Widowhood in Gujarati Short Stories by Dhamak books and stories PDF | વૈધવ્ય ફળિયુ

The Author
Featured Books
Categories
Share

વૈધવ્ય ફળિયુ

વૈધવ્ય ફળ્યુંકોઈને પણ સામાન્ય પ્રશ્ન

થાયકે આવું કેમ લખ્યું છે?


એક સ્ત્રી વિધવા થાય તો તેને વૈધવ્ય કેમ ફળે એવો પ્રશ્ન કોઈને પણ થાય. પણ તમે મારી વાર્તાસાંભળશો તો તમને પણ થશે કે હા સાચી વાત છે.

વાર્તાના પાત્રો આ પ્રમાણે છે:

* મુખ્ય પાત્ર (ગોમતી)* પિતાનું નામ (મનુભાઈ)* મુખ્ય પાત્રની માતાનું નામ (સવિતા)* ભાઈનું નામ (ભોલુ)* બહેનનું નામ (ધની)* ગોમતીના પતિ નું નામ (મહિપત)* ગોમતીના દેરનું નામ (દિપક)* ગોમતીની સાસુ નું નામ (કમળા)

એક નાની છોકરી (ગોમતી) હોય છે.તે માત્ર આઠ વર્ષની થાય છે.

ત્યાં તેની મા (સવિતા) નો દેહાંત થઈ જાય છે.

તેને એક ભાઈ (ભોલુ) હોય છે અને એક જન્મેલી બેન (ધની) હોય છે તેને મૂકી અને તેની મા મરી જાય છે.

એટલે કે તેનો દેહાંત થઈ જાય છે પણ દુઃખનો પહાડ તૂટી પડે છે તે છોકરી (ગોમતી) માથે એક દાદી (યમુના) હોય છે પણ તે પણ કાંઈ છોકરાઓનું ધ્યાન રાખતી નથી હોતી. બધી જવાબદારી એ આઠ વર્ષથી નાની છોકરી ગોમતી માથે આવી જાય છે.દાદી યમુના બહુ લુચ્ચી હોય છે નાની આઠ વર્ષની છોકરી પાસે ઘરનું બધુંય કામ કરાવે અને છોકરાઓને પણ સાચવવાનું. ધીરે ધીરે નાની છોકરી (ગોમતી)એ બધી જવાબદારી પોતાની માથે લઈ લે છે અને છોકરી સાથે ભણતી પણ જાય છે નાના ભાઈ બહેનને પણ તે ભણાવે છે નાનુભાઈ ભોલુ તેની બધી વાત માંનતો હોય છે અને સૌથી નાની બહેન (ધની) તેને મોટી બહેન નહીં પણ માની ઠેકાણે સમજતી હોય છે.ધીરે ધીરે છોકરાઓ મોટા થવા લાગે છે. કેમ 16-17 વર્ષ વયા જાય છે તે ખબર પણ નથી પડતી ઘરની રસોઈ અને કામકાજ અને છોકરાઓ સાથે જવા માટે એક માની જેમ તે બધી જવાબદારી પૂરી કરે છે, બાપ (મનુ ભાઈ)ને જમાડી ટિફિન આપે છે છોકરાઓને સ્કૂલે મોકલે છે દાદીના પગની માલિશ કરી અને પગ દાબે છે. છતાં યમુના દાદીને ગોમતી કોઈ દી ગમતી નથી તે હંમેશા તેને કામવાળીની જેમ ઘરના કપડાં વાસણ કરાવે છે આમ કરતા તેની જિંદગી નીકળે છે.એક દિવસ સાંજે એના પપ્પા ઘરે ફરે છે ત્યારે તેની દાદી સાથે વાત કરતા હોય છે કે મોટી દીકરી માટે એક માંગુ આવ્યું છે પણ હજી દીકરીને બે ત્રણ વર્ષની વાર છે મેં તો એવું કહી દીધું. કહે કહે તો ખરી કેવા લોકો છે કોનું માંગુ છે. સારું કહું છું સ્વર્ગીય જીવાભાઈ તમે ઓળખો છો સામા પર હાઇવે પર એક સરસ મજાનો રોડ ઉપર એક નાનો ઢાબા જેવું છે. છોકરાની માં (મણી) બહેન ઢાબુ ચલાવે છે એક નાનો છોકરો દિપક છે તે ભણે છે. ડોસી કહે જો ઘર સારું હોય તો છોકરીને હવે પરણાવી દેવાય માથે સાપનો ભારો ના રખાય જેમ બને તેમ જલ્દી ઘરમાંથી સાપનો ભારો કઢાય. બાપ કહે છે તમારી વાત તો સાચી છે પણ છોકરા વિશે થોડીક જાણકારી તો કાઢવી પડે ને. છોકરાનું નામ (મહિપત) છે અને તેના વિશે કાંઈ કોઈ સારું કહેતો નથી. દાદી કહે છે કાંઈ જરૂર નથી આપણા નાતીલા જ છે પછી શું એમાં તપાસ કરવી નહીંને તપાસ કરાવી અને કોઈને ખબર પડે તો ખરાબ લાગે તુ તો ઝડપ પરણાવાની તૈયારી કર. દાદીના કહેવાથી છોકરીનો બાપ છોકરા વિશે વિશે તપાસ કરાવતો નથી. અને ગોમતીને પૂછપરછ વગર એમનેમ રામ ભરોસે મહિપત હારે પરણાવી દે છે.લગ્નની પહેલી રાત્રે ગોમતી પતિ મહિપત ઘરે આવતો નથી આખી રાત ગોમતી મારી પત્ની રાહ જોતી રહે છે. બીજે દિવસે સવારે ગોમતીની સાસુ તેને ઘરના કામમાં લગાડી દે હજી તો ગોમતીની હાથની મહેંદી પણ ગઈ નથી હોતી ત્યાં ગોમતી માથે ઘર અને ઢાબાની બધી જવાબદારી આવી જાય છે ઘરનું કામ બધું કરી અને જો ધાબે પહોંચતા થોડોક મોડું થાય તો ગોમતીની સાસુ માણી ડોશી ગાળોની રમઝટ બોલાવી અને ગોમતીને ઢોર માર માર મહિપત પાસે મરાવે. અને મહિપત પણ ચરસના નશામાં કંઈ પણ સમજ્યા વગર મણી ડોસીની બધી વાત માંને ઘણીવાર નાના દેરને તેની ભાભી પર દયા આવે તો તે છોડાવવા જાય તો તેને પણ મહિપત ઢોર માર મારતો. આમ કરતા કરતા એક વર્ષ વહી જાય છે ગોમતીને એક દીકરી થાય છે. ગોમતી દીકરીના પોતાના જીવ પરવા જાય છે પણ રોજના ઢોર માર અને મહેણાંથી તેની માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે એક દિવસ ગોમતી કંટાળીને આપઘાત કરવા જવાનું વિચારે છે. અને પાણીના ડેમમાં પડવા જાય છે ડેમ પાસે પહોંચી અને અનાયાસે નીચે પાણીની અંદર જુએ છે તો તેને પોતાની દીકરીનું મોઢું દેખાય છે. ગોમતી ડેમની પાળીએ બેસી અને જોર જોરથી રોવા લાગે છે. જાણે કેટલાય વર્ષનું દુઃખ હોય તે આજે જ એના આંસુમાં વહાવી દેવા માંગે છે તે થોડીક વાર ત્યાં જ બેઠી રહે છે. બે ત્રણ કલાક પછી તેનો દેર તેને શોધતો શોધતો દોડતો દોડતો આવે છે અને કહે છે ભાભી... ભાભી.. ગોમતી જાણે સાંભળતી જ નથી... ગોમતીનો દેર દિપક તેના હાથનું બાવડું હલાવી અને કહે છે ભાભી ભાઈ નું એક્સિડન્ટ થઈ ગયું છે અને એક્સિડન્ટમાં તેમનું મૃત્યુ થયું છે જટ ઘરે હાલો તમને બધા ગોતી રહ્યા છે. ગોમતીને કાંઈ સમજાતું નથી તે તેના દેર ભેગી પાછી ઘરે ફરે છે. ગોમતીની સાસુ મણી તેને કેટલાય મહેણા ટોણા મારે છે. કે આ કુબજા, ચુડેલ, જે ડાકણ મારા ઘરે આવી છે મારા ઘરનો નાશ થયો છે મારા જુવાન દીકરાને ભરખી ગઈ. ગોમતી એક શબ્દ બોલતી નથી પોતાની છોકરીને લઈ રસોડામાં જતી રહે છે. ગોમતી વિધવા થઈ ગઈ તેનું તેને બિલકુલ દુઃખ નથી અફસોસ નથી આંખમાં એક આંસુનું ટીપું પણ નથી.પાડોશની એક બાઈથી રહેવાતું નથી અને બોલી જાય છે બિચારી ગોમતી. વરના ત્રાસ માંથી તો છૂટી ગઈ પણ કોણ જાણે કેદી આ સાસુના ત્રાસ માંથી છુટકારો મળશે. આડોસ પાડોસ ની બૈરાઓ અંદરો અંદર વાતો કરે છે હવે ગોમતી નું શું થશે. આ તો સારું છે નાનો દેર સારો છે ગોમતીનું ધ્યાન રાખે છે નહિતર આ મણી ડોશી તો જીવવા દે તેવી નથી. બીજી બાઈ કહે તારી વાત સાચી છે આ મણી કોઈને રાંધ્યા ધાન ખાવા દે એવી નથી. ગોમતી વાત સાંભળે છે અને કંઈ બોલતી નથી જાણે કે એક નરાધમ માંથી છુટકારો મળ્યો હોય એવો હાશકારો તેના મુખ પર દેખાય છે.હજી તો અઠવાડિયું નથી થયું હતું ત્યાં ગોમતીને પાછી કામે લગાડી દે છે ઘરથી ઢાબે અને ઢાબેથી ઘરે. નાનો દેર સમજદાર હોય છે એટલે તે પણ તેની ભાભીને કામમાં મદદ કરે છે. થોડાક સમયમાં બાદ. બે ત્રણ વર્ષમાં મણી ડોશી પણ મરી જાય છે અને ગોમતીને બધી રીતે છુટકારો મળી જાય છે હવે ગોમતી પોતાની રીતે જીવન જીવી શકે છે. પણ ગોમતીની સામે તેનો નાનો દેર હોય છે. તે તેને દીકરાની જેમ માનતી હોય છે અને ગોમતીનો દેર પણ તેને માની ઠેકાણે સમજતો હોય છે. ગોમતી પોતાની જવાબદારી બાખૂબી નિભાવે છે અને પોતાના નાના દેર અને નાનીચોક્કસ, ગોમતી પોતાની જવાબદારી બાખૂબી નિભાવે છે અને પોતાના નાના દેર અને નાની દીકરીને મોટા કરે છે. ગોમતી મોઢાની અંદરનું કામ બધું સંભાળી લે છે અને તેનો નાનો દેર ઢાબાની બહારનું કામ વધુ સંભાળી લે છે. રોજ કેટલાય ખટારા વાળા આવે છે અને જાય છે તે બધાયને શું ખવડાવવું પીવડાવવું તે બધું એનો દેર સંભાળી લે છે ગોમતી રસોઈ સંભાળે છે એમ કરતાં કરતાં હવે ગોમતી પાસે ઢાબાની જગ્યાએ મોટી હોટેલ થઈ જાય છે. અને થોડાક પાંચ છ રૂમ પણ બનાવી લે છે.હવે ગોમતીનો દેર દીપક મોટો થઈ ગયો છે અને દીકરી પણ ફોરેનમાં સ્વીઝરલેન્ડ માં ભણે છે અને કમાઈ છે. થોડાક એક બે વર્ષમાં દીકરી પોતાની મા ને સ્વીઝરલેન્ડ ફરવા બોલાવી લે છે. સ્વીઝરલેન્ડ થી પાછા આવીને ગોમતી પોતાના દેર દિપક ના લગ્ન કરી દે છે અને તેને તે હોટેલ સોંપી દે છે અને પોતે પોતાની એક હોટેલ ખોલે છે જેમાં રહેવાના રૂમ સિવાય બીજી ખાવા પીવાની ફેસિલિટી પણ હોય છે એ ઉપરાંત બાળકોની નજરમાં રાખી અને તેના માટે પણ એક અલગ વ્યવસ્થા કરી હોય છે. હવે ગોમતી તે દુઃખીયારી વિધવા સ્ત્રી નથી રહે તે એક સ્માર્ટ ડિજિટલ વર્ડમાં ખપા સાથે ખભો મિલાવીને ચાલનારી એક બિઝનેસ મોમેન્ટ બની ગઈ છે. 

 ગોમતીને પતંગિયાની જેમ પાંખો આવી જાય છે હવે તે એક સફળ બિઝનેસ વુમન છે અને તે પણ ઉચ્ચા આકાશમાં સોનેરી પતંગિયા ની જેમ ઉડે છે આગળ વધે છે. આ ગોમતીની આપવીતી એક સાચી વાર્તા પર આધારિત સ્ટોરી છે. જે મેં મારા મોટા શોભાબેન પાસેથી સાંભળી છે માણસ ધીરજ રાખે તો શું નથી થતું. દુઃખથી નિરાશ થઈ અને આપઘાત કરી લો એ સોલ્યુશન નથી. ગોમતીએ દુઃખને માત દઈ અને ગામડાની ધૂળ અને સ્વીઝરલેન્ડની ફ્લાઇટમાં બેસી અને ફરવા સુધીની સફર પૂરી કરી. પોતાની દીકરીને એટલી સક્ષમ બનાવી કે તે સ્વીઝરલેન્ડ પહોંચી. એ સિવાય પોતાના નાના ભાઈ બહેનોને પણ તેને ખૂબ મદદ કરી

. સમાપ્ત

D h a m a k

The story book, ☘️