'જય શ્રી કૃષ્ણ' વાંચક મિત્રો,આજ એક ન્યુ ધારાવાહિક નિલક્રિષ્નામાં પ્રવેશ કરવા જઇ રહી છું.વાંચક મિત્રો અહીં સુધી પહોંચવા માટે તમારો સાથ,સહકાર મને હંમેશા મળતો રહ્યો છે.અને આગળ પણ મળતો રહે એવી અપેક્ષા સાથે મનમાં આશા ભરી થોડું આગળ વધી રહી છું.આ વાર્તા પૂર્ણતઃ કાલ્પનિક છે.આ વાર્તામાં કોઈ જાતિ, ધર્મ,વ્યક્તિ,વસ્તુ કે સ્થાનનું નિર્દેશ કરવામાં આવ્યું નથી.આ વાર્તાનાં પુર્ણતહ કોપી રાઈટ ફક્ત મારાં હાથમાં જ છે.આ વાર્તાની કોઈએ કોપી કરવાની કોશિશ કરવી નહીં.ભાગ-૧सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्। उज्
Full Novel
નિલક્રિષ્ના - ભાગ 1
'જય શ્રી કૃષ્ણ' વાંચક મિત્રો,આજ એક ન્યુ ધારાવાહિક નિલક્રિષ્નામાં પ્રવેશ કરવા જઇ રહી છું.વાંચક મિત્રો અહીં સુધી પહોંચવા માટે સાથ,સહકાર મને હંમેશા મળતો રહ્યો છે.અને આગળ પણ મળતો રહે એવી અપેક્ષા સાથે મનમાં આશા ભરી થોડું આગળ વધી રહી છું.આ વાર્તા પૂર્ણતઃ કાલ્પનિક છે.આ વાર્તામાં કોઈ જાતિ, ધર્મ,વ્યક્તિ,વસ્તુ કે સ્થાનનું નિર્દેશ કરવામાં આવ્યું નથી.આ વાર્તાનાં પુર્ણતહ કોપી રાઈટ ફક્ત મારાં હાથમાં જ છે.આ વાર્તાની કોઈએ કોપી કરવાની કોશિશ કરવી નહીં.ભાગ-૧सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्। उज्जयिन्यां महाकालं ओम्कारम् अमलेश्वरम्॥ परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्। सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने॥ આજ પ્રાંત:કાળ સોમનાથ મંદિરમાં જળ,તેલ અને દૂધની ધારાઓથી શિવલીંગ પર અભિષેક ...Read More
નિલક્રિષ્ના - ભાગ 2
ધરા આંખો બંધ કરીને ચિંતન દ્વારા એ અદ્રશ્ય સ્વરૂપ પોતાના મનમાં નીહાળવા લાગી ગઈ હતી.રોજ આમ કરવાથી થોડાં જ એક ચહેરો એની નજર સામે સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યો હતો.એ આ પરમાનંદ સાગરમાં ધીમે ધીમે ડૂબી રહી હતી.તેની સર્વ ઇન્દ્રિયો જાણે એનાં પ્રાણને મળવા જઈ રહી હોય એમ, એ દેખાતાં સુંદર સ્વરૂપને વારંવાર પકડીને પોતાની હ્દય સાથે ચાંપવાની કોશિશ કરી રહી હતી. નિલક્રિષ્નાના ઐશ્વર્યનું સાક્ષાત દર્શન થતાં જાણે એને બહારની વિસ્મૃતી થઇ ગઈ હોય એમ, એનું મન ભાવવિભોર થઇ રહ્યું હતું.ધરાના ચહેરાનાં ભાવો જોઈને એવુ લાગી રહ્યું હતું કે,"અત્યંત દુર્લભ હોય એવી વસ્તુ એનાં આત્માને હુબહુ મળી રહી છે." એવું ...Read More
નિલક્રિષ્ના - ભાગ 3
આજ વાંસળીનાં સૂર ન સંભળાયા એનું કારણ જાણ્યા વગર ધરા રહી ન શકી.આમ પણ મળેલ જિંદગીએ એને બહુ દુઃખ આપ્યું હતું,એટલે એને એ કિંમતી લાગતી ન હતી. "જે હું છુ એ પ્રભુનો જ પ્રસાદ છું."એમ વિચારી જિંદગીની પરવા કર્યા વગર સોમનાથ મહાદેવનાં મંદિરના પાછળનાં ભાગેથી નીકળી ધરાએ સમુદ્રમાં ઝંપલાવ્યુ હતું. ત્યાં ઉભેલા હરકોઈને એમ જ થયું કે,વધું પડતાં દુઃખોથી એ ઘેરાયેલી હતી એટલે જીવ આપી દીધો.પરંતુ એનું આમ કરવા પાછળનું કારણ મને તો જુદું લાગતું હતું. પચંડ વેગથી પવન ફુંકાવા લાગ્યો.એક વંટોળીયો ચારે દિશામાંથી વેગ વધારતો આગળ વધીને ત્યાં મંદિરનાં પટાંગણમાં બેઠેલ બાબા આર્દની ફરતે વીટળાવા લાગ્યો હતો.એવુ લાગી ...Read More
નિલક્રિષ્ના - ભાગ 4
સાચું ધ્યાન લાગતાં મેં મારી નજર સમક્ષ ધરાનું ચિત્રસમુદ્રની અંદર નિહાળ્યું. થોડી જ ક્ષણોમાં હું એને મેહસૂસ કરવા લાગી એ જીવંત જ હતી.આમ,પાણીમાં ડુબતા એને એકપણ પ્રકારની ખરોચ આવી ન હતી. પ્રાતઃકાળના એ નાદની ગહેરાઈ રોજ રોજ ધ્યાનથી સાંભળીને ધરાએ માપી લીધી હતી.એટલે આજ સમુદ્રમાં ઝંપલાવ્યા પછી ત્યાં સુધી પહોંચવા માટે એને એનાં મન પર થોડું જોર આપ્યું, તેથી એ ગહેરાઈઓ કેટલે ઊંડે સુધી જતી હતી એ સમજવું એનાં માટે સરળ બની ગયું હતું.હા,એને તરતાં તો આવડતું હતું,પરંતુ થોડે ઉંડે હજુ તો 600,700 સો ફીટ ગહેરાઈ સુધી જતા એને શ્વાસ સંબંધિત સમસ્યા થવા લાગી હતી.થોડી ઉંડાઈ પાર કરવા ગઈ ...Read More
નિલક્રિષ્ના - ભાગ 5
આંખોથી જ્વાળામુખી ઝરતા હતાં,ને મુખેથી ભાવો વીસરતા ન હતા,એવી એક શિવભક્ત રાક્ષસી હેત્શિવાનુ વિકરાળ સ્વરૂપ ધરાની નજર સામું દેખાય હતું. "ૐ નમઃ શિવાય ! ૐ નમઃ શિવાય ! ૐ નમઃ શિવાય ! ૐ નમઃ શિવાય !" શિવ મંત્રનો એકધારો ધ્વનિ એવી રીતે ગૂંજી ઉઠ્યો હતો કે,એક મંત્ર જાણે ચાર વાર ઉત્પન્ન થતો હોય એમ પડઘાં પડી સંભળાવા લાગ્યો હતો.એનાં અવાજમાં ધણો જોમ અને જુસ્સો દેખાતો હતો.નિત્ય-નિરંતર મંત્રોનો જાપ કરી એ મહાદેવ સાથે રેતમહેલમાં રહીને પણ જોડાયેલી હતી. થોડું આગળ ખસી ધરાએ જોયું તો ખબર પડી કે,હેત્શિવાનુ મસ્તક શિવમાં લીન પૂજા આરાધના કરી રહ્યું હતું,અને એનું ધડ રેતમહેલના સર્વ રાક્ષસી ...Read More
નિલક્રિષ્ના - ભાગ 6
આગળ આપણે જોયું કે,રોજ વહેલી સવારે હેત્શિવા મહાદેવની પૂજા આરાધનામાં લીન થઈ જતી હતી.અને એજ રીતે સાંજના સમયે પણ આરતી પૂજા એ કરતી હતી. સાંજનો સમય થવા આવ્યો હતો.અને ધરાની આંખ સામે થોડુ અંધારું પણ વધવા લાગ્યું હતું.ધરા લપાતી છૂપાતી રેતમહેલના ખૂણે ખાચકે આગળ વધી રહી હતી. સાંજ પડતાં એનાં ચહેરા પર ગભરામણ અને ડરે પણ જગ્યા લઇ લીધી હતી.કેમ કે,સમુદ્રમાં અંધારું વધી રહ્યું હતું,અને અન્ય જળચર પ્રાણીઓનો એને ડર લાગવા મડયો હતો. અત્યારે હેત્શિવા પૂજા ઘરમાં હોવાથી બધી સ્ટાર ફીસ એ તરફ હતી.તેથી એ બાજુ અજવાળું દેખાતું હતું. ધરા પણ એ તરફ અજવાળું દેખાતાં ઉતાવળે દરિયાની લહેરો સાથે ...Read More
નિલક્રિષ્ના - ભાગ 7
ધરાને કેમ,કંઈ રીતે વાંસળીના સૂર સંભળાઈ રહ્યા હતાં એ બધી જ વાત તેણે કહીં સંભળાવી.બધાં રાક્ષસી પ્રાણીઓ ધરાએ કહેલી સાંભળીને આશ્ચર્યમાં પડી ગયાં.એ બધાં એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે,"કંઇક તો સત્ય છે આ સ્ત્રીમાં!એને નિલક્રિષ્નાને મળવા માટે ઘર છોડ્યું,પૃથ્વી પણ છોડી...!"આમ બધાં ચર્ચા કરતાં હતાં ત્યાં જ ધરા સંપૂર્ણ રીતે બેભાન થઇ ગઈ હતી.હેત્શિવાએ બેભાન થયેલી ધરાને રેતમહેલમાં અંદર લઈને એનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપી,એની સારવાર શરૂ કરવાનું કહ્યું.અને સાથે આ વિશે નિલક્રિષ્નાને કોઈ જાણ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું કહ્યું.કેમ કે,આ બધું એને એ શાંતિપૂર્વક કહેવા માંગતી હતી.તેથી તેને બીજા દ્વારા કહેવાની'ના'પાડી. બેભાન થયેલી ધરાને ...Read More
નિલક્રિષ્ના - ભાગ 8
હેત્શિવાએ ધરાનો પરિચય આપતાં નિલક્રિષ્ના તરફ નજર કરતાં રૂઆબ આપતા અવાજથી કહ્યું કે,"આ પૃથ્વીવાસી ધરા છે.મેં એને શરણ આપી આજથી મારી મિત્ર છે.એ અહીં સમુદ્રમાં પોતાના જીવનના ઉલજતા સવાલોનો જવાબ શોધવા આવી છે.એની પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી તેથી,મેં અહીં એને રોકીને એની મદદ કરવાનું વચન આપ્યું છે.અને સાંભળ નિલક્રિષ્ના એને તારા ભાઈ શિવમન્યુએ 'ધરા મા' કહીંને સંબોધન કર્યું છે.તેથી આજથી એ પણ તારી 'ધરા મા' છે. અને ખાસ એ અહીં તને મળવા માટે પણ આવી છે."હેત્શિવાના શબ્દો સાંભળતી ધરાની આંખોમાં મમતા ઉભરાઈ આવી ...Read More
નિલક્રિષ્ના - ભાગ 9
ઘરા પણ રેતમહેલના બધાંજ પ્રાણીઓનો ઉત્સાહ જોઈ આ મહોત્સવમાં જવાં તૈયાર થઈ ગઈ હતી.બીજે દિવસે બપોરના ભોજન પછી એક સૌ પ્રાણીઓ એકઠા થયા.અને અગ્નિ મહોત્સવમાં જવા માટે,રહેવા માટે,બધું જ આયોજન કરી રહ્યા હતાં.સાથે જરૂરીયાતની વસ્તુ રાખવાની એક સુચી પણ બની રહી હતી.વિચારમગ્ન એક જગ્યાએ સ્થિર ઉભેલી નિલક્રિષ્નાને એમ થતું હતું કે, "આજ સુધી કોઈ ક્યારેય રેતમહેલની બહાર નીકળ્યું જ નથી તો બધાને સુરક્ષિત રીતે અગ્નિ મહોત્સવમાં કંઈ રીતે પહોંચાડવા?"હેત્શિવાએ નિલક્રિષ્નાને તર્ક સાથે જવાબ આપતા કહ્યું કે," પુત્રી, આ સ ...Read More
નિલક્રિષ્ના - ભાગ 10
અગ્નિ મહોત્સવમાં આવેલ બધી રાક્ષસી પ્રજાને રહેવા માટે જગ્યા અને ચોક્કસ સ્થાન આપ્યા પછી હેત્શિવાએ બધાને સંબોધન કરતાં કહ્યું અગ્નિ મહોત્સવમાં પધારેલ પવિત્ર રાક્ષસી પ્રજાઓ!આપણે જાણીએ છીએ કે, આ મહોત્સવ શા માટે આપણે ઉજવણી કરીએ છીએ.આ અગ્નિ આપણા બેકાર થઈ ગયેલા હિસ્સાને બાળી નાખે છે. અને આપણે ફરી નવા જીવનની શરૂઆત આપે છે. આ ૧૦૦ વરસનાં ગાળામાં આપણાં શરીરનો અમુક હિસ્સો નકામો થઈ જાય છે. એને બહાર કાઢવો જરૂરી બને છે.બસ આ મહોત્સવ આપણને સુરક્ષિત કરવા માટે જ હોય છે. આજ સત્ય છે આપણાં જીવનનું ! ભલે આપણને દુનિયા રાક્ષસી સમજે પરંતુ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ આપણે પોતાને સાબિત ...Read More
નિલક્રિષ્ના - ભાગ 11
હેત્શિવાનું ધ્યાન ધરતાં જ ભદ્રકાલીએ એનાં પ્રકોપનું ડરામણું ચિત્ર બતાવ્યું. અકાલને ભવિષ્યમાં જે દર્દ ને પીડા ઉદ્ભવશે,એ હેત્શિવાને હુબહુ આંખોથી જ બતાવી દીધી. ॐ ह्रौं काली महाकाली किलिकिले फट् स्वाहा॥ ॐ ह्रौं कालि महाकाली किलिकिले फट स्वाहा ॥હેત્શિવાએ સતત પાંચ કલાક સુધી આ મંત્રથી માની આરાધના કરી, થોડી જ વારમાં અગ્નિની જ્વાળાઓ ભદ્રકાલીનાં સિંહાસન ફરતે પ્રગટ થવા લાગી ગઈ.આ જ્વાળાઓ વચ્ચેથી હરેક જીવને પસાર થવાનું હતું.આ જ્વાળાઓ માંથી પસાર થનાર સારો જીવ આસાનીથી સુરક્ષિત રીતે બહાર નીકળી જતો હતો.અને જે આ પ્રચંડ અગ્નિની જ્વાળાઓને જોઈ ન શકતું એની આંખો ત્યાંને ત્યાં જ ખતમ થઈ જતી હતી.શરીરની પીડાથી એની આખી ...Read More
નિલક્રિષ્ના - ભાગ 12
આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્યાં જવાનું હતું.પરંતુ નિલક્રિષ્નાની નાવ સાવ હોવાથી હેત્શિવા ને એની વધારે ચિંતા થતી.એને એવું લાગતું હતું કે, "ત્યાં પહોંચવામાં એને કોઈ ખતરોં નહીં આવે ને ?" 'માનું હ્દય હરવખત સંતાન છુટું પડતાં આવું જ વિચારતું હોય.' મેં એમ વિચારી નિલક્રિષ્નાની પાછળ ધ્યાન લગાવ્યું. નિલક્રિષ્નાએ નાવ આગળ તરાવી અને ફરી વિરાસત તરફ જવાનો રસ્તો પકડ્યો.નિલક્રિષ્નાની નાવ વળી ત્યાંથી હવે શાંત રસ્તો જ દેખાતો હતો.જે તૂફાન હતું એ પાછળનાં ભાગમાં જ હતું.નાવ થોડી આગળ ચાલી ત્યાં એને વિરાસત તરફ જવાનો રસ્તો ફરી મળી ગયો. એ રસ્તો પકડીને એને ...Read More
નિલક્રિષ્ના - ભાગ 13
આ બાજુ હેત્શિવાની બોટ ભયાનક તૂફાનમાંથી તો નિકળી ગઈ.પરંતુ એ વસ્તુ કોઈ જ જાણતું ન હતું કે,સમુદ્રની આ કંઈ પહોંચી ગયા હતાં.પરંતુ જે હવે મુસીબત ઉભી થવાની હતી એ વધુ ખોફનાક હોય એવું લાગી રહ્યું હતું.આ સમુદ્રી જંગલમાં બોટ એવી જગ્યાએ ફસાઈ હતી કે,ત્યાંથી એનું નિકળવું અશક્ય હતું.ત્યાંથી આગળ જવાનો રસ્તો સાવ બ્લોક જ થઈ ગયો હતો.તેથી બધાં પ્રાણીઓ પોતાના વિશાળ સ્વરૂપ ફરી ધારણ કરી બોટલમાંથી બહાર નિકળીને એ સમુદ્રી જંગલની સારી જગ્યા શોધી છુપાઈ રહ્યાં હતાં.પરંતુ રેતમહેલ વગર બધાં જીવોની સુરક્ષા અસંભવ હતી.કેમ કે,બીજા દરિયાઈ જળચર પ્રાણીઓ અને રેતમહેલના પ્રાણીઓ વચ્ચે ઘણો ફેર હતો. આ અરબ સમુદ્રના જંગલમાં ...Read More
નિલક્રિષ્ના - ભાગ 14
સમુદ્રક સ્મિત ભર્યા ચહેરે જ લથડાતો ઘરા તરફ નજર કરી એને એકીટશે જોઈ રહ્યો હતો.ત્યાં જ અચાનકધરા એની સાવ આવતા જ ભૂલાઈ ગયેલો ભૂતકાળ એનાં મનમાં પુનઃસ્થાપિત થવા લાગ્યો.એક પછી એક વિચાર એનાં મનને ધરા તરફ જવા પ્રેરીત કરી રહ્યો હતો.ધરાને જોતાં જ રાક્ષસી વૃજાએ હજારો વર્ષો પહેલાં પહેરાવેલ ખોટો નકાબ સમુદ્રકના ચહેરા પરથી ઉતરીને સરકી રહ્યો હતો.એ ફરી પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરવા લાગ્યો હતો.ધરાની નજીક આવી એની અણીયારી આંખોમાં પોતાની છબી ફરી સમાવવા જતો હોય એમ એનાં તરફ લાગણીભરીને આગળ વધી રહ્યો હતો.ધરાની આંખોમાં એવું સંમોહન હતું કે,સમુદ્રકની નસ નસમાં એ છવાઇ રહી હતી.આ આંખોની જ્યોત એની ...Read More