૯૯.
આજે હોટેલમા સરખુ બ્રંચ( ગુજરાતી જ નહી આખી દુનિયાના લોકો
સવારના હોટલના બ્રેકફાસ્ટ જે હોટલના ભાડા સાથે મફત મળે )તેનો
ટાઇમ નોટ કરીલે સવારના રુમમા ટીકીટલીમા ચા બનાવી સાથે થોડુ
ખાઇ લે પછી બ્રેકફાસ્ટ પુરો થવાના ટાઇમ પહેલા અડધા કલાક પહેલા
ડાઇનીગ હોલમા એન્ટ્રી લે પછી પ્લેટો ભરી ભરીને ટેબલ ઉપર ઠાલવે
પછી નિંરાતે ઝાપટે..)આ કંઇ ગુજરાતીઓની શોધ નથી ઇંડીયનોની
પેટંટ નથી આ રોગચાળો દરેક દેશના ટુરિસ્ટોમા ફેલાયેલો છે..
અમે પણ આ રીતે જ બહાર ફરીયે છીએ એવુ કહેવામા શરમ શેની ? એંહ.
“આજે નેચર ,સાઇન્સ અને એંજીંનીયરીગ એરોસ્પેસ મ્યુઝીયમ દુરથી
પેંટેગોન અને બેક ટુ હોટેલ ઓ .કે.?"
“હરીઅપ ફ્રી પાર્કીગ જશે ..."
ફરીથી ફ્રી પાર્કીગમા ઘોડાને તો ન કહેવાય પણ હોંડારથને મુક્યો ત્યારે ૭૦૦૦હજાર માઇલ વીઘાઉટ
પ્રોબ્લેમ માટે થપથપાવ્યો પણ આતો હોંડાનો ઘોડો એનો અંહકાર તો બાપા
સામુ જોય પણ નહી..જેવા જેના સંસ્કાર.
પહેલા એંજીનીયરીંગ એન્ડ એરોસ્પેસ મા ગયા..મુળ આ અમેરિકનોએ
કેટલાય દેશના ઉત્તમ વૈજ્ઞાનિકો એંજીનીયરોને કેટલા પ્રોત્સાહિત કરે સહકાર
આપે એ જ વસ્તુ અમેરીકા ને દુનિયાની ટોચ ઉપર મુક્યુ છે...જર્મની ફ્રાસ
ઇંગ્લેડઅને છલ્લે ભારતના આવા રત્નો પોતાના દેશમા સાચવ્યા છે ઉજેર્યા
છે...અંદાજે બે હજાર થીયે વધુ શોધમા સોઇથી ઓટોમેટેડ મશીનો કપડાથી
લઇને પ્લાસ્ટીક ફર્નિચરથી ઇન્ફાસ્ટ્રકચર દરેકનુ પરફેક્ટ પ્લાનિંગ
ડીઝાઇનીંગ કરે તમે દંગ રહી જાવ.અગાઉ હ્યુસ્ટનને અડીને આવેલ નાસા
સેંટર નો અનુભવ હતો એટલે ફાટી આંખે જોઇ રહ્યો.એક ખુરસી બને તો
માણસની કમરનો શેઇપ ,બેસવાની આદતો પગ રાખવાની આદતોનો
હાથ કેમ રાખવામા કમફર્ટ લાગે છે ડોકી ન રહી જાય માટે હેડ રેસ્ટ ક્યાં
કેમ હોવુ જોઇએ એ તમામ વસ્તુનુ નોટીંગ થાય પછી ખુરસી પડી ન જાય
તુટી ન જાય થોડી સ્વીંગ થઇ શકે ફોલ્ડ થઇ શકે આટલી બારીકીથી બનેલી
ચેર વલ્ડ બેસ્ટ ડીઝાઇનર બને પછી ચાયના કોપી કરે છેલ્લે ઉલ્હાસનગર
પંજાબમા કોપીની કોપી થાય, પછી ઉલ્હાસનગરમાં થાય પણ સૌથી પહેલી કોપી ચીન પછી તાઇવાન પછી કોરીયનો એવી અદ્લ કોપી કરે કે ખુદ અમેરિકનો પણ ભૂલમાં પડી જાય ..અમેરિકાને એની ખબર છે કે આ બધુ થાય છે
પણ એ છતાં રીસર્ચ પાછળ ધન વહાવી દે.પેટંટ કઢાવી લે .બાકી પરવાહ નહી.
આ મારો રસનો વિષય હતો અને છે .આજે પણ અફસોસ છે કે મને બાપાએ
એંજીનીયરીગ ન કરવા દીધુ અને મેથ્સમા સારા માર્ક મને ન મળ્યા!
બપોર સુધીમા બે માળ નુ અંદાજે એક માઇલના ઘેરાવાનુ એ મ્યુઝીયમ છોડી
એરોસ્પેસ ઓટોમોબાઇલ મ્યુઝીયમ પહોંચ્યા ત્યારે શરીરથી થાક્યા હતા
પણ પેટમાથી પણ બિલાડાના અવાજ આવતા હતા.ઝટપટ થોડુ ખાઇ થોડો આરામ
કરી રાઇટ બ્રધર્સ પહેલા કોણે મહેનત કરી હતી એ મોડેલો પછી રાઇટ
બ્રધર્સનુ ઘરનીરેપ્લીકા પછી તેણે કયા ટુલથી કઇ ધાતુનુ પ્લેન પોતાનાં જ ગેરેજમા બનાવ્યુ પછી પોતાનાં ખેતરમા ઉડાડવાની ટ્રાઇ કરી સહેજ ઉડ્યુ એટલે પછી રોડઉપર ઉડાવ્યુ કેટલી વાર નિષ્ફળ ગયા ને ફાઇનલ મોડેલપણ હાજર હતુ ..પહેલા અમેરિકન પોસ્ટ કંપનીએ આવા પ્લેન ઉડાવ્યા થી લઇને ડાકોટા ને આજના જેટ વિમાનો એરબસ જેવા તોતીગ વિમાનો લટકતા હતાયુઘ્ઘ વિમાનો પણ લટકતા હતા અમે બધ્ધાની
અંદર જઇ કોકપીટો પણ જોઇ. હવે ઓટોમોબાઇસેક્શનમાં પહોંચ્યા ત્યાં નીચે પહેલી ડેટ્રોઇટની ફોર્ડ કંપનીની ડાકોટા પછી ડીસોટા એવી શરુઆતની ગાડીઓ થી મોસ્ટ લકઝરી કાર જોઇ . એંજિનિયરીગનીકમાલ જોતાં જ રહી જાવ એવી અદ્ભુત ટેકનોલોજી કેવી રીતે વિકસાવી એ નજરે નિહાળીને દંગ રહી ગયાં..છેલ્લે
રેલગાડી સેકશનમા મજા પડી ગઇ .પહેલુ સ્ટીમ એંજીન થી લઇને લેટેસ્ટ
ડીઝલ અને ઇલેક્ટટ્રીક એંજીનો જોયા ક્રેઇન થી લઇને ડંપર જેવી
હજારો અજાઇબીઓ જોઇ મન આજે ભરાઇ ગયુ.સાંજે નેચર મ્યુઝીયમમા
દુનિયાના તમામ જાતના ફ્રુટસ પપૈયાથી લઇ જાંબુ હજારો જાતના ફળ ફુલ જોઇને દિલ તરબતર થઇ ગયુ આજ નો અમારા પ્રવાસનો સહુથી યાદગાર દિવસ હતો તો યે ગાના તો બનતા હૈ"ના કોઇ ઉમંગ હૈ ના કોઇ તરંગ હે "જેવી મારી હાલત હતી.
આજે વોશિગ્ટન નો છેલ્લો દિવસ હતો અમેરિકાની આ ટ્રીપમા એકબાજુ ન્યુયોર્કની ઝાકઝમાળ તો આ એમેરિકાની તાકાત તેના મુળીયા વોશિંગ્ટન ડી સીમાં જોવા મળ્યા.. અમે તો માલામાલ બની ગયા . દિકરા તે અમને જીંદગી ભર જીવવાનું ભાથુ આપી દીધું વાહ વાહ…