{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે સતિષભાઈને હાર્ટ એટેક આવ્યો છે. અને એક તરફ પ્રતાપ પોતાનો ગુનો કબૂલ કરીને કેમ આરાધના સાથે આમ કર્યું તેનું હકીકત જણાવી રહ્યો હોય છે હવે જોઈએ આગળ... } પ્રતાપના ગુના બદલ પોલીસના કઠોર વર્તન બાદ પ્રતાપે પોતાનો ગુનો કબુલ કરતા કહ્યું કે... મેં આરાધનાને જ્યારથી જોઈ ત્યારથી તે મને ખૂબ જ ગમતી હતી. હું તેની સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો...( બે વર્ષ પહેલા.. ) કોલેજનું એન્યુઅલ ફંકશન ચાલી રહ્યું હતું. તેમાં આરાધના પરીખનું નામ પફોર્મન્સ માટે અનાઉન્સ કરવામાં આવ્યું.. હું આરાધનાના વિચારોમાં ખોવાઈ જવા લાગ્યો.. મેં તેને હંમેશા દૂરથી જ જોયેલી હતી. ક્યારેય તેની સાથે વાત કરવાની હિંમત ન ચાલી.. " ક્યારેક તે સલવાર સૂટ અને દુપટ્ટામાં સજ્જ હોય.. અને લહેરાતા એવા ખુબ સુંદર તેના વાળ તેને ચહેરા નહી સ્પર્શતા હોય.. કાનના જુમખા તો જાણે તેના કાન પર લટકીને જ ધન્યતા અનુભવતા હોય, નાજુક નમણી કલાઈમાં કડલીયો ખનકતી હોય.. અને હા..ય હા...ય તેની ઝાંઝરનો ઝણકાર તો જાણે મારા હૃદયનો ધબકાર હોય.. જ્યારે તે કંઈ બોલતી હોય બોલતા બોલતા તેના સરકતા દુપટ્ટાને સરખો કરતા છલકાતા યૌવનને ઢાંકતી હોય.. જાણે તેને જોઈને કંઈક સેકન્ડ માટે હૃદય ધબકાર ચૂકી જતુ હોય.. " તેના વિચારોમાં જ ખોવાયેલો હતો ત્યાં જ અચાનક ગીત શરૂ થયું.. આરાધના સ્ટેજ પર ઊંધી ફરીને ઉભી હતી .. સ્ટેજ પર લાઈટ્સ પણ બંધ હતી.. જેવું મ્યુઝિક શરૂ થાય છે અને લાઈટ્સ સીધી આરાધનાના ચહેરા પર પડે છે. હૃદય જાણે ધબકાર ચૂકી જાય છે..प्रेम मेरी आंखों में है।प्रेम मेरी सांसों में है।प्रेम मेरे होठों पर है।प्रेम मेरी बातों में है।बनी बनी बनी रे बनी प्रेम दीवानी बनी ( २ )अब क्या करें दिल दीवाना । हाये ( २ )लगी लगी लगी रे लगी प्रेम की धुन ये लगी ( २ )अब क्या करें दिल दीवाना । हाये ( २ )प्रेम मेरी आंखों में है।प्रेम मेरी सांसों में है। હું તેને એકી નજરે જોતા જ રહી જઉં છું કે લાલ ચોલીમાં કેવી સજ્જ છે. હવામાં ડાન્સ કરતા કરતા લહેરાતા તેના ખુલ્લા વાળ. અને પોતાની નટખટ અદાઓથી જે ડાન્સ કરી રહી હોય છે તે જોઈને જાણે કોઈપણ પોતાનું દિલ હારી જાય. એમાં હું તેની સુંદરતાનો તેના વ્યક્તિત્વનો તેની અદાઓનો દીવાનો બની ગયો હતો.औरों के चेहरे में देखु चेहरा जिसका जिसका जिसका औरों के संग जुड़ती हूं मैं नाम उसका.. होोो...होठों पर मैंने सजाया है हर गीत जिसका जिसका जिसका नस नस में मेरी समय है प्यार उसका...प्रेम मेरे अपनों में है।प्रेम मेरे सपनों में है।प्रेम मेरी पलकों में है।प्रेम मेरी अलको में है।सजी सजी सजी रे सजी प्रेम के लिए सजी ( २ )अब क्या करें दिल दीवाना । हाये ( २ )प्रेम मेरे होठों पे है।प्रेम मेरी बातों में है।... હું તેને જોઈ જોઈને અંદર અંદર ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો. અને મેં નક્કી કરી લીધું હતું કે હું તેને આજે પ્રપોઝ કરીને જ રહીશ. તેણે આ ડાન્સ પર્ફોર્મન્સ પણ જાણે મારા માટે જ કર્યું હોય તેવું મને લાગી રહ્યું હતું.. આ ગીતના એક એક શબ્દ જાણે એ મારા માટે તે ફીલ કરીને ગાઈ રહી હોય અને તેની પર ડાન્સ કરી રહી હોય તેવું મને લાગી રહ્યું હતું.. હું વિચારી વિચારીને મનો મન ખૂબ જ હરખાઈ થઈ રહ્યો હતો...कहना है कहना है कहना है आज तुझसे तुझसे तुझसे।ले जाना ले जाना ले जाना.. मुझको मुझसे.. होोो...बैठी हुई हूं मैं तेरे लिए हाये .. कब से कब से कब से..तुझे कहा है तो कह दूंगी मैं जाके सबसे...प्रेम मेरी धड़कन में है।प्रेम मेरी तडपन में है।प्रेम मेरे मन में है।प्रेम मेरे तन में है।चली चली चली रे चली प्रेम से मिलने चली ( २ )अब क्या करें दील दीवाना । हाये ( २ )बनी बनी बनी रे बनी प्रेम दीवानी बनीलगी लगी लगी रे लगी प्रेम की धुन ये लगीअब क्या करें दिल दीवाना हाये.. अब क्या करें दिल दीवानाप्रेम मेरी आंखों में है।प्रेम मेरी सांसों में है।આરાધનાનું પર્ફોર્મન્સ પૂરું થયું અને થોડીવારમાં અનાઉન્સ થયું કે આરાધના આ ડાન્સમાં જીતી ગઈ છે. ટીચર્સ લોકોએ તેને ઇનામ આપીને સન્માનિત કરી હતી.. આ તરફ માત્ર મ્યુઝિક વાગી રહ્યુ હતુ. હું ખુશીના મારે હોલની બહાર નીકળીને તેને પ્રપોઝ કરવા માટે જઈ રહ્યો હતો.. અડધા કલાક સુધી મેં તેની રાહ જોઈ. ત્યારબાદ તેને કેમ્પસમાં જોઈ.. મેં તેને માટે ખૂબ જ સુંદર ફ્લાવર બુકે પણ લઈ રાખ્યું.. તેની સુંદરતા અને તેના વ્યક્તિત્વ અને પ્રભાવ આગળ નર્વસ ફીલ કરતો હતો. છતાં પોતાના હ્રદયના ધબકારને જાણે સંભાળીને હું તેની સામે પ્રપોઝ કરવા જઈ રહ્યો હતો ત્યાં જ પ્રિતેશ તેની સામે આવી જાય છે.. { શું પ્રતાપ આરાધનાને પ્રપોઝ કરી શકે છે ? અને આગળ સતિષભાઈનું શું થાય છે ? તે જાણીશું હવે આવતા ભાગમાં .... } ત્યાં સુધી મિત્રો વાંચતા રહો ,, ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો ,, ધન્યવાદ.. 🙏