મૌન મારું છપાય એટલું છે.
ઈતિહાસે સમાય એટલું છે.
ખોબલામાં રૂપરડી ક્યાંથી જડે?
ભાગ્ય પથરા ભરાય એટલું છે!
છે મુલાયમ મુકામ શર્મ ભર્યો,
કર્મ ખંજર ઘવાય એટલું છે.
ઢોલકીના તરંગ લુપ્ત થયા,
દુઃખ સ્વર્ગે દઝાય એટલું છે.
શ્વાસ માંડે ચલક ચલાણુ સતત,
ઝેર જગને મરાય એટલું છે.