મોજીસ્તાન - સીરીઝ 2

(1)
  • 1.3k
  • 0
  • 466

વ્હાલા વાચકમિત્રો… મોજીસ્તાનના પહેલા ભાગમાં ટેમુ, વીજળી, ચંચો, નીના, હુકમચંદ, તભાભાભા, બાબો, તખુભા, રવજી સવજી, જાદવો, જડી,ધૂળિયો, રઘલો, વજુશેઠ, હબો, નગીનદાસ, રણછોડ, ડો. લાભુ રામાણી અને નર્સ ચંપા..! (લગભગ બધા આવી ગયા ને?) આ બધા પાત્રો સાથે ખૂબ મજા આવી હતી ને? પોચા સાહેબે રચેલા લખમણિયાનું ભૂતે જે તહેલકો મચાવ્યો હતો એ અજીબોગરીબ હતો! એકમેકના માથે રાત રહે એવા આ બેનમૂન પાત્રો જે ગામમાં રહે છે એ લાળીજા ગામ ખરેખર તો મારા ગામ જાળીલાનું ઊંધા અક્ષરે લખેલું નામ હતું. ગામ અને પરા વિસ્તાર વચ્ચે ગટરનું પાણી ભરેલું રહેતું. એમાંથી પસાર થવા પથ્થરો મુકવામાં આવેલા. ડો લાભુ રામાણીનું પાત્ર મને ડો ત્રિવેદીમાંથી મળેલું. હું નાનો હતો ત્યારે અમારા ગામના સરકારી દવાખાનામાં આવેલા ડોકટર ત્રિવેદી ખૂબ સારા ડોકટર હતા. એમના જાડા કાચના ચશ્મામાંથી ચકળવકળ થતી એમની આંખો પરથી જ મેં ડો. લાભુ રામાણીનું પાત્ર રચ્યું હતું.

1

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 1

મોજીસ્તાન (2.1)વ્હાલા વાચકમિત્રો…મોજીસ્તાનના પહેલા ભાગમાં ટેમુ, વીજળી, ચંચો, નીના, હુકમચંદ, તભાભાભા, બાબો, તખુભા, રવજી સવજી, જાદવો, જડી,ધૂળિયો, રઘલો, વજુશેઠ, નગીનદાસ, રણછોડ, ડો. લાભુ રામાણી અને નર્સ ચંપા..! (લગભગ બધા આવી ગયા ને?) આ બધા પાત્રો સાથે ખૂબ મજા આવી હતી ને? પોચા સાહેબે રચેલા લખમણિયાનું ભૂતે જે તહેલકો મચાવ્યો હતો એ અજીબોગરીબ હતો!એકમેકના માથે રાત રહે એવા આ બેનમૂન પાત્રો જે ગામમાં રહે છે એ લાળીજા ગામ ખરેખર તો મારા ગામ જાળીલાનું ઊંધા અક્ષરે લખેલું નામ હતું. ગામ અને પરા વિસ્તાર વચ્ચ ...Read More

2

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 2

"કે સે ને કે કોક મોટા સાસ્તરી આંયા આયા સે. હબલાને ઈમણે કીધું સે કે લખમણિયો ભૂત પાસો આવવાનો તેં હેં ઈ હાચું સે? એ ભાઈ ટેમુ ચ્યાં સે ઈ સાસ્તરી.. મારેય પુંસવું સે. હું ઈમ કવ સુ કે લખમણિયાના ભૂતને મારા પંડ્યમાં મેકલોને બાપા. મારે ભૂત થાવું સે..!" રઘલા વાળંદે બે પગ વચ્ચે વલુરતા વલુરતા ટેમુની દુકાને આવીને કહ્યું.હબાની દુકાને લખમણિયા ભૂત નામના ફટાકડાની વાટ સળગાવીને બાબો અને ટેમુ હજી ઘરે પહોંચ્યા જ હતા. બાબો ટેમુના ઘરમાં ફ્રેશ થવા ગયો અને ટેમુ દુકાનમાં આવીને બેઠો એટલીવારમાં લ.ભુ.નો ફટાકડો બોંબ બનીને ફૂટ્યો હતો. હબાની દુકાને ઘડીકમાં તો લોકોનું ટોળું ...Read More