❤️ " નંદ ઘેર આનંદ ભયો " ❤️
કારમી તે કાળી રાત હતી ને કારાગારે હતાં તાળાં.
ભયના વાદળ ચીરીને આવ્યા, જગના તારણહારા.
વસુદેવ ચાલ્યા ટોપલીમાં લઈ, જમનાજી મલકાય,
શેષનાગે છત્ર ધર્યું અને મંદ મંદ મેઘરાજા હરખાય.
ગોકુળમાં આજ આનંદ છવાયો, વાગી મુરલી મધુર,
જશોદા મૈયાના ખોળામાં રમતું, કેવું સોહામણું નૂર.
માખણની ચોરી કરવા આવ્યો આજ માખણચોર,
રાધાજીના મનનો મોહન, ભક્તોનો પ્યારો નંદ કિશોર.
ઘેલી થઈને નાચે ગોપીઓ, કાનુડાની માયા ભારે,
નટખટ આ નંદલાલા જેવો, કોઈ નથી આ સંસારે.
આવો સખાઓ રાસ રમીએ, કૃષ્ણ પ્રેમમાં ડૂબીએ,
જન્મદિવસે કાનુડાના, ચરણોમાં શિશ નમાવીએ.
જય રણછોડ, માખણચોર, તારી લીલા અપરંપાર,
તારા જન્મે સુધરી ગયો, આ "વ્યોમ"નો પણ સંસાર.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર.