૯૬
સાંજના ચારેક વાગ્યા હતા.૨૦૦ફુટથી વધારે પહોળા વોશિગ્ટનના વેલ
પ્લાન્ડ રસ્તાઓ પાર કરતા કરતા લિંકન મેમોરીયલ નજીક પહોચ્યા
ત્યારે ખબર પડી કે લિંકન સામે જ નજર માંડીને એક માઇલ દુર વોશિંગ્ટન
મેમોરીયલ હતુ...
“એલા આતો આપણા અશોક સ્તંભ ની જેમ ઉંચા થાભલા છે ,તે બાપાના
મોઢા મુકતા શું ચુંક આવતી હશે ?"એક 'દેશી અમેરિકામા સ્થાઇ થયેલા
તેના દિકરાને દલીલ કરતા હતા...
“કાકા,ગાંધી સમાધિમાંઓટલો છે,ઇંડીયા ગેટમા દરવાજો જવાહરબાપામાં
ઓટલો અને ઇંદિરાજીએ ભોં માથી ભાલા કાઢેલા એટલે એની સમાધિમા
ઉંચો ધારદાર પથ્થર છે કે નહી?"
“બાપા તને તો બોલાવ્યો થતો નથી ..."
મેમોરીયલમા તાજમહેલ જેમ બે બાજુ ચાલવાનુ વચ્ચે ફુવારા બાકી ચારેતરફ
ગ્રીન લોન અને વૃક્ષોની હારમાળા વચ્ચે પર્લ હારબરમા અને સેકન્ડ વલ્ડવોર
મા મરેલા વોરહીરો ના નામના ક્યાંક પુતળા ક્યાક વોર ના હથિયારની રેપ્લીકા
જાતા જોતા થાકી ગયા . મને એવા એવા સવાલ મનમા થતા હતા કે આ લિંકન
અને વોશિંગ્ટન ચુપચાપ પડ્યા પડ્યા શું વિચારતા હશે ? તેના કાનમા
સંભળાય એટલે દુર જ યુએસ કેપીટલ કહે છે તે પાર્લામેન્ટ હાઉસમાં
હુંસાતુસી ચાલતી હોય છે.અમે પહોંચ્યા ત્યારે પાર્લામેન્ટ હાઉસનાં ઘુંમટનુ રીપેરીંગ ચાલતુ હતુ
એટલે લોકશાહીના મંદિરને જૈ શ્રી કૃષ્ણ કરી વિચાર કરતો હતો અમેરિકા
જેવા અમેરિકાને કેટલીયે વાર ડાભોળીયા જેવાએ નાગુ કર્યુ છે . એક તો સાવ પડખામે ફિડલ કાસ્ટ્રો ક્યુબામા એવો માથાનો દુખાવો પણ કંઇ ન કરી શક્યા .. વિયેટનામમાં પણ મો ભર પડ્યા ને ભાગ્યા પછી છેલ્લે અફધાનિસ્તાને હંફાવ્યા તે બધા હથીયાર ટેંક વિમાનો બધુ મુકીને ભાગ્યા ..બરાબર
પડખામા રહીને ફિડલ કાસ્ટ્રોએ જીવ્યો ત્યાં સુધી શાંતિ ન લેવા દીધી..જપાન ઉપર અણુબોંબ ઝીકીને લાખો માણસોને મારી નાખ્યા ત્યારે એ દેશદાઝવાળા જાપાને અમેરીકા જઇ ને
૧૨૦૦૦ સૈનિકોનો બેડો પર્લહારબર મા સાફ કરી નાખ્યો વિયેટનામમા પણ
ચત્તબઠને ખાંગ થયુ છેલ્લે ટચુકડી ચકલી જેવડા વિમાનોથી અમેરિકાના
નાક જેવા વલ્ડટ્રેડ સેંટરને તોડીને આઇ એસ આઇ વાળા એ સાબિત કર્યુ કે "ગરવ કીયો સોઇ નર
હાર્યો જી...
“ડેડી આપણે ત્રણ કલાકના પાર્કીંગના પૈસા ભર્યા હતા એ ટાઇમ ડ્યુ થઇ
જશે"...એટલે ધીરે ધીરે કુચ કરતા ખખડધજ ટોળામા ચેતનનો સંચાર થયો..
તુલસીશ્યામમા જેમ સિંહની ડણક સાંભળીને પંગુ લંઘયતે ગીરીમ થયેલુ
તેમ અથડાતા કુટાતા પાછા ભાગ્યા ત્યારે પાંચ મિનીટ વહેલા હતા.
હવે? હવે ફ્રી પા્કિંગ ગોતીયે આમ પણ બધુ બંધ થવામા છે સાંજના સાત થઇ રહ્યા
છે...હજી તો ટર્ન માર્યો ત્યા એક સરદારજીનો ઇંડીયન ફુડનો ટ્રક દેખાયો ... ઓહોહો વાહ મજા પડી ગઇ..એક તો માંડ ઇંડીયન ખાવાનુ મળે એમા નખરા ન ચાલે એમ સહુ વિચારતા હતા “ આ કંઇ રોમમાં રસ પુરી ને પેરીસમાં પાત્રા” વાળા કે અમારા પોતાના રાજસ્થાની મહારાજ વાળી ટૂર નહોતી બહુ આતુરતાથી ટ્રક પાંસે ગાડી પાર્ક કરી ત્યારે અંધાર થવામાં હતુ અને કાળો કાગડો પણ દેખાતો નહોતો.. સાવ સુમસામ થઇ ગયુ હતુ સરદાર પોતે પણ ટ્રક બંધ કરી રહ્યો હતો પણ અમે ભુખ્યાડાંસ ઇંડીયનોને જોઇ જરા હરખાયો .. કેપ્ટને પુછ્યુ
“પાજી ક્યા મિલેગા ? " "ચિકન હૈ મટન હૈ બોલો શાજી.."
“વેજ મેં?"
“છોલે ભટુરે થોડે બચે હૈ.. એક પ્લેટ મખનવાલાભી મિલેગા દો પરાઠા હૈ
દેદુ?"
સામે ગાર્ડનની બેંચ ઉપર જે મળ્યુ તે બિસમિલ્હા કરીને ઝાપટી ગયા.. અમારી પાંસે પોતાના નાસ્તા પણ નહોતા અંહીયા ઇંડીયન ફુડની હોટલ ક્યાં શોધવી ? હવે હોય તો પણ સાંજ પડે આખુ અમેરિકા ધબ્બ થઇ જાય તેમ બધુ બંધ થઇ ગયુ હતુ .. હવે મળે તો બરગરીયા કે પીઝા પણ એટલી પેટમા જગા નહોતી એટલે સહુએ ગાંધીજીને યાદ કરી ઉણોદર એટલે ભુખ કરતા થોડુ ઓછુ ખાવુ ભુખના ચાર ભાગ પાડી એક ભાગ ખાલી રાખવાનો આવુ બાપુ કહી ગયેલા પણ આ ચંદ્રકાંત ગાંધીવાદીના દિકરાએ પક્કુ સંશોધન કરેલુ છે કે બાપુ બહુ ચાલ્યા કરવાને લીધે ખોરાક સરખો હતો .. અમે આજે બે ત્રણ રોટલીવાળા સામે બાપુ પાંચ રોટલી ત્રણ ચમચા શાક બે વાટકા દાળ પછી ભાત સરખો લેતા પછી મહાદેવભાઇને કહેતા “ મહાદેવ થોડુ તો બાકી રાખવાનુ જ એટલે મેં પણ..”
મહાદેવભાઇ માટેતો “ બોલીયે ના કંઇ ખોલીયે ના કંઇ આપણુ હ્દય “જેવો ઘાટ હતો પણ ડાયરીમાં પણ મહાદેવભાઇએ એનો ઉલ્લેખ ધરાર ન જ કર્યો કે બાપુ ખાઉઘડ છે ..પણ અમે એમના જેવા નહી એટલે યાદ રાખેલુ કે ગુરૂ કે એમ કરવાનું કરે એમ નહી કરવાનું . આબધી ખાઉધરી વાતો ઉપર ખરેખર સંશોધન થવુ જોઇએ કે જવાહરલાલ કે આપણા સરદાર પટેલ કેટલા રોટલા દાબડી જતા કે નહેરુ કેટલુ ચીકન ખાતા ઉપરથી વાઇન ગટગટાવે મોદીજી ખીચડી કઢી ને દુધીનુ શાક ખાય છે એમ સાંભળ્યુ છે ક્યારેક ઢોકળા ફાફડા પણ ખાતા હશે આપણને શી ખબર..? મારા જૈન મિત્ર મને દર વખતે ટોકે .. ભાઇ આમ ભાખરી ઉપર ઘી લગાડીને સવારે ઝાપટવુ નહી ખાખરા ખાવાનાં સાથે લોચા લેવાય.. પણ એ અહિસક બે ઉપવાસ પણ કરીશકતો પણ ખાય ત્યારે બધુ વસુલ કરી નાખે ..એને હું શું કહુ ? પછી બહુ ટકટક કરી એટલે નરસીંહ મહેતાનુ ભજન સંભળાવ્યુ “ આપણે આપણા ધરમ સંભાળવા . ધરમનો મરમ લેવો વિચારી”આખે રસ્તે મગજમા પાક પુરાણ ચાલ્યું.. વચ્ચે વચ્ચે ડાફોરીયા મારતા હતા…
સાત આઠ માઇલની સાંજફેરી પુરી કરી ગાડીમા બેઠા વાઇટ હાઉસને
ચક્કર મારી ઓબામાને આપણી ગાડીની અંદરથી ન સંભળાય તેમ કહ્યુ "કાલે મળીયે દોસ્ત ઓબામા, આજે બહુ થાકી ગયો છુ"
બધ્ધા હસી પડ્યા ...