૧૦૧
સવારના વહેલા છ વાગે નિકળવાનુ ટારગેટ રાખી રાતના સહુ ઘોટી પડ્યા.
અમારી ઇસ્ટ કોસ્ટ અમેરિકાની સફરનો યુ ટર્ન હવે શરુ થયો હતો..અગીયાર
કલાકની થકવી દેનારી મુસાફરીમા એક મોટી રાહત હતી કે આજની સફરમા
હાઇવેની બન્ને બાજુ દેવદાર અને ચીડના ઉંચા વૃક્ષોનાં ગાઢ જંગલોની
વચ્ચેથી અમે ઘટાદાર છાયામા સડસડાટ પસાર થતા હતા...રસ્તામા ક્યાંક
હરણાઓ ચરતા જોવા મળ્યા.અમેરિકાએ સહુથી મોટી હરિત ક્રાંતિ કરેલી
ચારે તરફ જોવા મળતી હતી.. આ હરીત ક્રાંતિ કઇ રીતે થઇ એ પણ ઇતિહાસ છે.. ગુલામ તરીકે જે આફ્રિકન લોકોને લાવેલા તેમની પાંસે પહેલા ખેતીવાડી લાયક જમીન બનાવી પછી આ ગુલામોને આખા અમેરીકામા રોડ બનાવવા પછી ઇલેક્ટ્રિસીટી ગ્રીડ બનાવવામાં ઇલેક્ટ્રિક કંપનીઓએ એમની પાંસે થાંભલા નખાવ્યા પછી રોડની બન્ને બાજુ જે આ લહેરાતા દેવદાર ચીડ એમ જાતજાતના વૃક્ષોની વાવણી કરાવી બે વરસ પાણી આપીને ઉછેરવાના પણ એમણે પછી મશીનોની મદદથી મોટા પહાડોને ખીણની વચ્ચે તળાવો બનાવ્યા એટલે જમીનમાં પાણી સચવાયુ .. માત્ર ટેક્સાસજે એકલો રણ પ્રદેશ હતો ત્યાં અતિ વિશાળ બસો તળાવો બનાવ્યા … હવે આ હિલ્લોળા લેતા પાણી માં માછલીઓ એટલી બધી હોય છે એને પકડીને ખાવા માટે દર શનિ રવી કેંપ તરે .. લાવો પૈસા કેંપ કરવાના.. પછી બોટ રાઇડ કરો .. લાવો પૈસા .. પછી તો આવા ગાઢ જંગલોને મેઇન્ટેનન્ કરવા આખા અમેરિકામાં નેશનલ ફોરેસ્ટ ને બોર્ડર કરી અંદર જવાનાં પૈસા લેવાના .. આમ વિકાસ સાથે આર્થિક રીતે એવુ જડબેસલાક આયોજન આખા અમેરિકામાં થયેલું છે…આમ પાછું દરેક સ્ટેટને સેન્ટ્રલ ટેક્સ દરેક વસ્તુમાં લાગે એટલે સુપર માર્કેટમાં જાવ ત્યારે જે ટેક્સ આપો તે નેનો હાઇવે સંરક્ષણ વિ માટે ફેડરલ ગવર્નમેન્ટ લે તેના ઉપર દરેક સ્ટેટ ને પોતાના રોડ રસ્તા મેઇન્ટેનન્ કરવા પૈસા આપે ઇ લોન તરીકે મળે મફત કંઇ નહી .. અરે પેટ્રોલ જેમાં પચાસ ટકા ગેસોલીન હોય તેના ભાવ પર કોઇ નિયંત્રણ નહીં.. ટેક્સાસ માં એક કાર્લટેક્સનો ભવ રોજસવારે પડે સ્ટોક પ્રમાણે તો શેલનો પણ અલગ ભાવ હોય.. એટલે જ્યાં ગેસ સસ્તો ત્યાંથી જ લોકો ગાડીમાં ગેસ ભરાવે ..દર બે ત્રણ કલાકે હાઇવે ઉપર જે તે રાજ્યના
શહેર નજીકથી પસાર થતા હો ત્યારે તેમના રેસ્ટરુમનો લાભ લીધો .દરેક
કન્ટ્રી (ગામ)ની બહાર વેલકમ ટુ રેસ્ટરુમ હોય.ગાડી પાર્ક કરો .ઠંડા પાણીના
કુલરો ખાવા પીવાની બેસવાની આરામ કરવાની ભરપુર જગ્યા હોય,જેનો
કોઇ ચાર્જ ન હોય ...પેટ્રોલ પંપ ઉપર જાતે પેટ્રોલ ભરવાનુ વિન્ડશીલ્ડ
જાતે સાફ કરવાના જાતે હવા ભરવાની હોય બધ્ધા પંપ ઉપર પીઝાહટ
કે બરગર કીંગ કે પાપાજોહ્ન કે મેકડોનાલ્ડ હોય જ ..
રાત્રે આઠ વાગે ખુબજ સરસ એટલાન્ટા શહેરમા દાખલ થયા ત્યારે ચૌદ
કલાકની થકવી દેનારી યાત્રા નો મોટો પડાવ પસાર થયો હતો.રાત્રે હોટલમા
જંબો કીંગ અને ક્વીન સાઇઝના પલંગોમા પડ્યા કે ઢળી પડ્યા...
આ સફરના આંતિમ પડાવમાં પેન્ટાકોલા કે પેન્સાકોલા નામ માટે ગુગલદેવને
પુછ્યુ"સાચુ નામ શું છે"એટલે ભાષણ ચાલુ થયુ ફ્રેન્ચ લોકો આમ બોલે
ઇટાલીયનો આને આમ કહે છે "ઇંડીયનો શું કહે છે ?" "આઇ ડોન્ટ નો ! "
સામે લહેરાતો દરિયો છે બહાર ગેલેરીમા ઇઝીચેરમા બેઠો થોડો ઉદાસ છું
પ્લેટમા નાચો ચીપ્સ અને ડીપ છે(એ પાપડીયા ને ચટણી બસ...બહુ
પંચાત) અમેરિકામા અમુક હોટલમા અમે ઇટાલીયન ડીશ ખાવા જઇએ
ત્યારે પહેલા ચીપ્સ અને ડીપ્સ મફત મળે એટલે અમે બે શરમ થઇખાધા
કરીયે .પછી મેન ડીશ તો થોડક જ ખવાય...(મને યાદ આવ્યુ કે ગુજરાતમા
મસાલાઢોસામા સંભાર અને ઉસળપાઉમા તરી એટલેકે રસો ફ્રી મળે)
કેપ્ટન મને દરવાજા પાછળ ઉભા ઉભા જોઇ રહ્યા હતા...કમઓન ડેડી
કેમ ઉદાસ થઇ ગયા ? મે મુડ બનાવવા કહ્યુ "એતો સારુ છે કે આપણે
ચાઇનામા નથી નહિતર આવા પેન્સાકોલા ને પેન્ટાકોલાને બદલે જે નામ હત તે
આપણે નંબર પાડીને ય ન બોલી શકત ,માટે ભગવાન કરે તે સારા માટે"
ડેડી આ અમેરીકનોને બે થી ત્રણ અક્ષરથી મોટા નામ બોલતા જ નથી
આવડતા .મનહર નુ મન જગદીશનુ જેક ચંદ્રકાંતનુ ચંડ કરી નાખે "
“ભાઇ ચંડ તો રાક્ષસનુ નામ હતુ એટલે એવા ટાઇમે જરૂર પડે તો ચંદ કરાવજે"