( નોંધ:- આ વાર્તાનું કથાનક સત્ય ઘટના પર આધારિત છે, પરંતુ પ્રસ્તુત વાર્તામાં સ્થળ, સમય અને પાત્રોના નામ સાથે કોઈને સીધો સંબંધ નથી.) " મમતા બેટા અહિં આવ તો..." મમતાના સાસુ એવા માહીબાએ પોતાની પુત્રવધુ એવી મમતાબાને બોલાવી. મમતા વરંડામાં બેઠેલા સાસુ પાસે આવીને બેઠી. મમતાબાને રાજસ્થાની બાંધણીનો પહેરવેશ બહુ પસંદ હતો તેથી એ સાસરીમાં પણ મોટે ભાગે રાજસ્થાની બાંધણીના ડ્રેસ અને સાડી પહેરતાં " પ્રતાપ આવ્યો કે નહીં? આજે કેમ મોડું થઈ ગયું એને ક્યાંય બહાર જવાનો હતો કે? " માહીબાએ મમતાને પોતાના દિકરા વિશે પૂછ્યું..
ગર્ભપાત - 1
' ગર્ભપાત ' - ૧.( નોંધ:- આ વાર્તાનું કથાનક સત્ય ઘટના પર આધારિત છે, પરંતુ પ્રસ્તુત વાર્તામાં સ્થળ, સમય પાત્રોના નામ સાથે કોઈને સીધો સંબંધ નથી.) " મમતા બેટા અહિં આવ તો..." મમતાના સાસુ એવા માહીબાએ પોતાની પુત્રવધુ એવી મમતાબાને બોલાવી.મમતા વરંડામાં બેઠેલા સાસુ પાસે આવીને બેઠી. મમતાબાને રાજસ્થાની બાંધણીનો પહેરવેશ બહુ પસંદ હતો તેથી એ સાસરીમાં પણ મોટે ભાગે રાજસ્થાની બાંધણીના ડ્રેસ અને સાડી પહેરતાં" પ્રતાપ આવ્યો કે નહીં? આજે કેમ મોડું થઈ ગયું એને ક્યાંય બહાર જવાનો હતો ક ...Read More
ગર્ભપાત - 2
ગર્ભપાત - ૨ સાવિત્રીએ ગતરાતની જે ઘટના બની હતી તેના વિશે મમતાબાને જણાવવાનું વિચાર્યું પરંતુ અત્યારે તે સાથે મંદીરે ગયાં હતાં...માહિબાના પરિવારમાં કોઈ સ્ત્રી બીજી વખત ગર્ભવતી થાય ત્યારે માતાજીના મંદિરે સાત શ્રીફળ ધરાવવાનો રિવાજ હતો. સાવિત્રી બીજાં બધાં કામો પતાવીને મમતાબાના રૂમમાં સાફ સફાઈ કરવા માટે આવી. મોટા ભાગે સાફ સફાઈનું કામ બીજા નોકરો કરતાં હતાં પરંતુ મમતાબાના રૂમની સાર સંભાળ પોતે જ રાખતી હતી. સાફ સફાઈ દરમિયાન તેનું ધ્યાન અચાનક મમતાબાના મોટા કબાટ તરફ ગયું. તે કંઈક વિચારીને કબાટ તરફ ગઈ અને ધીમેથી કબાટ ખોલીને તે બધી વસ્તુઓ જોવા લાગી. અચાનક તેના શરીરમાં ધ્રુજારી ...Read More
ગર્ભપાત - 3
ગર્ભપાત - ૩ ઢીંગલી અચાનક સોફા પરથી ઊભી થઈ અને એક વિચિત્ર પ્રકારનું અટ્ટહાસ્ય કરતી હવામાં અધ્ધર થઈ. તેના અને રેશમી વાળ ચારે બાજુ હવામાં ઉડવા લાગ્યા. એકદમ સોહામણી અને રૂપાળી લાગતી તે ઢીંગલી અત્યારે કોઈ બિહામણી ચુડેલ હોય તેવી લાગી રહી હતી.... માહિબાની હાલત અત્યારે કફોડી હતી. આવી અગોચર ઘટના નજરોનજર નિહાળીને તે જાણે કોઈ પૂતળું હોય એમ એક જગ્યાએ ખોડાઈને ઊભાં રહી ગયાં હતાં. ઢીંગલીનું ભયાનક રૂપ જોઈને એને તેની સામું જોવાની હિંમત નહોતી થઈ રહી. માહિબાએ સાંભળ્યું હતું કે જો કોઈ ભૂત કે ચૂડેલની આંખોમાં જુએ તો એ સામેના વ્યક્તિના શરીર પર કબજો કરી લેશે. અત્યારે ...Read More