મેનેજમેન્ટ શું છે?

(0)
  • 4.8k
  • 0
  • 1.8k

સફળ મેનેજમેન્ટના નિયમો સમજતા પહેલા મેનેજમેન્ટ શું છે ? તેની વ્યાખ્યા શું છે, તે કેવીરીતે કામ કરે છે અને તેના લેવલ કેટલા છે તે જાણવું વધારે મહત્વનું છે. આ પુસ્તકમાં આપણે સફળ મેનેજમેન્ટના સાત નિયમોની ચર્ચા કરીશું. પરંતુ તે પહેલા આપણે મેનેજમેન્ટ વિષે જાણવાનો પ્રયાસ કરીશું. મેનેજમેન્ટ શું છે? વ્યાખ્યા, કાર્યો અને સ્તરો વ્યવસાયિક લક્ષ્યો હાંસલ કરવા માટે કંપનીઓ અને સંસ્થાઓને અસરકારક સંચાલનની જરૂર છે. મેનેજમેન્ટ ખુબ જ ઉપયોગી બને છે. મેનેજમેન્ટના વિવિધ સ્તરો હોય છે. જેનો હેતુ કંપનીના વ્યવસાયિક કાર્યોને ગોઠવવા અને સંકલન કરવાનો છે. જો વ્યક્તિને મેનેજર બનવામાં રસ હોય, તો મેનેજર શું કરે છે તે વિશે વધુ જાણવું જોઈએ. આ લેખમાં, મેનેજમેન્ટ શું છે અને તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ, ઉદ્દેશ્યો, સ્તરો અને કાર્યો વિશે ચર્ચા કરીશું.

1

મેનેજમેન્ટ શું છે? - 1

સફળ મેનેજમેન્ટના નિયમો સમજતા પહેલા મેનેજમેન્ટ શું છે ? તેની વ્યાખ્યા શું છે, તે કેવીરીતે કામ કરે છે અને લેવલ કેટલા છે તે જાણવું વધારે મહત્વનું છે. આ પુસ્તકમાં આપણે સફળ મેનેજમેન્ટના સાત નિયમોની ચર્ચા કરીશું. પરંતુ તે પહેલા આપણે મેનેજમેન્ટ વિષે જાણવાનો પ્રયાસ કરીશું. મેનેજમેન્ટ શું છે? વ્યાખ્યા, કાર્યો અને સ્તરો વ્યવસાયિક લક્ષ્યો હાંસલ કરવા માટે કંપનીઓ અને સંસ્થાઓને અસરકારક સંચાલનની જરૂર છે. મેનેજમેન્ટ ખુબ જ ઉપયોગી બને છે. મેનેજમેન્ટના વિવિધ સ્તરો હોય છે. જેનો હેતુ કંપનીના વ્યવસાયિક કાર્યોને ગોઠવવા અને સંકલન કરવાનો છે. જો વ્યક્તિને મેનેજર બનવામાં રસ હોય, તો મેનેજર શું કરે છે તે વિશે વધુ ...Read More

2

મેનેજમેન્ટ શું છે? - 2 - આદર સાથેનું વર્તન

શ્રેષ્ઠ સંચાલનની શરૂઆત કરવી જ સૌથી મહત્વનું પાસું છે. મેનેજમેન્ટ કરવું અને શ્રેષ્ઠ મેનેજમેન્ટ કરવુંમાં ઘણો ફરક રહેલો છે. મેનેજમેન્ટ કોઈ પણ વ્યક્તિ ક્રેઈ શકે છે. તેની માટે તેને નિયમોની જરૂર હોતી નથી. પરંતુ તેનાથી સંસ્થા કે કંપનીનો વિકાસ થાય તે જરૂરી નથી. જો સંસ્થા કે કંપનીનો વિકાસ કરવો હોય તો મેનેજમેન્ટ શ્રેષ્ઠ હોવું જરૂરી હોય છે. જેની માટેના નિયમો વિષે આપણે પહેલા ભાગમાં ચર્ચા કરી. હવે, આગામી દરેક ચેપટરમાં આપણે જુદા જુદા સાત નિયમો વિષે વિસ્તૃત ચર્ચા કરીશું. આ ચેપટરમાં આપણે પહેલા નિયમ કર્મચારીઓ સાથે હંમેશા આદર સાથેનું વર્તન વિષે ચર્ચા કરીશું. વર્કપ્લેસમાં આદર એ સૌથી મહત્વપૂર્ણ લક્ષણોમાંનું ...Read More

3

મેનેજમેન્ટ શું છે? - 4 - અંતિમ નિર્ણય

રોજિંદા જીવનમાં વ્યક્તિ દરરોજ, ઘણી બધી પસંદગીઓ કરતો હોય છે. કેટલીક પસંદગીઓ નાની લાગે છે કારણ કે, તે વ્યક્તિની જ્વાબદારીનો અથવા તો રૂટિનનો ભાગ છે. જો કે, પસંદગી ગમે તેટલી ઓછી હોય, તે વ્યક્તિના રોજિંદા જીવનના પરિણામો પર અસર ચોક્કસ કરી શકે છે. વ્યવસાયિક અથવા સામાજિક જીવનના સંદર્ભમાં, આ અસરો વધુ અસરકારક પુરવાર ત્થઈ શકે છે. તેથી જ્યારે વ્યક્તિની આસપાસના સામાજિક અથવા વ્યાવસાયિક વાતાવરણને અસર કરી શકે છે તેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની વાત આવે છે, ત્યારે નિર્ણય લેવાની કળામાં નિપુણતા મેળવવી વધુને વધુ મહત્વપૂર્ણ છે. કોઈપણ માપદંડ દ્વારા, નિર્ણય લેવો એ એક મહત્વપૂર્ણ મેનેજમેન્ટ કૌશલ્ય છે. અનિર્ણાયક મેનેજર અથવા ...Read More

4

મેનેજમેન્ટ શું છે? - 3 - અસંમત થવાની ભાવના

અસંમત વ્યક્તિ અહંકારી, અજ્ઞાની, પ્રતિકૂળ, અનાદરપૂર્ણ અને અસંસ્કારી હોઈ શકે છે. શ્રેષ્ઠ હેતુઓ સાથે શ્રેષ્ઠ પરિસ્થિતિઓમાં પણ અસંમતિ દર્શાવનાર તેમજ અન્ય વ્યક્તિ બન્ને માટે તે ગંભીર પરિસ્થિતિ બની શકે છે. અસંમતિ અન્ય મતભેદો દ્વારા ઊભા થયેલા મેનેજમેન્ટ પડકારોને સંયોજિત કરે છે, કારણ કે, તે શક્તિ સાથે તે પડકારનો સામનો કરવામાં મેનેજમેન્ટને સક્ષમ બનાવે છે. સામાન્ય રીતે પ્રશ્ન થાય કે કોઈપણ મેનેજર શા માટે અસંમતિ દર્શાવનાર વ્યક્તિને સહન કરે કે તેન પ્રોત્સાહન આપે ? તો તેનો જવાબ છે કે, જેઓ શ્રેષ્ઠ સંભવિત નિર્ણયો લેવાની કાળજી રાખે છે, તેમના માટે અસંમતિ અનિવાર્ય છે. અસંમત વ્યક્તિની હાજરી નિર્ણયની ગુણવત્તા અને નિર્ણય લેનાર ...Read More

5

મેનેજમેન્ટ શું છે? - 5 - પ્રશ્નોના જવાબ

એવા ઘણા ઓછા લીડર્સ, ઉત્પાદકો અથવા કંપનીઓ છે જે વિકાસને વળગી રહેવાની પ્રેરણા પૂરી પાડે છે. એટલું જ નહિ ઓછા નેતાઓ કે જેઓ માત્ર એક વ્યવહાર જ નહીં વફાદારીની પ્રેરણા આપે છે. બહુ ઓછા નેતાઓ કે જેઓ તેમના અનુયાયીઓ અને કર્મચારીઓને કોઈ પણ સંજોગોમાં તેમની સાથે વળગી રહેવા માટે પ્રેરિત કરે છે. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવા નેતાઓ અથવા Apple, સાઉથવેસ્ટ એરલાઇન્સ અથવા હાર્લી ડેવિડસન જેવી કંપનીઓ વિશે વિચારો. આ લીડર્સ અને કંપનીઓએ એક પ્રેરણા પૂરી પાડે છે. તેમની પાસે અતિ વફાદાર અનુયાયીઓ અને ગ્રાહકો છે. એવું તે શું છે જે તેમને બાકીનાથી અલગ કરે છે? તે છે કે, ...Read More

6

મેનેજમેન્ટ શું છે? - 6 - સમયનો સદુપયોગ

કંપની હોય કે પછી વ્યક્તિ દરેક માટે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ મહત્વનું હોય છે. જેટલો સમય વધારે બચાવી શકાય જ સમય બીજા કામોમાં ઉપયોગમાં લેવામાં આવે તો ઉત્પાદક્તા વ્ચે છે. એટલે જ તો કહેવાય છે ને કે, મેનેજમેન્ટમાં રહેલા અધિકારીઓ હોય કે પછી કર્મચારીઓ દરેક માટે સમાયનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી હોય છે. જેથી અધિકારી હોય કે કર્મચારી પોતાનું એક બીજા સાથેનું કમ્યુનિકેશન બને તેટલું નાનું રાખી સ્મ્યનો બચાવ કરી શકે છે. આ લેખમાં આપણે ટાઈમ મેનેજમેન્ટ એટલે કે સમયનો સદુપયોગ કેવી રીતે કરી શકાય તે સમજીશું. કોઈપણ વ્યક્તિને તેમના સમયનું વ્યવસ્થાપન કૌશલ્ય સુધારવાથી ફાયદો થાય છે. કંપનીમાં ફરજ ...Read More

7

મેનેજમેન્ટ શું છે? - 8 - કર્મચારીઓને આનંદમાં રાખો

કંપની હોય કે વેપારનું સ્થળ કર્મચારીઓને ત્યાં વાતાવરણ કેવું મળે છે તેના પર અનેક વસ્તુ નિર્ભર કરતી હોય છે. કે, આનંદ ભર્યું વાતાવરણ. આનંદ શબ્દ ભાગ્યે જ કામના વાતાવરણ સાથે સંકળાયેલો છે. તેની પાછળનો વિચાર એ છે કે કાર્યસ્થળ એ એક ગંભીર સ્થળ છે, જ્યાં વસ્તુઓ પૂર્ણ થાય છે. કામમાં થોડી મજા કરવાનો સમય કોઈને મળ્યો નથી. તે બિનવ્યાવસાયિક, અનુત્પાદક અને વિક્ષેપકારક હોય છે. ખરું ને? ઠીક છે પણ તદ્દન એવું કહી શકાય નહિ. મનોરંજક વાતાવરણ હોવું એ એક મહત્વપૂર્ણ બાબત છે. આનંદદાયક વાતાવરણ કર્મચારીઓને કામ કરવા માટે એક શ્રેષ્ઠ સ્થાન પૂરું પડે છે, જેના પગલે કર્મચારીઓ વધુ વ્યવસાયિક ...Read More

8

મેનેજમેન્ટ શું છે? - 7 - સમસ્યાના સર્જનહારને દૂર કરો

સમસ્યાનું સર્જન કરનાર વ્યક્તિ પોતાની માટે તેમજ જ કંપની માટે નુકશાનકારક હોય છે. સતત સમસ્યાનું સર્જન કરનાર વ્યક્તિ કંપનીના હમેશા રોડા નાખે છે. આવા વ્યક્તિઓથી હમેશા દૂર રહેવું જોઇએ એટલું જ નહિ આવી વ્યક્તિને કંપનીના નિર્ણયોથી પણ દૂર રાખવા જોઈએ. એક ઉદ્યોગસાહસિક તરીકે મારો સૌથી અઘરો પાઠ પ્રતિભાનું મૂલ્યાંકન કરવાની ઓછી ક્ષમતા છે. આ એક એવી પ્રક્રિયા છે જે સતત ચાલતી રહે છે અને તે સમયે અત્યંત ખર્ચાળ પણ બની શકે છે, પરંતુ એવી કોઈ માર્ગદર્શિકા નથી જે વ્યક્તિને કોઈ બીજા વ્યક્તિની પ્રતિભાનું મૂલ્યાંકન કરવાનું શીખવાડે. સ્ટાર્ટઅપને લોકો સફળતાની સાથે જોડે છે, પરંતુ એક એવો સમય પણ આવે છે ...Read More