પ્રભુ મને રોજેરોજ એકાદ સારો વિચાર આપો.
ને એ મુજબ વર્તવાનો હરપળમાં આચાર આપો.
નમે નહિ આ મસ્તક કદી અન્યાય જોહૂકમીમાં,
રહે અટલ ન્યાયમાર્ગે એવું એક હથિયાર આપો.
થાય રાજી મન મારું કોઈનું સારું દેખીને પ્રભુજી,
ના રહે દરરોજ આમદિન એવો કોઈ તહેવાર આપો.
બીજું તો શું માંગું જે મળ્યું એ લાયકાતથી છે વધુ,
કદી ના થાય વિસ્તાર યાચનાનો એવો સંસાર આપો.
દ્રવે દિલ દેખીને પીડીત કે કોઈ બુભુક્ષિતા:સન્મુખ,
પીડા હરવા કાજે મનોબળનો બસ આધાર આપો.
-ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.