને અમુક જૂના ફોટા બતાવતા કહ્યું કે ) આ મારા દાગીના હતા. જે કોણ જાણે ક્યારેય ચોરી કરી. સાગર : ( તે ફોટા જોતાની સાથે જ ઓળખી જાય છે અને કહે છે ) અરે હા આ તો દાગીના મેં જોયેલા છે તેણે પહેરેલા. જ્યારે અમે લગ્ન કર્યા. અને તેણે કહ્યું પણ હતું આ મારી મમ્મીના દાગીના છે. તેણે મારા લગ્ન માટે બનાવી રાખ્યા હતા. પ્રભા : ના આ દાગીના સતિષે આરાધનાના લગ્ન માટે બનાવ્યા હતા. અને ત્યાર પછી ધીરે ધીરે મને ખબર પડવા લાગી કે સુચિત્રા કોઈ સીધી સાદી નહીં પણ એક ફ્રોડ છોકરી છે. તે એટલે હદ સુધી ઉતરી ગઈ કે નકલી પેપર તૈયાર કરીને આ ઘર પોતાના નામે કરવાનું કાવતરું ઘડી દીધું હતું. પણ મને બધી બાબતની જાણ થતા મેં તેને આ ઘરમાંથી કાઢી મૂકી હતી. હવે દરેક બાબતો દરેક યાદો મારો પીછો છોડી રહી નહીં ન હતી. તેથી હું થોડાક સમય માટે મારી બહેન જે વિદેશમાં રહે છે તેના ઘરે જતી રહી હતી. સાગર : તો પછી આ ઘર ખુલ્લું કેવી રીતે ?પ્રભા : તેણે આ ઘરની નકલી ચાવી કોણ જાણે ક્યારે બનાવી રાખી હશે. તેની મને જાણ ન હતી. અને મને જાણ થતાની સાથે જ હું ફરી અહીંયા આવી અને તેને પોતાના ઘરમાંથી હાંકી કાઢી. હાલ એ બાબત જાણવા મળી છે કે તેણે કોઈ સાથે લગ્ન કરી લીધા છે અને તેને એક સંતાન પણ છે. સાગર : What ? પણ અમારું તો કોઈ સંતાન જ નથી.. ઓહોહો એક મિનિટ હવે સમજાયું તેણે મારી સાથે સાથે એક બીજું ઘર પણ માંડ્યું છે. મતલબ એ તમારી અને મારી સાથે માત્ર ને માત્ર સ્વાર્થના સંબંધે જ બંધાયેલી હતી. પાંચ મિનિટના મૌન પછી સાગર.. " કઈ નહિ પ્રભા આંટી સમજુ છું જે કાંઈ પણ થયું તમારી સાથે તે પછી તમે કોઈની પર ભરોસો નહીં કરી શકો.પ્રભા : સાગર બેટા તમે કેવી રીતે સુચિત્રા સાથે લગ્ન કરીને ફસાઈ ગયા ?સાગર : પ્રભા આંટી જે કાંઈ પણ થયું છે કુદરતે મારી ભૂલની જ મને સજા આપી છે.પ્રભા : મતલબ ?સાગર : મતલબ મારા ઓલરેડી પહેલા લગ્ન થઈ ચૂકેલા હતા. મારી પત્નીનું નામ રેખા હતું. અને અમારા બે સંતાનો પણ હતા. અમે લવ મેરેજ કર્યા હતા. જેના કારણે અમે બંને પોત પોતાના પરિવારથી દૂર થઈ ચૂકેલા હતા. હવે મેં સુચિત્રા માટે થઈને રેખાની સાથે દગો કર્યો. હવે જે વ્યક્તિ મારી માટે પોતાનું ઘર પરિવાર પોતાની દુનિયા છોડીને આવી હોય. તેને મેં કોઈ બીજા માટે થઈને તણછોડી હોય તો મારી સાથે આવું બનવાનું જ હતું ને. જે થયું તે સારું થયું અને સારા માટે જ થયું. મને મારી ભૂલની સજા મળી ગઈ. પ્રભા : સાચી વાત છે દીકરા પણ તમને તમારા ભૂલીનો પસ્તાવો છે તે જ મોટી વાત છે.. સાગર : કઈ નહી આંટી હું રજા લઉં..  પ્રભા : ઠીક છે બેટા          અને સાગર ત્યાંથી નીકળી સીધો સુચિત્રા પાસે જાય છે. પણ સુચિત્ર પાસે જઈને જુએ છે તો તે પોતાના ઘર પરિવારમાં ખૂબ જ સુખી અને ખુશ હોય છે. તેથી તે પોતાના ઘરે પાછો જતો રહે છે.           ત્યાર પછી તે એકાંતમાં જ પોતાની જિંદગી પસાર કરે છે.. અને આમને આમ ઘણા વર્ષો વીતી જાય છે. ત્યાર પછી સાગરની તબિયત ધીરે ધીરે બગાડવા માંડે છે. શરૂઆતમાં તો તે તબિયત માટે કેરલેસ હોય છે. પણ તબિયત વધુ બગડતા તેણે ડોક્ટરની સલાહ લેવાનુ નક્કી કર્યું હતું..         { શું થયું હોય છે સાગરને જાણીશું હવે આપણે આવતા ભાગમાં.. }                 ત્યાં સુધી મિત્રો વાંચતા રહો                ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો                          ધન્યવાદ.. 🙏