૯૫
એક તો હું મીન રાશીનો માણસ અને સામે અફાટ જળરાશિ....વાળી
વાળીને પાછળ જોતો રહ્યો.આ અમેરિકનો પણ મારા જેવા સાવ ગાંડા લોકો.
ફરક એટલો કે એ લોકો ગણત્રીપુર્વકનુ કે આંધળુ સહાસ કરી જાણે ને
ને હુ ખાલી તીરે ઉભો જુએ તમાશો તે કોડી નવ પામે જોને વાળો ..."વાહ
વાહ કરી જાણુ"
વેવઝકેવ મતલબ હોડીમા નાયેગ્રા સાથે મનથી લગ્ન કર્યા નથી કે એ
અમેરીકનો યાદ આવ્યા જેમણે દોરડા બાંધી નટબજાણીયા જેમ નાયેગ્રા
પાર કરવાની કોશીશોમા જાન ગુમાવ્યા હતા.એક બાઇએ લાકડાના ડ્રમમા પોતાની
વહાલી બિલાડી સાથે નાયેગ્રામા ખાબકી અને જીવતી બહાર આવી ત્યારે
લોકોએ ગરીબબાઇને લાખ ડોલર આપ્યા . બાઇએ પોતાના વિશ્વાસુ
મેનેજરને પૈસા અને એ ડ્રમ સાચવવા આપ્યુ હતુ તે રફુચક્કર થઇ ગયો.
બાઇ આઘાતમા પાગલ થઇ એ જ નાયેગ્રામા કુદીને મરી..એક ભાઇ બેન
બોટમા આ નાયેગ્રાને પાર કરતા ગીતો ગાતા જતા હતા તેના ધસમસતા
પ્રવાહમા બોટનુ એંજીન બંધ પડી ગયુ .બોટ અથડાઇને તુટી ગઇ.બચાવ
કરવા કુદેલો બોટમેનેજર ડુબી ગયો.ભાઇબેન ધોધથી ખાબક્યા નીચે
ને જીવતા બચ્યાનો ચમત્કાર થયો...આવા બીજા બે દોરડાપાર કરનારા
થઇને માંડ ચારેક જણા બચ્યા નો રેકોર્ડ જોયો.આત્મહત્યા કરનારાની
સંખ્યા વાંચી અને નાયેગ્રાથી મોઢુ ફેરવી લીધુ..મનમા ગીત ગણગણતો
હતો"યે જીવન હૈ યે જીવની કી યહી હૈ છાવ ધૂપ "
રાત્રે ટ્રામમા રાઉન્ડ માર્યા અને રેનફોરેસ્ટમા બુફે (અમેરીકન દેશીઓ બફે
બોલે તો ભલેને બેલે અમેતો પાઠશાળાના બ્રિટીશ ઇંગ્લીશ બચ્ચા છીએ
ખોટો ઉચ્ચાર અને માસ્તરની આંકણી સાથે જ યાદ આવે )એક બાજુ
ભરપેટ જમ્યાનો આનંદ હતો એટલે પથારીમા લંબાવ્યુ ત્યારે "પહીલા
પેટોબા નંતર વિઠોબા"યાદ કરી ભગવાનનો આભાર માન્યો.....
.....———————————————-
ન્યુ યોર્ક પછી હમારી અધૂરી કહાની આગળ વધી રહી હતી જેમ અમારી સફર આગળ વધતી હતી..
ફીલી એટલેકે ફીલાડોલ્ફીયા મુળ અમેરીકાની રાજધાની.. મારો દિકરો નવો નવો મુબઇની આઇ ટી કંપનીમાં જોડાયાને વરસ પણ નહોતું થયું અને તેના ડાયરેક્ટરે તેનું હીર પારખીને યુ એસ મોકલવાની વાત કરી .. ઘરમાં તો સહુ પાગલ થઇ ગ્યા હતા પણ એ મારી નજીક બેસીને પુછતા હતો “ ડેડી શું કરું એ લોકોએ પાસપોર્ટ બનાવવાનું વીઝાનુ કામ કાલથી શરુ કરશે . શું કરું ?”
“ અરે મેરે શેર, જા તારી આ નવી જિંદગી તને પોકારે છે યસ કહી દે.. મમ્મી માટે તો હજી એ નાનો બાળક હોય તેમ ઢીલી પડી ગઈ હતી પણ પછી મનથી તૈયાર થઇ ગઈ.. “ જા
બેટા “
બીજે દિવસે કંપની તરફથી ફાઇલ મુકાઈ ગઈ અને પંદર દિવસમાં વિઝિટર બીઝનેસ વીઝા સાથે પાસપોર્ટ અને એકવીસમી દિવસે તેણે પહેલી અમેરિકાની ઉડ્ડાન ભરી તે સીધ્ધો આ ફિલાડેલ્ફિયા ઉર્ફે ફીલી આવેલો .. જીંદગીની પહેલી લાંબી સફર એ પણ અમેરિકાની ..! તકદિરનાં ખેલ જૂઓ કે એ જ કંપનીએ પછી ત્રણવાર યુ એસ મોકલ્યો પછી બહુમોટી કંપનીની ઓફર આવી એટલે એ મલ્ટીનેશનલ કંપનીમાં જોડાયો .. હવે તેનો પગાર પણ સરસ હતો અમે ખુશ હતા પણ ફરીથી તેને વિધાતાએ તક આપી ને એ જ કંપનીના પુના મગરપટ્ટા ઓફિસમા શીફટ થયો ત્યારે તેના નવા લગ્ન થયા હતા . અમારે મળવા માટે દર પંદર દિવસે પુના જવાનુ કે એ લોકો મુબઇ આવે એમ વરસમાં ફરી તેની લાઇફનો ટ્વીસ્ટ આવ્યો .. એ જ કંપનીએ યુ એસ પાંચ વરસ માટે મોકલવાની ઓફર સાથે સરસ પગાર મળવાનો હતો ..
“ ડેડી મારે શુ કરવુ કંઇ સમજાતુ નથી જો યુ એસ ગયો તો તમારી બધ્ધા સાથે જીવવાની તક કદાચ નહી મળે .. હું ના પાડી શકુ છું તમે બન્ને કહો..”
વાતાવરણ બહુ ભારે થઇ ગયુ હતુ તેની મમ્મીને એ પ્રાણપ્યારો હતો હવે જો અમેરિકા જાય તો એ હાથથી ગયો જ એમ લાગતુ હતુ .. મે માં દિકરાને સાથે બેસાડી ધરની બાજુના પીપળા ઉપર બેઠેલા કબુતરને બતાવ્યુ..” જો બેટા પાખ આવે એણે ઉડવાનું જ હોય.. મનુષ્ય સિવાય સહુની એ જ નિયતિ કુદતી છે આપણે જ મા બાપ ભાઇ બહેન સહુને પકડીને બેસીયે છીએ.. એ ક્યાં સુધી ? તારી લાઇફ આગળ તારા વિકાસની તક તારા ભવિષ્યમા બાળકો થશે તેની જીંદગીનો વિચાર કરવાનો ભાઇ હું કહુ છું “ઉડી જા” એ પછી આજે પંદર વરસે તેનો દિકરો દિકરી અને સુખી સંસાર જોઇને મા બાપ તરીકે અમે બહુ રાજી છીએ.
એ આખી વાત આ ફીલી પાસ થતા યાદ આવી ગઇ ..પછી ગાડી ન્યુયોર્ક
બાઇપાસ કરી ન્યુ જ્રસીને રામરામ કરી ત્રણ કલાકમાં તો અમે વોશિગ્ટન ડી.સી
પણ પહોંચી ગયા પણ બાપારે ઘડીયે ધડીયે આવતા ટોલનાકાએ ટાલ પાડી દીધી
એક તો હ્યુસ્ટનમા પેટ્રોલ સાવ સસ્તુ અને ટકા કરીનાખે તેવા ટોલ નહી
રહેવાનુ ય સસ્તુ .બારેમાસ સેન્ટ્રલ એસીવાળા મકાન કે ફ્લેટમા રહો
અંહીયાતો છ મહીના ઠંડી પડે "ગાભા કાઢી નાખે"પણ બચાકરા દેશીઓ
ડોલરની લ્હાયમા અંહીયા ઠુઠવાયા કરે પાછા કોલર ઉંચા કરે ઇંડીયામા જેમ
મુંબઇવાળા જેમ કરે છે બસ એમ જ....
આજ થી બે દિવસ અમારા પગની કઢી થવાની હતી એટલે શુભ મંગલ સાવધાન કરી લિંકન મેમોરીયલના દર્શને નિકળ્યા ત્યારે માંડમાંડ એક માઇલ દુર પાર્કંગ મળ્યુ અને કુચ ગીત ગાતા ચંદ્રકાંત મંડળી નિકળી "ખખડધજ રાહી હુ દેશ કા સિપાઇ હું બોલો મેરે સંગ
જયહિંદ જયહિંદ..."