આસપાસની બધી જ જગ્યાઓમાં નિલક્રિષ્ના ફરી વળી હતી. આટલાં સમયમાં ના એને ભુખ લાગી કે ના થાકનો કોઈ અહેસાસ થયો. અને સવારથી સાંજ કેમ નિકળી ગઈ એને ખબર પણ ના પડી. સંધ્યાનો સમય થવા આવ્યો હતો. આજ સોનેરી ચુંદડી ઓઢેલી હોય એવી ધરતી ખુશખુશાલ દેખાતી હતી. ત્રિવેણીએ શંખલાની સુંદર બજારની છબી ત્યાંથી આવતા જતાં હર કોઈની આંખમાં છપાતી જતી હતી. હજુ રેલવે સ્ટેશનથી અનેક સહેલાણીઓથી ભરેલી ઘોડાગાડીઓ ત્રિવેણીએ ઠલવાય રહી હતી. દૂરથી તો એનો ચાલક કોણ હોય એ ગોતવુ પણ અઘરું લાગતું હતું. એટલી ઠસોઠસ ઘોડાગાડી ભરેલી હતી કે, જાણે ધેટાં બકરાંનું ઝૂંડ ઉપરા ઉપરી ગોઠવેલું હોય એવું લાગી રહ્યું હતું. આ બધું જોઈ નિલક્રિષ્ના આનંદ અનુભવી રહી હતી, અને વિચારી રહી હતી કે, લોકો આટલી ખચોખચીમાં ભરાઇને આ ઘોડાગાડીમાં આવે છે. અહીં આવીને એ એક ક્ષણ પણ વિલંબ કરવા માંગતા નથી. ધન્ય છે આ પવિત્ર ભૂમિ ને...!"
સાંજ થવા આવી હતી. નિલક્રિષ્નાએ ત્યાં આસપાસનાં બધાં જ સ્થળોનું નિરીક્ષણ કરી લીધું હતું. પરંતુ હજુ પણ એને પોતાના જીવનનાં રહસ્યનો ભાસ થયો ન હતો.
" શું પૃથ્વી પરથી સુર્ય, ચંદ્ર અને તારાઓ પર આશાનીથી જઈ શકાય છે?" નિલક્રિષ્નાએ ચાલતા ચાલતા આકાશ તરફ નજર કરતાં અવનિલને પુછ્યું.
" હા, દેખાય છે. સુંદર મનોરમ્ય દ્રશ્ય સાથે રોજ બરોજ
સુરજ, ચાંદ, તારાં ઉગે છે આથમે છે. અને પૃથ્વીને જરૂરી તત્વો પ્રદાન કરે છે. હવે એમ ન પુછતા કે આકાશગંગાનો માર્ગ કયો? તમારાં સવાલનો કોઈ અંત નથી એ હું જાણી ગયો છું. એ સાથે એક વાતનો વિચાર આવે છે કે, તમે નથી પૃથ્વી વાસી કે નથી પરગ્રહવાસી? આકાશમાંથી તો તમે ઉતર્યા નથી, નહીં તો તમે આવાં સવાલ ન કરો. તો ક્યાં લોકમાંથી તમે આવ્યા છો?"
નિલક્રિષ્ના: "હા હું તમને આ વાતનો જવાબ કાલે ચોક્કસ આપીશ. પણ રાત બહું થઇ ગઈ છે. અને અત્યારે મા ઘરે નથી. બાબા આર્દ મારી રાહ જોઈ રહ્યા હશે. કાલ આપણે ફરી મળીશું"
નિલક્રિષ્નાની આ વાત પરથી ખબર પડી કે, ધરતીનાં સમય અને સાવચેતીઓ વિશે એક દિવસમાં જ એને ખબર પડવા લાગી ગઈ હતી.
અવનિલ : "આ જગ્યાએ ફરી આવજો, હું તમારી રાહ જોઈશ!"
આંખો દિવસ ઘણું બધું શોધ્યું છતાં પણ નિલક્રિષ્નાને એવી કોઇ જગ્યા ના મળી જ્યાંથી એ પોતાના જીવનનું રહસ્ય જાણી શકે! અવનિલથી છૂટાં પડ્યાં પછી પણ એ આખે રસ્તે એજ વિચારી રહી હતી કે,
"ધરા મા સમુદ્રમાં મને મળવા આવી હતી. તો આમ, અચાનક સમુદ્રમાંથી એ ક્યાં ગુમ થઈ ગઈ હશે? શું એ મારા જીવનની હકીકત જાણતી હતી? ના, ના! જાણતી હોય તો હું એને રૂબરૂ જ મળી હતી. એ મને કહીં જ દયે ને...! પરંતુ એવું પણ બને કે, એ ગુમ થઇ એ પહેલાં એ કોઈ રાજ જાણી પણ ગઈ હોય? મારે એનાં સુધી પહોંચવું હવે જરૂરી છે. ઝૂંપડી સુધી પહોંચતાં જ એ આ વિચાર ભુલી ગઈ. અંદર પ્રવેશ કર્યા પછી બાબા આર્દે એને પૃથ્વી વીશેની જરૂરી માહિતી આપવાની શરૂ કરી દીધું."
ભારત ભૂમિના જંગલમાં રહેતા અમુક આદિવાસી જેવા કે, કબીલાનાં રહેતા ભોળા લોકો પર અમુક શેતાની મનુષ્યો વેપાર કરી રહ્યા હતાં.એ વિશે બાબા આર્દે વધારે માહિતી મેળવવા માટે નિલક્રિષ્નાને આગળ વધવા કહ્યું.
બીજે દિવસે બાબા આર્દ પાસેથી ઘણી બધી પૃથ્વી વિશેની જાણકારી મેળવીને એજ જગ્યાએ અવનિલને
એ મળવા પહોંચી ગઈ હતી. પરંતુ આજ જે સ્થળ પર જવાનું હતું, એ સ્થળ ઝૂંપડીમાંથી નીકળતા પહેલાં જ એને નક્કી કરી લીધું હતું. ત્યાં બન્ને ભેગાં થયાં પછી નિલક્રિષ્ના આગળ ને આગળ ચાલવા લાગી ગઈ હતી.
એ જોઈને અવનિલ એને કહેવા લાગ્યો.
"પૃથ્વી વિશે જાણવાની તમારી ઉત્કૃષ્ટતા મને પણ ઉતાવળે ચલાવે છે. પહેલાં એ તો કહો કે,
તમારું ટ્રાન્સફર ક્યાંથી થયું છે?"
" સમુદ્રમાંથી! "
સાવ આશાનીથી એક શબ્દમાં જ નિલક્રિષ્નાએ પોતાનો પરિચય આપી દીધો.
અવનિલ હસવા લાગ્યો, અને કહેવા લાગ્યો કે,
" સમુદ્રમાંથી એ કેમ શક્ય બને?"
"પૃથ્વી લોકમાં જન્મની વય કેટલી હોય છે?"
અત્યારે પોતે જ્યાં જવાં નિકળી હતી. એ જ વિષય પર નિલક્રિષ્નાનાં વાત કરવા માંગતી હતી. એટલે અવનિલના હસી મજાક પર એનું ધ્યાન ન હતું. એના મગજમાં કોઈ સિરીયસ વાત ઘુમતી હતી. એટલે એનો ચહેરો અત્યારે ગંભીર હતો. નિલક્રિષ્નાએ જે સવાલ પૂછ્યો એનો જવાબ આપવો અવનિલને યોગ્ય લાગ્યો. તેથી એની વાતનો સાથ આપતા જવાબ આપતા એને કહ્યું,
"પૃથ્વીલોકમાં જન્મનાર મનુષ્યની ઉંમર આશરે સો વર્ષ હોય છે. કદાચ બીજા બધાં ગ્રહોમાં આજ પ્રમાણે જીવનની ઓછી વધતી સમય મર્યાદા હશે. તે શું ક્યાંય સો વર્ષથી વધુ જીવન જોયું છે?"
"સો વર્ષ તો બહું ઓછું આયુષ્ય કહેવાય. હા, અમારે ત્યાં સમુદ્રી જીવો પોતાનાં શરીરની ખાલ સો વર્ષે બદલાવે. સમુદ્રી જીવોનું જીવન હજારો વર્ષોથી પણ વધુ હોય છે."
" શું તું સમુદ્રી જીવ છો? તો સમુદ્રમાંથી પૃથ્વી પર આવીને તું તારું આ જીવન કંઈ રીતે ટકાવી શકી એ કહે? શું તારું જીવન પણ હજારો વર્ષો સુધી જીવંત ચાલતુ જ રહેશે?"
" હું સમુદ્રીજીવ છું કે મનુષ્ય યોનીમાંથી જન્મી છું. એ હું જાણતી નથી. મારું અસ્તિત્વ શું છે? હું કોણ છું? એ જ બધુ જાણવાં માટે હું પૃથ્વી પર આવી છું. હું મારું શરીર બે રીતે ઢાળી શકું છું. હું પૃથ્વી વાસીની જેમ બે પગ પણ ધરાવું છું. અને દરિયાઈ જીવની જેમ મીનપક્ષો પણ...!"
આ રાગ, દ્વેશ, કપટ, ક્લેશ વાળી પૃથ્વી પર આવ્યા પછી હું એક વસ્તુ વારંવાર જોઉં છું કે, કોઈને કોઈ પ્રશ્નથી લોકો મૃત્યુ પામે છે. અને મેં એ પણ જોયું કે,પૃથ્વીવાસીઓને મૃત્યુ સિવાય કોઈ વસ્તુનો ડર પણ નથી. આ મૃત્યુનો ખોપ હરેક માણસનાં ચહેરામાં મને હૂબહૂ જોવા મળ્યો. બસ આ મૃત્યુના ખોપને મારે હટાવવો છે. અને એવી પૃથ્વી શોધવી છે જ્યાં માત્ર પ્રેમ, લાગણી જ ઉપસ્થિત હોય."
"સમુદ્રી જળચર પ્રાણીઓ એ બધાં તો સમુદ્રી જીવો છે. તેથી આ બધાનું જીવન વધુ હોય શકે. પૃથ્વીમાં વધુ જીવન અવધિ શક્ય નથી, એટલે એ ખોપ તો અહીં રહેવાનો જ...!"
"આખરે પૃથ્વી એ સમુદ્રનો હિસ્સો જ છે, તો મનુષ્ય પણ સમુદ્રની ઉત્પત્તિ જ કહેવાય ને...! છતાં પણ મનુષ્યનું જીવન ઓછું કેમ છે? આમાં દૈત્યોની કોઈ ચાલ હશે ખરી! મનુષ્ય જીવન ઓછું કેમ થયું? પહેલાં તો એનું મૂળ કોણ છે ? એ મારે શોધવું છે. પૃથ્વીનાં ચાર હજાર વર્ષ પહેલાંની જ વાત કરું તો ધીમે ધીમે જીવો બહાર પાણી વગરની આ જગામાં આવવા લાગ્યા. શ્વાસ ભરીને સમુદ્રનાં પાણી વગર જીવતાં શીખ્યાં. આ મનુષ્યોનું આયુષ્ય એ જ હતું, જે સમુદ્રી જીવોનું છે. કેમ કે, આ પૃથ્વી પરનો જીવ સમુદ્રમાંથી જ આવ્યો છે. પૃથ્વી દરિયાનો હિસ્સો જ હતી. તેથી એમ કહી જ શકાય કે આપણે માનવી પણ સમુદ્રી જીવો છીએ. પૃથ્વી સમુદ્રમાંથી સ્વતંત્ર થઇ ત્યારે જે જીવો પૃથ્વી પર રહ્યા એ પાણી વગર શ્વાસ ભરી જીવવા લાગ્યા. એ જીવો વિશાળકાય હતાં. જેવા કે, ગ્રીન એનાકોડા, કિંગ કોબ્રા, ડાયનાસોર, Godzilla વગેરે... અમુક દરિયાઈ જીવો પૃથ્વી પર જીવી પણ ન શક્યાં. એનાં મૃત્યુ થતાં એમાં એવાં કિડાં ઉત્પન્ન થયા કે માનવ શરીરની જેમ નાના કદના વેતીયા જેવા શરીર બનવા લાગ્યા. અને ધીમે ધીમે ટેકનોલોજીનો વિકાસ થતાં મનુષ્ય જેવા લાંબા, મોટા મનુષ્યોના આકાર વધવા લાગ્યાં. પૃથ્વી પરનાં બધાં જ જીવો આ દરિયાઈ પ્રોસેસથી જ ઉત્પન્ન થયા છે."
અવનિલ: "તું સમુદ્ર વિશે ઘણું જાણે છે. હવે મને શક્ય લાગે છે કે, તું સાચે સમુદ્રમાંથી જ આવેલી છો. શું તું જાણે છે કે, પૃથ્વી એ બ્રહ્માંડનાં તમામ ગ્રહોથી અજોડ છે. પૃથ્વી એ એક એવી જગ્યા છે. ત્યાં જ જીવન શક્ય છે. મોટાં મોટાં ખગોળ શાસ્ત્રીઓ નવી પૃથ્વી હજું શોધી શક્યા નથી. જો શોધાય પણ જાય આવી પૃથ્વી જેવી જગ્યા તો પણ ક્યાંય જીવન શક્ય નથી. હું પૃથ્વી પર રહું છું. પણ ઘણા રહસ્યો હું પણ જાણતો નથી. આ સુર્ય, ચંદ્ર અને તારાઓની નજીક તો હું તને લઈ જવા અસમર્થ છું. પરંતુ હાં, પૃથ્વીનો ખુણે ખુણો તને શોધવામાં તારી જરૂર મદદ કરીશ.
(ક્રમશઃ)
- હેતલ ઘેટીયા " કૃષ્ણપ્રિયા"✍️