સમય સાથે આગળ વધવું જરૂરી છે, પરંતુ આપણા પૂર્વજોથી મળેલા સંસ્કૃતિના વારસાને સાચવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. પ્રગતિ સાથે સંસ્કાર અને મૂલ્યોનું જતન કરવું માત્ર અમારી જવાબદારી નથી, પણ એ જ સાચી પ્રગતિનો પરિચય છે.
ઋગ્વેદમાં લખાયું છે:
"आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः।"
અથાર્થ, વિશ્વમાં જ્યાં જ્યાં સારા વિચાર, સદ્ગુણો અને સદ્કર્મો છે, બધું આપણે ગ્રહણ કરવું જોઈએ.
"ભદ્રાઃ" (Bhadrāḥ) – શૂબ, સારા, ઉત્તમ અને સકારાત્મક વિચાર/કર્મ.
"क्रतवाः" (Kratavaḥ) – પવિત્ર કર્મો અને ઉન્નત વિચારધારા.
"विश्वतः" (Viśvataḥ) – સમગ્ર વિશ્વમાંથી.
"आ यन्तु" (Ā yantu) – આપણા તરફ આવે.
આધુનિક ટેક્નોલોજી અપનાવવાથી માનવજીવન જરૂર સરળ બન્યું છે, પરંતુ મન આજે પણ એટલું જ અસંયમિત છે. જીવન જીવવાની નીતિ અને સંસ્કાર હળવાશથી ભૂલાઈ રહ્યા છે, અને નવી પેઢી એક અલગ જ માર્ગ તરફ આગળ વધી રહી છે. મોડર્નાઈઝેશન કઈ દિશામાં પ્રગતિ કરી રહ્યું છે, એનો આત્મચિંતન જ ભૂલી ગયા છીએ. "જ્યારે બધું યાંત્રિક બની જાય, ત્યારે માનસિક શાંતિ ક્યાંથી મળશે? ત્યારે માત્ર આધ્યાત્મિકતા જ પેઢીને સાચા માર્ગે પાછું લાવી શકે."
હવે પ્રશ્ન ઉદ્ભવે છે કે, આધુનિક ટેક્નોલોજીના યુગમાં ભક્તિ માટે સમય જ ક્યાં છે? પરંતુ ઉકેલ પણ છે! આજની ભક્તિ માત્ર ૨૪ કલાક મંદિરમાં બેસીને પૂજા કરવી કે માળા ફેરવવી નથી. સાચી આધ્યાત્મિકતા એ આપણી વાણી અને વર્તન દ્વારા પ્રગટ થવી જોઈએ.સત્ય બોલવું, સહાનુભૂતિ રાખવી, નેકી કરવી, સકારાત્મક વિચારો અપનાવવું – આ બધું જ આધ્યાત્મિકતા છે, અને આધુનિક જીવનશૈલીમાં પણ યોગ્ય મૂલ્યો સાથે જીવવું એ જ સાચી ભક્તિ છે.આધુનિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે સંતુલન જાળવવું એક મોટી પડકારરૂપ બાબત બની ગઈ છે.
માણસે ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક પ્રગતિથી અનેક સગવડીઓ મેળવી, પણ એકાંત અને શાંતિ ગુમાવી દીધી.સુખ-સાધનો વધ્યા, પણ આંતરિક શાંતિ ઓછી થઈ.
આધુનિકતા અને આધ્યાત્મિકતા વચ્ચેનું સંતુલન
એક તરફ આપણું આધુનિક યુગ પ્રગતિ કરી રહ્યું છે, નવી ટેક્નોલોજી, ગેજેટ્સ અને સુવિધાઓ સાથે જીવન વધુ સરળ બની રહ્યું છે.બીજી તરફ, સંપત્તિમાં વૃદ્ધિ થતા જ સંસ્કાર અને મૂલ્યો પાછળ છૂટતા જાય છે.ઉદાહરણ તરીકે, આજે પરિવાર એક જ ઘરમાં રહે છે, પણ મનથી દૂર છે.બધા પાસે મોબાઈલ છે, ઈન્ટરનેટ છે, પણ હૃદયથી સંબંધો નથી. આધ્યાત્મિકતા એ માત્ર મંદિર જવાનું નામ નથી,પરંતુ પરિવાર સાથે સારો સમય પસાર કરવો, ઈમાનદારીથી કામ કરવું, અને શ્રદ્ધા સાથે જીવન જીવવું પણ છે.
આધુનિકતાનો સાચો અર્થ – પ્રગતિ સાથે સંસ્કારનું જતન
આધુનિકતા માત્ર ટેક્નોલોજી અપનાવવી નહીં, પણ તેમાં સંસ્કૃતિ અને મૂલ્યોને જીવંત રાખવા equally મહત્વપૂર્ણ છે.
અધિકાર અને જવાબદારી – આજે દરેક વ્યક્તિ પોતાના અધિકારોની વાત કરે છે, પણ પોતાની જવાબદારી ભૂલી જાય છે.સત્યનિષ્ઠા, કર્તવ્ય અને નૈતિક મૂલ્યોનું જતન એ આધ્યાત્મિકતાનો એક ભાગ છે.સંસ્કૃતિનું જતન – ફક્ત વેદ-શાસ્ત્ર વાંચવાથી સંસ્કૃતિ બચી શકતી નથી.આપણીએ આપણા વાણી અને વર્તનમાં તેને ઉતારવી પડશે.જો નવી પેઢી પોતાની મૂળ ઓળખ અને સંસ્કૃતિથી દૂર થઈ જશે, તો ભવિષ્ય કેવી રીતે હશે?કૃતિમ સુખ અને સાચી શાંતિ – આધુનિક જીવનશૈલીમાં લોકો પૈસા, જોબ અને ઐશ-આરામ પાછળ દોડે છે,પણ અંતે અંદરથી ખાલીપણું અનુભવે છે.
સાચી શાંતિ અને આનંદ માનવીય મૂલ્યો, પ્રામાણિકતા અને પ્રેમમાં છે.
સાચી આધ્યાત્મિકતા શું છે?
આધ્યાત્મિકતા એટલે
✔ સત્ય બોલવું.
✔ માતા-પિતા અને શિક્ષકોનો આદર કરવો.
✔ માણસ માટે સહાયભૂત બનવું.
✔ ધર્મ અને સંસ્કૃતિને આધુનિક વિચારો સાથે સુસંગત રાખવી.
ઉદાહરણ: મહાત્મા ગાંધી મહાન આધ્યાત્મિક નેતા હતા,પણ તેઓ માત્ર પૂજા-પાઠ કરતા ન હતા. સત્ય, અહિંસા અને પ્રેમ એ તેમના જીવનના મુખ્ય આધાર હતા.
તેઓ આધ્યાત્મિકતા અને આધુનિકતાનું સમતોલન જાળવી શક્યા,કારણ કે તેમણે માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પણ માનવીય મૂલ્યોને પણ મહત્વ આપ્યું.આજની પેઢી માટે સાચી પ્રગતિ એ છે કે તેઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરે, પણ સંસ્કાર અને મૂલ્યોને નષ્ટ ન થવા દે.જો ટેક્નોલોજી અને આધ્યાત્મિકતા સાથે ચાલશે, તો જીવન સુખી, સમૃદ્ધ અને શાંતિમય બની રહેશે.