Takdirni Ramat - 3 in Gujarati Fiction Stories by Ruchita Gabani Kakadiya books and stories PDF | તકદીરની રમત - ભાગ 3

Featured Books
Categories
Share

તકદીરની રમત - ભાગ 3

"સોરી પ્રણય, હું ઘર છોડીને જઈ રહી છું."

૨ મિનીટ સતત પ્રણયનાં મનમાં આ જ વાક્ય ઘૂમ્યાં કર્યું. આંખોમાં આંસુ કેમેય કરીને રોકાતા નહોતા. પહેલાં ઈશાન, અને હવે ક્રિષ્નવી પણ એને આ રીતે છોડીને જતી રહેશે એવું તેણે ક્યારેય વિચાર્યું નહોતું.

હિમ્મંત કરીને તેણે લેટર આગળ વાંચ્યો,

"હું જઉં છું, કારણકે આ ઘરમાં હવે રહેવું મારી માટે અસહ્ય છે. મને બધી બાજુ ઈશાન ના હોવા છતાંય દેખાયા કરે છે. એનું એ ખિલખિલાટ હાસ્ય, એનું 'મમ્મા મમ્મા' કહીને મને બોલાવ્યાનાં ભણકારા વાગે છે.

તું તો જાણે હાજર હોવા છતાંય અમારી સાથે ઘણાં સમયથી હતો જ નહી. એટલે તારી સાથે અને ખાસ તો ઈશાનની ગેરહાજરી સાથે આ ઘરમાં રહેવું મારી માટે હવે શક્ય નથી.

સાચું કહું તો.. સાચું કહું તો મને વધારે, તારા પર ગુસ્સો આવે છે. તું આપણાં દીકરાનું બસ થોડીવાર માટે ધ્યાન ન રાખી શક્યો? બસ થોડીવારની જ વાત હતી.

અમારી જવાબદારીમાંથી તો તે જાણે નિવૃત્તિ લઈ જ લીધી હતી, પણ તું બે ઘડી મારાં ઈશાનને ન સાચવી શક્યો. જે બન્યું એ માટે તું ૧૦૦% જવાબદાર છે કે નથી એ મને ખબર નથી પણ.. અત્યારે તો મારો ગુનેગાર તું જ છે મને બસ એટલી જ ખબર છે.

અત્યારસુધી મને થોડી ઘણી આશા હતી કે તું મારી નહિ, તો આપણાં ઈશાન માટે સુધરીશ. પણ હવે તો એ કારણ જ નથી રહ્યું એટલે..જતા જતા હજી એક વાત તને કહેવાનું મન થાય છે. હું જાણતી હતી પ્રણય... હું જાણતી હતી કે તું મને પ્રેમ નથી કરતો, બસ સમય પસાર કરવા માટે મારી સાથે પ્રેમ અને લગ્નનુ નાટક રચ્યું હતું.

પહેલાં મમ્મી-પપ્પા, પછી કાકા-કાકી, મારો ઈશુ.. હવે તો મારે પણ જોવું છે કે ભગવાન હજી કેટલો નિષ્ઠુર બની શકે છે મારી સાથે."

પ્રણય છેલ્લાં શબ્દો વાચતાં જ ભૂતકાળમાં સરી પડ્યો. એને કોલેજના દિવસોની યાદ આવી ગઈ, જ્યારે પ્રણય અને ક્રિષ્નવી પહેલીવાર મળ્યાં હતા.

પ્રણય હતો એકદમ અલ્લહડ, યુવાનીનાં જોરમાં થોડો નફ્ફટ, બેફિકર માણસ.

ક્રિષ્નવી, પ્રણયની જ કોલેજની લાબ્રેરીમાં જોબ કરતી હતી. એકદમ સીધી સાદી, શાંત અને સરળ સ્વભાવની. કોઇની સાથે વધારાના શબ્દોની આપ લે કે મગજમારી ન કરે એવી. ચોપડીઓની દુનિયામાં એને ખોવાઈ જવું બહુ ગમે, એટલે તેણે લાઇબ્રેરીમાં કામ કરવાનું પસંદ કર્યું.

થોડા પૈસા પણ આવે અને કાકીના રોજનાં મહેણાં અને કંકાસીયા સ્વભાવથી થોડી ક્ષણો છૂટકરો પણ મળે. નવરાશની પળોમાં એ નત-નવા વિષયોનાં પુસ્તકો ખોલીને જાતે જ ભણતી અને શીખતી.

પ્રણયને આમ તો ભણવા કે લાઈબ્રેરી સાથે કોઈ દૂર દૂર સુધી સંબંધ નહોતો પણ ચેલેન્જ લેવી ગમે. તેના ગ્રુપમાં એકબીજાને નત-નવી ચેલેન્જ આપીને ટાઈમપાસ કરવાનું શરૂ જ હોય. 

એકદિવસ પ્રણય તેના મિત્રો સાથે એમ જ ગપ્પા મારતો બેઠો હતો. એટલામાં ક્રિષ્નવી ત્યાંથી પસાર થઈ, પ્રણયની અનાયાસે તેના પર નજર ગઈ. સાથે બેઠેલા વિસ્મય ને એમ કે ક્રિષ્નવી આપણાં ભાઈને સારી લાગી એટલે એ તો એના વિશે માહિતી આપવા લાગ્યો,

"મેડમ છે તો આપણી જ ઉંમરના, પણ કોલેજમાં ભણવા નહીં, લાઈબ્રેરીમાં જોબ કરવા આવે છે. નામ છે એનું ક્રિષ્નવી. પહેલા વડોદરામાં રહેતી હતી પણ પેરન્ટસનાં ગુજરી ગયા પછી તેના કાકા-કાકી સાથે રહે છે. કાકી છે જાણે ગુજરાતી પિક્ચરની  ખલનાયીકા."

"અરે વિસ્મય, બસ કર. તારી માહિતીના પિટારાને  બંધ કર હવે. મને એમાં કોઈ રસ નથી.", પ્રણયે હસતાં કહ્યું.

"મને એમ કે તું જોવ છે તો તને ગમી હશે, એટલે.."

"એક વાત કહે મને, તને આટલીબધી નખશીખ માહિતી બધા વિષે મળે છે ક્યાંથી? અને એટલું બધું બીજાં વિષે યાદ રાખે છે એના કરતાં ભણવામાં ધ્યાન આપ્યું હોત તો કોલેજમાં ટોપર હોત, ટોપર."

"ભાઈ, તું તારા ભાઈને ઓળખતો નથી. આપણી પહોંચ દૂર દૂર સુધી છે.", વિસ્મયે વટથી પોતાનો કોલર જરાક ઉંચો કર્યો. પછી કંઈક મસ્તી ભરેલાં અવાજમાં આગળ વાત કરી, "પ્રણય, ચાલ હું તને ચેલેન્જ આપું. આ છોકરી..આ છોકરી ને તું પટાવીને દેખાડ તો હું તને માનું."

"બે તું જા ને યાર.. આ મારી ટાઈપની નથી."

"ચેલેન્જ થોડી અઘરી છે એટલે બહાનાં ના બનાવ."

"ઓ..મારી માટે કશું અઘરું નથી.", ચપટી વગાડતાં પ્રણયે કહ્યું, "જો આમ, અઠવાડીયાંમાં એને મારાં પ્રેમમાં ના પાડુ તો હંમેશા માટે ચેલેન્જ રમવાની બંધ કરી દેશે આ પ્રણય શાહ.

અને પછી પ્રણયાના લાઈબ્રેરીનાં ચક્કર વધતા ગયા. કંઈક ને કંઈક બહાનું બનાવીને તે ક્રિષ્નવીને રોજ મળતો રહ્યો. ક્યારેક બુક શોધવાનું બહાનું, કે પછી બુક પાછી આપવાનું બહાનું શોધીને તે ક્રિષ્નવી સાથે વાત કરી જ લેતો.

ક્રિષ્નવી ભોળી જરુર હતી પરંતુ મૂર્ખ નહીં. એ સમજી ગઈ કે પ્રણય એની સાથે મૈત્રી કરવાનાં બહાનાં શોધી રહ્યો છે. તેને કોઈ બીજાં મિત્રો તો હતા નહીં, એટલે એણે પણ કોઈ અણગમો દેખાઽયો નહિં.

ઉડતી ઉડતી તેને વાત તો મળી જ હતી, પ્રણયનાં સ્વભાવ અને આ ચેલેન્જની રમતો રમવાનાં શોખ વિષે. છતાંય તેણે પોતાની જાતને રોકી નહીં. કારણકે, સાચું કે ખોટું પ્રણય જે હોય તે..એ ક્ષણ ભરની મુલાકાતો ક્રિષ્નવીની બેરંગ અને ઉદાસ જીંદગીમાં ખુશીઓના થોડા રંગો ભરી જતી હતી. બાકી એના જીવનમાં દુઃખ સિવાય હતું જ શું?

ધીમે ધીમે પ્રણયનો સાથ તેને ગમવા લાગ્યો હતો. એ જાણતી હતી કે આ બધું થોડા દિવસની રમત જ છે છતાં એ પણ આ રમત રમવા માંગતી હતી.

એકદિવસ પ્રણય એ બુક રિટર્ન કરતી વખતે અચાનક જ ધીમેથી કહી દીધું,

"આઈ લવ યુ"

"શું??"

"ક્રિષ્નવી, હું તને પ્રેમ કરું છું."

"એમ. કેટલા દિવસ?"

"કેટલા દિવસ એટલે? હંમેશાં માટે."

"તું જાણે છે જ શું મારા વિશે."

"બધું જ. તારા પેરન્ટસ. તારા કાકી કાકા."

"સારુ઼ં. તો ચલ, ભાગી જઈએ અને લગ્ન કરી લઈએ." ક્રિષ્નવીએ પણ દાવ ફેંક્યો.

સીધી-સાદી લાગતી ક્રિષ્નવી આવું કશું કહેશે એવી તો પ્રણયને સ્વપ્ને પણ આશા ન હતી. બે ઘડી તેને મનોમંથન કર્યું. એ કાંઈ ચાર દિવસની મુલાકાત થઈ હોય એવા છોકરા સાથે લગ્ન કરવા માટે બધું મૂકીને આવવા થોઙી તૈયાર થશે? બસ મને ડરાવવા અને અજમાવવા એવું કહી રહી છે.

"હા. ક્યારે ભાગવું છે તું બસ કે ખાલી.", પ્રણયે લાંબી ફેંકવાનું ચાલુ જ રાખ્યું.

"કાલે જ નીકળી જઈએ.", ક્રિષ્નવીએ થોડુંક વિચારીને કહ્યું.

"આ તો ભાઈ મારી કરતા પણ મોટી ખેલાડી નીકળી", પ્રણય મનમાં જ ગડમથલ કરી રહ્યો હતો. "આટલી બધી ચેલેન્જ લીધી છે તો એક ઓર સહી. બે-ચાર દિવસ ફેરવીને છોડી દઈશ તેને. અત્યારથી લગ્નની પળોજણ મને નથી જોઈતી."

"ઓકે, તો મળીશું કાલે બપોરે બે વાગ્યે સીતારામ નગરની જનતા આઈસક્રીમ શોપ પર."

બન્નેવએ વાત તો એવી રીતે કરી જાણે વાત લગ્નની નહિ, બસ આઈસક્રીમ ખાઈને છૂટા પડી જવાની હોય.

બીજા દિવસે પ્રણય બે વાગ્યે જનતા આઈસક્રીમની દુકાનમાં આરામથી બેઠા બેઠા ચોકોબાર ખાઈ રહ્યો હતો. એને તો ૧૦૦% ખાતરી હતી કે ક્રિષ્નવી નહિં જ આવે. એમ કંઈ થોડી કોઈ છોકરી ગમે તેની સાથે ભાગવા માટે તૈયાર થઈ જાય?

બે ના બદલે ત્રણ વાગ્યા. અને ક્રિષ્નવી એક નાનકડી એવી બેગ લઈને આવતી દેખાણી. પ્રણયને તો ભારે આઘાત લાગ્યો કે આ તો ખરેખર બધું મૂકીને આવી ગઈ! હવે? જિંદગીમાં પહેલીવાર તેને લીધેલી ચેલેન્જ ભારે પડશે એવું લાગી રહ્યું હતું.

"મને એમ હતું કે તું નહિ આવે.", પ્રણયે ખચકતા કહ્યું.

"કેમ? હું આવી એ તને ના ગમ્યું?", ક્રિષ્નવી હસીને બોલી.

"ના ના. અફકોર્સ. મેં જ બોલાવી અને હું ઈચ્છતો હતો કે તું આવે.", પ્રણયે ખોટું હસીને મનના ભાવ છુપાવવાની કોશિશ કરી.

ઈચ્છા તો થઈ આવી કે અત્યારે જ તેને ચેલેન્જ વાળી વાત કહી દે. પણ પોતાના પર વિશ્વાસ કરીને, ઘર મૂકીને આવેલી જોઈને તેનું દિલ તોડવાનું મન ના થયું પ્રણયને.વિચાર્યું કે બે-ચાર દિવસ ફરી લે, સાથે રહે તો કદાચ એ જ સમજીને એને છોડીને જતી રહેશે.

પણ તેને ક્યાં ખબર હતી કે ક્રિષ્નવીને પહેલેથી પ્રણયના જુઠાણાંની જાણ હતી જ. કાકીનો ત્રાસ અને રોજના મહેણાંથી કંટાળીને ભાગી જવાનું ઘણા સમયથી વિચારતી જ હતી. પણ જવું ક્યાં? એમ વિચારીને હિંમત નહતી કરી શકી.

માતા-પિતાના મૃત્યુ પછી એને સ્નેહ મળવો તો દૂર, દિવસનું શાંતિથી ભોજન પણ નસીબ ન હોતું. કાકીએ બસ એને એક ભાર સમાન જ ગણી, અને કાકી માટે તો એ મફતની નોકર જેવી હતી.

રોજ ઉઠતાની સાથે જ કામની ગોઠવણ શરૂ થઈ જતી. સાફસફાઈ, રાંધણકામ, કચરા-પોતા, કશું બાકી ન રહે. જરા મોડું થાય કે ભૂલથી કંઈ પડી જાય તો ગાળો, ધક્કા, ક્યારેક હાથ ઉગારી દેતાં પણ કાકી મૂંઝાતા ન હતા. ક્રિષ્નવી આ ત્રાસનો વિરોધ કરવા જાય તો જવાબ હંમેશા એક જ, "આજે નહી, તો ક્યારેક તો તને આ ઘર છોડવું જ પડશે!"

ભણવા જાય એ પણ કાકી માટે ફક્ત એક ઉપદ્રવ હતો. "શું કરવાની છે ભણીને? છેવટે તો પરણીને રસોઈ જ કરવાની છે!", એવી વાતો એના મનને કચડતી. તેણે ભણતર છોઙીને નોકરીએ લાગી જવું પઽયું. પણ ક્રિષ્નવીને અંદર એક બળ હતું. એને ખબર હતી કે એક દિવસ આ ત્રાસમાંથી છુટકારો જરૂર મળશે. બસ એક તકની રાહ હતી. અને એ તક અજાણતા જ  પ્રણયએ તેને આપી.

પ્રણયની વાત સાંભળીને તેને પોતાનું નસીબ અજમાવવાનું મન થયું. જોવું હતું તેને કે ભગવાન આગળ હજી શું ખરાબ કે કદાચ કંઈ સારું કરી શકે છે. એટલે જ તે ઘર છોડીને ચાલી આવી.

થોડીવાર તો બન્ને ત્યાં જ બેઠા રહ્યા. કોઈ વાતચીત તો ના થઈ કેમકે બંનેવ મનમાં ને મનમાં પોતાના જ વિચારોની દુનિયામાં ખોવાયેલા હતા.ક્રિષ્નવી પોતાના ભરોસે આવી હતી એટલે તેને ક્યાંક લઈ જવી જ પડશે એમ વિચારીને પ્રણયે બાઈકમાં બેસાડીને બાઈક ચાલુ કરી.

પણ ક્યાં લઈ જવી? પોતે હોસ્ટેલમાં રહેતો હતો ત્યાં? ના ના.. એ તો બોયઝ હોસ્ટેલ છે ત્યાં ના લઈ જઈ શકાય. તો બીજે ક્યાં?

પ્રણયના મનમાં શું કરવું? ક્યાં જવું એ વિચારો જ શરૂ હતા. બાઈકની સ્પીડ વધારે હતી અને સિગ્નલ બંધ હોવાથી એક માણસ ફોનમાં વાત કરતો કરતો પોતાની જ ધૂનમાં રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ તો ક્રિષ્નવીએ પ્રણયનું નામની રાઽ પાડી એટલે પ્રણયનું ધ્યાન ગયું અને બાઈકને અથડાતી રોકવા તેણે બ્રેક મારી. ક્રિષ્નવી એકસાઈડ બેઠેલી હતી એટલે એ તો અજાણતા જ પડી ગઈ, અને બાઈક થોડીક આગળ જઈને રોડ પર થોડી ધસડાયા પછી ઉભી રહી.એ ભાઈ તો બચી ગયા. ક્રિષ્નવી ચાલુ ગાડીમાંથી પડી જવાથી જરાક સ્ક્રેચ પડ્યા. પણ પ્રણય ઘણો છોલાઈ ગયો. અને અંદર હાથ અને પગમાં મુઢમાર વાગ્યો.

 બપોરનો સમય હતો એટલે બહુ પબ્લીક હતું નહીં. એક ભાઈએ મદદ કરવાની કહ્યું પણ ક્રિષ્નવીએ બાઈક સાઈડમાં મુકી દેવાનું કહીને પોતે રિક્ષામાં પ્રણયને નજીકની ક્લિનિક પર જાતે લઈ ગઈ અને ડ્રેસિંગ કરાવ્યું. ક્રિષ્નવીની પોતાની કાળજી લીધી એ વાત ગમી પ્રણયને.

"પ્રણય, આપણે ક્યાં જશું?", ક્રિષ્નવીએ પૂછ્યું.

"મંદિર જઈએ? લગ્ન કરવા !!"

પ્રણયએ મનમાં નક્કી કરી લીધું. કે હવે આ છેલ્લો દાવ છે. જો એ લગ્ન ન કરે તો તો વાતાઁ જ પુરી થઈ જવાની છે. અને જો હા કહે તો? તો બસ..એની સાથે જ ગમે તેમ લગ્ન નિભાવી લેવા. પ્રેમનું તો શું છે, થઈ જાય એ તો સાથે રહેતા રહેતા. અરેંજ મેરેજમાં પણ એવું જ હોય છેને઼.

બસ. બંનેવએ લગ્ન કરી લીધા. હોસ્ટેલ છોડીને છેલ્લાં વર્ષના બે મહિના હતા એ પૂરાં કરીને, ભાડાનું ઘર લઈને નોકરી કરવા લાગ્યો.

ધીમે ધીમે તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા.સાથે ગાળેલાં પળોમાં એક અનોખી મીઠાશ આવી.વાતો વચ્ચે હળવી મજાક, નઝરો વચ્ચે અહેસાસ ઉંડો થયો. પ્રેમ શબ્દોથી નહીં, લાગણીઓથી વ્યક્ત થવા લાગ્યો. રમતમાં કરેલો અખતરો સદનસીબ બની ગયો.

ક્રિષ્નવીનો ચેહરો યાદ આવતા પ્રણયના ચહેરા પર આત્યારે પણ મંદ સ્મિત આવી ગયું. 

લેટર એકતરફ મૂકીને તે કંઈક નક્કી કરીને ઊભો થયો. મદીરાપાણી અને જુગાર રમીને ઘણો સમય બગાડ્યો, હવે ફરી કમાવવાની, કંઈક બનીને ક્રિષ્નવીને પોતાની જીંદગીમાં પાછી લાવવાનો સમય આવી ગયો છે. મહેનત કરવા તેનુ મનોબળ મક્કમ હતું.

---------------------------------------------------

૬ મહિના પછી...

ક્રિષ્નવી રમકઙાની દુકાનમાં બહારથી દેખાતી એક કાર સામે અપલક નયને જોઈને ઉભી હતી.

"ઈશાનના મમ્મી," કોઈએ તેને બુમ પાડી. અવાજ ક્યાંક સાંભળ્યો હોય તેવો લાગ્યો. પાછળ ફરીને જોયું તો અર્જુન પોતાના પપ્પા વનરાજ સાથે ઊભો હતો.