Inner Healing in Gujarati Short Stories by Nensi Vithalani books and stories PDF | Healing ખરેખર જરૂરી છે ? સમય ઘા ભરે છે?

Featured Books
Categories
Share

Healing ખરેખર જરૂરી છે ? સમય ઘા ભરે છે?

સવાલ થયો ને મનમાં , ઉંડાણથી આગળ સમજીએ. આપણે કહેતા હોઈએ, "બીમારી હાથી વેગે આવે અને કીડી વેગે જાય," એટલે કે, કાંઈક ખરાબ થવામાં એક ક્ષણ પણ ના લાગે, પણ એમાંથી બહાર આવવા માટે સમયની જરૂર પડે. સમય ન આપવાની મુર્ખામી કરતા થોડો સમય આપવો જરૂરી બને. ઘણી બધી ગુંચવણોમાં જવાબ શોધીએ તો પણ ના મળે, ત્યારે સમય પર છોડી અનભુવ કરવાથી કાંઈ ખોટું નથી.

સમય આપવો કે નહીં?

મારે સમય નથી, સમય વેડફાય નહીં..." – આવું બોલતા લોકો અંદરથી સમસ્યાની મુજવણમાં જ જીવી રહ્યા હોય છે. દુઃખ એક ક્ષણમાં ગાયબ થઈ જતું નથી, તે સમય સાથે ધીમે ધીમે ઓસરતું જાય છે. કેટલાક લોકો એ દુઃખને જીવનનો હિસ્સો બનાવી લે છે, જ્યારે કેટલાક તેને સ્વીકારી આગળ વધવાનું પસંદ કરે છે.

"એક ઉદાહરણ લઈએ – સમજો, કોઈ વ્યક્તિ ગુસ્સે થઈને પાણીમાં પથ્થર ફેંકે. તે પથ્થર તરત જ તળિયે પહોંચી જાય, પણ તેના ધબકારા તરંગો તરીકે રહે છે. તે તરંગો થોડા સમય સુધી દેખાય છે, પરંતુ ધીમે ધીમે શાંત થઈ જાય છે. એ જ રીતે, સમય સાથે મનની પીડા પણ ઓછી થતી જાય છે."

સમયના ભાડા જેવી અસર


ઘણા રસ્તા, ઘણા મકાન આપણા નથી હોતા, પણ ત્યાંથી પસાર થીએ અને ત્યાં ભાડું આપી રોકીએ. તો શા માટે તેને પોતાની મિલ્કત ગણાય? જેવી રીતે અસ્થાયી નિવાસ માટે ભાડું ચુકવવું પડે છે, તેવી જ રીતે આપણું મન પણ સમસ્યાઓ માટે ભાવનાત્મક ભાડું ચુકવતું રહે છે. અસલ પ્રશ્ન એ છે કે, આપણે કેટલો સમય ત્યાં રોકાઈએ છીએ? ઘણીવાર લોકો દુઃખ અને તકલીફ સાથે એકલા રહી જાય છે, પરંતુ તેને છોડવા માટે તૈયાર નથી.જવાબ ના આવે ને, તો પછી સમય પણ એ જ ભાડું જેવું કામ કરે છે આપણા મગજ પર. સમજ આપીને અને પ્રયત્ન સાથે પરિણામની આશા રાખવી એ જ સોલ્યુશન છે.

લાઓઝીનું અનુમાન
મહાન વિચારક કહે છે: "સમય એક સર્જિત વસ્તુ છે. 'મારે સમય નથી' એ કહેવાનો એ જ અર્થ છે કે 'મારે ઇચ્છા નથી'." એટલે કે, સમય હંમેશા તમારા માટે છે, પરંતુ તમારું પસંદગી પર છે કે તમે તેનો કેવી રીતે ઉપયોગ કરો છો. કેટલાક લોકો કહે છે કે "મારે હીલ થવા માટે સમય નથી," પરંતુ હકીકતમાં, તેઓ તેને પ્રાથમિકતા આપતા નથી.

શ્રીકૃષ્ણનું માર્ગદર્શન
શ્રીકૃષ્ણ પણ કહી ગયા છે: "તમારા ચહેરા પરનું હાસ્ય રાખવું એ તમારી જવાબદારી છે, બીજાની નહીં." આનો અર્થ એ છે કે, તમારા સુખ અને શાંતિ બીજાઓ પર આધાર રાખતા નથી.
આપણું દુઃખ બીજાઓને દોષ આપવાથી દૂર થતું નથી. જો આપણે સતત બીજાઓને દોષ આપતા રહીશું, તો કદી હીલિંગ નહીં થાય.

Healing - તમારી અંદરનો શક્તિશાળી અનુભવ

હીલિંગ માત્ર સમયથી થવાને બદલે, એ તમારા મનની દૃષ્ટિ અને તમારી અંદરની શક્તિથી પણ થાય છે.

દુઃખમાં અટકવું અને તેમા જ રહેવું સરળ છે, પરંતુ તેની સમજૂતી અને આગળ વધવાથી તમને એક નવી શક્તિ અને શાંતિનો અનુભવ થશે.દુઃખ એ એક મોટો પાઠ છે, જે આપણી અંદરની પાટલી પર એક નવી સત્યતા અને હીલિંગના દરવાજા ખોલી શકે છે.જ્યારે તમે દુઃખને છોડીને, તેની સામે એક નવી દૃષ્ટિ અને આત્મવિશ્વાસથી આગળ વધો, ત્યારે જ સાચી હીલિંગ થાય છે.

સમય એ ઘડિયાળની જેમ છે, જે તમારા જીવનને બદલી શકે છે, પરંતુ હીલિંગ માટે તમારું મન અને તેના માટેનો દૃષ્ટિકોણ સૌથી મહત્વપૂર્ણ છે. મનનો વિશ્વાસ અને હિંમત એ એવી શક્તિ છે, જે તમારી અંદર ઊભી થાય છે.જિંદગી માત્ર થોભવવી નથી, પણ એ એક અદ્વિતીય સફર છે, જેમાં તમે નવી પ્રેરણા, આનંદ અને પૃથ્વી પરના સત્યનો અનુભવ કરી શકો છો. ત્યારે જ સત્ય હીલિંગનો માર્ગ ખુલી શકે છે, જ્યારે તમે આત્મવિશ્વાસ સાથે દરેક પડકારનો સામનો કરશો.

આ જીવનમાં તમારું મન પીડા અને અટકાવટમાંથી મુક્ત કરો, અને તમારી અંદર રહેલા અખંડ શક્તિથી નવી માર્ગ શોધો, જે તમને હંમેશા આગળ લઈ જાય છે.