શાળા અને શાળાના મિત્રો
એક યાદગાર વાર્તા ✨
લેખક:- અભિનવ આહીર " દિલદાર "
મારી શાળા અને એ શાળાના મિત્રો મને હજુ યાદ છે, હા માન્યું કે આજનો યુગ સ્વાર્થથી ભરેલો આજના યુગમાં લોકો માત્ર સ્વાર્થ માટે એકબીજાને યાદ રાખે છે પણ અમારી મિત્રતા છેક બાલમંદિર ના ભણતરથી થયેલી અને આજે ઉચ્ચ ધોરણમાં આવ્યા છતાં અમે એકબીજાને ભૂલ્યા નથી,
જુના વર્ગખંડો માં વાગતી એ ઘંટડી એ માત્ર અવાજ નહોતો એ ઘંટડી નો અવાજ અમારા માટે એક મૌન હતું, એ શાળા માત્ર ભણવાનું સ્થાન નહોતું, પણ જીવનની સૌથી સુંદર યાદોનું ઘર હતું.., દરરોજ સવારે ભણવા જવાનું અને રસ્તામાં જો કોઈ આંબલી નું વૃક્ષ મળે તો એમાથી આંબલી તોડી ખાવાની શાળા એ જવા ભલે મોડુ થતું હોય પણ એ એક આંબલી ખાવા માટે અમે મોડા થવાની સજાઓ પણ સહી લેતાં..,
અને અમે ચાર મિત્રો વર્ગમાં સાથે અને છેલ્લી બેન્ચે બેસતા, એકબીજાની પેન-પેન્સિલ લેતાં , એકબીજાના ટિફીનો ખાતાં વળી જો માસ્તર ( શિક્ષક ) જોઈ જાય તો અચાનક મૌન થવાનું નાટક અમે કરતાં, રિસેસ પડે એટલે જાણે એક જેલમાંથી આઝાદ થયા હોય અને જગ જીત્યું હોય એવો એહસાસ અમને ત્યારે થતો, મેદાનમાં દોડી જવું.ક્યારેક મિત્ર હોમવર્ક ન કરે તો બીજો મિત્ર પોતાની નોટબુક આપી દે…પરીક્ષામાં એકબીજાને હિંમત આપવી…અને પરિણામના દિવસે બધાં ભેગા થઈને ખુશ થવું…
આ મિત્રતા આજે પણ મારા દિલમાં જીવંત છે.
પણ ત્યારની શાળા જેલ લાગતી પણ આજે મોટી ઉંમર થઈ એટલે સમજાયું કે એ શાળા જેલ નહીં પરંતુ આપણી જુનવાણી યાદોના ખજાનાવાળું એક અમૂલ્ય સ્વર્ગ હતું..,
સમય પસાર થયો…
બધા મિત્રો પોતાના જીવનમાં આગળ વધી ગયા.
કોઈ શહેરમાં નોકરી કરે છે, કોઈ વેપાર કરે છે, તો કોઈ હજુ ગામમાં જ છે…
પણ જ્યારે શાળાની વાત નીકળે છે ને, ત્યારે બધા ફરી નાના બાળકો બની જાય છે.
આજે આ દુનિયામાં ઘણાં લોકો ઘણાં ચહેરાઓ મને મળે છે પણ એ શાળાના મિત્રો જેવો નિ:સ્વાર્થ પ્રેમ કોઈ આપતું નથી, કારણ કે એ સંબંધ પૈસા અને સ્વાર્થથીનહીં, પણ નિર્દોષ બાળપણથી બંધાયેલો હતો, આજે પણ જ્યારે જૂની શાળાની સામે થી પસાર થાઉં છું ને…ત્યારે એક જ વિચાર આવે છે કે મને મારુ બાળપણ અને એ શાળાના દિવસો સાથે એ જ શાળાનાં મિત્રો ફરી મને મળે તો હુ એને જીવી જાવ...ધન્ય છે શાળાના સમય અને ધન્ય છે એ શાળાના નિ:સ્વાર્થ મિત્રોને...