Andhari Aalam - 13 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | અંધારી આલમ - ભાગ 13

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અંધારી આલમ - ભાગ 13

૧૩: મોહનલાલની હત્યા

દેવરાજ કચ્છી તથા અજીત અત્યારે ડિલક્સ હોટલના વિશાળ હોલમાં બેઠા હતા. સવારના સાડા ચાર વાગી ગયા હોવા છતાં પણ કોઈનીયે આંખોમાં ઊંઘ નહોતી.

અજીત દસેક મિનિટ પહેલાં જ મોહિની તથા કમલને મોહિનીનાં ફ્લેટ પર મૂકીને આવ્યો હતો. રસ્તામાં એણે પબ્લિક બૂથમાંથી નાગરાજનને ફોન કર્યો હતો.

ડિલકસ હોટલમાં આવીને એણે નાગરાજનના ફોનની વિગતો દેવરાજને જણાવી દીધી. અજીતના હાથમાં વ્હીસ્કીનો પેગ અને દેવરાજના હાથમાં કોફીનો કપ જકડાયેલો હતો.

‘આજે તો અહીંથી ઊઠવાનું મન જ નથી થતું અજીત.' દેવરાજે કપમાંથી એક ઘૂંટડો ભરતાં કહ્યું, ‘જે ચમત્કાર હું ન કરી શક્યો, એ તેં કરી બતાવ્યો છે. સિન્ડિકેટની સીક્રેટ ડાયરીની પ્રિન્ટ આપણી પાસે છે, એ વાત પર હજુ પણ મને ભરોસો નથી બેસતો.’

“મેં અહીં વિશાળગઢમાં માત્ર ચપ્પલ જ નથી ઘસ્યાં દેવરાજ. અહીં મારા ઘણા સાથીદારો છે! આ મોહિનીનો જ દાખલો લો.

આખી રાત બંદર રોડ પર ગ્રાહકોની શોધમાં આંટા મારતી હતી. એને ઠરી-ઠામ થવામાં મદદ કરી. એ મારો ઉપકાર છે!' અજીત ખુમારીભર્યા અવાજે બોલ્યો.

'બરાબર છે... અને આ ઉપકારનો બદલો એણે આજે એકી એ જ રીતે ચૂકવી આપ્યો છે !'

'ના, દેવરાજ...!' અજીતે નકારાત્મક ઢબે માથું હલાવ્યું. મેં જે કંઈ કર્યું છે, તે તારી સાથે મળીને કર્યુ છે ! એણે સામેથી જ ડુપ્લીકેટ રીલ બનાવવા માટે મને મંજુરી નથી આપી. આ વાતથી તે સાવ અજાણ છે. હા, એને મારા પર પૂરેપૂરે ભરેસો છે ! આ કારણસર જ એણે મને કેમેરો સોંપ્યો હતો. બાકીનું નાટક તેં કરીને ડુપ્લીકેટ રીલ બનાવડાવી લીધી છે.'

'નાગરાજનની સિન્ડિકેટ વિશે મેં ઘણુંબધું સાંભળ્યું છે.' કહેતાં કહેતાં અચાનક જ દેવરાજના જડબાં ક્રોધથી ભીસાયા. એની આંખોમાં રાની પશુ જેવી ચમક પથરાઈ ગઈ, 'હવે આપણે એને નીચોવી નાખીશું... ! નાગરાજન જેવા નાગને કરંડીયામાં પૂરવાની ક્ષમતા આપણામાં છે, એ વાત પુરવાર કરી બતાવીશું.’

'નાગરાજનની તાકાતને ઓછી આંકવાની ભૂલ કરીશ નહીં. દેવરાજ ! એની સામે આપણી હેસિયત હાથીની સામે કીડી સમાન છે !” ‘બરાબર છે...પરંતુ જો આ કીડી હાથીના કાનમાં ઘૂસીને ચટકા ભરવા લાગે તો હાથી ગાંડો બની જાય છે. મારા દિમાગમાં તીવ્ર બુદ્ધિ ભરી પડી છે.' દેવરાજે પોતાની આંગળી લમણા પર ટપટપાવી, ' હવે તું મારી બુદ્ધિની કરામત જોજે અજીત ! નાગરાજનને એવી ફુદરડી ફેરવીશ કે તેને સાચી દિશાનું ભાન પણ ન નહીં રહે. કાલે સવારે જ હું એને રીલના ફોટોગ્રાફ મોકલી આપીશ. ફોટાઓ જોયા પછી નાગરાજન નામનો એ નાગ આપણી સામે ઘૂંટણીયે ન પડી જાય તો મને ફટ કહેજે ! આપણે દસ લાખમાગીશું તો તે પંદર લાખ આપશે !'

'કમલ જોશીને છોડાવવાની યોજના પણ તારા જ દિમાગની કરામત હતી દેવરાજ ! વાહ... શું યોજના હતી... ! ત્યાં રહેમાન પોતાના સાથીદારો સાથે હાથ ઘસતો રહી ગયો.’ અજીતના અવાજમાં પ્રસંશા હતી.

'ભાઈ અજીત...!' દેવરાજ બેદરકારીપૂર્વક ખભા ઉછાળતા બોલ્યો, 'મારા આ દિમાગમાં એટલી બધી યોજનાઓ છે કે છેવટે, તો હું પણ કઈ યોજનાનો અમલ કરવો એની મૂંઝવણમાં મૂકાઈ જાઉં છું.’

'મને ખબર છે દેવરાજ ! તું સાથે છો એટલે જ તો હું નાગરાજન જેવા ભયંકર માનવીની સિન્ડિકેટ સાથે ટકરાવાની હિમત કરું છું. બાકી મારા એકલાથી તો કંઈ જ થઈ શકે તેમ નથી.'

‘હવે મારી વાત ધ્યાનથી સાંભળ અજીત...!' સદર દેવરાજનો ચહેરો તથા અવાજ એકદમ ગંભીર બની ગયો, 'સૌથી પહેલાં તો તારે મોહિનીને ભૂલી જવાની છે. તારે એના પર જરાપણ ધ્યાન નથી આપવાનું. એની સાથે કોઈ જાતનો સંબંધ નથી રાખવાનો. આપણે કેમેરા સાથે જે ગરબડ કરી છે, એ વાતની તેને કોઈ સંજોગોમાં ખબર નથી પડવા દેવાની !'

'ભલે…અને આમેય એને હવે આપણી સાથે કંઈ લેવા- દેવા નથી. એનો હેતુ તો ગમે તેમ કરીને માત્ર પેલા રિપોર્ટરને જ સિન્ડિકેટના પંજામાંથી છોડાવવાનો હતો. કોણ જાણે તે એ રિપોર્ટરમાં એવું તે શું જોઈ ગઈ છે, કે તેને માટે પોતાનો જીવ પણ આપતાં અચકાય તેમ નથી.”

‘અજીત... તું ક્યારેય કોઈ છોકરીના અથવા તો કોઈ છોકરી તારા પ્રેમમાં પડી છે ખરી ?'

'ના...' અજીતે નકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો.

'બસ, તો પછી... આ વાત તારા દિમાગમાં નહીં ઊતરે ! મોહિની એ રિપોર્ટર ખાતર જીવ આપે કે પછી બીજું કંઈ, આપણે તેની સાથે કશીયે નિસ્બત નથી. આપણે તો માત્ર આપણા રોજી રોટલા શેકવાના છે !' અજીતે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

‌ *******

નાગરાજનની પીળી કોડી જેવી આંખો અર્ધચંદ્રાકાર ટેબલ પર પડેલા એક ફોટા સામે સ્થિર થયેલી હતી. આ ફોટો સિન્ડિકેટની ડાયરીના પાનાનો હતો.

આ પાનામાં સિન્ડિકેટ માટે મટકા કલેકટરની હેસિયતથી કામ કરતાં દસ માણસોના નામ-સરનામાં હતાં. નામ સરનામા સિવાય તેઓ ક્યારથી ને કેટલા કમિશનથી સિન્ડિકેટ માટે આ કામ કરતા હતા, તેની વિગતો પણ એ પાનામાં દર્શાવવામાં આવી હતી. આ એક પાનાનો ફોટો સિન્ડિકેટ માટે એક મામૂલી ઝખમ સમાન હતો. સહસા આવા જ બીજા વધુ ઓગણત્રીસ પાનાઓ એ અજ્ઞાત બ્લેકમેઈલર પાસે હતા. આ ઓગણત્રીસ પાનાઓ સિન્ડિકેટ નામના રાવણને ચાળણીની જેમ વીંધી શકે તેમ હતા. આ ફોટો નાગરાજનને આજે બપોરે જ મળ્યો હતો. ફોટાની સાથે ટાઈપ કરેલો એક પત્ર પણ હતો. નાગરાજનની સલાહકાર રીટા જાણે સિન્ડીકેટના મોતનું ફરમાન વાંચતી હોય એવો એનો અવાજ હતો.

એમાં લખ્યું હતું -

અંધારી આલમના તાજ વગરના અર્થાત્ બેતાજ બાદશાહ નાગરાજન કોટિ કોટિ વંદન,

આ પત્ર સાથે તમારી સેવામાં એક ફોટો મોકલીએ છીએ. જેથી તમને કાલે રાત્રે ફોન પર જે કંઈ જણાવવામાં આવ્યું છે એ ગપગોળો જ નહોતો તેની ખાતરી થાય.

અમારી પાસે તમારી સિન્ડિકેટને નેસ્તનાબૂદ કરી શકે એવા આવા જ બીજા ઓગણત્રીસ ફોટાઓ મોજુદ છે.

આ ઓગણત્રીસ પાનાંઓ જો અમે સરકારને સોંપી દઈએ તો તમારી સિન્ડિકેટની હાલત મધદરિયે ડૂબતા વહાણ જેવી જ થશે. કહેવાની જરૂર નથી કે તમારા જેવા મોટા માથાંને સપડાવવામાં મદદરૂપ થવા બદલ સરકાર તરફથી અમને બહુ મોટી રકમ જ ઈનામ તરીકે મળશે.

પરંતુ સિન્ડિકેટનું વહાણ ડૂબી જાય એમ અમે નથી ઈચ્છતા. ગેરકાયદેસર કામને પણ અમે વેપાર, તથા તમને એક સફળ વેપારી માનીએ છીએ. સફળ વેપારી હોવાને નાતે, અમારી પાસે બાકીનાં જે ઓગણત્રીસ પાનાંઓ છે, એનું મહત્ત્વ તથા કિંમત તો તમે સમજતા જ હશો, તમારી સિન્ડિકેટને અમે કમ સે કમ સરકાર તરફથી કોઈ જાતનું નુકસાન થાય એમ નથી ઈચ્છતા! હા... અમે અમારો હક જરૂર માગીએ છીએ. તમારી સિન્ડિકેટને બરબાદ થતી બચાવવા માટે તમારે અમને પચાસ લાખ રૂપિયા આપવા પડશે. તમે આટલી રકમ ખુશીથી અમને આપવા માટે તૈયાર થઈ જશો એવી આશા છે. આ પચાસ લાખ રૂપિયા અમને સોનાનાં રૂપમાં મળે એમ અમે ઇચ્છીએ છીએ. સોનું મળ્યા પછી અમે તમને ઈમાનદારીપૂર્વક ઓરીજીનલ રીલ સોંપી દેશું.

અલબત્ત, પચાસ લાખનું સોનું મેળવ્યા પછી પણ અમારી પાસે ઓગણત્રીસ ફોટોગ્રાફના રૂપમાં તમારી સિન્ડિકેટની મટકા/ બિઝનેસની ડાયરી મોજુદ હશે. પરંતુ આ ફોટાઓને અમે સ્પર્શ નહીં કરીએ. કારણ કે સિન્ડિકેટની તાકાતથી અમે વાકેફ છીએ. સિન્ડિકેટ અમને કીડીની માફક મસળી શકે તેમ છે. આ બધું ધ્યાનમાં રાખીને જ અમે અમારી સલામતી માટે આ ઓગણત્રીસ ફોટાઓ અમારી પાસે રાખવા માગીએ છીએ. સોનું મળ્યા પછી અમે બધું જ ભૂલી જઈશું. હા. જો સિન્ડિકેટ અમને શેધીને ખતમ કરી નાખવાનો પ્રયાસ કરશે તો એ સંજોગોમાં આ ફોટાઓને વાચા આવી જશે. એ ફોટાઓ તરત જ સરકાર પાસે પહોંચી જશે એટલે અમને ખોટી યાતનાઓ આપીને એ ફોટોગ્રાફ મેળવી લેવાનો જો કોઈ વિચાર તમારા મગજમાં હોય તો તેને અત્યારે જ તિલાંજલી આપી દેશો.

સિન્ડિકેટ સાથે અથડામણમાં ઊતરવું, એ હાથે કરીને મોતને આમંત્રણ આપવા જેવું છે, એ વાત અમે જાણીએ છીએ. જો અમે મોત કે યાતનાઓથી ડરતાં હોત તો સિન્ડિકેટ સાથે અથડામણમાં ન ઊતરત !

તમે અમારી સલામતી ખાતર રાખેલા ઓગણત્રીસ ફોટાઓ નહી જ મેળવી શકો !

પચાસ લાખનું સોનું મળ્યા પછી અમે તમારી સિન્ડિકેટને ક્યારેય યાદ નહીં કરીએ, અમારી આ વાત પર તમારે ભરોસો રાખવો પડશે.

હવે છેલ્લી વાત...

જો તમે અમને શોધવાનો પ્રયાસ કરશો તો એ રીલ અમે સીધી રાષ્ટ્રપતિને પહોંચાડી દેશું. અને જો તમને અમારી શરત કબૂલ હોય તો એ રીલ તમને સોંપી દેશું.

રીટાએ પત્ર પૂરો કર્યો.

લી. સિન્ડિકેટના શુભેચ્છક-

ઑફિસમાં સન્નાટો છવાઈ ગયો. નાગરાજનની આંખો જાણે કોઈક ઉપાય બતાવો, એમ પૂછતી હોય એ રીતે સામે બેઠેલા રતનલાલ, જોસેફ, ગુપ્તા અને રીટા પર ફરી વળી.

પરંતુ બધાના મોં નીચા હતા. 'સિન્ડિકેટ સાથે સામાન્ય માણસ પણ રમત રમવા લાગ્યા છે.' નાગરાજન ક્રોધથી મુઠ્ઠીઓ વળીને જોરથી બરાડયો, 'સિન્ડિકેટને થપ્પડ મારવામાં આવે છે! આપણી તાકાતને પડકારવામાં આવે અને આપણે કંઈ જ કરી શકીએ તેમ નથી...! આપણી કિંમત કોડીની થઈ ગઈ છે ! સિન્ડિકેટની તાકાત કે જેની સામે સરકારના મોટા મોટા ઑફિસરો પણ ઘૂંટણીયે પડી ગયા છે, એ તાકાતને આજે તમાચો મારવામાં આવે છે! અને કમાલની વાત તો એ કે આપણે તમાચો મારનારને ઓળખતાં પણ નથી. સિન્ડિકેટને બ્લેકમેઈલ કરવામાં આવે છે પરંતુ અફસોસ કે આપણે એ બ્લેક મેઈલર વિશે કશું જ જાણતા નથી.'

'સર...! ' સહસા રતનલાલ પોતાની ખુરશી પરથી ઊભો થઈને બોલ્યો, 'બ્લેકમેઈલર કોણ છે, એની મને ખબર છે.' નાગરાજનની પ્રશ્નાર્થ નજર રતનલાલના ચહેરા પર સ્થિર થઈ ગઈ.

“બ્લેકમેઈલર બીજું કોઈ નહીં પણ પેલી છોકરીનું ગ્રુપ જ છે કે જે રિપોર્ટરને આપણી ચુંગાલમાંથી છોડાવીને લઈ ગઈ હતી. બ્લેક મેઈલર એ છોકરી છે, એમ માનીને જ આપણે આગળ વધવાનું છે !'

'બરાબર છે... પરંતુ આપણે એ છોકરીને પણ નથી ઓળખતાં એનું શું...?'

'આપણે એ છોકરીને ભલે ન ઓળખતા હોઈએ, પણ રિપોર્ટરને તો ઓળખીએ જ છીએ ને ? મુંબઈથી આપણને જે રિપોર્ટ મળ્યો છે, તે મુજબ કમલ જોશી મુંબઈમાં એકલો જ રહે છે. એના કુટુંબીજનો કલ્યાણ રહે છે.'

'હા, એ રિપોર્ટર વિશે મને ખબર છે.' નાગરાજને કહ્યું.

'તો પછી આપણે એ રિપોર્ટનો લાભ ઊઠાવીને રિપોર્ટરના કુટુંબીજનોને પકડી મંગાવીએ!'

'પરંતુ એનાથી શું લાભ થશે?'

'લાભ તો બહુ મોટો થશે...! રિપોર્ટર પોતાના કુટુંબીજનોને  છોડાવવા માટે રીલ તથા ફોટાઓ આ૫ણને સોંપી દેશે.’

'મિસ્ટર રતનલાલ...' સહસા રીટા બોલી ઊઠી, 'હમણાં તો તમે એમ કહેતા હતા કે આ કામ રિપોર્ટરને આપણી ચુંગાલમાંથી છોડાવનાર ગ્રુપનું છે. રિપોર્ટર તો આપણી કેદમાં હતો. આપણને બ્લેક મેઈલ કરવાની યોજના તેની ગેરહાજરીમાં બનાવવામાં આવી હોય એવું લાગે છે. રિપોર્ટર કમલ જોશી આ શહેરમાં કોઈનાથી પરિચિત નથી.’

'જો પરિચિત ન હોત તો એ છોકરી શા માટે તેને આપણી ચુંગાલમાંથી છોડાવત ?'

‘એ છોકરી સાથે કમલ જોશીના પરિચિત હોવું, માત્ર એટલી વાત આપણે માટે પૂરતી નથી.' રીટાએ કહ્યું, 'આપણને બ્લેક મેઇલ કરવાનું કામ એ છોકરીનું નહીં પણ એક ગ્રુપનું છે ! એ છોકરી તે ગ્રુપના હાથનું રમકડું બની ગઈ હોય, તે બનવાજોગ છે. એ છોકરીએ જે ગ્રુપની મદદથી કમલ જોશીને આપણી કેદમાંથી મુક્ત કરાવ્યો છે, તે ગ્રુપે એની સાથે કમલ જોશીને મુક્ત કરાવવાના નથી બદલામાં કેમેરાની ડુપ્લીકેટ રીલનો સોદો કર્યો હોય એવું બની શકે. એ છોકરી કમલ જોશીને પ્રેમ કરતી હોય એવું લાગે છે. આ કારણસર જ એણે કમલ જોશીને આપણી કેદમાંથી મુક્ત કરાવ્યો છે. જે ઉપરાંત બીજી પણ બે-ત્રણ વાતો એવી છે કે જેનાથી આપણને બ્લેક મેઈલ કરવામાં એ છોકરી તથા લેખકનો કોઈ હાથ નથી એવું પુરવાર કરે છે ! '

'કઈ વાત... ? ' નાગરાજને પ્રશ્નાર્થ નજરે રીટા સામે જોતાં પૂછયું.

નંબર એક.. જો એ છોકરીને પૈસાની લાલચ હોત એ કમલ જોશીને બચાવવામાં સમય ન વેડફત ! તે આપણી પાસે પણ પૈસાની માંગણી જ કરત! અને ધ્યાન આપવા જેવી બીજી વાત એ છે કે કમલ જોશીના છૂટકારા પછી બ્લેક મેઈલર તરીકે ફોન કરનાર કોઈક પુરુષ હતો. જે છોકરી નિડરતાપૂર્વક ફોન કરતી હતી. તે અચાનક ગુમ થઈ ગઈ. એનું સ્થાન કોઈક પુરુષે લઈ લીધું અને આ પુરુષ પોતાના ગ્રુપનો વડો હશે. સિન્ડિકેટ સાથે બ્લેક મેઈલીંગની આ જે રમત રમવામાં આવે છે, તે કોઈક એવા ગ્રુપની છે કે જેની સાથે કમલ જોશીને કંઈ જ સંબંધ નથી.”

'કમલ જોશીને ન હોય તો કંઈ નહીં, પરંતુ એને બચાવનાર તેની ગર્લફ્રેન્ડને તો હોઈ શકે છે ને ?' '

'હા...બનવાજોગ છે... પરંતુ એ છોકરી આપણને બ્લેક મેઈલ કરનાર ગ્રુપની ચીફ નથી એની તો મને પૂરી ખાતરી છે.'

'તને આવી ખાતરી શા માટે છે ? ’

'એટલા માટે કે જો ગ્રુપની ચીફ તે હોત તો બ્લેક મેઈલર તરીકે ફોન પણ એ જ કરત ! એ જે રીતે ફોન પર વાત કરતી હતી, એનાથી વધુ સારી રીતે બીજો કોઈ નવો માણસ વાત કરી શકે તેમ નહોતો. ઉપરાંત તે ફોન પર નાગરાજન સાહેબનો અવાજ પણ પારખી શકે તેમ હતી. એ કમલ જોશીને ચાહે છે, તે તો પુરવાર થઈ ગયું છે. જો આપણે કમલ જોશીના કુટુંબીજનોને પાર પકડી મંગાવીશું તો....'

“તો તે આપણને ફોટાઓ સોંપી દેશે.' રતનલાલ વચ્ચેથી જ બોલી ઊઠયો.

'ના, મિસ્ટર રતનલાલ...! એ છોકરી ઇચ્છા હોવા છતાં આવું નહીં કરી શકે. તેની સાથેનું ગ્રુપ તેને આમ નહીં કરવા દે! એ ગ્રુપ કે જે સિન્ડિકેટને બ્લેક મેઈલ કરીને પચાસ લાખ રૂપિયાનું સોનુંનો મેળ કરવાનું સપનું જોઈ ચૂકયું છે, તે કમલ જોશીના કુટુંબીજનોને ખાતર પોતાનો વિચાર પડતો નહીં મૂકે અને કદાચ કમલના કુટુંબીજનોને પકડી મંગાવીએ અને એ લોકો રીલ તથા ફોટોગ્રાફ સોંપીને તેમને છોડાવી લેશે. પરંતુ એ રીલની વધુ કોપીઓ નહીં બનાવી હોય તેની શી ખાતરી અર્થાત્ કમલ જોશીને છોડાવ્યા પછી તેમણે જે ચક્કર ચલાવ્યું એ જ ચક્કર કમલ જોશીના કુટુંબીજનોને છોડાવ્યા પછી ચલાવશે! આ સંજોગોમાં આપણે પછી કોના કુટુંબીજનોનું અપહરણ કરાવીશું ? સિન્ડિકેટનું પોતાનું માન છે... મરતબો છે... તાકાત છે...! સિન્ડિકેટ નાલેશીભરી હરકત કરવાં પર ઊતરી આવે એમ હું નથી ઇચ્છતી. કોઈ નિર્દોષ કુટુંબને હેરાન કરવામાં આવે, તે સિન્ડિકેટની નીચ કક્ષાની હરકત તથા નબળાઈની નિશાની ગણાશે. જો સિન્ડિકેટ આવું કરે તો તો પછી તેનામાં અને રસ્તે રઝળતા મામૂલી ગુંડામાં શું ફરક રહેશે ? સર, મારાથી કંઈ ખોટું કહેવાઈ ગયું હોય તો માફ કરશો.”

'ના, રીટા...' નાગરાજનનો અવાજ ગંભીર હતો, 'તેં કશું ખોટું નથી કહ્યું. તારી વાત સાચી છે ! સિન્ડિકેટને હલકી કક્ષાની નબળી પુરવાર કરે એવું કોઈ જાતનું પગલું હું ભરવા નથી માંગતો! આપણી આ લડાઈ નિર્દોષ કુટુંબ સુધી ન જ પહોંચવી જોઈએ. આપણે માત્ર જે ગ્રુપ આપણને બ્લેક મેઈલ કરવા માંગે છે તેના વિશે જ વિચારવાનું છે. 'સર..' જોસેફ બોલ્યો, “આ પત્રમાં જે લખ્યું છે, તે જોતાં આપણે એ ગ્રપને ઓળખવા છતાં પણ બીજું કંઈ જ કરી શકીએ તેમ નથી. કારણ કે પત્રમાં લખ્યા મુજબ આપણે કંઈ કર્યું તો તેઓ એ ફોટાઓને સરકારના હાથમાં પહોંચાડીને આપણને નુકસાન કરી શકે તેમ છે.'

'પચાસ લાખનું સોનું આપ્યા પછી પણ આપણી મુશ્કેલીનો કાયમને માટે અંત નહીં આવે ! ’ ગુપ્તાએ ગંભીર અવાજે કહ્યું ‘તેઓ ભવિષ્યમાં પણ આ જાતની માંગણી કરશે ! જ્યાં સુધી તેમની પાસે એ ફોટાઓ મોજુદ છે, ત્યાં સુધી આપણે, તેઓ જેમનચાવે તેમ નાચવું પડશે. તેમની દરેક માંગણી પૂરી કરવી પડશે.’

‘આ મુશ્કેલીએ જ મને મૂંઝવણમાં મૂકી દીધો છે ગુપ્તા. " નાગરાજનના અવાજમાં રહેલી લાચારી સ્પષ્ટ રીતે દેખાઈ આવતી હતી, ‘સિન્ડિકેટને આ રીતે કોઈક પોતાની ચુંગાલમાં જકડી લે એવી કલ્પના તો આપણામાંથી કોઈએ નહોતી કરી. સોનું આપ્યા પછી પણ આપણી ચોટલી એ ગ્રુપના હાથમાં જ હશે.’

આપણે ચોટલી પકડનારના હાથ સુધી પહોંચવું છે સર!’ રતનલાલ બોલ્યો, ' સિન્ડિકેટ માટે પચાસ લાખની રકમ મામૂલી છે. પચાસ લાખને બદલે પાંચ કરોડ આપતાં પણ છૂટકો થતો હોય તો, એ આપવામાં વાંધો નથી.

પરંતુ આનાથી સિન્ડિકેટની મુશ્કેલીનો કાયમી અંત નથી આવતો! આપણે આ મુશ્કેલીના વૃક્ષને માત્ર ઉપરથી જ નથી કાપી નાંખવાનું! એને જડમૂળમાંથી ઉખેડીને ફેંકી દીધાં પછી જ આપણને છૂટકારો મળી તેમ છે.”

‘અને એ ગ્રુપના મૂળ સુધી પહોંચવા માટે પહેલા પચાસ લાખનું સોનું આપવું પડશે. એ આપ્યા પછી જ આપણે તેની વિરૂદ્ધ કોઈક પગલું ભરી શકીશું.' ગુપ્તા બોલ્યો. 'સૌથી પહેલાં તો એ છોકરી કમલ જોશી અને પોતાના સાથી સાથે મિલન સોસાયટી પાસેથી અચાનક કેવી રીતે ગુમ થઈ એની તપાસ આપણે કરવાની છે ! રહેમાન જેવા ચાલાક માણસને તેણે કેવી રીતે છેતર્યો, તે આપણે શોધવાનું છે.”

રહેમાને કહ્યું, 'સવારે હું મિલન સોસાયટી તરફ  ગયો હતો. ત્યાં પોલીસના માણસો ઊભા હતા. સ્મોકબોંબ ફૂટયા હતા એની તપાસ કરવા માટે રાત્રે કદાચ આવ્યા હતા.

'સર...!' સહસા રતનલાલ મક્કમ અવાજે બોલ્યો, 'આ જવાબદારી આપ મારા પર છોડી દો... હું એને એ જ્યાં હશે, ત્યાંથી શોધી કાઢીશ.'

'ભલે. મને કંઈ વાંધો નથી... તું પણ પ્રયાસ કરી જો...' સૌ આશ્ચર્યચકિત નજરે રતનલાલ સામે તાકી રહ્યા.

એ જ સાંજે પાંચ વાગ્યે—

જીપની આગળની સીટ પર ડ્રાઈવરની બાજુમાં બેઠેલો રતનલાલ અત્યારે પોલીસ ઈન્સપેકટરની વર્દીમાં સજ્જ હતો. એ રૂઆબભેર છપમાંથી નીચે ઊતર્યો.

ગઈ કાલે રાત્રે મિલન સોસાયટીવાળા માર્ગ પર તિવારીની ગેરકાયદેસર દુકાનો પાસે મોહિની વિગેરે જે પ્રિમીયર પદ્મીની કારને મૂકીને ચાલ્યા ગયા હતા, તે અત્યારે નહોતી દેખાતી. કદાચ પોલીસે એ કાર કબજે કરી લીધી હતી.

રતનલાલે વેધક નજરે દુકાનોની સામેના ભાગમાં તથા આજુબાજુ આવેલી ઈમારતો સામે જોયું. પણ એ તરફ ક્યાંયથી નાસી છૂટવા માટેનો કોઈ માર્ગ તેને ન દેખાયો.. માત્ર સડકની બંને દિશાઓ તરફ જ નાસી શકાય તેમ હતું. બાકીની બંને દિશાઓમાં ઈમારતોની કંપાઉન્ડ વોલ પણ ખૂબ ઊંચી હતી.

છેવટે કંઈક વિચારીને રતનલાલ દુકાનો તરફ આગળ વધ્યો. એણે ધ્યાનથી આઠેય દુકાનોનું નિરીક્ષણ કર્યું.. પછી અચાનક જ એની આંખોમાં ચમક પથરાઈ ગઈ. એના ચહેરા પર સફળતાનું સ્મિત ફરકી ગયું. આઠમાંથી ત્રીજા નંબરની દુકાન પર તાળું નહોતું મારેલું. રતનલાલે એ દુકાનનું શટર ઊંચું કર્યું. ત્યારબાદ તે અંદર પ્રવેશ્યો. દુકાનની ફર્શ લાકડાની હતી. એની આંખોમાં પથરાયેલી ચમક વધુ ગાઢ બની ગઈ. દુકાનના એક ખૂણામાં ચામડાની એક નાનકડી બેગ પડી હતી. એણે બેગ ઉઘાડીને જોયું તો તેમાં સુતારીકામનાં ઓજારો ભર્યાં હતા.

પછી ફરતી ફરતી તેની નજર દુકાનના એક અન્ય ખૂણા પર સ્થિર થઈ. એ ખૂણાની લાકડાની ફર્શ પર તેને ચોરસાકારે જ તિરાડ દેખાઈ. એણે નજીક જઈને એ તિરાડમાં લોખંડની પાવ પટ્ટી ફસાવીને ઊંચી કરી.

વળતી જ પળે ફર્શમાંથી આશરે ત્રણ ફૂટ લાંબું અને બે ફૂટ પહોળું લાકડાનું ચોસલું બહાર નીકળી આવ્યું. એ સાથે રતનલાલે માથું ફાટી જાય એવી તીવ્ર દુર્ગંધ અનુભવી. એણે દુર્ગંધની પરવાહ કર્યા વગર એ બાકોરામાં ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. એ બાકોરાની બરાબર નીચેના ભાગમાંથી જ ટનલ ભૂગર્ભ ગટર પસાર થતી હતી. આ ગટર મારફત આખી ફોજ ગુમ થઈ શકે તેમ હતી. એણે તાબડતોબ બે માણસોને એ ગટરમાં રવાના કર્યા.

ત્યારબાદ તેણે બહાર નીકળીને દુકાનનું શટર બંધ કરી દીધું. આજુબાજુમાં પૂછપરછ કરતાં એ ભૂગર્ભ ગટર જૈન સ્ટુડીયો આગળ નીકળતી હતી, એવું તેને જાણવા મળ્યું. આ સ્ટુડીયો ખૂબ જ ભવ્ય અને વિશાળ હતો. ત્યાં ફિલ્મોનું કામકાજ થતું હતું. આ દુકાનોથી જૈન સ્ટુડીયો લગભગ બે કિલોમીટર દૂર હતો. એક કલાક પછી...

જૈન સ્ટુડિયોના ફાટક પાસે ઊભેલા બંને સશસ્ત્ર ચોકીદારો રહસ્મય રીતે ભૂગર્ભ ગટરમાંથી બહાર નીકળેલા રતનલાલના માણસોની પૂછપરછ કરતા હતા. એ જ વખતે રતનલાલની જીપ ત્યાં પહોંચીને ઊભી રહી. એ જીપમાંથી નીચે ઊતર્યો. રતનલાલને ઈન્સ્પેકટરના રૂપમાં જોઈને બંને ચોકીદારના ચહેરા પર રાહતના હાવભાવ છવાઈ ગયા.

'સાહેબ...' એક ચોકીદાર ઊંચા અવાજે બોલ્યો, “આપ એમ જ આવ્યા છો !'

રતનલાલ આગળ વધીને તેમની નજીક પહોંચ્યો.

'કેમ... ?' એણે પૂછયું .

'આ બંને…' એક ચોકીદારે થોડી વાર પહેલાં જ ભૂગર્ભ માંથી બહાર નીકળેલા માણસો તરફ સંકેત કરતાં જવાબ આપ્યો, 'શંકાસ્પદ હાલતમાં ભૂગર્ભ ગટરમાંથી બહાર નીકળ્યા છે.'

'એમ...?'

'ભાઈ શું નામ છે તારું ?' રતનલાલે ચોકીદારને પૂછયું.

'રામલાલ...'

'ભાઈ રામલાલ...!' રતનલાલ ગંભીર અવાજે બોલ્યો, “આ બંને પોલીસના જ માણસો છે.’ ત્યારબાદ એણે એ અર્થસૂચક નજરે જોયું. બંનેના વસ્ત્રો તથા શરીર કીચડથી ખરડાઈ ગયા હતા. 'તમે બંને સ્નાનાદિથી પરવારીને ઓફિસે જાઓ. હું થોડી વારમાં જ આવું છું.'

બંને હકારમાં માથું હલાવીને વિદાય થઈ ગયા. બંને ચોકીદાર તેમને જતાં તાકી રહ્યા.

' રાત્રે અહીં કોણ ફરજ બજાવે છે રામલાલ ? ' પછી રતનલાલે પૂછ્યું.

‘હું અને દામોદર...!'

'શું રાત્રે ત્રણ અને ચાર વાગ્યાની વચ્ચે આ જ આ રીતે ત્રણ માણસો બહાર નીકળ્યા હતા ?'

‘હા... શું એ લોકો પણ આપણા જ માણસો હતા..!!'

'ના...'

'તો પછી...?'

‘તેઓ ચોર હતા અને ચોરીના માલ સાથે આ તરફ આવ્યા હતા.’

'શું કહ્યું...? તેઓ ચોર હતા, એમ...? ' રામલાલે આશ્ચર્ય ભર્યા અવાજે પૂછયું.

'કમાલ કહેવાય...!'

'કેમ...?'

‘જે વાત હમણાં આપે જણાવી, એ જ વાત તેમણે કહી હતી.'

'કઈ વાત...?'

'એ જ... પોલીસના માણસો હોવાની વાત... !'

‘ઓહ...તું એમાંથી કોઈને ઓળખે છે!'

'હા.. પણ..'

'શું.. પણ..'

'સાહેબ... એ ત્રણેય જે ટેકસીમાં બેસીને ગયાં હતાં, એનો નંબર મને યાદ છે...'

'શું...?” રતનલાલના ચહેરા પર આશાભરી ચમક પથરાઈ ગઈ.

'હા, સાહેબ...એ ટેકસી કેટલાય કલાકોથી અહીં ઊભી હતી. તેના ડ્રાઈવરને અહીંથી ટેકસી ખસેડી લેવાનું કહ્યું તો એ ના...હું તો અમિતકુમારને જોવા માટે ચાર વાગ્યા સુધી તેમની શીફટ પૂરી ન થાય ત્યાં સુધી અહીં જ ઊભો રહીશ ! એણ કહ્યું હતું. ઇન્સ્પેકટર સાહેબ, અહીં ફિલ્મી કલાકારોને જોવા માટે કેટલાય લોકો કલાકોના કલાકો સુધી તપ કરે છે. વાસ્તવમાં તે અમિત કુમારને જોવા માટે નહીં, પણ પેલા ત્રણેય ચોર માટે ઊભો હતો, એ અમને ખબર નહોતી. ખબર હોત તો રાત્રે જ તેમને પકડીને પોલીસ-સ્ટેશને પહોંચાડી દેત.’

'ખેર, પછી શું થયું... ? '

'એ ત્રણેય ચોર ટેકસીમાં બેસીને રવાના થઈ ગયા.’

'વારૂ, એ ટેકસીનો નંબર બોલ...'

ચોકીદારે ટેકસીનો નંબર જણાવ્યો. જે રતનલાલે પોતાની ડાયરીમાં લખી લીધો.

ત્યારબાદ એ જીપમાં બેસીને રવાના થઈ ગયો.

રાત્રે આઠ વાગ્યે-

સિન્ડિકેટની બે આલિશાન કાર હઠીસિંહ રોડની એક ચાર માળની ઈમારત પાસે પહોંચીને ઊભી રહી ગઈ. આ ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર જ મોહિની પોતાના પાલક પિતા મોહનલાલ સાથે એક ફ્લેટમાં રહેતી હતી.

આગળની કારમાં રતનલાલની તથા સિન્ડિકેટના બદમાશોની વચ્ચે ટેકસી ડ્રાયવર બેઠો હતો. ટેકસીના નંબર પરથી આર. ટી. ઓ.ની ઓફિસમાંથી રતનલાલે તેનું સરનામું શોધી તેને ઝડપી લીધો હતો.

લમણા પર રિવોલ્વરની નળીનો સ્પર્શ થતાં જ એ ડ્રાઈવરે પોતાની પૂર્વ પરિચિત મોહિની વિશે તેમને જણાવ્યું હતું. અલબત્ત, આ સિવાય તે કશું જ નહોતો જાણતો. એના કહેવા મુજબ મોહિનીએ જ તેને જૈન સ્ટુડીયો પાસે ચાર વાગ્યાથી ટેકસી સાથે ઊભા રહેવાની સૂચના આપી હતી. પાછળની કારમાં જોસેફ, ગુપ્તા, રહેમાન અને રીટા બેઠા હતા.

રતનલાલના શરીર પર અત્યારે પોલીસ ઇન્સ્પેકટરની વર્દી નહોતી પણ ગ્રે કલરનો શાનદાર સૂટ હતો. એ રૂઆબભેર કારમાંથી નીચે ઊતર્યો. એના સંકેતથી બંને બદમાશોએ રિવોલ્વરના જોરે ટેકસી-ડ્રાઈવર કે જેનું નામ ભીમસેન હતું, તેને બહાર ધકેલ્યો.

આ દરમિયાન જોસેફ, ગુપ્તા, રહેમાન અને વિલીયમ પણ કારમાંથી બહાર નીકળી આવ્યા હતા.

'સાંભળ...' રતનલાલે ભીમસેનને ઉદ્દેશીને કઠોર અવાજે કહ્યું ‘કોઈ જાતની તીડીબાજીનો પ્રયાસ કરીશ નહીં. તારે માત્ર બારણું જ ઉઘડાવવાનું છે. ત્યારબાદ બાકીનું બધું અમે સંભાળી લેશું. ભીમસેને હકારાત્મક ઢબે માથું હલાવ્યું, 'ચાલ...આગળ વધ...! ' રતનલાલે આદેશ આપ્યો. ભીમસેન લથડતી ચાલે આગળ વધ્યો. શયતાનોની ફોજ ફ્લેટના દ્વારથી સહેજ દૂર એવી રીતે ઊભી રહી ગઈ કે  આઈ ગ્લાસમાંથી તેમના પર કોઈની નજર ન‌ પડે. રતનલાલે ભીમસેનને દ્વાર તરફ ધકેલ્યો. ભીમસેને કંપતા હાથે ડોરબેલ દબાવી. અંદરના ભાગમાં ઘંટડી રણકવાનો અવાજ ગુંજી ઊઠયો. રતનલાલ વિગેરે એકદમ સાવચેત થઈ ગયા.. થોડી પળો બાદ બારણું ઉઘડયું. બારણું ઉઘાડનાર એક આધેડ માણસ હતો.

ભીમસેનને જોઈને એણે કંઈક કહેવા માટે મોં ઉઘાડયું. પરંતુ એની નજર દીવાલની આડમાં છૂપાઈને ઊભેલા રતનલાલ વગેરે પર પડતાં જ એના શબ્દો ગળામાં જ ઘૂંટાઈ ગયા. એણે ઝડપભેર બારણું બંધ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ પ્રયાસ નિષ્ફળ ગયો. રતનલાલ તેને ધકેલીને પોતાના સાથીઓ સાથે ફ્લેટમાં દાખલ થઈ ગયો. ધક્કો લાગવાને કારણે મેહનલાલ ઉથલી પડ્યો હતો અને એના કંઠમાંથી ચીસ સરી પડી હતી. રતનલાલ વિગેરેના હાથમાં કાળના દૂત જેવી રિવોલ્વરો ચમકતી હતી.

બીજી તરફ અંદર પ્રવેશતાંની સાથે જ બારણું બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ રિવોલ્વરના જોરે મોહનલાલને ડ્રોઇંગરૂમમાં લઈ ગયા ..

પછી તેમણે ઝડપભેર ફલેટના દરેક રૂમો, બાથરૂમ, કીચન વગેરેમાં તપાસ કરી. પરંતુ કોઈ ન મળતાં તેમણે મોહનલાલને ઘેરી લીધો. રતનલાલ આગળ વધીને મોહનલાલની નજીક પહોંચ્યો. મોહનલાલના ચહેરા પર ભય, ખોફ અને દહેશતના હાવભાવ છવાયેલા હતા.

એ ગભરાટભરી નજરે ક્યારેક ભીમસેન તરફ તો કયારેક શેતાન જેવા નાગરાજનના સાથીદારો સામે તાકી રહ્યો હતો.

'કોણ છો તમે...?' તેણે કંપતા અવાજે પૂછ્યું. 'શા માટે આવ્યા છો ?'

'તારી દીકરી ક્યાં છે ? ' રતનલાલે કઠોર અવાજે પૂછ્યું.

'એ અહીં નથી...'

‘અહીં નથી એ તો અમને પણ દેખાય છે ! એ અહિં હોત તો તને પૂછત જ શા માટે ? એ ક્યાં ગઈ છે ??'

'એ ખરીદી કરવા માટે ગઈ છે !'

‘એકલી જ ગઈ છે કે તેની સાથે કોઈ બીજુ ગયું છે?'

‘એ પોતાના બોયફ્રેન્ડ સાથે ગઈ છે.'

‘એનો આ બોયફ્રેન્ડ મુંબઈનો રિપોર્ટર કમલ જોશી છે?!'

'હા...તમે સિન્ડિકેટના માણસો છો ને?'

'અરે...તું તો અમને ઓળખતો લાગે છે!” રતનલાલે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘તો તો પછી તું ઘણું બધું જાણતો હોઈશ. કેમેરાના બદલામાં તારી દીકરીએ રિપોર્ટરને અમારા પંજામાંથી છોડાવ્યો, એની પણ તને ખબર જ હશે...?'

'હા...મને બધી વાતની ખબર છે...!' મોહનલાલ સાવધ થઈને નિડર અવાજે બોલ્યો, 'પરંતુ તમે હવે શા માટે મડદાંને ઉખેડો છો ? શા માટે બૂઝાઈ ગયેલી આગને ફરીથી સળગાવો છો? તમને તમારો કેમેરો મળી ગયો એટલું પૂરતું નથી ?'

‘પૂરતું હોત તો અહીં શા માટે આવત ? '

'એટલે...?'

‘એટલે એમ કે તારી દીકરીએ અમારી સાથે દગો કર્યો છે.’

'તમે ખોટું બોલો છો...’ મોહનલાલના અવાજમાં વિરાધનો સૂર હતો.

'હું સાચું કહું છું ડોકરા.. રતનલાલે એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું, 'તારી દીકરીએ એ કેમેરાના રોલને ધોવડાવી, તેના ફોટોગ્રાફ તૈયાર કરાવી, એ ફોટાઓને ફરીથી કચકડામાં કેદ કરી ડુપ્લીકેટ રોલ અમને સોંપ્યો છે.”

'અશક્ય...' મોહનલાલનો અવાજ મક્કમ હતો, ' મિસ્ટર... મારી દીકરીને હું તમારા કરતાં વધુ સારી રીતે ઓળખું છું. એ મારાથી કોઈ વાત નથી છુપાવતી. એ કોઈ દિવસ આવું કરે નહીં!'

એણે આવું કર્યું છે.એ પોતાના કોઈક સાથીદાર સાથે મળીને અમને બ્લેકમેઈલ કરવા માંગે છે. એના સાથીદારે એ રોલનો એક ફોટો મોકલીને એવા જ બીજા ઓગણત્રીસ ફોટાઓના બદલામાં અમારી પાસે પચાસ લાખ રૂપિયાના સોનાની માંગણી કરી છે.'

‘ના..જરૂર તમારી કંઈક ભૂલ થતી લાગે છે ! મોહિનીના સ્વભાવને હું બરાબર ઓળખું છું. એક વખત વચન આપ્યા પછી તે એને કોઈપણ ભોગે પૂરું કરે છે. તે આવું વિશ્વાસઘાતભર્યું કામ ન જ કરે એની મને ખાતરી છે. સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. સૌ તે રૂમમાં બોંબ ફૂટ્યો હોય એમ એકદમ ચમકી ગયા. સૌની નજર ટેલીફોન તરફ સ્થિર થઈ ગઈ.

રતનલાલે રહેમાનને સંકેત કર્યો. રહેમાને આગળ વધી, રિસીવર ઊંચકીને કાને મૂક્યું.

એ માઉથપીસ પર હાથ મૂકીને સામે છેડેથી કંઈક કહેવાય એની રાહ જોવા લાગ્યો.

'કાકા...કાકા...' સામે છેડેથી એક સ્ત્રી સ્વર તેને સંભળાયો.

'તારી કોઈ ભત્રીજી છે ?’ રહેમાને પૂર્વવત રીતે માઉથપીસ પર હાથ દબાવી રાખતાં મોહનલાલને ઉદ્દેશીને પૂછ્યું.

મોહનલાલે નકારાત્મક ઢબે માથું હલાવ્યું. 'તો તારી દીકરી તને 'કાકા' કહીને બોલાવે છે?'

'હા...' મોહનલાલે જવાબ આપ્યો, 'મોહિનીનો જ ફોન હશે.’

'રહેમાન...' રતનલાલે કહ્યું, ' રિસીવર આને આપી દે.' રહેમાને મોહનલાલ સામે રિસીવર લંબાવ્યું. મોહનલાલ આગળ વધ્યો.

રતનલાલ એની પીઠ પર રિવોલ્વરની નળી મૂકીને તેની પાછળ જ હતો.

'સાંભળ...' એ ક્રૂર અવાજે બોલ્યો, ‘તારી દિકરીને એ જ્યાં હોય ત્યાંથી તાબડતોબ તેને અહીં આવવાની સૂચના આપ. જો તું એને ચેતવવાનો પ્રયાસ કરીશ તો તારી ખેર નથી એટલું યાદ રાખજે.'

રતનલાલની ધમકી સાંભળીને મોહનલાલની આંખોમાં વિચિત્ર હાવભાવ છવાઈ ગયા.

એના ચહેરા પર દૃઢતાની રેખાઓ છવાઈ ગઈ.

કોઈક મક્કમ નિર્ણય પર આવ્યો હોય એમ એનાં જડબાં ભીસાયા. એણે રહેમાનના હાથમાંથી રિસીવર લઈને કાને મૂક્યું.

'મોહિની રિસીવર બાજુવાળી બાઈએ ઉઠાવ્યું હતું. હું કીચનમાં હતો. તમે લોકો ક્યારે આવો છો? '

ત્યારબાદ એણે સામે છેડેથી કહેવાયેલો જવાબ સાંભળ્યો.

પછી એણે માઉથપીસ પર હથેળી મૂકી, રતનલાલ વિગેરેને ઉદ્દેશીને કહ્યું, ‘સાંભળો... તમે આમ મારા માથા પર ઊભા છો. એટલે મારો જીવ ગભરાય છે. નાહક જ મોહિની અવાજ પરથી મારો ગભરાટ પારખી જશે. તમે દૂર જઈને ઊભા રહો તો હું શાંત ચિત્તે વાત કરી શકું…!'

રતનલાલને તેની વાત સાચી લાગી. તે તરત જ પોતાના સાથીદારો સાથે દૂર ચાલ્યો ગયો. તેઓ દૂર ગયા કે તરત જ મોહનલાલ માઉથપીસ પરથી હાથ રાખીને ઝડપભેર બોલવા લાગ્યો.

'મોહિની, અહીં સિન્ડિકેટના માણસો આવી ચૂક્યા છે. તેઓ કેમેરાના ડુપ્લીકેટ રોલ વિશે પૂછે છે. તેમને એ ફોટાઓના આધારે બ્લેક મેઈલ કરવામાં આવે છે અને બ્લેકમેઈલર તું છો, એમ તેઓ માને છે... તેઓ શિકારી કૂતરાની માફક તને તથા કમલ જોશીને શોધે છે... તું ભૂલેચૂકેય આ તરફ ફરકીશ નહીં. નહીં તો એ તમને લોકોને જીવતાં નહીં છોડે... અને.. આહ... તેમને.. તારા પર ખોટી શંકા છે આહ...’

વળતી જ પળે એના મોંમાંથી કાળજગરી ચીસ નીકળી ગઈ. રતનલાલની રિવોલ્વરમાંથી ઉપરાઉપરી ત્રણ ગોળીઓ છૂટીને તેના દેહમાં સમાઈ ગઈ.

વળતી જ પળે એનો દેહ કપાયેલા વૃક્ષની જેમ જમીન પર ઢળી પડ્યો.

એ મૃત્યુ પામ્યો હતો. મરતાં મરતાં પણ એ માનવી પોતાની ફરજ પૂરી કરતો ગયો હતો.

એના હાથમાંથી છટકી ગયેલું રિસીવર આમથી તેમ ઝૂલતું લટકતું હતું. સૌ ફાટી આંખે મોહનલાલના મૃતદેહ સામે તાકી રહ્યા હતા. સામે છેડેથી વાત કરી રહેલી મોહિની સ્તબ્ધ બની ગઈ.