એક મોટું રાજ્ય હતું. આ રાજ્યના રાજા ખૂબ જ વિશાળ હૃદયના ખૂબ જ માયાળુ પ્રજાપ્રેમી પ્રજાવત્સલ અને સૌથી સારામાં સારા રાજા એટલે રાજા વીર વિક્રમસિંહ આ રાજા પોતાના રાજ્ય નહીં પરંતુ આસપાસના 40 50 જેટલા રાજ્ય માં સૌથી તાકાત વાળા રાજા આ રાજા ને કોઈપણ જાતની તકલીફ ન હતી. ઘણું ધન હતું પ્રજાસારી હતી રાણી ઓ પણ સારી હતી પણ એક જ વસ્તુ ની કમી હતી એ હતી પુત્ર ની કમી આ કમી એક રાજાની નહિ પણ આખી પ્રજાની હતી કારણ કે જો રાજાને પુત્ર નહીં હોય તો રાજગાદી પર રાજા પછી કોણ બેસે છે આના કારણે આખા રાજ્યની પ્રજાને આજ ચિંતા.
એક દિવસ રાજા પોતાનું રાજ્ય કઈ રીતે ચાલે છે અને પ્રજાના જીવનમાં શું સમસ્યાઓ છે તે જાણવા ઈચ્છે છે. એ માટે તે રાજમહેરથી ગૂપ્ત વેશમાં ગામડાની મુલાકાત લેવા નીકળે છે. શાહી વસ્ત્રોને બદલે, તે એક સામાન્ય ખેડૂત કે વ્યાપારી જેવો વેશ ધારણ કરે છે—સાદા કપડાં, માથે પાગડી, અને હાથમાં લાકડી.
ગામની સરહદે પહોંચતા જ, રાજાને ગ્રામ્ય જીવનની એક નયનરમ્ય ઝલક મળે છે. ખેતરોમાં ખેડૂત શિષ્ટ પરિશ્રમ કરી રહ્યા છે, ગાય-ભેંસોને ચરાવતા ગ્વાળાઓ મસ્તીમાં ગાયન ગાઈ રહ્યા છે, અને બાળકો કૂદાકૂદી કરી રમતા જોવા મળે છે. રાજા એક સાદા મુસાફર જેવો જઈને ગામના લોકોથી વાતચીત કરે છે.
હુંશિયાર રાજા તેમની શારીરિક ભાષા અને બોલીવર્તનથી પોતાને એક સામાન્ય વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત કરે છે. તે કોણ છે તે કોઈને શંકા પણ નહીં આવે. તે ગામના વૃદ્ધો પાસેથી એમની સમસ્યાઓ સાંભળે છે. ત્યાં તો એ ખેડૂત દોડતો દોડતો આવે છે અને કહે છે ગામમાં એક પહોંચેલા સાધુ આવ્યા છે તે તે બધાની સમસ્યા દૂર કરે છે અને કંઈ પણ પૈસા પણ નથી લેતા સાંભળી રાજા પણ ત્યાં જાય છે અને તાલુકો પોતાના કષ્ટ દૂર કરી લે છે પછી રાજા જઈને કહે છે હું અહીંયા નો રાજા છું હું છુપાવે છે આવ્યો છું કારણકે હું અત્યારે આજે ફરવા નીકળ્યો હતો કે આ ગામના લોકોને કઈ કઈ અગવડો છે તે સુધારી અને વધી સગવડો મળે તેવું ઇચ્છતો હતો તે માટે ફરવા આવ્યો હતો ત્યાં એ ખેડૂતે આવી ગયું કે આપણા ગામમાં પહોંચેલા સાધુ આવ્યા છે જે બધાની સમસ્યા દૂર કરે છે મારે બધી જાતની સગવડ છે પરંતુ એક જ દુઃખ છે કે મારે એક પણ પુત્ર નથી જેના કારણે આજુબાજુના રાજ્યોના રાજા અને પ્રજા અમારા રાજ્યને વાંજણ કહે છે તેથી તમને આનો કંઈક ઉપાય શોધો સાધુ બાબા થોડી વાર આંખો બંધ કરીને બેસે છે પછી તેઓ કહે છે કે તમે એક કામ કરો તમારા આખા રાજ્યને જમવા બોલાવો આ જમણવારમાં તમે જે શાક બનાવો તેમાં હું આ ફળ આપું છું એ શાકમાં નાખી દેજો અને આને સાકથઈ ગયા પછી આ ફળને શાકમાં અને શાકમાં રાખવાનું બધું શાક વેચાઈ જતા જે ફળ સાથે થોડું શાક વધશે તે તમારે ખાવાનું અને ફળ તમારી એક પત્નીના ખવડાવો જેથી તમને એક તેજસ્વાન પુત્ર થશે જે બધી વિદ્યામાં પારંગત થશે આ સાંભળી રાજા ખુશ થાય છે અને ફળ લઈન પાછા પોતાના રાજમહેલમાં જાય છે.
મહેલમાં જઈ બીજા દિવસે બધાને દરબારમાં કહે છે સેનાપતિ આપણા આખા રાજ્યને આપણા રાજમહેલમાં જમવા બોલાવો શાહી પકવાન બનાવડાવો અને જ્યારે સાહેબ ભગવાન બનતા હોય ત્યારે મને કહેજો. આ સાંભળી સેનાપતિ બધા સૈનિકોને કહી દે છે કે જાઓ આખા રાજ્યમાં આ ખબર ફેલાઈ અને કહેજો કે કાલે બપોરે જમણવાર છે બધાએ સમયસર પહોંચી જવાનું રહેશે પછી સૈનિક બધાને કહીને આવે છે કે કાલે જમણવાર છે બધાને આવવાનું છે પછી બીજા દિવસે જમણવાર થાય છે અને જ્યારે વાનગી બનતી હોય છે ત્યારે રાજા આવે છે ને શાકમાં નાખી દે છે પછી જે રસોઈયા હોય છે તેને કહે છે કે આ ફળ સૌથી છેલ્લે રહે તેમ રાખજો અને છેલ્લે સુધી એમનેમ રાખજો કોઈને ફળ આપતા નહીં આ સાંભળી રસોયા કહે છે કાંઈ વાંધો નહીં અને રસોઈ બનાવે છે અને તેમાં ફળ નાખે છે પરંતુ ત્યારે એક ઉપરથી બાજ નીકળે છે જેના પંજામાં એક કાગડો હોય છે તે કાગડાના મુખમાં એક ફળ હોય છે તે પણ ઉપરથી પડે છે તેના કારણે એક જ શાકમાં બે ફળ થઈ જાય છે તેથી જે સાધુએ આપેલું ફળ હોય છે તે લોકોમાં વેચાઈ જાય છે અને જે ફળ કાગડાએ નાખી હોય છે તે રાણી ખાઈ જાય છે તેથી રાણીને સંતાન થાય છે પરંતુ તે પૂરી રીતે નિપુણ હોતું નથી તેથી રાજા તેને બધી વિધિઓ શીખવા માટે એક ગુરુ શોધે છે અને તેમના ઘરે રાજાના પુત્રને વિદ્યા શીખવા મોકલી દે છે પછી આખું રાજ્ય પાછું શાંત થઈ જાય છે.
જ્યારે આ રાજાનો પુત્ર શિક્ષા પૂરી કરીને આવવાનું હોય છે ત્યારે છેલ્લે તેના ગુરુજી તેને એક એક એવી અમોધ તલવાર આપે છે જેના કારણે તે તલવાર લઈને યુદ્ધમાં જશે તો સામેવાળા હારી જશે અને આ તલવાર લઇ પુત્ર પાછો ઘરે આવે છે અને ત્યાં આવે રાજગાદી સંભાળે છે.
રાજગાદી સંભાળતા સંભાળતા તેને થોડા વર્ષો વયા જાય છે અને બાજુના રાજીના ખબર પડે છે કે આ તો એક નાનો રાજકુમાર રાજગાદી સંભાળે છે આને તો આપણે હરાવી અને આપણા રાજ્યનો વિસ્તાર વધારશું અને તે રાજ્યો પર ચડાઈ કરે છે અને જે વીર વિક્રમસિંહ નું સૈન્ય હોય છે તે ધીમે ધીમે ઓછું થવા લાગે છે પછી વીર વિક્રમસિંહ ના પુત્રને યાદ આવે છે મને ગુરુજીએ તે તલવાર આપેલી તે લઈ હું જો જઈશ તો હું જીતી જ જઈશ તેથી તે તલવાર લઈને યુદ્ધમાં જાય છે અને સાચે જ જીવો તો યુદ્ધમાં ઉતરે છે ત્યાં તો તેને તલવાર હવામાં ઉડે છે અને બધાને માર્યા વગર સીધા સામેના રાજા પાસે જે તેના ગળા પાસે ઊભી રહી જાય છે અને ત્યાં રાજકુમાર બોલે છે તું પાછો તારા રાજ્યમાં વયો જા બાકી હું તને મારી નાખીશ આ સાંભળી બીજા રાજ્યનો રાજા પાછો ગયો અને રાજકુમારની જીત થઈ આનાથી રાજકુમાર ને લાલચ આવી અને તે તલવાર લઇ બધા રાજ્ય ઉપર ચડાઈ કરવા લાગ્યો અને એક પછી એક રાજ્યને હરાવી પોતાનો રાજ્ય વિસ્તાર વધારે છે આ લાલચની રાજકુમાર ના ગુરુજીને ખબર પડે છે તેનું એક શિષ્ય હોય છે જે ખૂબ જ હોશિયાર હોય છે તે ને ગુરુજી કહે છે કે તારે મારું એક કામ કરવાનું છે તારે અહીંયા ના રાજા ને હરાવવાનો છે અને તેને બોધ આપવાનો છે અને આજ તારી ગુરુદક્ષિણા છે આ સાંભળી શિષ્ય તો તરત જ હથિયારો લઈ અને નીકળી પડે છે રાજકુમાર ને હરાવવા.
તે રાજમહેલમાં પહોંચે છે અને સીધો રાજકુમારના રૂમમાં જાય છે અને ત્યાં જઈને રાજકુમાર ને ચેતવણી આપે છે પણ રાજકુમાર માનતો નથી ને તલવાર લઈને આની સાથે યુદ્ધ કરવા આવે છે પરંતુ આ વખતે તલવાર હવામાં ઉડતી નથી પરંતુ તેના હાથમાં જ રહે છે જીવ બંને વચ્ચે ઘમાસાની યુદ્ધ થાય છે અને આમાં શિષ્ય જીતી જાય છે પછી તે કહે છે કે હવે તું સુધરી જા પરંતુ રાજકુમાર કહે છે કે મને હરાવી શકે તેવું કોઈ નથી સાચું કહે તો કોણ છે તે કહે તમે જે ગુરુની પાસે શિક્ષા લીધી છે તે જ મારા ગુરુ છે પછી બંને જણા તેના ગુરુની પાસે જાય છે અને રાજકુમાર કહે છે ગુરુજી મારી ભૂલ થઈ ગઈ હું લાલચમાં આવી ગયો અને હિંસા કરવા લાગ્યો હતો. તમે મને સુધાર્યો છે આભાર ગુરુજી તમારો આભાર પરંતુ જ્યારે આ મારી પાસે લડવા આવ્યો ત્યારે મારી તલવાર કાંઈ કામ કર્યું નહીં આવું કેમ ગુરુજી બોલ્યા કારણકે આ એક બહુ જૂની વાર્તા છે જ્યારે તારા પપ્પાને કોઈ પુત્ર ન થતા હતા ત્યારે તેમણે એક ફળ લીધું હતું અને તે ફળ કાગડાના ફળ સાથે બદલાઈ ગયું હતું તેથી જે તારા પિતા ફળ લઈ આવ્યા હતા તે પ્રજામાં વેચાઈ ગયું અને તે એક સ્ત્રીના હાથમાં આવ્યું તેણે એ ફળ ખાધું તેથી તેને જે પુત્ર થયો તે મારી પાસે જ આવ્યો અને તેને મેં મોકલ્યો તારી પાસે તેથી તે હાર્યો નહીં અને તારી સામે જીતી ગયો. આ કારણ હતું સમજાણું તને આ સાંભળી બંને શિષ્યોએ ગુરુજીનો આભાર માન્યો ને ત્યાંથી ચાલ્યા ગયા.