નિલક્રિષ્ના : "આ સેન્ટિનલ જાતીના લોકો પોતાની અસલામતીની બીકે આ ટાપુમાં વસવાટ કરતા હતાં.
એ વિસ્તારનાં એટલા જ ભાગમાં પાંજરામાં પુરાયા હોય એમ જ રહેતાં હતાં. પોતે ચપળ અને ખડતલ શરીર ધરાવતાં હોવા છતાં સદીઓથી એ આ રીતે કેદ થઈને જ અહીં આ ટાપુ પર સિમીત વિસ્તારમાં છુપાયેલા રહે છે . એ લોકોનાં સિધ્ધો જ સંપર્ક દાનવો સાથે હતો. પરંતુ આ દૈત્યો હવે કોઈ કારણોસર આ લોકોનો સંપર્ક સાધવામાં અસફળ હશે. પરંતુ એ દાનવીવૃત્તિ ફેલાવી રહ્યા છે એ નક્કી જ છે. આ જ વસ્તુ આગળ જતાં પૃથ્વી પર મહાયુદ્ધને નોતરશે એવો મને શક છે. કેમ કે, ભારતની વસ્તીનાં દર સો વ્યક્તિ એ આઠ આદિવાસી સંખ્યા છે. પરંતુ આ આઠ આદમખોર રાક્ષસી વૃતિ અપનાવે તો એની સામે સો શું હજાર માણસ પણ ટુંકા પડે! એ સેન્ટિનલ આદિવાસી કબીલાના લોકો ધીમે ધીમે બીજાં ઘણાં જૂથોને મળી રહ્યા છે. અને એ બીજાં જૂથોમાં પણ શૈતાની વૃતી ઠાલવી રહ્યા છે.
એવું પણ હોય કે આ ટાપુમા જ આ લોકો જીવી શકતાં હોય. મતલબ બીજા વાતાવરણમાં જતાં એનું મૃત્યુ થતું હોય. હોય શકે! જીવસૃષ્ટિ ઉત્પન્ન થઈ એ પહેલા આપણી બોડીની અંદર જે સેલ છે, એ ઝીણા ઝીણા સેલ આખાં વાતાવરણમાં આવ્યાં. ત્યારે પૃથ્વી પર કોઈ જીવનું અસ્તિત્વ પણ ન હતું. જે જીવો જ્યાં વિસ્તારમાં વસ્યા એ જ વાતાવરણ મુજબ એ પોતાને ગોઠવતા થયાં. એ જીવો અલગ અલગ વાતાવરણ મુજબ પોતાનો રંગ, રૂપ, આકાર આપતાં ગયા. પછી સૃષ્ટિની ઉત્પત્તિ વખતે પોતાનું અસ્તિત્વ અલગ બતાવવા અલગ આકાર એ બનાવતા થયા. ઝીણા ઝીણા જીવ તો ઘણાંય બન્યાં. પૃથ્વી પર જ્યારે સંકટ આવ્યું ત્યારે વિષ્ણુ મત્સ્ય સ્વરૂપે પ્રગટ્યા. સૌ પ્રથમ મત્સ્ય અવતાર લીધો ભગવાને...! પછીનાં યુગમાં અલગ અલગ જગ્યાઓમાં રહીને પોતાને અનુકૂળ વાતાવરણમાં સેટીંગ કરીને જેમાં જીવનચક્ર વધુ ચાલ્યું તે જગ્યાએ આ જીવો અલગથી વસવા લાગ્યા. જે જે વાતાવરણમાં જીવ ઉત્પન્ન થતા એ જ જગ્યાની શક્તિ, ક્ષમતા પ્રમાણે જીવ બન્યા. વિષ્ણુનો પહેલો અવતાર દરિયાઈ જીવ એટલે કે મત્સ્ય અવતાર જ હતો. પાંચ હજાર વર્ષની લાંબી અવધિ પછી આ વાતાવરણનાં સેલ્સથી એવો જીવ તૈયાર થયો, જે આ ધરતી અને સમુદ્ર બન્નેમાં રહી શકે એટલે કે વિષ્ણુ ભગવાનનો બીજો અવતાર જે કાચબા સ્વરૂપે અવતર્યા. જે સમુદ્ર અને પૃથ્વી બન્ને પર રહેવા સમર્થ હતા. વિષ્ણુ ભગવાનના અલગ અલગ અવતાર એજ પ્રમાણે વાતાવરણને અનુકૂળ સ્વરૂપ બદલતાં ગયા. અને આખી સૃષ્ટિનું નિર્માણ થતું ગયું. એવાં જ કરોડો જીવો ઉત્પન્ન થવા લાગ્યા અને પૃથ્વી પર જીવ સૃષ્ટિ આગળ વધવા લાગી."
અવનિલ : "સાયન્સ કે એ આ છે અને આપણો ધર્મ પણ જુદું કહે છે. સાયન્સ કે છે એ કણ છે. અને આપણાં ધર્મ એને વિષ્ણુનો અવતાર કહે છે. પરંતુ આ બધું એક જ છે. સાયન્સે એ કણ ને કણ જ રાખ્યો છે."
નિલક્રિષ્ના : "હા, તે સત્ય કહ્યું! આમ, અલગ અલગ જગ્યાએ વાતાવરણમાં રહેલાં સેલ્શ અનુકૂળ પોતાની બોડી તૈયાર થઈ. વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કર્યો ત્યારે એ અડધું માનવ અને અડધું પ્રાણી જેવું એનું સ્વરૂપ હતું. એ પરથી એમ પણ કહી શકાય કે, હજું જીવ માણસ જેવા પુર્ણ માણસ સ્વરૂપ થવામાં અસફળ હતાં. અને એ માણસ જેવાં માણસ બનતા હજારો વર્ષ વીતી ગયા. અંતે મનુષ્યોનું સંપુર્ણ શરીર બન્યું. એ પૃથ્વીમાં બધાં જીવો જીવંત થઈને રહેવા લાગ્યા. ત્યારે આ અનુકૂળ વાતાવરણ મળતા એ સેલ્શ અમુક જીવોમાં વ્યવસ્થીત રીતે ગોઠવાઈ ગયા. અને એ મનુષ્ય સ્વરૂપ બન્યા. પૃથ્વીમાં પાપનો ભાર વધતાં એ જ પુર્ણ પુરૂષોત્તમ સ્વરૂપે રામા અવતારે વિષ્ણુ અવતરીયા. ત્યારે મનુષ્યોમાં બધાં સેલ ગોઠવાઈ ગયા હતાં તેથી પૂર્ણ માણસ રૂપે રામા અવતાર થયો. આ આખી પ્રોસેસ હજારો વર્ષો સુધી ચાલી અને આખી સૃષ્ટિ સેટ થવા લાગી અને શ્રીકૃષ્ણ અવતારને તો આપણે જાણીએ જ છીએ. માનવ પુર્ણ બન્યો એનાં હજારો વર્ષો વીતી ગયાં પરંતુ સવાલ એ છે કે, આ આદિવાસી પ્રજા ટાપુ બારના વાતાવરણમાં જીવંત કેમ નથી રહી શકતી ?"
અવનિલ : "સાયન્સે આ માટે એક પ્રયોગ કર્યો હતો. સામાન્ય વાતાવરણમાં રહેતાં આ કાળા જીવડાંઓને રણ પ્રદેશમાં નાખી દીધા. અને અડધાં જીવડાં ઠંડાં પ્રદેશમાં નાખી દીધાં ત્યાં એ જીવડાંઓ માંથી અમુક હતાં એ મરી ગયાં અને અમુક જીવડાંઓએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ વાતાવરણને અનુકૂળ રૂપ, રંગ, આકાર, કદ મેળવી લીધાં. ત્યાં જીવવા માટે પોતાને અનુકૂળ વાતાવરણ મુજબ શરીર ઢાળી દીધું. રણ પ્રદેશમાં રહેવા માટે એ જીવડાંઓએ લાલ રંગ કરી લીધો. અને ઠંડા પ્રદેશમાં રહેલા જીવડાંઓએ બ્લ્યુ રંગમાં પોતાનું શરીર ફેરવી નાખ્યું. પરંતુ આ પ્રયોગ માણસ ઉપર નથી થઈ શકતો કેમ કે, અમુક આબોહવાની આદત પડી ગઈ એજ આબોહવાથી જ માણસ જીવંત રહીં શકે છે. એ હજુ સુધી સમજાયું નથી કે, આદિમાનવ એ પહેલાં વાનરના વંશજ હતા. પરંતુ હરેક માણસ આદિમાનવના વંશજ છે કે નહીં એ હજુ સુધી કોઈ જાણી શક્યું નથી."
નિલક્રિષ્ના: "હરેક માણસ વાનરના વંશજ છે કે નહીં એ નક્કર રીતે કહેવું અશક્ય છે. પૃથ્વી જે અત્યારે પાતાળમાં ચાલી ગઈ છે. એ પૃથ્વી સમુદ્રમાંથી સ્વતંત્ર થઇ ત્યારે તેમાં સૌપ્રથમ એ નાગની ભૂમિ હતી. અહી અનેક પ્રકારના નાગની જાતી વસતી હતી. મનુષ્યની ઉત્પત્તિ થઈ એ પહેલાં, ઘણા નાગ સ્વરૂપમાં આ વાતાવરણમાં રહેલાં મનુષ્યોનાં સેલ ઉમેરાતાં એ અર્ધ માનવરૂપ બનવા લાગ્યાં હતાં. એટલે એ વાત સચોટ રીતે કહીં શકાય કે, બધા માનવ વાનરના વંશજ નથી.
આજ વાત જ વિચારવાની છે. એ માટે જ મેં આ વાત પહેલીથી શરૂ કરી હતી. આ કબીલાની વાત કરીએ તો આ લોકો માણસોને તેની આસપાસ પણ ભટકવા નથી દેતા. એ લોકો આપણા વાતાવરણમાં જીવી પણ નથી શકતા. એ લોકો પોતાનું શરીર આપણા વાતાવરણ મુજબ ઢાળી નથી શકતા, એમ કેમ હશે? જે જીવો ઉપર પ્રયોગ કર્યો છે એ આ આદિવાસી પ્રજા ઉપર શક્ય નથી બન્યો. તો આપણે કંઈ રીતે કહી શકીએ કે , બધાં માનવનાં બોડી પાર્ટ, શ્વાસો શ્વાસની ક્રિયા એક સરખી છે. બધાં જ વાનરના વંશજો છીએ. બધી જીવસૃષ્ટિ સમુદ્રમાંથી જ આવી છે. એ આપણે ચોક્કસ રીતે કેમ કહી શકીએ. જ્યાં સુધી મેં વિચાર કર્યો છે કે,જેમ ભગવાન વિષ્ણુ પૃથ્વીને હર યુગમાં ખતરાથી બચાવવા અવતાર ધારણ કરે છે. એમ જ આ દૈત્યો પણ પૃથ્વીનો વિનાશ કરવા હર યુગે રાક્ષસી રૂપ ધરીને પૃથ્વી પર આવે જ છે. અને એવું નથી તો કે મને કે, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, એ દૈત્યો જ હતાં. દિતીના છવ્વીસ પુત્ર દૈત્યો હતાં. એ દૈત્યો હજુ પણ કાળનું ચક્ર સાથે લઈને જ ફરે છે. રાવણ, દુર્યોધન, કંસ, બકાસુર, અઘાસુર, વત્સાસુર, માસી પૂતના, ત્રિનવર્ત આ બધા દૈત્યોનાં જ અવતાર જ છે કે નહીં ?
આ કળિયુગમાં પણ એ દૈત્યોએ માનવ રૂપ લઈ છુપી રીતે પોતાનું રાક્ષસી કાર્ય શરૂ કરી દીધુ છે. એ વાત હું જાણું છું. મને ભદ્રકાલીની ગુફામાં રહેલા હાડપિંજરોએ એ વાત કહીં હતી કે, વિરમન્યુ સુતેલો છે, એ ઉઠશે એ પહેલાં પૃથ્વી રાક્ષસી વૃતિથી ભરાય જશે. અને એ ઉઠશે ત્યારે વિનાશ નક્કી છે. પણ આ દૈત્યો જાણતાં નથી કે, એ લોટામાંથી પાણી બહાર કાઢી શકે! પરંતુ એમાંથી આકાશ બહાર ના કાઢી શકે. હું પરમાત્માનાં નિરાકાર રૂપને બધે જ અનુભવી શકું છું. ઈશ્વર અવતાર ધારણ કર્યા વગર ક્રિયા કરી શકતા નથી. પરંતુ ઈશ્વર લીલા અવશ્ય કરે જ છે. કદાચ આપણે આ મહા પાપીઓનો સામનો કરવા જ પૃથ્વી પર અવતર્યા છીએ."
અવનિલ: " હાં કદાચ, તારી આ વાત સાચી પણ હોય શકે! ભગવાન કંઈ કરતાં નથી. તેઓમાં વિષમતા નથી.
મતલબ કે, આપણે જે સ્વરૂપ મળ્યું છે એ ભગવાનની જ લીલા છે. પરંતુ આપણે આ મનુષ્ય આકાર આપી હું મનુષ્ય છું એમ ઓળખી લઈએ છીએ. પરંતુ ભગવાન આકારમાં પોતાને ઢાળી શકતાં નથી. એટલે જ તે નિરાકાર છે. તું ને હું ઈશ્વરની માયાથી બનેલા છીએ. એ નક્કર સત્ય છે. તારી વાતોમાં ખોવાય ને બે ઘડી મને એવું થઇ ગયું કે, જાણે મારી ગાડી ઈશ્વરે રચેલી લીલાનાં પાટા ઉપર ચડી ગઈ છે. તારી વાતો અદ્ભુત છે. તારી પાસે રહેલાં શબ્દો ભંડોળથી તું ધણાંને સાચો માર્ગ બતાવી શકે એમ છો. આ બધું જ્ઞાન તે ક્યાંથી પ્રાપ્ત કર્યું ?"
(ક્રમશઃ)
- હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા" ✍️