હસતો માણસ.!!!!
હું પથ્થરોથી ખડકાયેલ પહાડ જેવો,
જલાવો મને તો પીગળતા મીણ જેવો.
હું કઠોર બહારથી, અંદરથી નરમ દિલનો,
પ્રેમથી સ્પર્શો તો બની જાઉં ફૂલ જેવો.
ઘણા ઘા સહન કર્યા સમયના હાથેથી મેં,
છતાં ઊભો રહ્યો છું અડગ યકીન જેવો.
આંખોમાં વાદળ છે, હોઠ પર હાસ્ય રાખું,
દર્દ છુપાવું અંતરમાં, દેખાઉં દર્પણ જેવો.
‘પ્રસંગ’ કહે છે દિલની વાત એવી સાચી,
દુખમાં પણ જીવું છું હસતો માણસ જેવો.
- પ્રસંગ
પ્રણયરાજ રણવીર
૩૦/૦૪/૨૦૨૬