Miss kalavati - 14 in Gujarati Women Focused by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | મિસ કલાવતી - 14

Featured Books
Categories
Share

મિસ કલાવતી - 14

'હોટેલ ઓર્કિડ ' ખરા અર્થમાં ' ફાઇવ સ્ટાર ''હોટલ હતી. વિશ્વનાથન રીસેપ્શન ઉપર જઈને પોતાનું આઈકાર્ડ બતાવી રૂમ બુકિંગ ચેક કરતા હતા. ત્યાં જ તેમના મોબાઈ લ ની રીંગ વાગી. તેમને ફોન ઉપાડ્યો. સામેથી કલાવતી નો મીઠો- મધુર અવાજ સંભળાયો.' વેલકમ ટુ યુ સર , પ્લીઝ કમિંગ, રૂમ નંબર 422 સર !'.         'યસ બેબી !'કહીને તેમણે ફોન કાપી નાખ્યો. પોતાનું આઈકાર્ડ બતાવી તે રૂમ ની ચાવી લીધી. ને લિફ્ટ તરફ આગળ વધ્યા. લિફ્ટ માં પ્રવેશી તેમને ચોથા માળની સ્વીચ ડાબી .લીફટ માં બીજી પણ બે યુવતીઓ હતી. જેમને પાંચમા માળે જવાનું હતું. 15 સેકન્ડમાં તો પારદર્શક લિફટે વિશ્વનાથન ને ચોથા માળે પહોંચાડી દીધા.લિફટ નો ઓટોમેટિક દરવાજો ખૂલ્યો. ને ચોથા માળ ની લાલ કાર્પેટ પાથરેલી લોબી માં તેઓ આગળ વધ્યા. 
      રૂમ નંબર- 422 ના દરવાજે પહોંચી વીઝીટીંગ કાર્ડ જેવી ચાવી થીં દરવાજાના લોકને સ્પર્શ કરી તેમણે દરવા જો ખોલ્યો. ને દીવાલે લગાડેલા કી બોર્ડમાં ચાવી નાખી. આખો રૂમ ઝગમગાટ દુધિયા પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. રૂમ મોટો અને ભવ્ય હતો. એક દિવાલને અડીને ત્રણ માણ સો સમાઈ શકે એવડો વિશાળ બેડ, પોચી- પોચી મુલાયમ ગાદી થી બિઝાવેલો પડ્યો હતો .
  બેડ ની બાજુની દિવાલ ઉપર સહેજ ઊંચે વિશાળ ટીવી સ્ક્રીન જડેલો હતો. બેડની એક બાજુ એક- બે સોફા અને એક -બે આધુનિક ચેર ગોઠવેલી પડી હતી. તેની પાસે એક કાચનું નાનું ટેબલ અને ટીપાઈ પણ ગોઠવેલી પડી હતી. તો બેડ ની બીજી બાજુ રીડીંગ ટેબલ-ચેર પણ ગોઠવેલાં હતાં તો એ વિશાળ રૂમની અંદર જ નાનો રૂમ કહી શકાય એવું  વિશાળ બાથરૂમ પણ હતું. જેમાં નળ થી, ફુવારા થી,ટબ
બાથ માં ઠંડા કે ગરમ પાણી એ સ્નાન કરવા માટેની સગ વડ હતી. તે ઉપરાંત તેમાં સંડાસ- બાથરૂમ, એટેચી ની પણ સગવડ હતી. 
રૂમની દિવાલ ની અંદર મોટું કબાટ જડેલું હતું. વિશ્વનાથ ને તે ખોલ્યું. તેમાં બિયર ,રમ , વ્હિસ્કી, વોડકા,વાઈન ની એક -એક બોટલ ગોઠવેલી પડી હતી. તો બીજા ખાનામાં ઊંચી કિસ્મના બિસ્કીટ નાં બે- ત્રણ પેકેટ, વેફર, ને મેવાના પણ બે -ત્રણ પેકેટ પડ્યાં હતાં .તો ત્રીજા ખાનામાં ત્રણ- ચાર બિસ્લરી પાણીની બોટલ, ત્રણ -ચાર કાચના ખાલી સુશોભિત ગ્લાસ વગેરે ચીજો પડી હતી. 
  વિશ્વનાથને બાજુની દીવાલ ઉપર નજર કરી. તેની ઉપર એક- બે મોંઘાં પેઇન્ટિંગ લબડાવેલા હતાં .તો બેડ ની સામે દીવાલે પૂરા બેડ નું પ્રતિબિંબ પાડતો કાચનો વિશાળ અરી સો જડેલો હતો. હાથમાંની નાની સુટકેસ ને સાચવીને કબાટ માં મૂકીને, વિશ્વનાથને વિશાળ બેડ ઉપર બેસી ને રિમોટ થી એંસી ઓન કર્યું . રૂમમાં બધી જ સગવડ હતી. પરંતુ કલાવતી ક્યાંય દેખાતી ન હતી .
      બધી જ ફાઇસટાર હોટેલોમાં 'કપલ' રૂમમાં એવી ગોઠવણ હોય છે. કે' એક બીજા રૂમની દિવાલ વચ્ચે એક ગુપ્ત દરવાજો લગાવેલો હોય છે .જેમાંથી એક- બીજા રૂમ માં અવર-જવર કરી શકાય. ફાઇવ સ્ટાર  હોટલમાં આવતા મોટા ભાગના કસ્ટમર વી.આઈ.પી.  કે' ઉચ્ચ લેવલ ના હોય છે. તેથી કસ્ટમર ની ગુપ્તતા જાળવી ખૂબ જ જરૂરી હોય છે .
   વિશ્વનાથ ને બેડ ઉપર બેઠાં -બેઠાં  ફોન હાથમાં લીધો બરાબર એ જ વખતે બાજુના રૂમ નંબર- 421 ની દિવાલ ઉપર લાગેલા ગુપ્ત દરવાજા ઉપર ધીમા ટકોરા પડ્યા.      'કમિંગ !' કહી ને ઊભા થઈને વિશ્વનાથને દરવાજાની સ્ટો પર ખોલી. અને બીજી જ ક્ષણે તે દરવાજામાંથી 'કલાવતી અચાનક પ્રગટ થઈ . તેણીએ અંદર આવીને, બારણું બંધ કરીને સ્ટોપર ભીડી દીધી .
  અને કલાવતીનું આ રુપ જોઈને વિશ્વનાથન આભાજ રહી ગયા. તેમણે જોઈ હતી, તેમણે કલ્પી હતી, તેના કરતાં પણ લાઈટના ઝળાંહળાં પ્રકાશમાં કલાવતી અત્યારે ઘણી વધારે ખૂબસૂરત, ગોરી ,અને યુવાન લાગતી હતી. તેણીએ અત્યારે પોતાને પ્રથમ વખત સચિવાલય માં મળ વા આવી હતી એ જ, ગુલાબી કલર ની ખૂબસૂરત સાડી પહેરી હતી.કાન ની બુટો માં મોંધા એરિંગ લટકતાં હતાં. અને માથાના લાંબા રેશમી વાળ, તે દિવસની સ્ટાઈલમાં પીઠ પાછળ ખુલ્લા લહેરાઈ રહ્યા હતા. અને માથા માં જુહીના ફૂલોની વેણી પણ લગાવેલી હતી. તે ઉપરાંત તેના ખભે એક નાનું પર્સ પણ ઝૂલી રહ્યું હતું. 
  'સેલિબ્રિટી' સાથે 'સહશયન'ની કલ્પના થી જ પુરુષના શરીરમાં શક્તિનો સંચાર થઈ જાય છે.  અચાનક વિશ્વના થન ના શરીરમાં શક્તિનો સંચાર થયો. તેમણે ઊભા થઈને હર્ષાવેશ માં, ભાવાવેશમાં કલાવતીને બંને બાંહો માં ઉંચકી લીધી. ને બાહોમાં જ રાખીને ગોળ- ગોળ ફુદરડી ફરવા લાગ્યા. કલાવતીએ પણ પોતાના બંને હાથ વિશ્વનાથનની 'ડોક' માં ભરાવી દીધા .
      'ઓહ માય ડાર્લિંગ ! હાઉ સ્વીટ ?' કહેતાં તેમણે કલાવતીને ચુંબનોથી નવડાવી દીધી. કલાવતી પણ તેમની બાહોમાં ઝૂલવાની મજા લેતી હોય તેમ, ખડખડાટ હસતી રહી. અને ચુંબનોનો પ્રત્યુતર ચુંબનોથી આપતી રહી.      લગભગ પાંચેક મિનિટ સુધી ફિલ્મોમાં હીરો હિરોઇન ને ઝુલાવે તેમ, બાહોમાં ઝુલાવીને કલાવતી ને વિશ્વનાથાને બેડ ઉપર ઉતારી .અને પોતે પાસેના સોફા ઉપર બેસતાં બોલ્યા .' વચન નિભાવ્યું ખરું !'
   'વચન પાળવા માટે હોય છે. ખાલી આપવા માટે નથી હોતું !'. કહીને કલાવતી ખડખડાટ હસી . તેના હાસ્યનો મીઠો રણકો રૂમમાં ગુંજી ઉઠ્યો. તે આગળ બોલી.' મે તો વચન નિભાવ્યું છે .સામે તમે નિભાયું છે કે નહીં ?'
  'તે કહ્યું હતું એનાથી બમણું બેગમાં લઈને જ આવ્યો 
છું !' વિશ્વનાથન બોલ્યા .      'થેંક્સ !'કહીને કલાવતી બગાસું ખાતાં આળસ મરડતી હોય તેમ સુંદર શરીર ને અંગ- મરોડ આપ્યો .
    વિશ્વનાથન એક રાતમાં આખી 'જિંદગી' જીવી લેવા માગતા હોય તેમ, એક- એક ક્ષણ નો ઉપયોગ કરવા માંગતા હતા .તેમણે રૂમમાં ખૂણે ટેબલ ઉપર પડેલા હોટલ ના ફોન ઉપરથી એક 'જેક ડેનિયલ' ની બોટલ, તે સાથે બાઈટીંગ બે- ત્રણ પ્રકારની અલગ અલગ સબ્જી, આમલે ટ , પરોઠા, વગેરે જમવાની વસ્તુઓ રૂમ નંબર- 422 માં પહોંચાડવાનો ઓર્ડર આપ્યો.વેઈટર  થોડીવાર પછી આવી ને એ બધી જ વસ્તુઓ રૂમમાં મૂકી ગયો. 
  વિશ્વનાથને ફ્રેશ થવા માટે પ્રથમ એક- બે 'જેક ડેનિયલ' ની ઉંચી બ્રાન્ડના પેગ લીધા. અને એક પેક કલાવતીને પણ પોતાની કસમ આપી ને આગ્રહ કરીને પીવડાવ્યો. જે કલા વતીએ તેમનો ઘણો આગ્રહ જોઈને લઈ લીધો. ત્યારબાદ બંને એ સાથે બેસી ને ભોજન કર્યું .
  ધીમે- ધીમે થોડી વારમાં જ 'શરાબ' અને 'શબાબ'નો નશો વિશ્વનાથન ઉપર સવાર થઈ ગયો. આટલો સમય તો તેઓ માંડ- માંડ પોતાની જાત ઉપર સંયમ રાખી શક્યા હતા.  તેમણે હળવેથી કલાવતી ને ઉચકી ને બેડ ઉપર સુવડાવી. વિશ્વનાથન અધીરા અને આવેગ માં હતા. સામે કલાવતી 'કામસૂત્ર'માં સંપૂર્ણ નિપુણ હોય તેમ, નાઈટ લેમ્પ ના આછા પ્રકાશમાં વિશ્વનાથન ની આખી રાત રંગીન બનાવી દીધી .
    સવારના ચાર ક્યારે વાગી ગયા તેની એ બંને ને ખબર પણ ન રહી.  મર્ક્યુરી લેમ્પ ચાલુ કરીને બંને એ પોતપોતાનાં વસ્ત્રો પહેરી લીધાં .વિશ્વનાથને સૂટકેસ માંથી કાઢીને કાગ ળો ની ફાઈલ કાઢીને કલાવતીના હાથમાં મૂકી. કલાવતીએ ફાઈલમાં રહેલાં એ કાગળો જોવાની પણ તસ્દી ન લીધી. કારણકે વિશ્વનાથન ઉપર તેણીને પૂરો વિશ્વાસ હતો. સાથે ગુજારેલી રાતથી બંને બહુ જ ખુશ હતાં . કલાવતી ઊભી થઈ તેણીએ એક તસતસતું ચુંબન વિશ્વનાથન ના હોઠ ઉપર આપ્યું. અને હસ્તી -હસ્તી સ્ટોપ પર ખોલી ને દિવાલ ઉપરના રૂમ નંબર - 421 ના એ ગુપ્ત દરવાજામાં જ્યાંથી તે આવી હતી ત્યાં જ પાછી સરકી ગઈ .
   વિશ્વનાથને પથારીમાં આડા પડીને ઊંઘવાની કોશિશ કરી પરંતુ ઊંઘ હવે તેમને આવે તેમ ન હતી. તેઓ કંઈક 'અલ ભ્ય ' વસ્તુ પ્રાપ્ત કર્યાના આનંદને વાગોળતા અડધો એક કલાક પથારીમાં એમ જ પડ્યા રહ્યા. આમેય આઠ વાગ્યા ની ફ્લાઈટમાં તેમને અમદાવાદ જવાનું હતું તેથી સાત વાગે એરપોર્ટ પહોંચવું જરૂરી હતું .તેથી નિત્યક્રમ પતાવી , નાહી -ધોઈ ને ફ્રેશ થઈ તેઓ છ વાગે એરપોર્ટ જવા રવાના થયા .

    પરંતુ વિશ્વનાથન ને, એ' ક્યાં ખબર હતી કે 'મહાનગરી મુંબઈ માં, નાણાં ખર્ચવાથી 'કલાવતી' તો શું પરંતુ સ્વર્ગની અપ્સરા 'મેનકા' નો પણ આબાદ રોલ ભજવી શકે તેવી સી'ગ્રેડની એક- એક થી ચડિયાતી હિરોઈનો અહી મોજુદ છે. જે પૈસા માટે ગમે તેનો રોલ હૂબહૂ નિભાવી શકે છે. ને તેના રૂપ થી, વાણી થી, અને અભિનયથી ગમે તેવા ને પણ તે માત આપી શકે છે .
    એવી જ એક હિરોઈન કલાવતી ના રૂપમાં વિશ્વનાથન સાથે 'સહશયન'કરી રહી હતી . ત્યારે બાજુના જ રૂમ નંબર- 421 માં બારોટ સાહેબ અને કલાવતી બંને બાંહો માં બાંહો નાખી મહાલતા પડ્યાં હતાં.એટલું જ નહીં તેમણે રૂમ નંબર - 422 માં ગોઠવેલા ગુપ્ત કેમેરા માં વિશ્વનાથન ની સંપૂર્ણ કામલીલા ની વીડિયો કેસેટ પણ ઉતારી હતી.
   વિશ્વનાથન રવાના થયા બાદ આઠેક વાગ્યે કલાવતી અને બારોટ સાહેબ નાહી - ધોઈને ફ્રેશ થયાં .બંનેએ પેલી ફાઈલ માં નાં કાગળો જોયાં .તેમના ધારવા કરતાં પણ ઘણી વધારે અને ઉપયોગી માહિતી તેમાં હતી. પુરા ગુજરા ત ,રાજ્યના બધા જ સંભવિત પ્રોજેક્ટ, યોજનાઓ, પરિ યોજનાઓ, સ્થળ અને સર્વે નંબરના નકશા, યોજના ચાલુ કરવાનો અને પૂરી કરવાનો સમય, તેનો અંદાજિત ખર્ચ બધી જ માહિતી તેમાં હતી .
     બંને બહુ જ ખુશ થયાં .બારોટ સાહેબ આ કામ ની સફળતા નો બધો જ શ્રેય કલાવતીને આપતા હતા. પરંતુ કલાવતીએ તેમને કહ્યું કે, આ' હિરોઈન વાળો આઈડિયા, તેનું આયોજન, અને તેનો કોન્ટેક જો તમે ન ગોઠવ્યો હોત તો, હું તો ખરેખર બરાબરની ફસાઈ ગઈ હતી . અલબત્ત એ કામ માટે તેમણે મોટી રકમ ચૂકવી પડી હતી. પરંતુ આ કામના બદલામાં તે રકમની કોઈ વિસાત ન હતી .
  હજુ તો એ બંને પાસે ઘણો સમય હતો. સવારનું ભોજન હોટલના ડાઇનિંગ હોલમાં લેવાનું હતું. ત્યારબાદ બાર વાગે હોટલ ચેક - આઉટ કરી જવાની હતી. કારણ કે બે વાગે કલાવતીને મુંબઈથી અમદાવાદની ફ્લાઈટ હતી. જ્યારે બારોટ સાહેબને અઢી વાગે મુંબઈ થી દિલ્હીની સીધી ફ્લાઈટમાં જવાનું હતું .
    તે બંને શાંતિથી તેમના રૂમમાં બેસીને બધા જ પ્રોજેક્ટ, નકશા, અને કાગળો નો અભ્યાસ કર્યો. દરેક પ્રોજેક્ટ પાછળ થનાર રોકાણ, સંભવિત ખર્ચ, અને થનાર નફા ની ગણતરી કરી. તેમને જોયું કે તેમને મળેલ દસ્તાવેજો માં થી કોઈ નાનામાં નાન પ્રોજેક્ટ માં રોકાણ કરવું હોય તો પણ ઓછામાં ઓછું 200 કરોડ રૂપિયાનું રોકાણ થતું હતું. અલબત્ત તેમાં થોડા સમયમાં પાંચ ગણો કે દસ ગણો નફો જરૂર થવાનો હતો.  જ્યારે કોઈ મોટા પ્રોજેક્ટ પાછળ રોકાણ કરવામાં આવે તો હજાર કે 2000 કરોડ રૂપિયા નું રોકાણ થતું હતું.
  તેમને જોઈતી માહિતી હવે મળી ગઈ હતી. પ્લાન તૈયાર હતો. પરંતુ તેના અમલ માટે પ્રથમ તબક્કે જ ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયાની જરૂર હતી. કલાવતી ધારે તો તેમાં પોતાના તરફથી દસ- બાર કરોડ રૂપિયા રોકી શકે. જ્યારે બારોટ સાહેબ ધારે તો બહુ બહુ તો વીસ કે 25 કરોડ રૂપિયા નું તેમાં રોકાણ કરી શકે .પરંતુ બાકીના પૈસા નું શું ?' અને આ કોઈ એવો લીગલી પ્રોજેક્ટ ન હતો. કે' તેના ઉપર બેન્કમાંથી માતબર રકમની લોન લઈ શકાય.   બારોટ સાહેબ ના કહેવાથી કોઈ મોટા ઉદ્યોગપતિ કે કોઈ માલેતુદાર તેમાં નાણાં રોકવા તો ચોક્કસ તૈયાર થાય. પરંતુ તે માટે તેમને આખી યોજના જણાવી પડે.  અને નફા માં હિસ્સો પણ આપવો પડે જેના માટે આ બંને જણ તૈયાર ન હતાં. આમ તો બારોટ સાહેબ કેન્દ્રમાં નાણામંત્રી હતા. તેઓ ધારે તો કોઈ યોજના માટે વીસ નહીં પચ્ચીસ હજાર કરોડ રૂપિયા ની ફાળવણી તેઓ કરી શકે.  પરંતુ ડાયરેક 'કેશ' પૈસા આપી શકે તેમ તેઓ ન હતા . બંને એ ખૂબ વિચાર કર્યો . પરંતુ હાલ કોઈ રસ્તો ના સૂઝયો. આ અંગે બંને એ તપાસ કરવી, વિચાર કરી અને જે રસ્તો જેનેપણ સૂઝે તે એકબીજાને જણાવવાનું તેમણે નક્કી કર્યું .
   પ્રોજેક્ટ ની ફાઈલ, તેમાંનાં કાગળો ,પેલી વિડીયો કેસેટ, બધું જ બારોટ સાહેબે કલાવતી ને સોંપ્યું.  ને બંને તૈયાર થઈને, સામાન 'પેક' કરીને જમવા ડાઇનિંગ ટેબલે આવ્યાં જમી રહ્યા બાદ હોટલ 'ચેક -આઉટ' કરીને બંને એરપોર્ટ આવ્યાં .ત્યાંથી કલાવતી 2:00 વાગે અમદાવાદ માટે ઉપડ
તી ફ્લાઈટ માં બેસી ને રવાના થઈ .જ્યારે બારોટ સાહેબ બે -ત્રીસ વાગે દિલ્હી જવા ઉપડતી ફ્લાઈટ માં  દિલ્હી જવા રવાના થયા .
     આ વિષયમાં ચાર- પાંચ દિવસના વિચાર, મનોમંથન અને તપાસ ના અંતે કલાવતીના મનમાં એક આઈડિયા આવ્યો.  તેણી ના સાંભળવામાં આવ્યું હતું કે' કેશારામ બાપુના ગુજરાત ભરમાં, દેશમાં, અને દુનિયામાં અસંખ્ય આશ્રમો છે. અને તેમની પાસે એટલી વિશાલ સંપતિ છે કે તે સંપત્તિ ચોક્કસ કેટલી છે. તેનો ખૂદ કેશારામ ને પણ અંદાજ નથી. આ કેશારામ પોતાના માણસો દ્વારા ગુજરાત જ નહીં પુરા ભારતમાં નાણાં વ્યાજે ધીરવાનો ધંધો કરે છે. તે ઉપરાંત જમીન લે- વેચ નો ધંધો, તથા અન્ય પ્રોપર્ટીના ખરીદ- વેચાણનો ધંધો પણ કરે છે. 
પરંતુ એ વ્યાજે આપેલાં નાણાંની સેફટી માટે તેઓ જમીન કે અન્ય મિલકતના દસ્તાવેજ પોતાના કબજામાં રાખે છે. ને જો કોઈ વ્યાજે લીધેલાં નાણાં સમયસર ન ભરે તો તેની વસુલાત માટે શસ્ત્રસજજ સેવકો એવા ગુંડા ઓની ગેંગ પણ રાખે છે. જો આ કેશારામ થી ઓળખાણ કરવામાં આવે, તેમની નીકટતા કેળવવામાં આવે, અને પોતાના 'રૂપ' ની જાળ ફેલાવી અને જો તેઓને તાબે કરી શકાય તો ,બે હિસાબી એવા 200 શું 500 કરોડ રૂપિયા પણ કેશારામ પાસેથી આસાની થી મળી રહે. પરંતુ સવાલ એ હતો કે 24 કલાક સેવકો અને સાધકોથી ઘેરાયેલા રહેતા કેશારામ ને 'એકાંત'માં પોતાને મળવું કેવી રીતે ?' પરંતુ કલાવતી કોઈપણ 'મિશન' હાથમાં લે. પછી તેને અધૂરું છોડતી નહીં. અને કોઈ પણ ભોગે કેશારામ ને એકાંત માં મળવું તેઓ તેણી એ મનમાં દ્રઢ સંકલ્પ કર્યો .
       કલાવતીએ પોતાને મનમાં આવેલા આ વિચાર અને યોજનાની વાત બારોટ સાહેબને ફોન ઉપર કહી સંભળાવી બારોટ સાહેબ પણ કેશારામ ને જાણતા જાણતા હતા. કેટલાય ઉદ્યોગપતિઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રી ઓ, અને મુખ્યમંત્રી સુધી તેમના સંપર્કો હતા. ભક્તો હતા. તેઓ જબ્બર એમનો પ્રભાવ હતો.બારોટ સાહેબે કલાવતી ને જે પણ કરવું પડે તે કરીને, ગમે તેવું સાહસ કરીને, અને સમર્પણ કરીને પણ આ મિશન પાર પાડવા માટે તેણી ને લીલી ઝંડી આપી. આમેય બારોટ સાહેબ અને કલાવતીને સુવાળા સંબંધ હતા એ ખરું.  પરંતુ કાયદેસર તેમનો તેણી ના ઉપર કોઈ હક ન હતો. અને તેણી ચાહે તે કરવા તે સ્વતંત્ર હતી.
    એક દિવસ 'કલાવતી' સજી- ધજીને તૈયાર થઈને કેશા રામના અમદાવાદ પાસે આવેલા વિશાળ આશ્રમમાં પહોં ચી ગઈ. સત્સંગ ચાલુ હતો. વિશાળ મંડપમાં હજારો ભક્ તો, શિસ્તબદ્ધ બેઠા હતા. મંડપની વચ્ચોવચ પ્રવેશ દ્વારથી લઈને છેક મંચ સુધી લાંબી , અને છ ફૂટ પહોળી સળંગ લાલ ઝાઝમ બિછાવેલી પગદંડી હતી. આખા મંડપમાં પાથરણાં ઉપર ગાદલાં બિછાવેલા હતાં .
  પગદંડીની એક બાજુ આગળના વિભાગમાં, સફેદ ગણવે
શ માં સજજ સેવક અને સેવિકાઓ બેઠાં હતાં . તેમની પાછળ બીજા ભક્તો બેઠા હતા. તો પગદંડી ની બીજી બાજુ પણ કેટલાય ભક્તો, શિષ્યો અને શ્રદ્ધાળુઓ બેઠા હતા. જેમાં કેટલાક અધિકારીઓ હતા, તો કેટલાક પદાધિ
કારીઓ પણ હતા. તેમાં કેટલાક ચાલુ ધારાસભ્યો હતા. તો કેટલાક ચાલુ મંત્રીઓ પણ હતા. કેટલાક સંસદસભ્યો  હતા. તો કેટલાક પૂર્વ મંત્રીઓ પણ હતા. એ બધા જ નેટ ઉપર પાથરેલા ગાદલાં ઉપર બેસી શ્રદ્ધાપૂર્વક 'સત્સંગ' નું રસપાન કરી રહ્યા હતા .
   સામે જ મંચ ઉપર 'રાજસિંહાસન' જેવા વિશાળ આસ ન ઉપર બિરાજી કેશારામ બાપુ પોતાનું સત્સંગ પ્રવચન આપી રહ્યા હતા. મંડપ વચ્ચે લાલ જાજમ થી બિછાડેલી પગદંડી ઉપર પ્રવેશ દ્વારેથી ચાલતી 'કલાવતી' સૌથી આગળની હરોળમાં આવીને બેઠી. પોતાના સ્થાને બેસતાં પહેલાં તેણીએ બંને હાથ જોડીને, બંને આંખો બંધ કરીને, માથું ઝુકાવીને બાપુને નમસ્કાર કર્યા. કેશારામ બાપુએ પણ સત્સંગ કરતાં- કરતાં તેના પ્રણામ સ્વીકાર્યા હોય તેમ પોતા ના જમણા હાથનો પંજો ઉંચો કરીને, તેણીને આશીર્વાદ આપ્યા. અને પોતાનું પ્રવચન ચાલુ રાખ્યું .
   કેશારામ બાપુએ અત્યારે પહેલાંના જમાનામાં ઋષિ મુનિઓ પહેરતા હતા, તેવાં વસ્ત્રો પહેર્યા હતાં . પરંતુ વસ્ત્રનો રંગ ભઞવો નહીં પરંતુ સફેદ હતો. વિશાળ મસ્તીક ઉપરનાં લાંબાં ઝુલ્ફો ગરદન પાછળ લહેરાતાં હતાં . તો કેટલાંક લાંબી દાઢી ,અને મૂછોના વાળમાં મળીને ભળી જતાં હતાં. વિશાળ ભાલ ઉપર ચંદનનો લેપ કરેલો હતો તેમનો ચહેરો પ્રભાવશાળી, અને આકર્ષક હતો. અને ચહે રા માંથી નર્યું તેજ પ્રગટતું હતું. અને આંખોમાંથી નર્યો પ્રેમ છલકતો હતો .
     બાપુ નું પ્રવચન ચાલુ હતું .તેઓ કહેતા હતા.' હંમેશા પ્રસન્ન રહેવું એ જ ઈશ્વરની સર્વોપરી ભક્તિ છે. માણસ ઈચ્છે તો સ્વર્ગ પણ આંહીં જ છે. અને સમજે તો નર્ક પણ અંહીં જ છે. તમે બધી જ ચિંતાઓ છોડી દો .અને ઈશ્વરના શરણમાં આવી જાઓ. મારી પાસે આવો મારામાં ચિત લગાવો . હું તમને સ્વર્ગ દેખાડીશ . હું તમને મોક્ષ અપાવીશ !'
   'રાધે... રાધે... રાધે...!' સંસારની શું વિટંબણા છે.દરેક વ્યક્તિ પોતાને મહાન માને છે. અને હોશિયારમાં છે પોતાને સર્વશ્રેષ્ઠ માન છે.  પરંતુ એ સત્ય નથી.  સત્ય એ પરમ કૃપાળુ પરમાત્મા છે. આ સંસારમાં ત્રણ પ્રકારના રસ છે. 'કર્મ રસ'  'પ્રેમ રસ' અને 'સચ્ચિદાનંદ રસ'.   પ્રેમ માં બળવાની 'હાર' થાય છે. જ્યારે 'નાના' ની જીત થાય છે. માટે જ તમે સંસાર- સંબંધનાં બધાં જ બંધનો ફગાવી ને પરમાત્મા ના ચરણોમાં આવી જાઓ. તમારી જાત ને સમર્પિત કરી દો . હું તમને ચોક્કસ 'મોક્ષ' અપાવીશ આ મારું વચન છે !'
    લગભગ એક કલાક સુધી બાપુ તેમનું સત્સંગ પ્રવચન આપતા રહ્યા. પ્રવચન ના અંતે તેમણે એક ધૂન બોલાવી. જે સભામાં બેઠેલા શ્રોતાઓ એ શ્રદ્ધાપૂર્વક ઝીલી. છેલ્લે તેમણે 'રાધે, રાધે, રાધે !' કહીને.'  બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય...!'  બોલાવી. જેનો મંડપમાં બેઠેલા શ્રોતા ઓ પ્રચંડ પડધો પાડ્યો. અને સત્સંગ પૂરો થયો .
    સત્સંગ પૂરો થતાં મંડપમાંથી લોકો ધીરે- ધીરે વીખેરાવા લાગ્યા. બાપુ પોતાની કુટિયા માં ચાલ્યા ગયા હતા. 20 - 25 મિનિટમાં તો આખો પંડાલ ખાલી થઈ ગયો.  હવે મંડપમાં માત્ર સેવક- સેવિકાઓ અને સાધક- સાધિકાઓ જ વધ્યાં હતાં .તેમાંથી પણ અડધાં એક તો તેમના નિશ્ચિત નિવાસસ્થાને જવા રવાના થયાં હતાં.અને અડધા કલાકમાં તો 'ભરચક' લાગતો એ 'મંડપ' સાવ ખાલી ખમ થઈ ગયો સ્ટેજ પાસે વધ્યાં હતાં  માત્ર એક- બે સેવક, અને એક -બે સેવિકાઓ .
  સત્સંગ પૂરો થઈ ગયો હોવા છતાં સ્ટેજ ઉપરના બાપુના આસન ની સામે જ, પ્રથમ હરોળમાં ગાદલા ઉપર બેઠેલી જાંબલી કલરની સાડી માં સજ્જ એ ખૂબસૂરત યુવતી પોતાની જગ્યાએ જ બેસી રહી હતી. તે યુવતી ને એકલી બેઠેલી જોઈ સેવક નીતિરામ નેં આશ્ચર્ય થયું .તેમણે આવી બે હાથ જોડી વિનમ્રતા થી કહ્યું. ' પ્રણામ દેવી. આજનો સત્સંગ પૂરો થયો છે. હવે આપ જઈ શકો છો !'
  ' મારે બાપુને મળવું છે !' એ સ્ત્રી મીઠા પરંતુ પ્રભાવ શાળી અવાજમાં બોલી .       'પરંતુ બહેન, બાપુ કુટિયા માં ગયા પછી કોઈને પણ મળતા નથી !' નીતિરામે એ જ નમ્રતા થી કહ્યું .            તે બંનેની વચ્ચે થતો વાર્તાલાપ જોઈ એક સેવક અને બે સેવિકાઓ જે સ્ટેજ પાસે ઉભાં હતાં તે પણ અહીં આવી પહોંચ્યાં .
  ' પરંતુ મારે તો બાપુને મળીને જ જવું છે.  અને એ પણ અત્યારે જ !'  પેલી સ્ત્રી મક્કમતાથી બોલી .
  પેલાં ચારેય જણ એકબીજાના મો સામે જોવા લાગ્યાં. કારણ કે આ સ્ત્રીને તેઓએ પહેલાં ક્યારેય જોઈ હોય તેવું તેમને સ્મરણ ન હતું . ને બાપુ કુટિયા માં ગયા પછી, સેવક સેવિકા કે સાધક જેવો તેને સામેથી બોલાવે તેને જ મળતા.  
   બાપુનું પ્રભાવશાળી વ્યક્તિત્વ, તેમની આંખોમાંથી સદા ય  નિતરતો પ્રેમ, મો ઉપર રમતું સ્મિત, પ્રભાવશાળી વાણી અને હૃદય સ્પર્શી સત્સંગ,  તેમનું જ્ઞાન અને આંખોમાંના વશીકરણથી આકર્ષાઈને એમના હજારો શિષ્યો હતા. હજારો સેવકો હતા. અને હજારો સાધકો હતા. અને લાખો ભક્તો હતા. અને નવા -'નવા શિષ્યો બનવા માટે આવતા હતા.' પરંતુ શિષ્ય કે સેવિકા બનવા આવનાર કોઈ સ્ત્રી કે તરુણી સાથે કાં તો તેનાં માતા-પિતા હોતાં અથવા તો તેનો પતિ કે ભાઈ -બહેન હોતાં.પરંતુ આવી રીતે બાપુને એકલી મળવા આવનારા આ 'સ્વરુપવાન' યુવતી પહેલી જ હતી.
  'જઈને બાપુને કહો, કે 'કલાવતી' આપને મળવા માંગે છે !'  પેલી યુવતી જાણે કે બાપુ ને જાણતી હોય તેમ અધિકાર પૂર્વક બોલી.           પેલા સાધકો જેમાં એક નું નામ નીતિરામ હતું. જેની ઉંમર 40 વર્ષ આસપાસ હતી. બીજા સાધકનું નામ યોગી હતું. જેની ઉંમર 30 વર્ષ આસ પાસ હતી .તેની પાસે ઊભેલી સેવિકા નું નામ નંદિતા હતું. જેની ઉંમર ૩૨ વર્ષ આસપાસ હતી .જ્યારે બીજી સેવિકા નું નામ રુકમણી હતું .જેની ઉંમર 21 વર્ષ આસપાસ હતી. 
    આ ચારેય જણ બાપુનાં 'અંગત' માણસો હતાં .તેઓ એક બીજાનાં મોં સામે જોવા લાગ્યાં .પરંતુ હવે તેમને સંદેશો પહોંચાડવા સિવાય કોઈ ચારો ન હતો. તેથી નીતિ રામ બોલ્યો . ' જાને નંદિતા, તું જ બાપુને સંદેશો પહોં ચાડતો !'          નંદિતા થોડી ખચકાઈ, ને પછી રુકમણી તરફ જોતાં બોલી . ' રુકમણી, આ બધી વાત બાપુને તું જ સારી રીતે જણાવી શકીશ. માટે તુજ સમાચાર પહોં ચાડને !' કહેતાં નંદિતાએ રુકમણી તરફ આંખો નચાવી.  
   ' સારું, તો રૂકમણી, તું જ જા. બધી જ વાત બાપુ ને વિગતે થી કહેજે !' નીતિરામે પણ નંદિતા ની વાતમાં ટાપસી પુરી.             રુકમણી પ્રથમ પેલાં ત્રણે તરફ દૃષ્ટિ નાખી.ને પછી કલાવતી ઉપર એક ઊંડી નજર નાખી ને ધીમા પગલે બાપુની કુટિયા તરફ ચાલતી થઈ .
  અપવાદ રૂપ સાધકો વગર બાપુની કુટિયામાં કોઈ દાખલ થઈ શકતું નહીં.  અને તે પણ ત્યારે જ :  જ્યારે બાપુ સામેથી તેમને કોઈ સાંકેતિક ભાષામાં બહાર સંદેશો મોકલે ત્યારે જ. અલબત્ત અનિવાર્ય કારણ હોય તો જ,  એ સંદેશા વિના પણ બાપુની કુટિયામાં પ્રવેશવાનો અધિકાર બાપુએ 'રૂકમણી'ને આપેલ હતો .
   બાપુ અત્યારે ભવ્ય કુટિયા માં સજાવેલા ડબલ બેડ ના આધુનિક બેડ ઉપર, ડનલોપ નાં ગાદલાં ઉપર આડા પડખે થવાની તૈયારીમાં જ હતા. પોતાના સંદેશા વિના જ રુક મણી ને કુટિયામાં પ્રવેશતી જોઈ બાપુને થોડું આશ્ચર્ય થયું. 
રુકમણી એ આવીને બે હાથ જોડીને બાપુને પ્રણામ કર્યા. પછી મર્માળુ સ્મિત વેર્યું. ને અદબ થી બોલી. ' બાપુ, કોઈ યુવતી આપને મળવા માગે છે !'.         બાપુના મગજમાં સહેજ ચમકારો થયો. પરંતુ તેમણે તે દેખાવા ન દીધો.  ને પછી સ્હેજ સ્મિત વેરી ને બોલ્યા.' કોણ છે એ, કોઈ જાણીતું છે ?'         'ના બાપુ, જિંદગીમાં પહેલી વખત જ જોઈ છે !''રુકમણી નમ્રતાથી બોલી .
   'તો એને તમે લોકો સમજાવો. કે બાપુ સાધના રૂમ માં ગયા પછી કોઈને પણ મળતા નથી !'
   'અમે લોકોએ ઘણી સમજાવી. પરંતુ એ યુવતી 'જીદ'
લઈને બેઠી છે. કે મારે તો બાપુને મળીને જ જવું છે !રુકમણી એ કહ્યું. ને આગળ ઉમેર્યું .'એ પોતાનું નામ 'કળાવતી' કહે છે. અને ધીમે થી ઉમેર્યું . 'ને બાપુ એ ખૂબ ગોરી, યુવાન, અને સ્વરુપવાન છે !' રૂકમણી એ છેલ્લા વાક્ય માં ઘણું બધું કહી દીધું .
    'આપણી સેવિકા અને સાધિકાઓ થી પણ વધુ ?' બાપુએ હળવી મજાક કરી. અને બોલ્યા.' મોકલ અંદર, જાણીએ તો ખરા, કે એ શું કામે મળવા માંગે છે !' દશેક મિનિટમાં રુકમણી કલાવતી ને બોલાવવા આવી.એક પછી એક એમ ત્રણ ખંડ વટાવીને રુકમણી 'કલાવતી'ને બાપુની કુટિયામાં દોરી ગઈ. કલાવતી કુટિયા માં પ્રવેશતાં જ તેણી કોઈ મોંઘા પરફ્યુમસ નો છંટકાવ કરીને આવી હોય તેમ, કુટિયામાં અજબ ખુશ્બુ પ્રસરી રહી .
   બાપુ ની આશંકા સાચી ઠરી હતી. તેમણે જોયું તો ચાલુ સત્સંગ માં વ્યાસપીઠ સામે જ મંડપમાં પ્રથમ હરોળમાં આવીને બેસનાર એ જ યુવતી હતી. જેની સાથે કથા દર મિયાન, ક્ષણિક તારામૈત્રક રચાયું હતું.  એ જ યુવતી અત્યારે પોતાની સામે પ્રણામ કરતી ઉભી હતી .
  ' પ્રણામ ભગવંત !' કુટિયામાં જાણે કે રૂપાની ઘંટડી નો રણકાર થયો.          ' પ્રણામ, પધારો, બેસો !' બાપુએ સ્મિત વેરીને જમણો હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યા. અને પછી સામે જમીન પર બેસતી કલાવતી ને ઉદેશીને કહ્યું . 'ત્યાં નહિ દેવી. સામેના સોફા ઉપર બેસો !'      
   કલાવતી થોડી ખચકાઈ, ને સામેના સોફા ઉપર બેઠી.   રૂકમણી એ બાપુને પ્રણામ કર્યા.ને આંખોથી જવાની આજ્ઞા માગી. અને એક સ્મિત વેરીને તે બહાર નીકળી ગઈ
   આમ પણ આશ્રમ નો નિયમ હતો કે, બાપુ કોઈ સાધક- સેવિકા કે શિષ્ય સાથે અંગત ચર્ચા કે વાર્તાલાપ કરતા હોય ત્યારે કોઈ પણ બીજી વ્યક્તિએ હાજર ન રહેવું . ને તે બોલાવે નહીં ત્યાં સુધી કુટિયા માં પ્રવેશ પણ ન કરવો.
   બાપુ કલાવાથી સામે જોઈ રહ્યા .ગુલાબી વસ્ત્રોમાં કોઈ ગુલાબી ચહેરો લપેટાય ત્યારે બંનેનો રંગ મેચ થઈ જાય છે ત્યારે તે આંખને ગમે છે. પરંતુ જોઈએ એવી વેરાયટી નથી લાગતી .જ્યારે કોઈ ગુલાબી ચહેરો જાંબલી કલરનાં વસ્ત્રો માં લપેટાય ત્યારે તેની રોનક ઓર વધી જાય છે. ને તે હોય, તેનાથી પણ વધુ ગુલાબી લાગે છે . બાપુ એ નોંધ્યું કે તે યુવતી એ જાંબલી કલરની સાડી દક્ષિણી ઢબે પહેરવા ઉપરાંત ચણિયો અને બ્લાઉઝ પણ જાબલી કલરનાં તેને મેચિંગ થતાં જ પહેર્યા હતાં. 
    તેની સામે જોતાં બાપુ પોતાની યાદદાસ્ત ફંફોસી રહ્યા. આમ તો પોતાના ઘણા આશ્રમો હતા. અને તેમાં ઘણાં સેવક -સેવિકાઓ અને સાધકો હતાં .પરંતુ એ બધાં માં તેમણે આ યુવતીને ક્યાંય પણ જોઈ હોય, કે તેની સાથે મુલાકાત થઈ હોય એવું તેમને સ્મરણ ન હતું . પહેલી નજ રે જ આ સ્ત્રી એટલી આકર્ષક અને પ્રભાવશાળી લાગતી હતી, કે' તેને બહેન કે બેટી નું સંબોધન કરવું તેમને યોગ્ય ન લાગ્યું .
  ' કહીએ. હમે ક્યુ મિલના ચાહતે હૈ આપ ?'  બાપુએ હિન્દી