ભાઈ તું કેમ ગયો…
હૈયું તૂટ્યું, શ્વાસ અટક્યા, વિખૂટી ગયો ભાઈ,
જીવનનો આધાર મારો લૂંટાઈ ગયો ભાઈ.
રાખડીના પવિત્ર ધાગા કંપી ઉઠ્યા હાથમાં,
સ્નેહનો એ અતૂટ બંધ વિખેરાઈ ગયો ભાઈ.
નોધારી મૂકી દુનિયામાં, એકલી પડી ગઈ હું,
આંસુઓનો દરિયો આંખોમાં વહી ગયો ભાઈ.
છાંયો બનીને સાથ આપતો દરેક પળે તું,
એ સાથ મારો વચ્ચે જ સરકાઈ ગયો ભાઈ.
મારા દુઃખે તું પહેલાં જ રડી પડતો હસતાં,
આજે હાસ્ય મારું અંદર જ દબાઈ ગયો ભાઈ.
“બહેન” કહીને એક વખત બોલાવી લે મને,
મારો આ રડકાર અંદર જ રહી ગયો ભાઈ.
શબ્દો સૂના થઈ ગયા છે તારી વિના હવે,
હૈયાનો દરેક સ્વર પણ સુકાઈ ગયો ભાઈ.
પ્રસંગ
પ્રણયરાજ રણવીર