It is better to not speak, or to speak, and the one who speaks will be sold - what is better? in Gujarati Short Stories by Nensi Vithalani books and stories PDF | ન બોલવામાાં નવ ગણુ , કે બોલે તેનાાં બોર વેચાય – શ્રેષ્ઠ શું?

Featured Books
Categories
Share

ન બોલવામાાં નવ ગણુ , કે બોલે તેનાાં બોર વેચાય – શ્રેષ્ઠ શું?


આ કહેવતનો સીધો અર્થ સમજીએ તો, એક સિક્કાના બે પાસા  સમાન છે– એક બાજુ બોલવું  અને બીજી બાજુ મૌન રહેવું . શબ્દો ના રાજા પાસે રાણી થઈ રહેવું  કે ગુલામ થઈ રહેવું આપણા હાથ માં હોય છે,રાણી બોલી ને રાજ કરે જયારે ગુલામ ચુપ  રહીને આદેશ માને.શબ્દોને તાકાત બનાવી રાજ કરવું કે પછી નબળાઈ બનાવી ગુલામી કરવી, એ મનુષ્ય પર આધાર રાખે છે.શબ્દો આપણો પરિચય આપે છે,આપણા વ્યકિત્તત્વને દર્શાવે છે, આપણે કેવા વિચાર રાખીએ અને કેવી રીતે વર્તીએ , તે બધું જ આપણા શબ્દોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે જ, સમજદારીથી અને સચોટ શબ્દો વાપરવા જોઈએ,તાકાતવર રાજા બનવા માટે, નહીં કે નિષ્ક્રિય ગુલામ .

 

એક ગામમાં એક માણસ રહેતો, તેની પાસે બે પોપટ હતા.એક પોપટ "રામ, રામ, રામ..." બોલતો,જયારે બીજો પોપટ બધાને ગાળ આપતો.એક દિવસ એક મહાત્મા એ માણસને પૂછ્યું ,"આ બે પોપટ એકસરખા છે, પણ એક શાંત અને ધાર્મિક છે,અને બીજો એના ઉલટો કેમ?"માણસે હસીને જવાબ આપ્યો, "એકને સંતો વચ્ચે રાખ્યો છે,અને બીજાને દરરોજ ગાળો બોલનારા લોકો સાથે !"આ વાતની શિક્ષા એ છે કે, આપણે જ વાતાવરણમાં રહીએ, જે શબ્દો સાંભળીએ,તે જ આપણા વ્યકિત્તત્વ અને વિચારધારાને આકાર આપે છે.શબ્દો પસંદ કરવું એ આપણા હાથ માં , તમે નેતા બનશો કે અનુયાયી , એ પણ તમારા શબ્દો પર આધાર રાખે છે! એક જ શબ્દ મિત્ર બનાવી શકે, અને એક જ શબ્દ દુશ્મન. શબ્દો તલવાર જેવા હોઈ શકે, પણ એનો યોગ્ય ઉપયોગ કરવો એ જ સાચી કળા છે. આપણે જે બોલીએ એ માત્ર શબ્દો નથી , એ આપણું વ્યકિત્તત્વ છે . માટે જ, વિચારો કે તમે કયા શબ્દોનો ઉપયોગ કરો છો, કેમ કે એ જ તમારા ભવિષ્યનું દર્પણ છે!" જેમ આપણે જે ખાવા-પીવામાં રાખીએ તે આપણા શરીર પર અસર કરે છે, તેમ જ જે શબ્દો અને વાતો સાંભળીએ, તે આપણા મન પર અસર કરે છે. જો આપણે હંમેશા નકારાત્મક અને દુઃખદ વાતો જ સાંભળીએ, તો આપણું  મન પણ એવું જ બની જશે. અને જો સકારાત્મક, સ્નેહભર્યા શબ્દો સાંભળીએ, તો જીવનમાં શાંતિ અને ઉત્સાહ આવશે.તેથી, ફક્ત શું બોલવું એ જ નહીં, પણ શું સાંભળવું એ પણ આપણું વ્યકિત્તત્વ ઘડે છે!

 

મહાન ફિલોસોફર લાઓત્સૂ કહેછે: "Watch your thoughts, they will become words. Watch your words, they will become actions. Watch your actions, they will become habits. Watch your habits, they will become character. Watch your character, it will become your destiny." અર્થાત "તમારા વિચારો ને જોવો, કારણ કે તે તમારા શબ્દો બની જશે. તમારા શબ્દોને જોવો, કારણ કે તે તમારા ક્રિયાઓ બનશે. તમારી ક્રિયાઓ ને જોવો , કારણ કે તે તમારી આદતો બનશે તમારી આદતો તમારું વ્યકિત્તત્વ ઘડશે. અને તમારું વ્યકિત્તત્વ તમારું ભવિષ્ય નિર્ધારીત કરશે." ભગવાન બુદ્ધએ તેમના જીવનમાં મૌનનો મહિમા સમજાવ્યો છે, જયારે સોક્રેટીસ શબ્દોની તાકાતનું મહત્વ સ્પષ્ટ કર્યું છે . બુદ્ધ કહે છે કે મૌન અંતરદ્રષ્ટિ અને શાંતિ લાવે છે, જયારે સોક્રેટીસે ચર્ચા પ્રશ્નોત્તરી દ્વારા જ્ઞાનનું પ્રસારણ કર્યું . બંનેએ જીવનનેઊંડા અર્થોથી સમજાવવાનો પ્રયત્ન કર્યો , એક શાંત રહી અને બીજાએ સંવાદથી. અંતે, જીવનમાં ક્યારે મૌન રહેવું અને ક્યારે બોલવું, એ સમજવી જ સાચી  બુદ્ધિમતા છે .

 

એક પતિપત્ની વાત છે. લગ્નની શરૂઆતમાં બધું બરાબર ચાલતું હતું , પરુંત ધીમે-ધીમે પત્નીનો પરિવાર સાથે અણબનાવ થવા લાગ્યો. તે દરરોજ ફકત ફરિયાદો જ કરતી, ઘરના દરેક નાના-મોટા મુદ્દાઓ પર કકળાટ કરતી. એનો રોજનો નિયમ બની ગયો હતો કે પતિ ઘરમાં  પગ મૂકે તે સાથે જે તેના ત્રાસ અને ફરિયાદો શરૂ થઈ જતી. આ સતત નકારાત્મક વાતાવરણને કારણે પતિ કંટાળી ગયો. અંતે, ઘેર આવવાનું  છોડી અડધે રસ્તે કોઈક બારે બેઠો રહેતો, દારૂ પીવા લાગ્યો, અને મહિના સુધી  ઘેર જ ન જતો .એક દિવસ અચાનક સમાચાર મળ્યા કે પતિનું નિધન થઈ ગયું .પત્ની શોકમાં પિયરમાં પહોંચી,પણ ત્યાં પણ ભાઈ-ભાભી એને સાચવવામાં નિષ્ફળ ગયા. અંતે, તે એક સાધુ પાસે પહોંચી અને પોતાની બધી વ્યથા રડતા-રડતા કહી. સાધુ એ એક સરળ પરુંત ઊંડી વાત કહી – ""તારા પતિ એ રોજ ફરિયાદો અને કકળાટ સહન કર્યા , જો તું તેની પર પ્રેમ અને શાંતિ વરસાવ્યો હોત, તો કદાચ આજે આ સ્થિતિ ન હોત! સંબંધો શબ્દોથી બને છે, તોડી નાખવા કે જોડીને રાખવા – એ આપણાાં હાથમાં છે."

 

શબ્દો અને મૌન બંનેમાં અસીમ શક્તિ છે. કેવળ બોલવાથી જ નહી, પરુંત શું બોલવું અને ક્યારે મૌન રહેવું એ સમજવાથી જીવનના સંબંધો અને સ્થિતિઓ ઘડાય છે. જીવન માં સુખ-દુ:ખ, સફળતા-અસફળતા બધું જ આપણા શબ્દો અને વિચારોથી નિર્મિત થાય છે. સકારાત્મક વાતાવરણ અને સંવાદ  સંબંધો ને મજબૂત બનાવે છે, જ્યારે સતત ફરિયાદો અને નકારાત્મકતા તણાવ વધારો કરે છે. અંતે, જીવન એ એક પ્રતિબિંબ છે– તમે જે બોલશો, જે વિચારો , તે જ તમારી આસપાસની દુનિયા બની રહેશે.
તેથી , મૌન અને શબ્દો વચ્ચેનો સંતુલન જાળવવો જ સાચી સમજદારી છે!