Sangharsh Jindagino - 8 in Gujarati Human Science by Jaypandya Pandyajay books and stories PDF | સંઘર્ષ જિંદગીનો - 8

Featured Books
Categories
Share

સંઘર્ષ જિંદગીનો - 8

(ગયા અંકથી આગળ )

             અજય અર્ચના પાસે પાછો ચાલ્યો જાય છે. અને તેને રસોડામાં જઈને મદદ કરે છે. અને સૌ જમવા બેસે છે. જમીને સૌ સુઈ જાય છે. અજય મનમાં થોડો ખુશ થાય છે કે હું પરીક્ષા પાસ કરી લઇશ તો તે બહાને મારા પરીક્ષા પાસ કરવાથી મને નોકરી મળી જશે અને પરિવારને આધાર થશે. પરિવારની પરિસ્થિતિ સુધરશે. અમે આગળ આવશુ.  અને તે સવારે સ્કૂલે જઈને ફોર્મ ભરી દે છે. પરીક્ષા માટેની બુક લાવે છે. હરખાતો તે અર્ચના પાસે આવે છે. અને બુક બતાવે છે. અર્ચના ખુશ થાય  છે. તે જમીને વાંચવા બેસી જાય છે. તે ખુશ થઈ પ્રાર્થના કરતો હતો. પણ સુરજિત ઘરે આવ્યો. પરિસ્થિતિને કંઈક જુદી દશા મંજુર હતી. અજય દોડતો સુરજિતને ચા પાણી આપે છે. પછી બુક બતાવવા આવે છે. મારે પરીક્ષા આપવી છે માટે હું બુક લાવ્યો છું. તે સુરજિતના હાથમા બુક મૂકે છે. સુરજિત ગુસ્સે થઈને બુક ઘા કરી દે છે. અને રૂમમાં ચાલ્યો જાય છે. અજય જોરથી રડવા લાગે છે. અને અર્ચના તરત રસોડામાંથી બહાર આવે છે. અજય પોતાની બુક પાસે ઘૂંટણના બળે બેઠી અને જોરથી ધ્રુસકે ધ્રુસકે રડતો હતો. અર્ચના તેને પોતાના હૃદય સરસો ચાંપી લે છે.

અજય - મમ્મી મારી બુક તને બતાવી હતી તે જ ઉત્સાહ અને સારી લાગણી સાથે મેં પપ્પાને પણ બુક બતાવી હતી. હું તેમની સાથે પરીક્ષા વિશે વાત કરવાનો હતો પણ તે પહેલા મારી પુરી વાત સાંભળ્યા વગર જ તેમણે બુક ઘા કરી દીધી. આમ જો વિખરાઈ ગયેલી બુકો. મારી શુ ભૂલ છે?  મેં તો બતાવવા માટે આપી હતી. પણ પપ્પા એ તો...

અર્ચના - તારા પપ્પા એ આવુ કશુ જ કરવાની જરૂર ન હતી.  વાત શુ હતી અને તારા પપ્પા એ બધું બગાડી નાખ્યું. બધું નષ્ટ થઈ ગયું. એટલો ઉકળાટ શાનો છે? તેમને કશી જ પડી નથી. તેમણે તારું ધ્યાન રાખવું જોઈએ. તને સમજવો જોઈએ અને તારા ઉત્સાહમાં વધારો કરવો જોઈએ. પણ તેઓ મદદ કરવાની વાત તો દુરની છે. પણ બે સારા શબ્દો પણ તેઓ પોતાના મોઢા માંથી તારા કે તારી મહેનત માટે પણ બોલતા નથી. તું આપણા ઘર -પરિવારને મદદ કરવા માટે કેટલો વિચાર કરે છે, કેટલા પ્રયત્ન કરે છે. પણ તેઓ કાંઈજ સમજતા નથી.  તું ઉંમરમાં કેટલો નાનો  છે. પણ ઘરની નાની - નાની બાબતનું કેટલું ધ્યાન રાખે  છે. અને તારા પપ્પા તો આપણે કેમ જીવીએ છીએ. તેનાથી કોઈ જ ફેર પડતો ન હોય તેમ જીવે છે. તેઓ ઘરની એક પણ બાબતમાં રસ લેતા નથી. અને મદદગાર બનતા નથી.

અજય - તું મારું, બેનનું ઘરનું બધાનું નાની નાની બાબતોમાં કેટલું ધ્યાન રાખે છે. પણ પપ્પા આવા કેમ બની ગયા છે?  તેમની અંદર બધા માટે આટલી નિર્દયતા શાં કારણે છે?  ખબર નથી પડતી.     

       અજય મનમાં ખુબ જ વલોપાત કરે છે. અને કહે છે કે મારી ભૂલ શુ છે?  પપ્પાએ આવુ શા માટે કર્યું?  હું તો કેટલા સારા આશયથી ઘરમાં મદદ કરવા ઈચ્છતો હતો પણ મારી બધી મહેનત એળે ગઈ.

અચાનક સુરજિત રૂમ માંથી બહાર આવે છે. અને અજય તેની તરફ જુએ છે. સુરજિત એકદમ ગુસ્સે થઈને આક્રમક દ્રષ્ટિથી અજય સામું જુએ છે.

અજય - નજીક જઈને સુરજિતને કહે છે. પપ્પા તમે આમ શુ કામ કર્યું?  મારો શુ વાંક છે?  મારાં વિશે તમને કોઈએ કઈ કહ્યું કે જેથી તમને દુઃખ થયું હોય?  જો એવુ કઈ હોય તો હું માફી માંગુ છું I am sorry. પણ મને કહો કેમ તમે મારી બુક જોયા વિના ફેંકી દીધી?  તમારે જોવી જ ન હતી તો તમારે મને પહેલા હું બતાવવા આવતો હતો ત્યારે કહેવું હતું કે મારે તારી બુક જોવી નથી. તું તારી બુક મારી પાસે લાવતો નહિ. તો એટલામાં હું સમજી  ગયો હોત તમને બુક જોવા માટે  આપ્યા વિના ચાલ્યો જાત. પણ તમારે બુક ફાડવાની જરૂર ન હતી.

સુરજિત તેને ધક્કો મારીને પછાડી દે છે. અને જમીન પર પડેલી બુક લઈને બહાર જાય છે. અજય, અર્ચના અને ક્રિના એ ત્રણ પણ સુરજિતની પાછળ જાય છે. સુરજિત બહાર ટેબલ પર બુક મૂકી અને સ્ટોરરૂમ માંથી આઠ - દસ લાકડા લઈને આવે છે. અને જમીન પર ગોઠવે છે. અને કેરોસીન છાંટી આગ પ્રગટાવે છે. પેલા ત્રણેય આ બધૂ દ્રશ્ય મૌન રૂપે શાંતિથી જુએ  છે. પણ કોઈને કઈ જ ગતાગમ પડતી ન હતી. સૌ વિચારે છે કે લાકડા ભેગા કરીને આગ પ્રગટાવી શા માટે? 

અચાનક સુરજિત ટેબલ પર રાખેલા બુક સેટને ઉઠાવી લે છે. અને સૌ જુએ ત્યાંતો સુરજિત બધી બુક અગ્નિમાં હોમી દે છે. જેમ કોઈ ગુનાહિન વ્યક્તિને  પરાણે દોષી સાબિત કરવામાં આવે છે તે રીતે સુરજિત બૂકને અગ્નિના હાથે સોંપી દે છે. બધા જુએ છે કે આ પુસ્તકો પોતાની વગર અપરાધની સજા સહન કરી શકતા નથી. અને કોઈને કહી શકતા નથી. એકદમ કરુણ અને ગમગીન વાતાવરણ સર્જાય છે. અને પુસ્તકો આસું રૂપે ઓગળી રહ્યા હતા. અને મૌન સ્વરે કહેતા હતા કે અમારી આ વેદનાને દુર કરો. પણ કોઈ સાંભળી શકતું નથી.

અજયના મન હૃદયમાં એક સડ્સડાટી થાય છે. તે દોડીને અગ્નિમાં હાથ નાખી પુસ્તકો બહાર કાઢવા પ્રયાસ કરે છે. તેમાં અજય હાથ અને પગમાં ઘણી જગ્યા પર દાઝી જાય છે. પણ તે બધા પુસ્તકો મથામણ કરીને બહાર કાઢે છે. તેમાં અડધા પુસ્તક સારા હતા અને થોડા પોતાને થયેલી વેદનાની વાર્તા કહી રહ્યા હતા. અજય એકદમ અસમંજસમાં ખોવાયેલો હતો. તેને કાંઈ જ   સમજાતું નથી. કે તેની સાથે આ શુ બની રહ્યું છે?તે વિચાર કરે છે કે મારી જિંદગી આવી રકડોળ શા માટે બની ગઈ છે? આ બધું તેની સમજની બહાર હતું. 


ક્રમશ: