Sangharsh Jindagino - 1 in Gujarati Human Science by Jaypandya Pandyajay books and stories PDF | સંઘર્ષ જિંદગીનો - 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 75

    નિતુ : ૭૫ (નવીન તુક્કા) નિતુએ નવીનની વાતને અવગણતા પોતાની કેબ...

  • ભાગવત રહસ્ય - 179

    ભાગવત રહસ્ય-૧૭૯   કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા...

  • ફરે તે ફરફરે - 67

    ફરે તે ફરફરે - ૬૭   હું  મારા ધરવાળા સાથે આંખ મિલા...

  • રાય કરણ ઘેલો - ભાગ 16

    ૧૬ પૃથ્વીદેવ   અરધી રાત થઇ ત્યાં ઉદા મહેતાના પ્રખ્યાત વ...

  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

Categories
Share

સંઘર્ષ જિંદગીનો - 1

            સંઘર્ષ જિંદગીનો

        પાત્ર અજય, અમિત, અર્ચના, સુરજિત, ક્રિના                                  પ્રકરણ-1

અજય અને અમિત મિત્ર છે. અર્ચના (અજયના  મમ્મી ) સુરજિત  (અજયના પિતા ) ક્રિના (અજયની બહેન )

(પ્રારંભ )

     અજય અને અમિત બગીચામા બેઠા હોય છે. અને સંવાદ કરે છે. અજય - અરે અમિત મારે ટેન્શનનો કોઈ પાર નથી.

 અમિત - શુ થયુ ભાઈ?

અજય - તને તો ખબર જ છેને કે અમારી લાઈફ સાવ ફિલ્મી સ્ટોરી જેવી જ થઈ ગઈ છે. જેને જોઈએ તે બધા આપણને સલાહ આપ્યા કરે અને આપણી મજાક કર્યા કરે. કોણ જાણે લોકોને બીજાની મજાક કરવામાં શુ મજા આવે છે?

અમિત - સાવ સાચી વાત છે ભાઈ તારી આજે તો જ્યાં જુઓ ત્યાં લોકો સુખી માણસની બળતરા કરે છે. અને દુઃખી માણસની ઠેકડી ઉડાડે છે. તેમની તકલીફમાં તેમને મદદ કરવી જોઈએ તેના બદલે ઉલટાની સલાહ આપ્યા કરે છે.     અજય - લોકો આપણી તકલીફમાં મદદ કરવા ન માંગે તો કઈ નહિ પણ બીજાની તકલીફમાં મજાક કરીને તેમની તકલીફ શા માટે વધારે છે.?     અમિત - સાચું.

   અજય - માણસ તકલીફથી હારતો નથી પણ લોકોના મહેણાં -ટોણાથી હારી જાય છે.

અજય - ચાલ ભાઈ હવે ઘરે નીકળીએ સાંજ પડી ગઈ છે. ઘરે બધા રાહ જોતા હશે.

અમિત - હા ચાલ આવજે કાલે ફરીથી મળીશુ વધુ ચિંતા ના કરતો તારે જરૂર પડે ત્યારે કહેજે હું હંમેશા તારી કોઈપણ પરિસ્થિતિમા તારી સાથે તારી હેલ્પ કરવા ઉભો રહીશ.

   અજય - થૅન્ક્સ યાર તારા જેવો મિત્ર મારી સાથે  છે. એટલે મને પણ હિમ્મત રહે છે.

  બંને મિત્રો એકબીજાને ગળે મળીને ઘરે પરત ફરે છે. અજય ઘરે આવે છે.

  અર્ચના (ધીમા અવાજે ) - સીદ રોકાઈ ગયો હતો બેટા આવવામાં એટલી બધી વાર કેમ લાગી ગઈ?  હું ક્યારની તારી રાહ જોતી હતી.     અજય - કઈ નહિ મમ્મી અમિત સાથે બેઠો હતો. વાતો કરતા કરતા સમય ક્યાં પસાર થઈ ગયો તે ખબર જ ન પડી.

    અર્ચના - કઈ વાંધો નહિ બેટા  ચાલ હાથ મોઢું ધોઈને જમવા બેસીજા.

      અજય  હાથ મોઢું ધોવા જાય છે. અર્ચના તેના માટે રસોડામાં જઈને રસોઈ ગરમ કરે છે. અમિત હાથ મોં ધોઈને પાછો આવે છે. અર્ચના તેના માટે જમવાની તૈયાર કરીને લાવે છે. અજય  જમવા બેઠે છે પરંતુ મનમાં વિચારોમા ખોવાઈ જાય 

અર્ચના - કેમ કઈ બાજુ ખોવાઈ ગયો બેટા?   આશ્ચર્યથી પૂછે છે !  અજય - પહેલાતો ધ્યાન દેતો નથી. પછી કઈ નહિ મમ્મી. પછી જમેં છે. તેને પોતાના ઘરની ગરીબ અને કરુણ સ્થિતિનો વિચાર મગજમાં સતત ઘૂમ્યા કરે છે.

પછી સૌ જમીને સુઈ જાય છે. અજય રાત્રે પથારીમા પડ્યો પડ્યો પણ સતત વિચાર કરે છે કે અમારી આવી કપરી અને અંગારાની જેમ સળગતી જિંદગીમાં શાંતિ અને સુખના પાણી પાછા વળશે ખરા! એકા એક તે ખુબ રડ્યા કરે છે. કોઈ ઉઠી ન જાય તે માટે અજય ચાદર માથે ઓઢી જાય છે. અને આ ઝંઝાવાતના વિચારમા રાત વીતી જાય છે. અને સવાર પડે છે. હવેવાત કરીશું આગળના એપિસોડમાં ત્યાં સુધી વાંચતા રહો ખુશ રહો. 

પ્રથમ પ્રકરણ વાંચ્યા બાદ આપ સૌ વાચકોને ખ્યાલ આવી ગયો હશે કે આ રચના પારિવારિક સંઘર્ષ સાથે સંકળાયેલ છે.  આશા રાખું છું કે મારી અગાઉની રચનાઓ જે રીતે આપ સૌએ વાંચી છે અને મને પ્રોત્સાહન આપ્યું છે એ રીતે આપતા રહેશો આપના સૂચનો અને માર્ગદર્શન સદા આવકાર્ય છે. 

 હવે વાત કરીશું આગળના એપિસોડમાં ત્યાં સુધી વાંચતા રહો ખુશ રહો. 

                                                                                                                                                           (ક્રમશ)

                                                 સંકલન  અને આલેખન  -    જય પંડ્યા