ગર્ભપાત

(36)
  • 18.2k
  • 0
  • 9.3k

( નોંધ:- આ વાર્તાનું કથાનક સત્ય ઘટના પર આધારિત છે, પરંતુ પ્રસ્તુત વાર્તામાં સ્થળ, સમય અને પાત્રોના નામ સાથે કોઈને સીધો સંબંધ નથી.) " મમતા બેટા અહિં આવ તો..." મમતાના સાસુ એવા માહીબાએ પોતાની પુત્રવધુ એવી મમતાબાને બોલાવી. મમતા વરંડામાં બેઠેલા સાસુ પાસે આવીને બેઠી. મમતાબાને રાજસ્થાની બાંધણીનો પહેરવેશ બહુ પસંદ હતો તેથી એ સાસરીમાં પણ મોટે ભાગે રાજસ્થાની બાંધણીના ડ્રેસ અને સાડી પહેરતાં " પ્રતાપ આવ્યો કે નહીં? આજે કેમ મોડું થઈ ગયું એને ક્યાંય બહાર જવાનો હતો કે? " માહીબાએ મમતાને પોતાના દિકરા વિશે પૂછ્યું..

1

ગર્ભપાત - 1

' ગર્ભપાત ' - ૧.( નોંધ:- આ વાર્તાનું કથાનક સત્ય ઘટના પર આધારિત છે, પરંતુ પ્રસ્તુત વાર્તામાં સ્થળ, સમય પાત્રોના નામ સાથે કોઈને સીધો સંબંધ નથી.) " મમતા બેટા અહિં આવ તો..." મમતાના સાસુ એવા માહીબાએ પોતાની પુત્રવધુ એવી મમતાબાને બોલાવી.મમતા વરંડામાં બેઠેલા સાસુ પાસે આવીને બેઠી. મમતાબાને રાજસ્થાની બાંધણીનો પહેરવેશ બહુ પસંદ હતો તેથી એ સાસરીમાં પણ મોટે ભાગે રાજસ્થાની બાંધણીના ડ્રેસ અને સાડી પહેરતાં" પ્રતાપ આવ્યો કે નહીં? આજે કેમ મોડું થઈ ગયું એને ક્યાંય બહાર જવાનો હતો ક ...Read More

2

ગર્ભપાત - 2

ગર્ભપાત - ૨ સાવિત્રીએ ગતરાતની જે ઘટના બની હતી તેના વિશે મમતાબાને જણાવવાનું વિચાર્યું પરંતુ અત્યારે તે સાથે મંદીરે ગયાં હતાં...માહિબાના પરિવારમાં કોઈ સ્ત્રી બીજી વખત ગર્ભવતી થાય ત્યારે માતાજીના મંદિરે સાત શ્રીફળ ધરાવવાનો રિવાજ હતો. સાવિત્રી બીજાં બધાં કામો પતાવીને મમતાબાના રૂમમાં સાફ સફાઈ કરવા માટે આવી. મોટા ભાગે સાફ સફાઈનું કામ બીજા નોકરો કરતાં હતાં પરંતુ મમતાબાના રૂમની સાર સંભાળ પોતે જ રાખતી હતી. સાફ સફાઈ દરમિયાન તેનું ધ્યાન અચાનક મમતાબાના મોટા કબાટ તરફ ગયું. તે કંઈક વિચારીને કબાટ તરફ ગઈ અને ધીમેથી કબાટ ખોલીને તે બધી વસ્તુઓ જોવા લાગી. અચાનક તેના શરીરમાં ધ્રુજારી ...Read More

3

ગર્ભપાત - 3

ગર્ભપાત - ૩ ઢીંગલી અચાનક સોફા પરથી ઊભી થઈ અને એક વિચિત્ર પ્રકારનું અટ્ટહાસ્ય કરતી હવામાં અધ્ધર થઈ. તેના અને રેશમી વાળ ચારે બાજુ હવામાં ઉડવા લાગ્યા. એકદમ સોહામણી અને રૂપાળી લાગતી તે ઢીંગલી અત્યારે કોઈ બિહામણી ચુડેલ હોય તેવી લાગી રહી હતી.... માહિબાની હાલત અત્યારે કફોડી હતી. આવી અગોચર ઘટના નજરોનજર નિહાળીને તે જાણે કોઈ પૂતળું હોય એમ એક જગ્યાએ ખોડાઈને ઊભાં રહી ગયાં હતાં. ઢીંગલીનું ભયાનક રૂપ જોઈને એને તેની સામું જોવાની હિંમત નહોતી થઈ રહી. માહિબાએ સાંભળ્યું હતું કે જો કોઈ ભૂત કે ચૂડેલની આંખોમાં જુએ તો એ સામેના વ્યક્તિના શરીર પર કબજો કરી લેશે. અત્યારે ...Read More

4

ગર્ભપાત - 4

' ગર્ભપાત - ૪ ' ભીમાએ બતાવેલું દ્રશ્ય જોઈને ત્યાં ઊભેલા દરેકનાં રૂંવાડા ઊભાં થઈ જાય છે. બધાંએ જોયું ઉપરના ઓરડાઓની વચ્ચે નીચે આવવાની સીડી પર માહિબાનો મૃતદેહ લટકી રહ્યો હતો. માહિબાની અડધી સાડી તેમના ગળામાં થઈને સીડીઓ પર બનાવેલ લાકડાની આડશ વચ્ચેના ભાગમાં વીંટળાઈ ગઈ હોય છે. માહિબાની આંખોના ડોળા અને જીભ પણ બહાર નીકળી ગઈ હોય છે. આવું ભયાનક દ્રશ્ય જોઈને સાવિત્રીના મોંઢામાંથી જોરદાર ચીખ નીકળી જાય છે..મમતાબાની પણ બેભાન જેવી હાલત થઈ જાય છે. માહિબાનું આમ‌ અચાનક મોત થયું એ વાત કોઈના ગળે ઉતરતી નહોતી." મેં પ્રતાપસિંહને બોલાવવા માટે માણસો મોકલી દીધા છે, ...Read More

5

ગર્ભપાત - 5

ગર્ભપાત - ૫(ગર્ભપાતની એક ઘટના ઉપરથી એક સ્ટોરી લખવાનું વિચાર્યું હતું. સ્ટોરી એક - બે ભાગમાં જ પૂરી કરવાની પરંતુ સ્ટોરી વિષય મુજબ આટલી લાંબી ચાલશે એ મને પણ નહોતી ખબર. આ સ્ટોરીને વાંચકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે એ બદલ હું સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ) મમતાબા જ્યારે ગર્ભવતી થાય છે ત્યારે દીકરાની લાલચમાં માહિબાના કહેવાથી પ્રતાપસિંહ એને પોતાના મિત્ર ડૉ. ધવલ દવેના ક્લિનિક પર લઈ જાય છે. જ્યાં ગર્ભમાં રહેલું બાળક દીકરી હોવાનું માલુમ પડતાં ડૉ. ધવલ દવે દ્વારા આપેલ દવાઓ લેતાં ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થાય છે. આ ...Read More

6

ગર્ભપાત - 6

ગર્ભપાત - ૬ સાવિત્રીના મુખેથી કંચનનું નામ સાંભળતા જ મમતાબાની આંખો સામે કંચનનો પોતાના બંને સાથે જોડાયેલો પહેલાંનો ભૂતકાળ તરી આવે છે. કંચનનો આત્મા હજુ પણ અકાળ મૃત્યુને લીધે ભટકી રહ્યો છે એ જાણી પોતાને દુઃખ થયું. સાવિત્રી કે પોતાની વાતનો કોઈ વિશ્વાસ નહીં કરે એ વાત પોતે જાણતાં હતાં. મમતાબાએ સાવિત્રીને હિદાયત આપી કે આ વાતની હવેલીમાં કોઈને પણ જાણ કરવાની નથી. મમતાબાના મગજમાં અત્યારે વિચારોનું વંટોળ ઘુમી રહ્યું હતું. કંચનનો માહિબાની હત્યા કરવા પાછળ શું ઉદ્દેશ્ય હોઈ શકે એ વિચાર સતત એમને કોરી ખાતો હતો. ...Read More

7

ગર્ભપાત - 7

ગર્ભપાત - ૭ પ્રતાપસિંહની ફેક્ટરી પર યોજાયેલ મહેફિલમાં જ્યારે ડો. ધવલ દવે અને પ્રતાપસિંહ મળે છે ત્યારે મમતાના બીજી વખતના ગર્ભ અંગે તેની સાથે ચર્ચા કરે છે અને એ અનુસંધાને ચેકઅપ માટે પોતે મમતાને લઈને દવાખાને આવશે એ વાતથી વાકેફ કરે છે. પ્રતાપસિંહ આ વખતે પણ જો ગર્ભમાં દીકરી હશે તો એનો ગર્ભમાં જ ડો. ધવલ દવે દ્વારા નાશ કરાવી પોતે બીજા લગ્ન કરી લેશે એ વાત મનમાં નક્કી કરે છે. ડો. ધવલ દવે પણ વધુ પૈસાની લાલચે જો ગર્ભમાં દીકરી હોય તો તેનો નાશ કરશે એ વાતથી પ્રતાપસિંહને આસ્વસ્થ કરે છે. સવારે હવેલી ...Read More

8

ગર્ભપાત - 8

ગર્ભપાત - ૮ ધૂમાડામાંથી બનેલી આકૃતિ ધીમે ધીમે હવે શાશ્વત રૂપમાં આવી રહી હતી. ધવલ દવેએ જોયું તો પોતે બેઠો હતો ત્યાંથી પાંચ ફૂટના અંતરે એક કપડામાંથી બનેલી ઢીંગલી ઊભી હતી. લાલ રંગના ફ્રોક અને એ મુજબના શણગારમાં સજ્જ એ ઢીંગલીની આંખો અંગારાની માફક લાલ બનીને તગતગી રહી હતી. ડો. ધવલ દવે આ અપ્રાકૃતિક ઘટના જોઈને પોતાની આંખો ચોળવા લાગ્યો. થોડીવારમાં એને ખ્યાલ આવી ગયો હતો કે પોતે જે જોઈ રહ્યો હતો એ સત્ય જ છે કોઈ ભ્રમ નથી. ઢીંગલીનું ભયંકર સ્વરૂપ અને કપડામાંથી બનેલી હોવા છતાં માણસની માફક બોલતી જોઈને ડો. ...Read More

9

ગર્ભપાત - 9

ગર્ભપાત - ૯ " પ્રતાપ તને કંઈ ખબર છે?? ડો. ધવલ દવેનું પોતાના દવાખાનાની અંદર કમકમાટીભર્યું મોત થયું " શંકરે સવારે ફેક્ટરી પર આવતાં જ આ સમાચાર પ્રતાપસિંહને સંભળાવ્યા. " શું વાત કરે છે તું! ડો. ધવલનું મોત પણ કેવી રીતે?? આમ અચાનક એને શું થયું?? " એકસાથે ઘણાં બધા સવાલો કરતા પ્રતાપસિંહના ચહેરા પર દુઃખ અને આશ્ચર્યના ભાવો હતા. " એ વિશે કંઈ જાણકારી નથી પણ આપણો મિત્ર હોવાના નાતે પોલીસ જરૂર પૂછપરછ કરવા આવશે " શંકર હજુ આમ બોલી રહ્યો ત્યાં સુધીમાં તો પોલીસની જીપ ફેક્ટરીમાં પ્રવેશી ચૂકી હતી. " આવો ઈન્સ્પેકટર સાહેબ! અમારી ફેક્ટરીમાં તમારું ...Read More

10

ગર્ભપાત - 10

ગર્ભપાત - ૧૦ પ્રતાપસિંહ પૂરપાટ વેગે પોતાની જીપને ભગાવી રહ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયાં હતાં. થોડી - વારે વિજળી ચમકી રહી હતી. ગમે તે ઘડીએ વરસાદ તુટી પડે એવું વાતાવરણ સર્જાયું હતું. પ્રતાપસિંહ માટે નવાઈની વાત એ હતી કે પોતે જેસલમેરમાં હતો ત્યારે વાતાવરણ એકદમ સ્વચ્છ હતું ને અત્યારે આમ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો એ અનપેક્ષિત હતો. રસ્તા પર ઘેરું ધુમ્મસ છવાયેલું હતું. જીપની હેડલાઈટના પ્રકાશમાં માંડ થોડે આગળનો રસ્તો જ દેખાઈ રહ્યો હતો. અચાનક આગળ કોઈ નાનું બાળક ઊભું હોય એવો આભાસ થતાં પ્રતાપસિંહે બ્રેક પર પગ રાખી દેતાં એક જોરદાર આંચકા સાથે જીપ ...Read More

11

ગર્ભપાત - 11

ગર્ભપાત - ૧૧ સાવિત્રીએ જ્યારે સવારે પોતાના કામકાજ પતાવીને ઢીંગલીને શણગાર કરવા માટે એને લેવા ગઈ ત્યારે એણે જોયું ઢીંગલીના ડાબા હાથમાં જે ચુડીઓ હતી તે અત્યારે ગાયબ હતી. પહેલાં ઢીંગલીના કાનની બુટ્ટી અને હવે ચુડીઓ પણ ગાયબ થતાં સાવિત્રીને ફાળ પડી. સાવિત્રી ઢીંગલીને લઈને ઉતાવળા ડગલે મમતાબા પાસે જવા લાગી.મમતાબા પોતાના કામકાજમાં હતાં ત્યાં સાવિત્રીએ બૂમ પાડીને એમને બોલાવ્યાં. " કેમ શું છે, કેમ આમ હાફળી - ફાંફળી થઈને દોડીને આવી? એવી તે શું વાત છે સાવિત્રી! " મમતાબાએ ચિંતિત થયેલી સાવિત્રીને જોઈને પૂછયું. " બેન બા! આ ઢીંગલી! " સાવિત્રીએ ડરતાં ડરતાં માંડ એટલું જ બોલી ...Read More