મૈત્રી ની મહેક (ગઝલ)
“સાથે હસતા-રમતા જે વાત હવે પુરી થઇ ગઈ,
એ જ વાત હવે મુલાકાતમાં બદલાઈ ગઈ.”
“તારી નજરમાં જે સાદગી હતી સદાય,
જોતજોતામાં એ તો શરારત થઈ ગઈ.”
મિત્ર કહીને તને સંબોધતો રહ્યો હું,
અચાનક તું જ મારી આદત બની ગઈ.”
હતી જે મૈત્રી હવે એ ચાહત બની ગઈ,
તારી સાથેની વાતો હવે ઈબાદત બની ગઈ.
“શબ્દો ખૂટી પડ્યા અને લાગણી શરૂ થઈ ગઈ.”
“મૈત્રીમાં તો શાંત હતા, પણ હવે બેચેની બની ગઈ.”
ખબર નહોતી કે આવી રીતે તારી અસર થઈ ગઈ,
જે હતી માત્ર ભાઈબંધી, હવે એ આદત બની ગઈ.”
“શબ્દોની જરૂર ક્યાં રહી હવે વાત કરવામાં,
તારી આંખોનું મૌન જ હવે મારી ખબર થઈ ગઈ.”
- અજય સોલંકી