૧૦૦
વોશિગ્ટનને મ્યુઝીયમો નુ શહેર કહો તો ચાલે. રાજધાની હોવાથી આમેય
તેનો અલગ દબદબો છે. ન્યુયોર્કની સરખામણીમા આ યુવાન શહેર છે ...રસ્તા પ્લાનિંગ
પણ સરસ આપણુ ગુજરાતનું ગાંધીનગર જોઇલો..
છેલ્લે નેચર મ્યુઝીયમમા સુગંધી ફુલો અને રંગરગીન ફુલોની વચ્ચે ધરાયને
બેઠા હતા ત્યાં અહીયા પતંગીયા પાર્ક પણ છે ! અમે લાઇનમા ઉભા રહી
ક્લોઝ્ડ એસી પાર્કમા પ્રવેશ્યા ત્યારે મન પણ પતંગીયુ બની ગયુ. અમારી
ચારે તરફ પતંગીયા ઉડતા હતા મારા પૌત્રના રંગીન કલરફુલ ટી શર્ટ ઉપર
પતંગીયુ બેઠુ એ દ્રશ્ય એટલુ અદભુત હતુ કે પતગિયુ છેતરાયુ હતુ ને
મારો પૌત્ર હેબતાયો હતો.....!
આજે સાંજનુ દેશી ખાણુ કોઇ તિબેટીયનની હોટેલમા ખાધુ તેણે બાંબુની
અનેક વેરાયટીના શાક અથાણા બનાવ્યા હતા... અમને તો ચપટા સમજીને હોટેલમાં જતાં જ સળીથી ભાત ઉડાડીને ખાતા સુપ પીતા ચપટાની દહેશત હતી પણ આ લોકોએ બાંબુના શાક અથાણાંથી આનંદ કરાવેલો..
આજે સવારે વોશિગ્ટનની પોટોમેક નદીમાં બોટ રાઇડીગ કરવા
નિકળ્યા ત્યારે મને મારા ગામ અમરેલીની વડી અને ઠેબી નદી યાદ આવી
ગઇ..ઠેબુ મારો એટલે પાણીને બદલે કાકરા ઉડે એટલે એ ઠેબી નદીમા
પગની પાની જ ભિંજાય એ પણ શિયાળા સુધી જ..પછી વિરડા રાજ...
કુવા રાજ શરુ થાય... પણ યુ એસને કુદરતે અફાટ જંગલો વિશાળ નદીઓ આપેલી છે તેમાંની આ પોટોમેક હોય કે હ્યુસ્ટનની બ્રાઝો રીવર હોય
બધ્ધી જાયંટ નદીઓ..આપણી ગંગા યમુના નર્મદા જેવી... ધસમસતો પ્રવાહ પણ
જોરદાર..બોટ રાઇડ માટે જેકેટ પહેરી અને બોટમા અમે બેઠા.બોટ જાતે
ચલાવવાની કોઇ મદદ નકરે..કલાક માટે બોટ લીધી હતી અને બોટક્લબ
વાળાએ અત્યારે પ્રવાહ ઓછો છે એટલે પ્રવાહથી વિરુધ્ધમા રાઇડ કરો
એવી સલાહ આપી સાથે પચાસ ડોલરનો ચાંડલો લીધો..
મારાજેવા ખખડધજના હાથે બોટીંગ પાંચ મીનીટ ન થયુ પછી વહુરાણીએ
હાથ અજમાવ્યો ત્યારે કોઇની શેહશરમ રાખ્યા વગર મારા જેવાહોય તેવા
કંઠથી "સાથી હાથ બઢાના એક અકેલા થક જાયેગા મીલકર બોટ ચલાના"
ગાતા ગાતા અડધા કલાકમા કેપ્ટન પણ રેબજેબ થઇ ગયા..પૌત્રએ કહ્યુ"ઓહ
કમોન ડેડી આઇવીલ હેલ્પ યુ ..!" અમારો પૌત્ર દાદાની જેમ ટેકનીકલ માઇન્ડ ધરાવે છે એટલે અમારા યુ એસનાં ઘરના બગીચાના નાના મોટા રીપેરીંગના
તમામ કામમાં ડેડીને એને "હેલ્પ"કરવી જ હોય.એના નાના નાજુક હાથને ફુલાવે
“દાદા યુ ડોન્ટવરી આઇવીલ હેલ્પ યુ..." આમ સદા સર્વદા મારો હેલ્પર રહ્યો છે.
અડધે પહોંચેલા અમે હોડીને ટર્ન મરાવી પાછા ફરતા હતા ત્યારે અનુભવ
થયો કે આ ફેવરીંગ પ્રવાહમા પણ કાંઠે પહોંચવા કેટલી મહેનત કરવી પડે છે ..
સાચે જ જીંદગીમાં પણ ફેવરીંગ પ્રવાહ હોય તો પણ કાંઠે પહોંચવુ એ કઠીન કામ છે પણ વિરલાઓ સામે કાંઠે સામા પ્રવાહે તરીને પહોંચે છે, નવી શોધ નવા સંશોધનો નવા ધંધા આ બધું સામો પ્રવાહ જ કહેવાય. હવે કેપ્ટને પણ મહામહેનતે
અંતે કિનારે હોડી લાંઘી ને પાર્ક કરી ,ત્યારે પહેલીવાર કેપ્ટનના ફુલેલા શ્વાસ લાલચટક
મોઢુ જોઇ માં નો હાથ પીઠ ઉપર ફરવા લાગ્યો મારી કાયમની સહુને સલાહ હોય છે કે પાણીનો ક્યારેય વિશ્વાસ ન કરવો એ મારો અનુભવ છે .. આજ દિકરો દીકરીને લઇને નાસિક ગોદાવરી નદીમાં બાંધેલા ધાટ હોવા છતાં પત્ને હવાલે બન્ને બાળકોને મુકીને તરવાનાં કરતબો કરવા ગયો ત્યારે ચાર ફુટ પાણીમાંથી ક્યારે સાત આઠ ફૂટ પાણીમાં એ પ્રવાહ મને ઘસડી ગયો એ ધ્યાન જ ન રહ્યું અને હવે તો ભયનું લખલખું ફરી વળ્યું.. એક કુશળ તરવૈયા સરદારજીનો ખભો પકડીને વળગી પડ્યો ત્યારે સરદારે ઉંચકીને ફરી ચારફુટ પાણીમાં મુક્યો ત્યારે આંખો ભીની થઇ ગઇ હતી.. આજે કેપ્ટન ને સમજાય ગયુ હતુ .. બીજી બાજુ આજે મધર્સ ડે છ તે તાદ્રશ્ય થયુ."ડેડી આજે થોડુ ભારે પડી ગયુ "માં નો મુક્કો પીઠ ખાધો એ ઇનામમાં. હવે બહાર નિકળીને
ત્યાંજ નજીકમા આવેલ બહુ મોટા પ્લેનેટોરીયમમા ગયા .. અમરેલીમાં આવું જ એક તારામંડળ મ્યુઝિયમમા આદરણીય સ્વ. પ્રતાપભાઇ મહેતાની જહેમત થી બન્યું હતું એ નાનકડા તારામંડળની સાથે આ સુપર જાયંટ આ પ્લેનેટોરીયમની સરખામણી ન થાય પણ હવે આ વિશાળ ડોમમાં ધોળે દિવસે તારા જોવાનો આનંદમાણ્યો.
જીંદગીએ તો અનેકવાર મને ધોળે દિવસે તારા દેખાડ્યા છે એટલે આ રોમાંચ
થોડો અલગ લાગ્યો.
છેલ્લા પડાવમા રૂઝવેલ્ટ આઇસલેન્ડ ગયા ત્યારે સાંજ ઢળી ગઇ હતી.
કેપ્ટને કઢી થઇ ગયેલા પગ અને હાંફતા શ્વાસ વચ્ચે જાહેરાત કરી "તમે
બન્ને મારી એક્ઝામમાં પાસ થઇ ગયા છો હવે તમારા ઉપર કોઇ અત્યાચાર કરવામા નહી આવે..આ આખા પ્રવાસમા જેટલુ ચાલવાનુ હતુ એટલેકે તમારુ તેલ કાઢવાનુ
હતુ તે હવે પુરૂ થયુ છે..નાવ વી વીલ એંજોય પણ લેટ મી ટેલ યુ કે આ વખતે તમારા બન્નેનું યુ એસ આવવાનું નક્કી થયુ ત્યારે જ એક વસ્તુ સમજી લીધી હતી કે આવી કઠીન યાત્રા કે પ્રવાસ હવે કદાચ કરી શકશો કે નહીં એ ઉંમરે તમે બંને પહોંચી ગયા છો એટલે આ રીસ્ક લેવાનું નક્કી કર્યું હતું.. એ રીતે અમે પણ પાસ થયા ..
અટલાં ઉંચે જ્યાં શ્વાસ લેવાનાં પણ વાંધા હોય, ત્યાંથી લઇને સતત બાર પંદર કિલોમીટર ચાલવાનું તમારે બન્ને માટે હવે શક્ય નહોતું પણ તમે પણ એ કર્યું .. યુ આર બોથ આર ગ્રેટ.. “
“ મને તો તારી મમ્મી સાથે લગ્ન કર્યા પછીનાં સંઘર્ષોમાં કેટલાય વરસો સુધી સતત રોજ બાર પંદરથી વીસ કિલોમીટર ચાલ્યો જ હતો પણ ત્યારે તો કોઇ ઓપ્શન નહોતો ‘ તુજકો ચલના હોગા તુજકો ચલના હોગા .. ‘ આ વખતે તમારે સહારે મૌજ કરી લીધી ..”