હું, વૈદેહી ભટ્ટ

(1)
  • 3.4k
  • 0
  • 1k

આખો હૉલ તાળીઓથી ગુંજી ઉઠીઓ. બધાની નજર સ્ટેજ પર જ હતી. આજે તેની આત્મકથા લોકોનો હાથમાં હતી. તે આત્મકથા જેને તે અત્યાર સુધી દુનિયાથી છુપાવી રાખી હતી. કોઈને કહી નહોતી. તે આત્મકથા તેને એક પેપર પર ખોલી દીધી અને તે પેપર પુસ્તક બની બધાની હાથમાં હતું. બધાને તેની આત્મકથા વાંચવાની..તેના વિશે જાણવાની ઘણી મહેચ્છા હતી. કેમ કે તેનું આખુ જીવન એક રહસ્યમય અને ગૂંચવણ ભરેલું હતું. તેના જીવન વિશે જાણવાની લોકોની એટલી જ તાલાવેલી હતી જેટલી તાલાવેલી મહિનાની પહેલી તારીખે પગાર આવવાની હોય છે. એટલે જ્યારે તેને પોતાની આત્મકથ

1

હું, વૈદેહી ભટ્ટ - ભાગ 1

આખો હૉલ તાળીઓથી ગુંજી ઉઠીઓ. બધાની નજર સ્ટેજ પર જ હતી. આજે તેની આત્મકથા લોકોનો હાથમાં હતી. તે આત્મકથા તે અત્યાર સુધી દુનિયાથી છુપાવી રાખી હતી. કોઈને કહી નહોતી. તે આત્મકથા તેને એક પેપર પર ખોલી દીધી અને તે પેપર પુસ્તક બની બધાની હાથમાં હતું. બધાને તેની આત્મકથા વાંચવાની..તેના વિશે જાણવાની ઘણી મહેચ્છા હતી. કેમ કે તેનું આખુ જીવન એક રહસ્યમય અને ગૂંચવણ ભરેલું હતું. તેના જીવન વિશે જાણવાની લોકોની એટલી જ તાલાવેલી હતી જેટલી તાલાવેલી મહિનાની પહેલી તારીખે પગાર આવવાની હોય છે. એટલે જ્યારે તેને પોતાની આત્મકથા લખવાની ઈચ્છા પ્રગટ કરી ત્યારે કેટલાય પબ્લિશર તેને દરવાજે ટકોરો મારી ...Read More

2

હું, વૈદેહી ભટ્ટ - ભાગ 2

વૈદેહી બધાનું અભિવાદન કરી રહી હતી ત્યારે અચાનક હવામાંથી એક ગોળી છૂટી અને તે વૈદેહીના છાતીમાં સમાઈ ગઈ. કોઈ સમજે તે પહેલા જ વૈદેહી ફરસ પર પછડાઈ ગઈ. અચાનક આ બનાવ બનતા હૉલમાં ઉહોપોહ મચી ગયો. ક્રાઉડને સંભાળતા સંભાળતા નાકે દમ આવી ગયો. છેવટે હૉલના સિકયોરટી ઓફિસરે માઈકમાં અનાઉન્સ કર્યું કે કોઈ હૉલની બહાર નહી જાય. હોલના બધા ગૅટ બંધ કરવામાં આવ્યા અને બધાને સીટ પર બેસવાની અપીલ કરવામાં આવી. આજ્ઞા તો કરાય નહીં કેમકે વૈદેહીના બુક લૉન્ચમાં કોઈ નાનીસુની વ્યક્તિ તો આવી નહી હોય, બધા દિગ્દજ લોકો હતા. તેથી તેમના આજ્ઞા કરવી એ તેમના અહમને ઠેંસ પહોંચી શકે ...Read More

3

હું, વૈદેહી ભટ્ટ - ભાગ 3

"આપણે સમાજના ઋણી છીએ એટલે આપણે સમાજનું ઋણ ચૂકવવું જોઈએ." વૈદેહીની આત્મકથા વાંચી રહેલી સુરભી તેના મમ્મી ને કહી હતી. સુરભી કોલેજ ના ત્રીજા વર્ષમાં હતી ને તે ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરી રહી હતી. તેને જેવી વૈદેહીની આત્મકથા લોન્ચ થઈ કે તરતજ લઈને આવી હતી. અને અત્યારે તે આત્મકથા વાંચી રહી હતી ને તેની મમ્મી સાથે ડિસ્કસ પણ કરી રહી હતી. "સુરભી, એમાં ખોટું શું છે. આપણે બધા આડકતરી રીતે સમાજના ઋણી જ છીએ. એટલે આપણે પણ સમજનું ઋણ ચૂકવવું જોઈએ." આ બોલીને મમ્મી તો રસોડામાં જતી રહી પણ સુરભિએ પુસ્તક વાંચવાનું ચાલુ રાખ્યું. તેની આદત હતી જો તેને ...Read More