Triveni - 15 in Gujarati Women Focused by Chintan Madhu books and stories PDF | ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૫

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૫

સ્વપ્નને પાંખો મળવાની તક

વૃંદા, નિશા અને કાજલ તેમના સ્વજીવનમાં વ્યસ્ત બની ચૂક્યા હતા. તેમણે જોયેલા સપનાંઓને પરિવાર સાથે ભેળવી દીધેલા. હવે, તેમના સપના અને તેની સફળતા કુંટુંબ જ હતું. ઘરના કામોમાં દિવસ પસાર થઇ જતો હતો, અને એક દિવસ ટેલિવિઝન પર એક રિયાલિટી કાર્યક્રમની જાહેરાત નિહાળી. વૃંદા પોતું મારી રહી હતી, તેની નજર ટીવી પર ચીપકી, પોતું મારતો હાથ અટકી ગયો. નિશાએ ટીવીનો અવાજ રસોડામાંથી સાંભળ્યો, લોટવાળા હાથ સાથે તે ડ્રોઇંગ રૂમમાં આવી, અને જાહેરાત જોવા લાગી. કાજલ ઘરના ચોગાનને ધોઇ રહી હતી, પાણી હડસેલતો સાવરણો અટકી ગયો, હાથમાંથી છટકી ગયો, ટીવી પર આવતી જાહેરાત સાંભળી તેનું કામ અટકી ગયું. ત્રણેવને ટીવી સ્ક્રીન પર ચાલી રહી જાહેરાતે વિચારોના કૂવામાં ધકેલી દીધી. ત્રણેવ જણાંએ તુરત જ મોબાઇલ ઉપાડ્યો અને જાહેરાત વિષે શોધખોળ ચાલુ કરી, તેઓએ જાણ્યું કે રિયાલીટી કાર્યક્રમ કે જેનું નામ “શાર્ક ટેન્ક” હતું, તે અમેરિકન બિઝનેસ રિયાલિટી ટેલિવિઝન શ્રેણી હતી, અને તેનું પ્રીમિયર 9 ઓગસ્ટ, 2009ના રોજ એબીસી પર થયું હતું. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય ઢબ ડ્રેગન ડેનની અમેરિકન ફ્રેન્ચાઈઝી હતો, જે 2001માં મની ટાઈગર્સ તરીકે જાપાનમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાંચ રોકાણકારો કે જેને શાર્ક તરીકે સંબોધવામાં આવતા, તેમની સમક્ષ ઉદ્યોગસાહસિકો પોતાની વ્યવસાયિક રજૂઆત કરતા, અને રોકાણકારો તે રજૂઆતમાં રોકાણ કરવું કેમ તે નક્કી કરતા હતા.

આ શ્રેણીને પ્રથમ ચાર વર્ષમાં ચાર વખત (2014–2017) ઉત્કૃષ્ટ માળખાગત રિયાલિટી પ્રોગ્રામ માટે પ્રાઇમટાઇમ એમી એવોર્ડ મળ્યો હતો. તે પહેલા (2012-13), આ જ શ્રેણીએ ઉત્કૃષ્ટ રિયાલિટી પ્રોગ્રામનો એવોર્ડ પણ જીત્યો હતો.

આ કાર્યક્રમમાં "શાર્ક" તરીકે ઓળખાતા રોકાણકારોની પેનલ દર્શાવવામાં આવતી, જેઓ નક્કી કરતા કે ઉદ્યોગસાહસિકો દ્વારા તેમની કંપની અથવા ઉત્પાદન પર કરવામાં આવતી વ્યવસાયિક રજૂઆત સફળત થાય તેમ હતી કે કેમ, અને તેમાં રોકાણ કરવું કે નહીં. શાર્ક ઘણીવાર ઉદ્યોગસાહસિકની રજૂઆત, કંપની, ઉત્પાદન અથવા બિઝનેસ ઢાંચાના મૂલ્યાંકનમાં નબળાઈઓ અને ખામીઓ પણ શોધતા. કેટલાક રોકાણકારો સામાન્ય રીતે દયાળુ હોતા, જે રજૂઆતને અસ્વીકાર કરવાની અસરને હળવી કરવાનો પ્રયાસ કરતા, તો કેટલાક રોકાણકારો પાશવી હોતા અને રજૂઆતને પૂર્ણ સાંભળવાની ધીરજ પણ નહોતા રાખતા. શાર્કને કાર્યક્રમના કલાકારો તરીકે ચૂકવણું કરવામાં આવતું, પરંતુ તેઓ જે નાણાંનું ઉદ્યોગસાહસિકોની રજૂઆતમાં રોકાણ કરતા, તે તેમના પોતાના જ નાણા રહેતા હતા. જો પેનલના સભ્યને રસ હોય તો ઉદ્યોગસાહસિક સાથે કાર્યક્રમમાં જ હેન્ડશેક ડીલ (સજ્જનનો કરાર) કરી શકતા. જો કે, પેનલના તમામ સભ્યો નાપસંદ કરે તો, ઉદ્યોગસાહસિક ખાલી હાથે પાછા ફરતા હતા.

આ કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગપતિઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાનું નાટક દર્શાવાતું, તેવું કહેવામાં આવતું હતું. સ્પર્ધક દ્વારા લગભગ 45 મિનિટની રજૂઆત રહેતી, જેને આશરે 11 મિનિટમાં સંપાદિત કરવામાં આવતી હતી. 2018ની શ્રેણી મુજબ, લગભગ 40,000 કંપનીઓ દરેક શ્રેણીમાં અરજી કરતી હતી, અને તેમાં 158 શાર્કની સમક્ષ 88 કંપનીઓની રજૂઆત સ્વીકારવામાં આવી હતી.

શાર્ક સભ્યોનું માનવું હતું કે, કાર્યક્રમમાં કરવામાં આવેલા હેન્ડશેક સોદામાંથી લગભગ 20% ક્યારેય અમલમાં આવતાં નહોતા. હેન્ડશેક ડીલ પછી રોકાણકારોની યોગ્ય ખંત પ્રક્રિયા કે જેમાં ઉત્પાદનનું પરીક્ષણ અને સ્પર્ધકોના વ્યવસાયની તપાસનો સમાવેશ થતો, તે શરૂ કરવામાં આવતી હતી. સાથે સાથે શાર્ક સભ્યો એવું પણ જણાવતા હતા કે આવતી રજૂઆતોમાંથી વ્યક્તિગત નાણાંકીય સહાય માટે લગભગ 90% ઉપાડ ઉદ્યોગસાહસિક તરફથી આવતો હતો, અને કેટલાક કિસ્સાઓમાં માત્ર પ્રચાર માટે કાર્યક્રમમાં દેખાવા અર્થે જ ઉદ્યોગસાહસિકો આવતા હતા. જેને શાર્ક ટેન્ક ઈફેક્ટ તરીકે ઓળખવામાં આવતી હતી. ઓફર મેળવ્યા વિના પણ માત્ર કાર્યક્રમમાં દેખાવાથી જ કંપનીઓના વેચાણમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના હતી. કાર્યક્રમના પ્રસારણ પછી કેટલાક ઉદ્યોગસાહસિકોએ આવકમાં 10-20 ગણો વધારો નોંધાવ્યો હતો. જાહેરાત મુજબ શાર્ક ટેન્કની આવનાર શ્રેણી ભારતીય ચેનલ પર થવાની હતી, અને ભારતના ઉદ્યોગસાહસિકો ભાગ લેવાના હતા.

વૃંદાનો એક હાથ હજુ પાણી ભરેલી બાલટીના કિનારા પર જ હતો. બીજા હાથમાં રહેલો મોબાઇલ ઝોલાં ખાતો હતો. તેના મનમાં કોલેજકાળથી દટાઇ ગયેલો વિચાર ફૂટી નીકળ્યો. નિશાના લોટવાળા હાથમાંથી લોટ જમીન પર પડી રહેલો, બીજા હાથમાં રહેલો મોબાઇલ તેણે ટેબલ પર મૂક્યો. તેણે ભૂતકાળમાં કરેલ કામના વિષય પર ઉદ્યોગસાહસિક બની શકાય, તે વિચારના માર્ગ પર ઘોડા દોડાવ્યા. કાજલ ભીના હાથમાંથી વરસી રહેલા ટપકાંઓ સાફ કરેલ ભોંયતળીયાને ભીનું કર્યું, કાજલે તે જ ભીના હાથમાં રહેલો મોબાઇલ સોફા પર મૂક્યો. તેણે પૂર્ણ કરેલા ટૂંકા ગાળાના કોર્સની મદદથી ભાગ લેવા બાબતે, વિચાર કર્યો. આજ સુધી ટીવી પર આવતા રિયાલિટી પ્રોગ્રામમાંથી શાર્ક ટેન્ક કંઇક ભિન્ન હતો. ત્રણેવને તક મળી હોય તેવું લાગ્યું.

તે જ દિવસે સવારના સમયગાળાનું કામકાજ પતાવી, મધ્યાહને ત્રણેવ આરામ ફરમાવી રહી હતી. શયનકક્ષમાં પલંગ પર લંબાવેલ હતું. પરંતુ આંખો ખુલ્લી જ હતી, અને મન વિચારોમાં વ્યસ્ત હતું. ત્રણેવ જણાંએ મળેલ એવોર્ડ, જીતેલી સ્પર્ધાઓ, ઇનામો યાદ કર્યા. પ્રત્યેક પ્રસંગ આંખો સામે છત પર દેખાવા લાગ્યો. સરયુના મલકાતા ચહેરાએ, કિશોરના ટેલિફોનમાંથી સંભળાતા અવાજે, અને વિનોદની આંખોમાંથી છલકાતા ગર્વએ ત્રણેવના ચહેરા પર સ્મિત ફરકાવ્યું. ત્રણેવ જણાંએ મોબાઇલમાં ઇન્ટરનેટની મદદથી શાર્ક ટેન્કની જુની શ્રેણીઓના વિવિધ વિડિઓ નિહાળ્યા. થોડો આત્મવિશ્વાસ જાગ્યો. ત્રણેવ પલંગ પર બેઠી થઇ. ફોન બાજુ પર મૂક્યો. વિખરાયેલા વાળને એક હાથમાં ભેગા કરી બીજા હાથની મદદથી પાછળની તરફ લીધા, થોડા ખેંચ્યા, અને અંબોડો વાળ્યો. બન્ને હથેળીઓ ચહેરા પર ફેરવી. તેના કારણે બંધ થયેલ આંખો ઉઘાડી, અને શાર્ક ટેન્કના ઓડિશનમાં ભાગ લેવા બાબતે મનોમન નક્કી કર્યું. જીવનનો બીજો ભાગ તેમના સપનાંઓને સાકાર કરી પૂર્ણ કરવા માટે ત્રણેવ તૈયાર થઇ ચૂકી હતી. કમર કસી ચૂકી હતી. જીતવાની ઇચ્છાને પ્રબળ બનાવી ચૂકી હતી.

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏