Old School Girl - 13 in Gujarati Love Stories by રાહુલ ઝાપડા books and stories PDF | Old School Girl - 13

Featured Books
Categories
Share

Old School Girl - 13

સાંજે અમે છૂટ્યા, અજયે જે કહ્યું હતું એ પ્રમાણે મારા દિમાગમાં ફક્ત પારુલ ફરતી હતી. આજકાલ એનો ઉદાસ ચહેરો, મારી સામે જોઈ રહેવાનું, કડકાઈથી વાત કરવી એ બધુ જ મારી સામે તરવરવા લાગ્યું. 

અમે ગામમાં પહોચી ગયાં, બધા પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા હતાં કે  કોઈ સાંભળે નહીં તે રીતે મેં વર્ષાને તળાવ પર મળવા આવવાનું કીધું.

ગામનાં તળાવ પર હું ઉભો છું અને એ વિચારમાં હતો કે વર્ષા આવશે કે નહીં! ત્યાં જ તે મને દુરથી આવતી દેખાઈ. કદાચ આટલો આનંદ મને આ પહેલા તેને જોતા ક્યારેય ન હતો થયો. એ કપડા ધોવા આવાનું કહી અંહી આવી હતી. અમે તળાવનાં પાછળનાં ભાગમાં બેઠા હતા અને અજય અમારો ગાર્ડ બન્યો.

"તો પાર્ટીનો શું વિચાર છે?" મે વાતની શરૂઆત કરી.

"પાર્ટી! શેની પાર્ટી? એમ કઈ ન હોય."  અને એવું કહી એ કપડા ધોવા ગઈ. ત્યા સુધી મને રાહ જોવા કિધું. હુ કોઈને ન દેખાય તે રીતે તે જ્યા કપડા ધોતી હતી ત્યાં કાકરી મારી પાણી ઉડાળી તેને હેરાન કરવા લાગ્યો.

થોડીવારમાં તે કપડા ધોઈને આવી અને જ્યાં હું ઉભો હતો ત્યાં આવી પોતાનો હાથમાં જે તળાવની રેત લઈને મારા છાતી ઉપર મુકી કપડા બગાડ્યા.

"અચ્છા બેટા...  કેમ નહીં હમ..." ...મે તેનો હાથ પકડીને મરોડ્યો.

"આઉચ! છોડ.. બહુ દુખે છે... છોડને." મેં તેનો હાથ છોડ્યો તો નહી પણ સીધો કર્યો અને જોરથી મારી તરફ ખેચી. અમે એકમેકની એકદમ નજીક આવી ગયા. તેનો ચહેરો મારા ચહેરાની એકદમ નજીક આવી ગયો અને તેણે શરમથી આંખો  બંધ કરી દિધી. હું બસ તેના ચહેરાને જ જોઈ રહ્યો. મે મારા હાથથી તેનો ચહેરો ઉંચો કર્યો અને તેની નજદીક ગયો. મે તેના ઓષ્ઠ પર એક પ્રેમ ભર્યુ આલિંગન કર્યુ. બેકગ્રાઉન્ડ એકદમ શાંત થઈ ગયું. એક દરીયાઈ મોઝા જેવી સળવળાટ થઈ ગઈ, એ કુદતી હરણી શાંત થઈ ગઈ અને કઈ પણ બોલ્યા વિના થોડીક દુર ગઈ. અમે બન્ને એકદમ ચુપ થઈ ગયા હતા.

અંતે મે બોલવાની શરુઆત કરી."કેવી લાગી ગીફ્ટ?" મે કીધું

એ મારી તરફ જોઈ બોલી, "શું કઈપણ બોલે છે... શરમ નથી આવતી."

"અરે હું સવારની ગીફ્ટની વાત કરુ છું."... હું ખડખડાટ હસી પડ્યો.

એ મને જોર જોરથી પીઠમા મારવા લાગી. સાલુ એ માર પણ મરહમ જેવો લાગી રહ્યો હતો. એ પછી ઉંધી ફરી ગઈ રીસાઈને.

"અરે સોરી બાબા..."મે બે કાન પક્ડ્યા.

એ મારી તરફ ફરી અને અચાનક મને ભેટી પડી.

"આઈ લવ યું." તેણે મને કિધુ.

મે પણ સામે આઈ લવ યુ કિધુ અને બે હાથના વચ્ચે બંદ કરી લીધી.

"તને કેવી લાગી ગીફ્ટ?" મેં તેને પુછ્યું.

"તું ક્યારે લઈને આયો એ ટેડીબીયર? તને યાદ હતું એ હજી સુધી." તેણે ઉત્સુક્તાથી પુછ્યું અને એક ટાઈટ હગ કરી લીધું. આ એજ ટેડીબિયર હતું જે તેને ખૂબ જ ગમી ગયેલ. 

અમે થોડો ટાઈમ વિતાવી પછી ઘરે ગયાં. એ પોતાના ઘરે ગઈ અને અજય અને હું પોતાના ઘરે ગયા. થોડી ઘણી આમતેમની વાતો કરી અમે એક મુદ્દા પર આયા.

અજય... "યાર તને નથી લાગતું કે અંકિત કઈક છુપાવતો હોય આપણાથી?"

"હા યાર અને આજકાલ એ પેલા વિશાલ સાથે તેની મિત્રતા વધી ગઈ છે?"  મે કહ્યું.

"હા યાર આજકાલ એ તેના જીમના અને એની બોડીના કેટલા વખાણ કરતો ફરે છે નહિ!"... અજયે મને કિધું

"સાચુ છે, એને કદાચ આપણી દોસ્તી કરતા તેની દોસ્તી વધારે પસંદ હશે. અને આપણે કઈ કહી ન શકીયે, તેની લાઈફ છે." મે આગળ કહ્યું.

"અરે મારા મમ્મી કહેતા હતા કે, તેની મમ્મી કહેતા હતા કે અંકિત તેની પત્નીને રાખવાની ના પાડે છે. કહે છે તેને એ છોકરી પસંદ નથી." અજયે કહ્યું

"ખરેખર!  તેણે તો આપણને એવું કઈ ક્હ્યુ નથી. કાલે જશું ત્યારે આ વાત કરશું શું કહેવુ તારે?"

"હમમમ.. સારો આઈડિયા છે." આટલી વાત પતાવી અમે પોતપોતાના ઘરે ગયાં. આવતીકાલે બધી જાણ થશે કે શું છે સમગ્ર ઘટના.