અનુરાધા મુશળધાર વરસાદમાં ખૂબ ઝડપથી ગાડી ચલાવતી વરસાદને ચીરતી સંજીવની હોસ્પિટલ પર પહોંચી. ખુબ ગભરાયેલ અને હાંફતી સીધી ઇમર્જન્સી વોર્ડ તરફ દોડી હતી. "અરે અનુરાધા! અત્યારે કેમ ફરી અહીં આવ્યા? શું થયું તબિયત તો ઠીક છે ને? કેમ આટલા બધા ગભરાયેલ દેખાઈ રહ્યા છો?" એક જ શ્વાસે કલ્પ પૂછવા લાગ્યો. "અરે અત્યારે કોઈ જ પ્રશ્ન ન કર. તું ઝડપથી સ્ટ્રેચર લઈને મારી ગાડી સુધી જા અને તેમાં એક છોકરી ખૂબ જ ગંભીર હાલતમાં છે, એને લઈને ઝડપથી ICU રૂમમાં આવ. હું ડોક્ટરને બોલાવી રાખું છું." અનુરાધા ખૂબ ચિંતિત સ્વરે બોલતા ડોક્ટરને ફોન કરવા લાગ્યા.
અસ્તિત્વ - 1
અનુરાધા મુશળધાર વરસાદમાં ખૂબ ઝડપથી ગાડી ચલાવતી વરસાદને ચીરતી સંજીવની હોસ્પિટલ પર પહોંચી. ખુબ ગભરાયેલ અને હાંફતી સીધી ઇમર્જન્સી તરફ દોડી હતી."અરે અનુરાધા! અત્યારે કેમ ફરી અહીં આવ્યા? શું થયું તબિયત તો ઠીક છે ને? કેમ આટલા બધા ગભરાયેલ દેખાઈ રહ્યા છો?" એક જ શ્વાસે કલ્પ પૂછવા લાગ્યો."અરે અત્યારે કોઈ જ પ્રશ્ન ન કર. તું ઝડપથી સ્ટ્રેચર લઈને મારી ગાડી સુધી જા અને તેમાં એક છોકરી ખૂબ જ ગંભીર હાલતમાં છે, એને લઈને ઝડપથી ICU રૂમમાં આવ. હું ડોક્ટરને બોલાવી રાખું છું." અનુરાધા ખૂબ ચિંતિત સ્વરે બોલતા ડોક્ટરને ફોન કરવા લાગ્યા.અનુરાધાએ ડોક્ટરને કોલ કરીને કીધું, "હું ડ્યુટી પુરી કરીને ...Read More
અસ્તિત્વ - 2
ડોક્ટર સુમને એ બાળકીની પરિસ્થિતિ અનુરાધાને જણાવી. એ બાળકી ક્યારેય માતા બનવાનું સૌભાગ્ય માણી શકશે નહીં એ જાણીને એ દુઃખી થઈ ગયા. ડોક્ટર સુમનના એક એક શબ્દ વારંવાર એના મનમાં ગુંજવા લાગ્યા. તેઓ એ અજાણી બાળકી માટે અનન્ય લાગણી અનુભવવા લાગ્યા. એના મનમાં એક અદ્રશ્ય ખેંચાણ એ બાળકી માટે સહાનુભૂતિ જન્માવી રહ્યું હતું. એમની ધ્યાન વિરુદ્ધ આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી! ડોક્ટર સુમને એમને હિંમત રાખવા કહ્યું, અને તેઓ ફરી એમના કામમાં વળગી પડ્યા.અનુરાધા બાંકડા પર બેઠા ખૂબ ઊંડા વિચારોમાં સરી ગયા. એમને ચિંતિત જોઈને કલ્પ એમની પાસે ગયો અને બોલ્યો, "તમે દુઃખી ન થાવ! એ બાળકીને અવશ્ય સારું ...Read More