Mata na Prem Ni Chhaya in Gujarati Motivational Stories by JIGAR RAMAVAT books and stories PDF | માતાના પ્રેમ ની છાયા

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

માતાના પ્રેમ ની છાયા

પરિવાર એક નાનકડા ગામમાં રહેતો, જ્યાં તેના પિતા એક ખાનગી ફેક્ટરીમાં નોકરી કરતા. તેમને મહિને નફ્ફટ પગાર મળતો, જેનાથી ઘરની જરૂરિયાતો પૂરું પાડવી મુશ્કેલ હતી. માતા સુમનબેન, એક ગૃહિણિ હોવા છતાં, ક્યારેક બીજા ઘરોમાં સિલાઈનું કામ કરીને થોડા વધારાના પૈસા કમાવતી. તેમ છતાં, ઘરનું સંચાલન ખૂબ જ મુશ્કેલ હતું.

       વિશાલનું ઘર ખૂબ નાનું હતું—માત્ર બે ઓરડાનું માટી અને ટીનના છાપરાવાળું મકાન. વરસાદ આવે ત્યારે છતમાંથી પાણી ટપકતું, અને શિયાળામાં ઠંડી અસહ્ય બની જતી. તે પણ એટલા માટે કે ઘરમાં પૂરતા બલાન્કેટ ન હતા. ઘરમાં ફક્ત એક જ પંખો હતો, જે ગરમીમાં કામ ચલાવવા માટે પૂરતો નહોતો.

         વિશાલનું બાળપણ આર્થિક તંગીથી ભરેલું હતું. ક્યારેક તેના પિતાને ફેક્ટરીમાંથી પગાર સમયસર મળતો નહોતો, અને ઘરમાં ખાવાનું ઓછી માત્રામાં હોય. શાળાના દિવસોમાં પણ, વિશાલે ક્યારેક ભૂખ્યા પેટે દિવસ પસાર કર્યા હતા. તેના માટે નવા કપડા ખરીદવા માતા-પિતા ઘણા મહિના બચત કરતા. શાળાની ફી ભરવા માટે પણ ઘણીવાર ઘરનાં જૂના વાસણો કે ઓછી કિંમતના દાગીના ગીરવે મુકવાના પડતા.

        બાળપણથી જ તેને સમજ પડી ગઈ હતી કે જીવનમાં કંઈપણ મેળવવું સહેલું નથી. તે જાણતો હતો કે જો પોતાનું ભવિષ્ય સુધારવું હોય, તો તેને ખૂબ મહેનત કરવી પડશે. માતા પિતા એક એક રૂપિયા માટે સંઘર્ષ કરતા, અને એ જ જોયીને વિશ્વાલે નક્કી કરી લીધું કે તે અભ્યાસમાં શ્રેષ્ઠ બનીને તેમના ત્યાગનો સન્માન કરશે.


      વિશાલની માતા, સુમનબેન, એક અમૂલ્ય સાથી તરીકે હંમેશા તેના પડખે ઊભી રહી. દરેક પરીક્ષાની રાતે, જ્યારે વિશ્વાલ લેમ્પની હળવી રોશની હેઠળ અભ્યાસ કરતા, ત્યારે उसकी માતા રાત્રે બેસીને તેને ગરમ દૂધ આપતી, અને ક્યારેક મૌન રહીને માથા પર હાથ ફેરવી શાંતિ આપતી.

       વિશાલના સપનાઓ મોટા હતા. તે ઈન્જિનિયર બનવા માગતો હતો. એ માટે જ તે મહેનત કરતો હતો, પણ ઘરના આર્થિક સંજોગો તેને સ્પર્ધાત્મક કોચિંગમાં દાખલ થવા દેતા નહોતા. તેને એ વાત હંમેશા સતાવતી, પણ તે ક્યારેય માતા-પિતાને પોતાની ચિંતાઓ બતાવતો નહીં.
  
      એક દિવસ, તે કૉલેજમાંથી પાછો ફર્યો અને જોયું કે તેની માતા Sewing Machine પર કામ કરી રહી હતી. તે ચકિત થઈને પૂછ્યું, “મમ્મી, તમે આ શા માટે કરો છો?”
સુમનબેન હસતાં બોલ્યા, “તું ચિંતા ના કર. તું ભણવામાં ધ્યાન આપ. તારી ફી માટે થોડુંક બચત કરું છું.”

     વિશાલ સમજી ગયો કે માતા તેના ભવિષ્ય માટે કેટલી તકલીફ ઉઠાવી રહી છે. તે રોજ વધુ મહેનત કરવા લાગ્યો. એક દિવસ, ઈન્જિનિયરિંગ એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામ આવ્યા, અને તે સારી રેન્ક સાથે પાસ થયો! આ જાણીને માતા-પિતાની આંખોમાં ગૌરવ અને ખુશી સાથે આંસૂઓ આવી ગયા.

     કોલેજ શરૂ થઈ, અને વિશ્વાલ એક હોસ્ટેલમાં રહેવા ગયો. ઘરથી દૂર, તેને માતાની શીતળ છાંયાની બહુ યાદ આવતી. કોલેજનું જીવન મુશ્કેલ હતું, અને ઘણી વખત ખાવા માટે પૂરતા પૈસા પણ ન હોતા. પણ હંમેશા, જ્યારે માતાની એ યાદ આવતી કે કેવી રીતે તેણે એક-એક રૂપિયો બચાવ્યો હતો, ત્યારે તે વધુ મહેનત કરવા લાગતો.

      સમય વીતી ગયો. વિશ્વાલે ઈન્જિનિયરિંગ પૂરી કરી, અને એક સારી કંપનીમાં નોકરી મળી. તે ફટાફટ ઘેર આવ્યો અને માતા-પિતાના ચરણ સ્પર્શી કહ્યું, “આજે હું જે કંઈ પણ છું, એ તમારા કારણે.”

       એ દિવસ વિશ્વાલના જીવનનો સૌથી સુંદર દિવસ હતો. માતા હંમેશા એક વાત કહેતી – "બાળકના સપનાઓ સાકાર કરવા માટે માતા એક વૃક્ષની જેમ હોય છે, જે પોતાનું બધું આપી દે છે, પણ છાંયો હંમેશા બાળક માટે જ રાખે છે."

      વિશાલે માતાને ગળે લગાવી લીધા...!