માણસ હજી જીવંત છે
મનની સતત લાગતી ભૂખમનની ભૂખને કંઈક
ને કંઈક આપવું જ પડે. નહીં તો વાંકુ પડે,
જૂના અણગમતા પ્રસંગોને વાગોળવા બેસી
જાય અને દુઃખી પણ કરે. શહેરની હરાયું ચરેલ ગાયું જેવી વૃત્તિ બપોરે મોબાઈલ અને ઇન્ટરનેટ સારો સમય પસાર કરાવે. સતત જમવાનું, ફરસાણ, ગમતું પીરસાતું રહે. ક્યારેક અણગમતું સલાડ પણ ચાવી લેવાય.તેમ સ્ક્રોલ કરતા કરતા નાગમણી વિશે સદગુરુનો વિડિયો નજરે પડ્યો. જોવાનું મન નહોતું, પણ છેલ્લે જોવાની રુચિ જાગી. અને ત્યાંથી 25-30 વર્ષ પહેલાંના ભૂમિગત સ્મરણો તાજા થઈ બહાર આવી ગયા.અરે! આ તો એ જ મદારી...ભૂતકાળનો પડદો ઉચકાયોસવારથી યંત્રની જેમ કામ કરતી હતી. છોકરાઓને શાળાએ મોકલી દીધા. હવે જરા વિરમબાદ બાકી રહેલું કામ પૂરું કરી લઈશ એમ વિચારીને બેઠી.ફળિયાનું મકાન. બહાર લોઢાનો જાડો ડેલો. ત્યારે લોક કરવાની સિસ્ટમ નહોતી. અવાજ આવ્યો:"મદારી આયા હૈ! નાગકા દર્શન કરલે માઈ!સોમવાર હૈ, શંકર કા સાથી આયા હૈ!ધન્ય હો! ભૂખ લાગી હૈ, કુછ દેદે માઈ!"મને મદારીઓ પ્રત્યે હંમેશા ચીડ. સાપને આખી જિંદગી કેદ કરી રાખે! કેવો માનવ સ્વભાવ! છતાં સાપને જોવાની તીવ્ર ઈચ્છા.થોડુંક ખાવાનું—રોટલી, શાક, કેળું, અથાણું અને છાશ આપી. મદારી ઝાડની છાંયે બેઠો. કરંડિયો બાજુમાં મૂકી જમવા લાગ્યો."માઈ, સાપ કો કુછ ખીલા દે.""સાપ શું ખાય?""એક અંડા હો તો દે દે, માઈ."મારાથી સહજતાથી બોલાઈ ગયું, "અરે ભાઈ, બ્રાહ્મણના ઘરમાં ઈંડા ક્યાંથી?"સાપને ખવડાવવાની ખૂબ ઈચ્છા. બિચારો કેટલાંય દિવસોથી ભૂખ્યો હશે? મેં પાંચ રૂપિયા આપ્યા: "પૈસા ન રાખતા, બહારથી લાવીને ખવડાવી દેજે."સાપ તો નમાલો. ધીમે ધીમે સરકતો. ચામડીના ફોતરા ઉખડેલા. કદાચ કરોડ ભાંગી નાખી હશે."જો તું આ સાપને છોડી દે, તો તને 50 રૂપિયા આપું.""છોડ દેગા તો જીવતા નહીં રહેગા. વૃદ્ધ હો ગયા હૈ."મારો જીવ ખૂબ કચવાયો. પણ કંઈ ન કરી શકવાની પરિસ્થિતિ. હું ઘરમાં ચાલી ગઈ.થોડીવારમાં મદારીએ પાણી માંગુ. હું પાણીનો લોટો લઈને ગઈ. તેણે હાથ ધોઈ, ખોબાથી પીધું. હું રેડતી ગઈ."બ્રાહ્મણ કા ખાકે ધન્ય હો ગયા. દેખ, માઈ, એક ચીજ દીખાતા હું ."મેલા ધેલા થેલામાંથી કાળો, નાનકડો પથ્થર કાઢ્યો. "દેખ લે."હાથે લીધો. "શું છે?""નાગમણી હૈ."મારા નકારાત્મક વિચારોએ કબજો જમાવ્યો. સાચી વાત પણ હવે ખોટી લાગે! "નાગમણી જેવું કાંઈ હોતું નથી!"મારો મગજ દલીલો કરવા લાગ્યો. કદાચ બંગડીના બ્લુ કાચને ઓગાળી બનાવ્યું હશે. કદાચ નાગને મારીને કાઢ્યું હશે. કદાચ...નાના, ખરબચડા, પારદર્શક પથ્થર જેવા કાચને જોઈ કહ્યું, "મારે શું કામ?""નાગ કાટેગા તો ઝેર ઉતારતા હૈ. પાસ મેં હો તો કાટેગા નહીં."મારા મનમાં શંકા. "ખોટું હોય તો? ખરાબ વસ્તુ ઘરમાં આવે તો?"ઝડપથી પાછો આપ્યો. "મારે નહોતું જોઈએ. જેટલું થઈ શકે તેટલું કર્યું છે.""લે લે, માઈ. પૈસા નહીં માંગતા. ભેટ દેતા હુ."એના અવાજ અને ભેટને અવગણીને ઘરમાં ચાલીને આવી. બારણું વાસી દીધું. કંઈક ‘અમથું’ હોય એ ભયથી હાથ સાબુથી ધોઈ નાખ્યા.આટલા વર્ષે...મદારીની ભેટ આપવાની ઈચ્છાને તિરસ્કાર કરવા માટે દુઃખ થયું. એક ગરીબ માણસની દાતારી સમજવા મારી અસમર્થતા."ચાર રોટલીના બદલામાં નાગમણી આપતા દાતાર માણસ. અને મારા ઘમંડે મારા કાન દબાવી દીધા!"પસ્તાવાનું કારણ નાગમણી ન લેવું નહોતું......પણ અજાણ્યા માણસને રતિભર પણ ન લેખવું....મિથ્યાભિમાન રાખીને તેનાથી નાગની જેમ ટળી જવું.આટલા વર્ષો પછી...આજ, આ નાગમણિ જેવી યાદોએ મારા ઝેર ઉતાર્યું. મન શુદ્ધ થઈ ગયું. પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા.કમભાગી જ ને?કદાચ, શહેરમાં રહેતા માણસમાં રહેલું સાપનું ઝેર ઉતારી શકાય.આવી માનસિકતા!કપડાં, દેખાવ, બુદ્ધિ, ઘમંડ… જે દિગ્દર્શન કરે, તે જ સાચું લાગે!‘સોનાની દાબડીમાં રાખેલ મખમલે ટાંકાયેલ કાચ પણ હીરો લાગે... અને ચીથરામાં વિટેલ રત્નને ઉપેક્ષાથી જોવાય તો પથ્થર!’(લેખક: શોભા અને હીના ગોપીયાણી)
D h a m a k The story book, ☘️